✓  પાશ્ચાત્ય વિવેચનધારા નો અરિસ્ટોટલ થી એલિયટ સુધી નો પરિચય મહત્વનાં સ્થિત્યંકરોને ધ્યાનમાં રાખીને કરો.

 ✓ પાશ્ચાત્ય સાહિત્ય વિવેચનનાં ઉદ્ભવ થી એલિયટ સુધી થયેલ વિકાસનો પરિચય કરાવો.

 ✓ પાશ્ચાત્ય સાહિત્ય વિવેચન ક્ષેત્રે એરિસ્ટોટલ થી એલિયટ સુધી પ્રદાન કરનાર મુખ્ય મુખ્ય મીમાંસકો ની વિચારધારા જણાવો.

✓ પાશ્ચાત્ય સાહિત્યવિવેચન પ્રવાહ : એરિસ્ટોટલ થી એલિયટ સુધી :- 




 એરિસ્ટોટલ પૂર્વે : - પ્લેટો : - એરિસ્ટોટલ પૂર્વે ગ્રીક સાહિત્ય મીમાંસા પ્લેટોથી આરંભાઇ હતી . પ્લેટો પૂર્વે કવિતા ની સ્થિતિ જુદી હતી . તેણે જ નોંધ્યું છે તેમ કવિતા અને તત્વજ્ઞાન નો ઝઘડો જૂનો છે . પ્લેટો તત્વજ્ઞાની ની સાથે કવિ પણ હતો . એણે મહાન કવિઓ ની ઉત્તમ કૃતિઓ નું પરિશિલન કર્યું હતું . એનાં પર સૌથી વિશેષ અસર હોમર ની હતી અને હોમર વિશે REPUBLIC X માં લખ્યું છે : 

" I confes i am checked by a kind of affectionate respect for homer ... for all prase beautiful tragic poets , he seems to have been the original master and guide . " અને છતા આ પ્લેટો કવિતા -કલા પર જ ભારે તહોમતનામું મૂકે છે અને તે એ કે કવિતા – કલા ને અનિષ્ટ પૂરવાર કરાવા પોતાની સર્વ શકિતનો ઉપયોગ કરે છે . આમ થવાનું કારણ છે . પ્લેટો પ્રથમ તત્વ જ્ઞાનિ છે . સત્ય નો ઉપાસક છે . અને તર્ક નો હિમાયતી છે.એણે તત્વજ્ઞાન ની વેદી પર પોતાનાં કવિય ની બલિ ચઢાવી દીધી ! અને એટલે જ પોતાનાં પ્રિયપાત્ર હોમર ની તે નિંદા કરે છે.

પ્લેટો પૂર્વે કવિ ને ઉપદેશક – માર્ગદર્શક માનવામાં આવતો હતો . હોમર કવિ હોવાથી મહાન શિક્ષક ગણાયો હતો . પ્લેટો ની દ્રઢ માન્યતા હતી કે કવિતા આનંદ આપે છે , પણ તે પ્લેટો " આદર્શ સમાજ કે રાજય " નાં નિર્માણ માટે કટિબદ્ધ થતો દેખાય છે . અને કવિ ની કવિતા પર નિયંત્રણ લાદતો હોય તેમ કવિતા અંગે વિચારો જણાવે છે . આમ છતા , કવિતા નો જન્મ " દૈવિ પ્રેરણા " ને આભારી છે " એ પ્રચલિત માન્યતાનો પ્લેટો સ્વીકાર કરે છે . " રિપબ્લિક માં તે સ્પષ્ટ જણાવે છે કે કવિતા અને અનુકરણાત્મક કલા છે . બુદ્ધિથી નહિ પણ પ્રેરણા થી લખાતી હોવાથી અસત્યમય છે . એટલું જ નહિં , કવિતા આત્મા નાં હીન અંશો ને બહેકાવે છે , મન માં ખોટી લાગણીઓ ને કાઢી નાંખવાને બદલે ઉત્તેજે છે . આથી આવી ગુલામ બનાવી દેતી પ્રવૃત્તિ માનવ સમાજ માટે હાનિકારક છે .

