પૂર્વભૂમિકા : હેમચંદ્રાચાર્યથી આરંભાયેલી ગુજરાતી સાહિત્યની ધારા નરસિંહ મહેતા , મીરાં , પ્રેમાનંદ , દયારામ , અખો જેવાં સુધારકયુગીન સર્જકો , ગોવર્ધનરામ , કાન્ત , ન્હાનાલાલ , બ.ક. ઠાકોર જેવાં સાક્ષર યુગીન કે પંડીતયુગીન સર્જકો , મુનશી , ગાંધીજી , ધૂમકેતુ , મેધાણી , ૨.વ. દેસાઈ , ઉમાશંકર , સુન્દરમ્ , પન્નાલાલ જેવા ગાંધીયુગીન સર્જકો અને પ્રહલાદ પારેખ , રાજેન્દ્ર શાહ , નિરંજન ભગત , હરીન્દ્ર દવે જેવાં અનુગાંધીયુગીના સર્જકો સુધી અવિરત વિસ્તરતી રહે છે , પરંતુ વીસમી સદીના મધ્યાહનમાં વિશ્વયુદ્ધો જેવી મહત્વપૂર્ણ ઘટના અને આધુનિકતાનાં જાગતીક આંદોલનથી પ્રભાવિત થઈને ગુજરાતી સાહિત્ય પણ આધુનિક બને છે ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતાના ઉદ્ઘોષક તરીકે જેમને ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત થયું છે તે ડો. સુરેશ જોશી , આધુનિકતાનાં સૂત્રધાર ગણાયેલ ડો . સુરેશ જોશીએ નવ્ય વિવેચન અને નવી જ શૈલીના સાહિત્યસર્જન દ્વારા ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતાની આબોહવા રચવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો . અહીં આપણે ડો . સુરેશ જોશીની સર્જક પ્રતિભા વિશે સમીક્ષાત્મક નોંધ તપાસીશું .
સુરેશ જોશી જીવન અને કવન : સુરેશ જોશીનો જન્મ 30 મી મે 1921 મને અવસાન 16-9-1986 નાં રોજ થયું હતું . મુખ્યત્વે સાહિત્યનાં અધ્યાપક એવા ડો . સુરેશ જોશીએ વિશ્વસાહિત્યનાં પરિશિલનથી એક આગવી મુદ્રા પ્રાપ્ત કરી હતી . ગુજરાતી સાહિત્યક્ષેત્રે વિવેચન , કવિતા , નવલકથા , ટૂંકીવાર્તા , નિબંધ દ્વારા તેમણે આધુનિકતાનું આંદોલન શરૂ કર્યું હતું . ઈ.સ. 1971 નો રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર આ સર્જક સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા મળતા પુરસ્કારનો અસ્વીકાર કરીને સૌને આશ્ચર્યચકીત કરી દીધા હતા . ' મનીષા ' , ' ક્ષિતિજ ' , અને ' ઉહાપો ' જેવા સામાયીકોનું સૂત્રસંચાલન કરનાર ડો . સુરેશ જોશીના ગ્રંથો નીચે પ્રમાણે છે .
વિવેચન સંગ્રહો : - ( 1 ) કિંચિંત ( 2 ) કાવ્યચર્ચા ( 3 ) ગુજરાતી કવિતાનો આસ્વાદ ( 4 ) ૠણવન્તુ ( 5 ) ચિંતયામી મનસા .
