પૂર્વભૂમિકાઃ- સાહિત્યક્ષેત્રે ભિન્ન - ભિન્ન સાહિત્યસ્વરૂપનો સૌથી વધુ સંવેદનશીલ સ્વરૂપ કવિતાનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતા MODERNITY નો પ્રવેશ કવિતા દ્વારા થયો છે . નર્મદથી નિરંજન ભગત સુધીતો કવિતાને તપાસીએ તો જણાશે કે છેલ્લા સવા સો ( 125 ) વર્ષ દરમ્યાન અભિવ્યકિત પરત્વે કવિતા જે સંવેદનશીલતા દર્શાવે છે તેવી સંવેદનશીલતા બીજા કોઈ સાહિત્યમાં જોવા નથી મળતી . એમાં પણ આધુનિક કવિતાનો સંદર્ભે જયારે આવે છે ત્યારે કાવ્યનું એક એવું સ્વરૂપ આપણી સામે પ્રગટ થાય છે જેમાં એક સર્જકે , એક કાવ્યકારે , આજની જાગૃતિક ચેતનાં આલેખી હોય . આધુનિક કવિતાક્ષેત્રે મોટાભાગ નાં કવિઓ નગરચેતના ની વિભિપિકા અને નગરજીવનનો સંધર્ષ આલેખ્યો છે . પરંતુ આધુનિકતા નો અભિનિવેશ કુદરતી રીતે જો કોઈ કવિની વેદના માંથી ગળાઈને આધુનિકતા સુધી પહોંચતો હોય તો તે છે રાવજી પટેલ ( 1939 થી 1968 ) . આપણે રાવજી પટેલ ની કવિતાને તેમનાં સાહિત્ય સર્જનને આધુનિકતાનાં પરીપ્રેક્ષમાં તપાસીએ . રાવજી પટેલનું સાહિત્ય સર્જન - ગુજરાતી સાહિત્યનું એક દુર્ભાગ્ય એ છે કે અહીં ઊંચા ગજાના કવિઓ કે લેખકો નાની ઉમરે મૃત્યુ પામે છે . જેમની પાસે ગુજરાતી સાહિત્ય , સાહિત્યસર્જનની ઊંચી અપેક્ષા રાખી હોય તે જગત છોડી જાય . તેઓ ગુજરાતી ભાષાને શ્રાપ મળેલો છે . કલાપી , કાન્ત , મણિલાલ , નર્મદ , અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ , મણિલાલ દેસાઈ , અને મનોજ ખંડેરિયા એવા આ બધાં એવા નામો છે જેમનો સૂર્ય મધ્યાન્ને અસ્ત થઈ ચૂક્યો જેને પરિણામે આપણા સાહિત્યમાં કદી દૂર ન થાય તેવો અંધકાર વ્યાપી વળ્યો . આ યાદીમાં ખૂબ જ ખેદપૂર્વક જેનું નામ આવે છે તે છે રાવજી પટેલ . ક્ષયની બિમારીથી નાની ઉમરે દુનિયા છોડી ગયેલાં આ કવિ આયુષ્યની મર્યાદાને કારણે ભલે માતબર સાહિત્ય ન રચી શકયા હોય પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ તેમણે એવું સાહિત્ય ચોક્કસપણે સજર્યું છે જેના સંદર્ભમાં સોમાં નવ્વાણુંની ઉણપ રહે . રાવજી પટેલે રચેલા સાહિત્યમાં અંગત ( કાવ્યસંગ્રહ 1970 ) અશ્રુધાર , જંજા ( લઘુનવલ 1967-68 ) . હવે આપણે રાવજી પટેલ નાં સાહિત્ય સર્જનને સર્જનાત્મકતાનાં ધોરણે મુલવીએ .