 પ્લેટો નો કવિતા પર પ્રથમ આક્ષેપ હતો : - " કવિતા અનુકરણ નું પણ અનુકરણે છે , ભ્રાંતિ છે . એની સૃષ્ટિ અસત્ય અને મિથ્યા છે . " પ્લેટો નાં આ આક્ષેપ " પ્લેટો નાં અનુકરણવાદ ' તરીકે ઓળખાવી શકાય . પ્લેટો નો બીજો આક્ષેપ એ છે કે કવિતા અથવા કલા માનવ સમાજ પર ખોટી અસર પાડે છે , માટે અહિતકર હોવાથી ત્યાજય છે . પ્લેટો એ એક આદર્શ રાજય ની કલ્પના કરી હતી . જેમાં પ્રત્યેક માનવી નો આદર્શ સત્ય ની શોઘ અને પ્રાપ્તિ હોવો જોઈએ . એવો માણસ આ આદર્શ રાજય નો નાગરિક બની શકે . ત્રીજો આક્ષેપ એ હતો કે કવિ આત્મા નાં હીન અંશ ને જાગૃત કરેછે . 

આ આક્ષેપો છતાં પ્લેટો શ્રેષ્ઠ કવિતાનો વિરોધી નથી . તેમ સાચા કવિઓ નો બહિષ્કાર કરવાનું પણ તેણે કહ્યું નથી . તે કલા માં " શિવમ " નો સમર્થક હતો . ખરેખર તો પ્લેટો ને કવિતા - કલા નાં સિદ્ધાંતો ની ચર્ચા કરવી પણ નહોતી , પરંતુ આદર્શ રાજય માં કવિતા - કલા નાં સ્થાન ની ચર્ચા કરતા કરતાં જ કવિતા - કલા નાં સિદ્ધાંતો ની ચર્ચા તેનાથી થઈ ગઈ છે , જે અનુગામી કવિતા – વિવેચકો ને માર્ગદર્શક નીવડે છે . 

એરિસ્ટોટલ : - ( ઈ.સ. પૂ . 384 - 322 ) : - એરિસ્ટોટલ પ્લેટો નો શિષ્ય હતો . એણે પ્લેટો ની અકાદમી માં વીસ વર્ષ ગાળ્યા હતા . પરંતુ , એનું ચિત્ત જેમ પુખ્ત થતું ગયું તેમ તેમ એને લાગ્યું કે પ્લેટો ની માન્યતા અને પોતાની માન્યતા વચ્ચે અંતર છે . અલબત્ત એરિસ્ટોટલ નાં અનેક પુસ્તકો નાશ પામ્યા છે . જે કાંઈ બચ્યા છે તેને આધારે મૂલ્યાંકન કરીએ તોય તે પ્લેટો ની સરસાઈ કરી શકે તેમ નથી . પરંતુ , કવિતા - કલા નાં સંદર્ભ માં પ્લેટો ની વિચારણા નું સાચું મૂલ્યાંકન કરી , કવિતા ની સાચી દિશાનો પરિચય કરાવવાનું શ્રેય એરિસ્ટોટલ ને ફાળે જાય છે . પ્લેટો અને એરિસ્ટોટલ ની વિચારણાં માં ભેદ હતો . પ્લેટો ની વિચારણા ને ગણિત નો પાસ લાગેલો છે . તો એરિસ્ટોટલ ની વિચારણા ને જીવ વિદ્યા નાં રસ નો પાસ લાગ્યો છે . પ્લેટો ની વિચારણા - IDEAS માંથી વસ્તુ તરફ જાય છે , જયારે એરિસ્ટોટલ ની વિચારણા વસ્તુ માંથી વિચાર તરફ ગતિ કરે છે . ટૂંકમાં , પ્લેટો નું ચિત્ત અધ્યાત્મક ચિંતક નું છે , એરિસ્ટોટલ નું ચિત્ત વૈજ્ઞાનિકનું છે . 

એરિસ્ટોટલ ની આ વિચારણા " પાયેટિકસ " માં રજૂ થયેલી છે . અહીં સાહિત્ય ની સંપૂર્ણ અને શાસ્ત્રીય પ્રથમ વાર ચર્ચા મળે છે . એટલું જ નહિ ત્યાર પછી એ અંગે ચર્ચા નો પણ પાયો છે.