કવિતા : - ( 1 ) ઈત્તરા ( 2 ) પ્રત્યંચા
નવલકથા : - ( 1 ) છિન્નપત્ર ( 2 ) મરણોત્તર
ટુંકીવાર્તા : - ( 1 ) ગૃહપ્રવેશ ( 2 ) અપી ચ ( ૩ ) બીજી થોડીક ( 4 ) ન તત્ર સૂર્યભાતી ( 5 ) એકદા નૈમિષારણ્ય
નિબંધ : - ( 1 ) જનાન્તીકે ( 2 ) પ્રથમ પુરુષ એકવચન
અનુવાદ : નોટ્સ ફોર અન્ડરગ્રાઉન્ડ ( ભોંય તળીયાનો આદમી ) ડો . સુરેશ જોશીએ ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતાનો આવિષ્કાર કર્યો હતો . તેમની સર્જક પ્રતિભા બહુમુખી અને બહુ પરિણામી હતી . પરંતુ વિવેચનક્ષેત્રે તેમનું પ્રદાન તેમજ પર્યત અનન્ય ગણાય છે . આપણે તેમના સર્જકત્વનો વિવિધ પાસાંઓને આધારે પરિચય મેળવએ .
નવલકથાનો નાભીસ્વાસઃ ' કિંચિત' નો એ વિવાદસ્પદ લેખઃ ડો . સુરેશ જોશી ગુજરાતી સાહિત્યક્ષેત્રે સૌ પ્રથમ ઘટસ્ફોટ ઈ.સ. 1955 માં લખાયેલાં ' કિંચિત ' નામનાં વિવેચન લેખક દ્વારા કરે છે . મેળ , વટ , વચન અને વેર તથા પ્રસંગોનો પ્રાયર્યથી ભર પરંપરીત ગુજરાતી નવલકથા વિશે જયારે તેમણે કહ્યું હતું કે , " ગુજરાતી નવલકથાનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે . " ત્યારે ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક પ્રકારનો ભૂકંપ આવ્યો હતો . ડો . સુરેશ જોશીનો આ વિવેચનલેખ ગુજરાતી નવલકથાકારો ઉઘતા ઝડપી લે છે . એક નવી દૃષ્ટિ , વિશ્વ સાથેનું અનુસંધાન અને સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા ધરાવતો ' કિંચિત’નો આ લેખ ગુજરાતી સાહિત્યક્ષેત્રે આધુનિકતાની આબોહવા રચવામાં મુખ્ય ફાળો આપે છે . એ દ્વારા ડો . સુરેશ જોશી ઘટનાતત્વનો લોપ અને કથાવસ્તુનાં હાંસની નવીજ વિભાવનાં પ્રસ્તુત કરે છે . તેમની દૃષ્ટિએ ઘટના નવલકથાને ક્ષતી પહોંચાડનાર તત્વ છે . મોટાભાગની ગુજરાતી નવલકથાઓ ઘટનાઓ અને પ્રસંગોમાં રાચે છે . ડો . સુરેશ જોશી માને છે કે ઘટના અથવા પ્રસંગવર્ણન એ નવલકથા નથી . એમની દૃષ્ટિએ ઘટના એક પ્રકારનું SPRING BOARD જેવી હોવી જોઈએ જેનાથી સર્જક JUMP લગાવીને સાહિત્યકલાનાં કંડાણો સુધી પહોંચી શકે . આ માટે તેમણે સ્વયં ' છિન્નપત્ર ' અને ' મરણોત્તર ' જેવી અપૂર્વ સાહિત્યકૃતિઓ રચી અને તેમને નવલકથા સંજ્ઞા પણ ન આપી . એ રીતે આપણા સાહિત્યમાં લઘુનવલનો આર્વિભાવ થયો . તેનાં ઘટનાઓ કરતાં પાત્રોનું મનોમંથન કે આંતરચેતના પ્રવાહ વધુ પ્રાધાન્ય ધરાવતો હતો . ડો . સુરેશ જોશીના આ વિવાદાસ્પદ લેખથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઘટનાતત્વનો લોપની એક ઝુંબેશ શરૂ થઈ . જેના પરિણામ સ્વરૂપ ' રિતરાગ ' ' નિશાસક ( કિશોર જાદવ ) , ચહેરા ( મધુરાય ) , ' ચાંખડીયે ચઢી ચાલ્યા મનસુખલાલ ( જયોતિષ જાની ) , ફેરા ( રાધેશ્યામ શર્મા ) , સમયદ્વિપ ( ભગવતીકુમાર શર્મા ) મહાભિનિષિક્રમણ ( મુકુન્દ પારેખ ) , કોણ ? ( લાભશંકર ઠાકર ) જેવી લઘુનવલો આપને પ્રાપ્ત થઈ જેમાં ઘટનાતત્વનો લોપ થયો હતો . એ રીતે ' કિંચિત ' ના વિવાદાસ્પદ લેખથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન થઈ શક્યું .