વેદનાનો નિબિડ ( ગાઢ ) અપરોક્ષ અનુભવ : - કાવ્ય કલાકૃતિ છે અને કલાકૃતિનો પ્રત્યક્ષ સંબંધ વાસ્તવમાં વેદના સાથે હોય છે . જે કવિ વેદનાને નથી ઓળખતો , જેણે વેદના નથી અનુભવી તેનાં શબ્દો કેવળ ખોખાં બની રહે છે . રાવજી પટેલ આપણાં સાહિત્યનાં એવા કવિ છે જેમાં વેદનાનો નિબિડ અપરોક્ષ અનુભવ અભિવ્યકત થયો છે . સામાન્ય કવિઓ કલ્પનાથી અનુભવેલી વેદના શબ્દબદ્ધ કરતાં હોય છે . પરંતુ રાવજી પટેલ એવાં કવિઓમાંના એક છે જેમની કવિતામાં કલ્પનાથી અનુભવેલી વેદનાને બદલે તેનો નિબિડ અપરોક્ષ અનુભવ વ્યકત થયો હોય . કવિ રાવજી પટેલ મોતની આંખોમાં આંખ નાખીને તો જ કહી શકે જો તેમણે તે પીડા અનુભવી હોય .
" શરીરમાં રકત સાથે ,
ફરવા માંડયા છે નગ્ન સાથે . "
રાવજી પટેલની જેમ જ મણિલાલ દેસાઈની કવિતામાં આવી અનુભવ જન્ય પીડા જોઈ શકાય છે . આ કવિતાઓમાં રજૂ થયેલી વેદનાં તેમાં જીવંત છે . તેમાં સચ્ચાઈનો વર્ગ છે તે રાવજી પટેલની કવિતાનું મુખ્ય લક્ષણ બની રહે છે .
ગ્રામજનોનો અતિતરાગઃ- આધુનિકતા MODERNITY નગર જીવનની નિપજ છે . આધુનિકતા ને આધુનિકતા સાથે પ્રત્યક્ષ સંબંધ હોય છે . પરંતુ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાક્ષેત્રે રાવજી પટેલ એકમાત્ર એવા કવિ જણાય છે જેમની કવિતામાં આધુનિકતાને ' જીકર ' નથી . અને તેનાં બદલે ગામમાં ગાળેલા ભૂતકાળનું આકર્ષણ છે . બીજા અનેક કવિઓની જેમ રાવજી પટેલ પણ ગામડામાંથી નગરમાં આવી ચડયા છે . પણ ગામ , ખેતર , અને સીમ વિશેનો અનુરાગ આ કવિ ભૂલી શકયો નથી . બલ્લે તેને નગર જીવનની જડતા કુત્રિમતા પ્રત્યે નફરત હોય એમ લાગે છે . રાવજી પટેલે ગ્રામજનોનો અતિતરાગ દર્શાવતા ( 12 ) બાર કાવ્યો લખ્યા છે .
" ધત તેરી આ તો માથા પર પાકેલી ,
લિંબોળી પડી ,
એક સામટા સાત - આઠ , દસ - પંદર , પચ્ચીસ વર્ષો ,
માથા પર પડયા હોય એવું થયું . "
લિંબોળીની સાથે શૈશવની મધુરસ્મૃતિ તાજી થાય છે . લિમડાની ડાળીની લાલ કુણી કુંપણમાંથી પોતે ઉતરી આવ્યો હોય એવું અનુભવે છે . કબૂતર , વૃદ્ધા , છોકરી , વાછરડું , ચાંચમાંથી માથુ ઉચું કરતો છોડ , ઉઘમાં પગને અડકતું ખેતર , માર્ગ પરથી ઘાસ ભરેલું ગાડું લઈને જતો રબારી કવિની સ્મૃતિને તર કરી દે છે . રાવજી પટેલ જાણે સ્મૃતિઓની દુનિયામાં ખોવાય જાય છે . પોતે બચીયોથી નવરાયો હતો તે બળદ હતો કે લીલુ ઘાસ તેનુંય રાવજી પટેલને ભાન રહેતું નથી . તે પથારીમાં પડીને ધુજકે - ધ્રુજકે રડી પડે છે . રોમ - રોમમાં વતનનો સ્પર્શ અનુભવાય છે .