એરિસ્ટોટલ પ્લેટો નાં MIMESIS અનુકરણ શબ્દ નો સ્વીકાર કરી , ત્યાંથી પોતાની તપાસ આરંભે છે . પ્લેટો એ યોયતબતયફદ નો જે અર્થ ધટાવ્યો હતો તેનાંથી જુદા જુદા અર્થ માં એરિસ્ટોટલ સ્વીકારે છે . અને એને ચોક્કસ અર્થ આપે છે . તે માત્ર હૂબહૂ નકલ કરવાનાં અર્થ માં અનુકરણ જોતો નથી . પણ કશુંક નવું ઉપજાવવાની કળા નાં અર્થ માં ય છે . આ રીતે એરિસ્ટોટલ IMITATION ને RECREATION તરીકે , પૂનનિર્માણ તરીકે તરીકે ઓળખાવે છે . અને વિવેચન નાં ઇતિહાસમાં એરિસ્ટોટલ નું આ વિશિષ્ટ પ્રદાન છે . તેણે " અનુકરણ " નો નવો અર્થ આપી કલા ને સ્વતંત્ર અસ્તિત્વ બહ્યું . તેણે કલા માં શિવમ્ કરતા સૌદર્ય ને વિશેષ મહત્વ આપ્યું . પ્લેટો નાં આક્ષેપો નો રદિયો આપી , કવિતા ને તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર નાં બંધન માંથી મુકત કરી , સૌદર્યશાસ્ત્ર ની પ્રસ્થાપના કરી એ કવિતા સાહિત્યનાં સિદ્ધાંત માં એરિસ્ટોટલ નું વિશેષ પ્રદાન છે .

પ્લેટો એ પોતાનાં પુરોગામી વિદ્ધાવાનો નાં અનુકરણ અંગેનો પ્રચલિત અર્થ લઈ કવિતા ને અસત્યમય ગણાવી અને કહ્યું કે કવિ પોતાની રચના માં તથ્ય ( FACT ) ને નિરૂપે છે . સત્ય ( TRUTH ) ને નહીં , પરંતુ એરિસ્ટોટલ પોતાનાં ગુરૂ પ્લેટો નાં મન ને પોતાની રીતે વિચારી , જણાવે છે કે , કવિ તથ્ય ને એ રીતે નિરૂપે છે કે સત્ય માં પરિણમે છે . એરિસ્ટોટલ એ રીતે કાવ્યગત સત્ય ની સ્વતંત્ર વ્યાખ્યા આપે છે .

તેનાં મતે કાવ્યગત સત્ય નો અર્થ એટલો જ કે કાવ્યમાંનું નિરૂપણ સદય ને પ્રતીતિજનક લાગવું જોઈએ . શ્રી . જયંત કોઠારી જણાવે છે કે , " કાવ્ય ની અંતર્ગત પ્રતીતિકરતા નો આ સ્વીકાર બુદ્ધિગમ્ય સત્ય ( RATIONAL TRUTH ) ને બદલે સહજાપલબ્ધીરૂપ સત્ય ( INTUATED TRUTH ) નાં ખ્યાલ તરફ લઈ જાય છે . એરિસ્ટોટલ નાં ચિત્ત માં આ ખ્યાલ નો ઉદય થયો જણાય છે . પણ વિકસ્યો દેખાતો નથી .... એરિસ્ટોટલ નું સત્ય તે સૂક્ષ્મ બુદ્ધિશાળી તાત્વિક સત્ય છે . પણ એ સત્ય ની સીમાઓ ને પણ એરિસ્ટોટલ વરી લેવાનો પ્રયત્ન કરે છે . એમાં એની દ્રષ્ટિ ની ઉદારણા અને વ્યાપકતા દેખાય છે . કાવ્યગત સતય નાં આગવા ધયાલ તરફ સાહિત્ય વિચારણા ને દોરવામાં એરિસ્ટોટલ ની વિશેષતા છે . " 