સર્જનાત્મક ગદ્યનો સંપજ્ઞાત વિનિયોગઃ ડો. સુરેશ જોશીનાં સાહિત્યિક પ્રદાનને ઐતિહાસિક રીતે મૂલવીએ તો એમ કહી શકાય કે તેમણે ગુજરાતી ગદ્યની તાસીર જ બદલી નાખી હતી . ગુજરાતી ભાષા આટલી સર્જનાત્મક હોઈ શકે તેનો પ્રથમ પરીચય ડો . સુરેશ જોશી નાં ગધથી જ પ્રાપ્ત થાય છે . તેમણે ભાષાને DRAFT થી CRAFT સુધી પહોંચાડી હતી . જાણે કવિતાને ગધ સ્વરૂપે નવો જન્મ થયો હોય એટલી સરસ રીતે તેમણે ખાસિયત એ છે કે , તેમણે આ સર્જનાત્મકગધ CREATIVE PROSE સંપ્રજ્ઞાતપણે પ્રયોજયું હતું . જો કથાસાહિત્યમાં ઘટનાતત્વનો લોપ કરવાનો હોય તો સર્જકનું સર્જકકર્મ કર્યું ? એવા ચિંતન માંથી તેમણે ભાષાની શિલ્પકલાને જન્મ આપ્યો હતો . તેમના ગદ્યમાં એક નવી તાજગી , એક નવું માધુર્ય અને એક નવા લાધવનો સુખદ અનુભવ થાય છે . ખાસ કરીને ' છિન્નપત્ર ' , ' મરણોત્તર ' જેવી લઘુનવલો અને જનાંતિકે નાં નિબંધોનું ગદ્ય કાવ્યમય અને મૃદું જણાય છે . વાસ્તવમાં ડો . સુરેશ જોશીની સર્જક તરીકેની સૌથી મોટી ખાસિયત જ એ છે કે તેમણે ગુજરાતી ગદ્યને કલાત્મકતાની કંચાઈ સુધી પહોંચાડયું હતું . તેમનું ગદ્ય ડો . સુરેશ જોશીને ગુજરાતી ભાષાનાં એક સમર્થ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે . અને એ રીતે એમને ગુજરાતી ગદ્ય સ્વામીઓ નર્મદ , ગોવર્ધનરામ , ગાંધીજી અને કાકા સાહેબ ની હરોળમાં બેસવાનું સદભાગ્ય સાંપડે છે .