" ને હું હવે નગરને પથ સસરું ત્યાં ,
આખી સીમ મુજને વળગી રહે છે . "
'' સાકરીન કટકી શું ખેતર જીભ પર છળવળે "
આમ , રાવજી પટેલની કવિતાનું અભિન્ન અંગ તેનો ગ્રામજીવનનો અતિતરાગ RURAL NOSTALGIA છે .
મુગ્ધ પ્રણયનું સજીવ સંવેદન : - વતન અને સીમખેતરનાં સ્મૃતિ સંવેદનની સાથે રાવજી પટેલની કવિતાનું બીજું અકે અવિભાજય તત્વ તેમાં ૨ જૂ થયેલો પ્રણયભાવ છે . રાવજીની કવિતામાં મુગ્ધ પ્રણયનું સંવેદન સજીવ રીતે પ્રગટ થાય છે .
'' તેને મેં અષોધપીતા ઓતી
આજ અચાનક આંગણ કૂદયું ટેકે ,
લયની ટેકરીઓ લીલીચમ રહેતી
કંઈ બારીએ હેરું ?
મન પડતું મેલું
કંઈ બારીએ ? "
કાવ્યરચના રાવજીને મન અનન્ય છે . અને આનંદકીડાનું એકમાત્ર સાધન છે . આથી તળપદી ભાષામાં તેનો આનંદ વ્યકત કરતાં તે કહે છે ,
" કાવ્ય એટલે રતીક્રિડા ,
એ ક્ષણ મળતા હું બન્કો રાજા
બબડક – બબડક બોલું
હું નામ ખડકનું ખોલું
હું સંચમચો વાત કરું તોય પ્રધાન હીજી કરતો . "
' મિસ જૂડીએટ'નું પ્રણયગીત રણની વચ્ચે લીલોતરી , સંબંધ વગેરે કવિતામાં પ્રણયનાં ઉત્કટ આવેગ અને મસ્તી દર્શાવતાં શૃંગારચિત્રો રાવજીએ દોર્યા છે .
" પથારી ખીલી ગઈ કુસુમ ટહુકયાં કંઈ રૂધિરમાં
જમે અંગૂલીનાં શિખર લયમાં ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રગટ થઈ ગઈ શી પલટમાં . "
મૃત્યુ વિષયક કવિતાઓઃ- મૃત્યુ કદાચ રાવજી પટેલની કવિતાનો એક એવો વિષય છે . જેને રાવજીએ નખશીખ ઝંખના હોય . મૃત્યુનો સતત ભણકાર સાંભળી રહ્યો હોય તેમ રાવજીની જીજીવીસી આ કવિતામાં ગતિશીલ કલ્પનામાં ગૂંથાય છે .
" આભાસી મૃત્યુની ગીત " કવિતા ગુજરાતી ભાષાને રાવજીનું અમૂલ્ય અર્પણ છે . તેમાં મૃત્યુની અનુભૂતિ ભવ્ય સુંદર અને હૃદયને વીંધનાખે એવી રીતે ચિત્રિત થાય છે .
" મારી આંખે કંકુના સુરજ આથમ્યા મારી વેલ શણગારો વીરા ,
શગને શકરો રે અજવાળાં પહેરીને ઉભા શ્વાસ . "
રાવજીની કવિતામાં ઉત્કટ જીજીવીકાનાં મૂલ્યોનો નિબિડ અનુભવ રજૂ થયું હોય તે રાવજીની કવિતાનું શ્રેષ્ઠ અંગ બને છે . ભર્યા સમંદર કાવ્યમાં
" મરવાનું કાલે , ગીધને પાછું કાઢો . "
એ ધુવ પંકિત મુકીને રાવજીએ વિવિધ અભિલાષા વ્યકત કરી છે . નવજન્મ મૃત્યુ કાવ્યમાં મૃત્યુ સામેનું તેમનું યુદ્ધ વર્ણવાયું છે . જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતાં ક્ષયમાં આત્મદર્શન નામનાં કાવ્યમાં તે કહે છે ,
" હું તો મરી ગયેલી જીભે ગાવા લાગ્યો . "
પીળા રે પાંદે લીલા ડૂળ્યા , રે હણહણતી સાંભળી સુવાસ , મને રોકે પંસાયો , વાગે સજીવી હળવાસ , જેવાં ઉદ્ગારો તથા નર્થ મુજ મૃત્યુ વિષયક સંવેદનાની ધાર કાઢી છે . રાવજીએ આવા પ્રકારનાં મૃત્યુ વિષયક જે કાવ્ય રચ્યા છે તેમાં કઠોપ નિષદનાં નચિકેતા જેવું વિસ્મય દેખાય છે . અને સ્વયં રાવજીના મૃત્યુ સાથે તેના કાવ્યનું આ સંવેદન ગુજરાતી સાહિત્યને કાયમ માટે નોધારૂ છોડી જાય છે .