પ્લેટો એ કવિતાની પ્રકૃતિ પર આક્ષેપ કર્યો હતો . તે જ રીતે કવિતા નાં કાર્ય પર આક્ષેપ કરતા કહ્યું હતું કે દયા અને ભીતિ જગાડી ને અનિષ્ટ અસર કરે છે . વ્યકિત ને દુર્બળ બનાવે છે . પરિણામે તે અહિતકાર છે . પરંતુ , એરિસ્ટોટલ પ્લેટો ની આ વાત - ટેડી લાગણીઓ ને જગાડે છે . - નો સ્વીકાર તો કરે છે , પણ તે કહે છે કે લાગણીઓ એવી રીતે જગાડે છે કે લાગણીઓ નું " કેથાર્સિસ " થઈ જાય . એરિસ્ટોટલ ટ્રેજેડી ની વ્યાખ્યા માં કહે છે , ' કોઈ ગંભીર , સ્વયંસંપૂર્ણ અને અમુક પરિમાણ ધરાવતા પ્રસંગ નું કૃતિ નાં દરેક અંશ ને આનંદ આપે એવી ભાષા માં વર્ણન નહિં , પણ નાટક ના રૂપ માં દયા અને ભીતિ દ્વારા એવી લાગણીઓ નું કેથાર્સિસ સાધતું અનુકરણ તે ટ્રેજેડી " , " કેથાર્સિસ " એરિસ્ટોટલ નું નવું અર્પણ નથી , પ્લેટો એ એનો ઉલ્લેખ કર્યો જ હતો , પરંતુ એરિસ્ટોટલે કાવ્યાસ્વાદ અને રસાસ્વાદ માં એનો પ્રયોગ કઈ રીતે થાય તે જણાવ્યું છે.

 સર્વ પ્રથમ ટ્રેજેડીનું વિવેચન ગ્રીક માં થયું હતું . પ્લેટો એ ટ્રેજેડી અંગે ના વિચારો વ્યકત કર્યા હતા . પરંતુ તેના વિચારો પૂર્ણ અને વ્યવસ્થિત ન હતા . તેઓ એ ઉદુશ પણ ન હતો . એરિસ્ટોટલે ટ્રેજેડી વિશે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે . એરિસ્ટોટલે ટ્રેજેડી ની કેવળ વ્યાખ્યા જ નથી આપી તેનાં તત્વો , ટ્રેજેડી નું સ્વરૂપ , અને તેનાં કાર્ય (FUNCTION ) અંગંના પોતાનાં વિચારો પણ પ્રગટ કર્યા છે . અલબત્ એરિસ્ટોટલ નાં વિચારો સંપૂર્ણ સંતોષજનક છે એમ કહી ન શકીએ . તોય એ વિચારો મૌલિક છે . અને પછી નાં વિદ્ધવાનો એ સૈદ્ધાતિક ચર્ચા કરવા પ્રેરણારૂપ અવશ્ય બન્યું છે . અને એરિસ્ટોટલ નો ગ્રંથ '' પાયોટિકસ " મહત્વ નો છે . એવા સુધારા નાં શબ્દો યર્થાથ છે . " THOSE FEW PAGES ASK , IF THEY DO NOT ANSWER , ALMOST ALL THAT WE NEED TO KNOW " 

એરિસ્ટોટલની ટ્રેજેડીની વિચારણા માં કયાંક સંદિગ્ધતા કે કયાંક અસંગતિ રહી ગયેલી લાગે તો એનું કારણ એ છે કે વિકાસ ક્રમ ની જુદી જુદી કક્ષા ની ટ્રેજેડીઓ એરિસ્ટોટલ ની સામે છે . અને ટ્રેજેડી એ પોતાનું સ્વરૂપ સંપૂર્ણપણે સિદ્ધ કરી લીધું તેમ મનાવવા એ માગતો નથી . ટ્રેજેડી નું નામ લેતા એરિસ્ટોટલ તરત મન માં આવે કારણ તેણે ટ્રેજેડી નાં આત્મભૂત તત્વ ને સ્કૂટ કરી આપ્યું , અને ટ્રેડી નો આધાર લઈ તે કાવ્યકલા નાં મૂળભૂત તત્વો ને આંબી વળ્યો . એરિસ્ટોટલનું આ ઐતિહાસિક પ્રદાન છે.