આધુનિકતા સંવેદી અછાંદસ કાવ્યરચનાઃ ડો. સુરેશ જોશી એક બહુમુખી પ્રતિભા ધરાવતા સાહિત્યસર્જક હતા . તેમણે વિવેચન અને નવલકથા , ટૂંકીવાર્તા , કે નિબંધ જેવાં ગધ સ્વરૂપોનાં ક્ષેત્રોમાં તો પોતાની પ્રતિભા દર્શાવી જ છે , પરંતુ સાથો - સાથ કાવ્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન આપણા સાહિત્યનાં ઈતિહાસમાં આલેખવામાં આવે છે . તેમની કાવ્યરચનાં પરંપરીત ગુજરાતી કવિતા એક નવું જ સ્થાન પ્રાપ્ત કરે છે . તેઓ છંદોબદ્ધ કાવ્યરચનાને બદલે અછાંદસને પ્રાધાન્ય આપે છે . અને એ રીતે ગુજરાતી કવિતા મુક્ત રીતે વહેતી થાય છે . સુરેશ જોશીએ ' ઈત્તરા ' , અને ' પ્રત્યંચા ' નામના બે કાવ્યો આપ્યા છે . તેમનાં કાવ્યમાં છંક કરતાં અનુભૂતિનાં વલયો જોવા મળે છે . તેમની કવિતામાં અભિવ્યંજનાત્મકતા અને ચિત્રાત્મકતાની સાથો - સાથ કલ્પન IMAGE નો વૈભવ જોવા મળે છે . તેમની કાવ્યભાષા શબ્દની પીંછીંએ ભાષાના શિલ્પો કંડાર્યા હોય એવી આસ્વાદ્ય છે . વળી , તેમનાં કાવ્યોમાં આધુનિક્તાનાં સંવેદનની સહસ્ત્રધારાઓને અભિષેક થતો જોવા મળે છે . તેનાં આધુનિક વિષયો , આધુનિક રચનારીતિ , આધુનિક દૃષ્ટિકોણ અને આધુનિક પધબંધ જોઈ શકાય છે . બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનાં હિરોસીમાં અને નાગાસાકી પર અમેરીકા જેવાં મહાસત્તા દ્વારા અણું આક્રમણ થયું એ સમગ્ર મનુષ્યતાને હચમચાવી મૂકે તેવી ઘટના હતી . જેનાથી શોકગ્રસ્ત થઈને ટી . એસ . એલીયટ નામનાં કવિએ ' વેસ્ટલેન્ડ ' નામનું અદ્ભુત કાવ્ય રચ્યું હતું . એ જ વિશ્વયુદ્ધની આ દૂર્ઘટનાએ તે સુરેશ જોશીનાં સંવેદનપત્રને પણ હચમચાવી મૂકયું હતું . અને માટે જ તેઓ પોતાની કવિતામાં આ વિષયને આધુનિક રીતે વાચા આપે છે કે ,
" ઘેટા અને બકરાની રાહ અંગે લગાડી બહુ રંગશાપ જાણ્યા વિના કે શણગાર શાને ચાલી જતી જોઉ હું કતલખાને હિરોશીમા ને નાગાસીકી કહો શું રહ્યું બાકી ? "
ડો . સુરેશ જોશીની આ કવિતાથી પ્રેરાઈને સમસ્ત ગુજરાતી કવિતા આધુનિકતાનાં માર્ગ પર વિરહવા લાગે છે . તેમાં આગળ જતાં ગુલામ મહમદ શેખ , લાભશંકર ઠાકર , રાવજી પટેલ , અને સિતાશું યશચંદ્ર જેવાં આધુનિક કવિઓની સંપ્રાપ્તિ ગુજરાતી સાહિત્યને થાય છે . એમની કવિતાઓનાં કલ્પનોની તાજગી , પ્રતિકોની નજાકતા અને કાવ્યની ચમત્કૃતિનો સમન્વય સધાયો છે .