રાવજી પટેલની કવિતાનું ભાષાકાર્મઃ- રાવજી પટેલની કવિતાનું સૌથી આકર્ષક તત્વ તેનું ભાષાકર્મ છે . તેની ભાષામાં ધરતીની સુગંધ અનુભૂતિની તાજગી , નજાકત , અને ઉત્કટતા ધ્યાન ખેંચે છે . રાવજીએ યોજેલાં અલંકારો , કલ્પનો , વાતચિત્તનાં વિવિધ લય પ્રવર્તતો સમગ્ર વિષયો અભ્યાસ બને એમ છે . તેમાં કૃષિજીવનની પાસે બેઠેલો છે . તો તમાકું , રેલ્લા , ઢોસડી , સેઢો , સરા , કાંચલું , કુંબી , પોપા , કસુંબા , ડાયરો , વાવલીયા , જેવા શબ્દો અને કને , ધતતેરી , એયએલા , જેવા તળપદી ભાષા પ્રયોગો ઉપરાત લબલબ , બચરક , ધડુક , ચક્કરવક્કર , ડબડબ , હગડગ , હખળડખળ , અદ્ધર બદ્ધર , રબડ ૫ બડ જેવા રવાનુકારી પણ જોવા મળે છે . તેની ભાષા તળપદી તાકાતની જવોળક બની રહે છે . તેની કવિતાનું આ એક વિશિષ્ટ ભાષાકર્મ જોવો .
" શ્રાવણ નેત્ર તતડે છે ,
તડે તડ ક્ષેત્ર શ્રવણ તડ નેત્ર
શ્રવણ તડોનું , "
રાવજીની લઘુનવલો : અશ્રુનું જંજામા પસાયેલું ઘર : - કાવ્ય ઉપરાંત રાવજી પટેલે જે સાહિત્ય સર્જક કર્યું છે તેમાં બે લઘુનવલો "અશ્રુધર " ( 1966 ) અને ' ઝંજાળ " ( 1967 ) એમ બે કૃતિઓનો સમાવેશ થાય છે . આ બંને કૃતિઓમાં રાવજી પટેલનો સર્જક તરીકેનો એક વિશિષ્ટ આયામ પ્રગટે છે . આ બંને કૃતિઓનો સંબંધ રાવજી પટેલની કાવ્યમાં પ્રગટેલી પીડા સાથે છે . તેની ખૂબી એ છે કે એક તરફ તેની ઘટનાં સુઘટ હોવાને લીધે પરંપરાનો ભાસ ઉભો કરે છે . તેનો તો બીજી તરફ તેની અંદર નિરૂપાયેલું ભાવતી અનોખું અને તેની રચના રીતિ આધુનિક છે . રાવજી પટેલી અહીં પણ પ્રતિકો , કલ્પનો , અને નિદર્શોથી ખીચખીચ સર્જકકર્મ દાખવ્યું છે . ' અશ્રુઘર ' ક્ષયની બિમારીથી પીડાતાં સત્ય ( નાયક ) ની કથા છે . નાટકમાં સ્વયં રાવજીની પ્રેમની ઝંખના અને ક્ષય રોગની વેદનાની ઝંકૃત થયેલો સંવેદના અત્યંત સ્વાભાવિક રીતે સંક્રાંત થયેલી છે . તેની કવિતાની તેમજ આ નવલકથામાં કૃષિજીવનના ઉપમાનોનો બળુકો પ્રયોગ થયો છે . પ્રેમની નિષ્ફળતા અને મૃત્યુનાં નિશ્ચિતતાને સૂચવતાં પ્રતિકો , તથા નિદર્શનને કરુણ ઘેરું વાતાવરણ આપે છે . ત્રીજા પુરુષ કથન પદ્ધતિમાં કહેવાયેલી લેખકની દૃષ્ટિ નાયક - નાયિકા પર વિશેષ વસ્તુપર મંડાયેલી પાત્રનાં મનોરથ સાથે એક રસ થઈ ગયેલું ગ્રામીણ ધરતીનું કાવ્યમ વાતાવરણ અશ્રુઘર ને ગુજરાતી લઘુનવલોનાં વિકાસનું એક સીમા ચિન સાબિત કરે છે .
" જંજાળ " રાવજી પટેલની બીજી લઘુનવલ છે . તેની રચનામાં સર્જકની સભાનતા દેખાય આવે છે . અશ્રુધરનો નાયક સત્ય છે તો કંજાનો નાયક પૃથવી છે . મુખ્યત્વે પૃથવીની ડાયરી સ્વરૂપે આ લઘુનવલ સર્જાય છે . અહીં ડાયરીનાં માધ્યમથી પૃથવીનું આંતર વિશ્વ પ્રગટ થયું છે . ખુશીરામ પોપટ , ટેપ અને આયનો જેવા પ્રતિકો અહીં પ્રતિકાત્મક રીતે પ્રયોજાય છે . પરંતુ અંજાનો ઉત્તરાર્ધ આધુનિકતા સાથે બંધ બેસે નહી તેવો તાલમેલીયો જણાય છે . શેલીની જે તાજગી ઝંજામાં આરંભમાં જોવા મળે છે તેવી અંત પરિયત્ન ટકી શકતી નથી . આમ , છતાં પૃથવીનું પાત્ર અને રાવજીની બલિષ્ટ ગદ્યશૈલીને કારણે ગંજા પણ અશ્રુઘરની જેમ અવશ્ય આસ્વાદ્ય બને છે .
ઉપસંહાર : - આધુનિક ગુજરાતી સાહિત્યક્ષેત્રે જે બે કવિઓએ મૃત્યુની આંખો આંખ નાખીને જે સાહિત્ય સર્જન કર્યુ છે તે છે મણિલાલ દેસાઈ ( રાનેરી ) અને રાવજી પટેલ એ પૈકી રાવજી પટેલ સામાન્ય રીતે ' મારી આંખે કંકુના સુરજ આથમ્યા ' ના કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા છે . ખૂબ જ નાની વયે ક્ષયની બિમારીથી મૃત્યુ પામેલા આ કવિ સાપેક્ષ રીતે હજું પણ ગુજરાતી કવિતામાં સ્વચી રહ્યો છે . મૃત્યુવિષયક સંવેદનો દર્શાવતા કાવ્યો , ગ્રામજીવનનો અતિતરાગ , ધિંગીધરતીની બાળકી ભાષા અને બાહ્ય દેષ્ટિએ ગ્રામીણ જણાતી રચનાઓમાં આધુનિકતાનો સંસ્પર્શ અશ્રુધર અને ઝંજા જેવી સાહિત્યકૃતિઓ દ્વારા પોતાનાં હોવા પણાને આગ્રહપૂર્વક સાબિત કર્યું છે . આધુનિક કવિતાનાં સંદર્ભે જ નહિ પરંતુ સમસ્ત અર્વાચીન કવિતાના સંદર્ભે રાવજી પટેલ એક મોટા ગજાના સર્જક છે . અને તેમની નોંધ લીધા વગર ન ચાલે એમાં બે મત નથી .

0 ટિપ્પણીઓ