પ્રયોગશીલ ટૂંકીવાર્તાઓઃ ડો. સુરેશ જોશીએ ' ગૃહપ્રવેશ ' , ' અપી ચે ' , ' બીજી થોડીક ' , ' ન તત્ર સૂર્ય ભાતી ' અને ' એકદાનેમીષારણ્ય ' જેવાં નોંધપાત્ર વાર્તાસંગ્રહો આપ્યા છે . તેમની વાર્તાકાર તરીકેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ હંમેશા ટૂંકીવાર્તાઓમાં પ્રયોગશીલતાનું વલણ દાખવે છે . એમની પ્રત્યેક વાર્તામાં એક સંપ્રજ્ઞાત પ્રકારનો સંનિષ્ઠ પ્રયોગ હોય છે . આ વાર્તાઓ પણ ઘટનાતત્વનો લોપ સાથે છે . પરંતુ વાર્તાની પ્રગલ્લભ ભક્ષણ PRAGNETMOMENT તેઓ ચૂકતા નથી . તેમની વાર્તાઓ ઘટનાં કરતાં સંરચના માં રાચે છે . એ રીતે તેઓ ગુજરાતી સાહિત્યક્ષેત્રે સૌ પ્રથમ વખત રૂપનિર્મિત વિભાવનાં રજૂ કરે છે . તેમની વાર્તાનું આગવું લક્ષણ તેમાં પ્રયોજાયેલી પુરાકથા કે પુરાકલ્પનો MYTH છે . ' કૃષ્ણાવતાર ' , વાર્તામાં જન્માષ્ટમીના દિવસે સડક પર એક ભીખારણ જેવી સ્ત્રી બાળકને જન્મ આપે છે . એક તરફ કૃષ્ણજન્મનો દબદબાભર્યો માહોલ તો બીજી તરફ મનુષ્યજીવનનું દારૂણ વાસ્તવ એ બંનેની સંનિધિ JUXTAPOSITION આ વાર્તાને કલાત્મક બનાવે છે . તો ' થીગડું ' વાર્તા મૃત્યુ ન ઈચ્છતાં હયાતીની કથાને આધુનિક સંદર્ભ સાથે રજૂ કરે છે . ' રાક્ષસ ' નામની વાર્તામાં મનુષ્યમાં રહેલાં અસંતત્વનો તેની પ્રચંડશકિતને દર્શાવવામાં આવે છે . તો ' આગતીગમન ' નામની વાર્તામાં કથોપકલ્પનાં FANTACY નો પ્રયોગ થયેલો છે . એ રીતે ટૂંકીવાર્તામાં આપણે જેને આધુનિક રચનારીતિ કહીએ છીએ એ બધી પ્રવીધીનો સૌ પ્રથમ પ્રયોગ ડો . સુરેશ જોશીએ કર્યો છે . કિશોર જાદવ ( ' હિપોપોટેમસના ખેલ ' અને ' લીલા પથ્થરો વચ્ચે ચમત્કારી પુરુષ ' ) મધુરાય ( ' બાંસી નામની એક છોકરી ' ) ચીનુ મોદી ( ' ડાબી મુઠી , જમણી મુઠી ) , મહેશ દવે ( ચિત્તો ) , ધનશ્યામ દેસાઈ ( કાગડો ) જેવા આધુનિક વાર્તાકારો વાસ્તવમાં સુરેશ જોશીએ પ્રગટાવેલી ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે . રચનારીતિનો વિનિયોગ કરે છે . આમ , ડો . સુરેશ જોશીએ આધુનિક ટૂંકીવાર્તાને ઘડવાામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.
લલિત નિબંધનો નવ્ય અર્થ : ડો . સુરેશ જોશીએ લલિતનિબંધની જેવી જ વ્યાખ્યા આપણને સમજાવી છે . નિબંધમાં ગદ્ય અને ચિંતનથી સમન્વય ઉપરાંત ભાષાનું સંયોજન કેટલું મહત્વ રાખે છે તેની પ્રતિતિ ડો . સુરેશ જોશીનાં ' જનાન્તિકે'ના નિબંધોમાંથી પ્રાપ્ત થાય છે . આ નિબંધો શબ્દનાં શિલ્પો સમાન છે . તેમની નિબંધલી એક કેન્દ્રી પરંતુ ગહનયુકત છે . તેઓ જુદા જુદા વિષયો પર છૂટક - છૂટક વિચારો અભિવ્યકત કરવાને બદલે કોઈ એક જ વિષયને સંપૂર્ણતાથી આલેખવાનું પસંદ કરે છે . વળી તેમનાં નિબંધોની એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે , આ નિબંધો પણ આપણને કાવ્યાનંદની અનુભૂતિ કરાવે છે . ' ગુલાબ ' , ' ત્રણ પંકિતનું હાઈકુ ' નામના નિબંધમાં તેમણે ફકત ગુલાબના રંગ અને સૌંદર્યનો યથાર્થ બની રહે છે . આ પૂર્વ નર્મદ અને કાકાસાહેબ કાલેલકરના નિબંધોમાં ભાષાની સમૃદ્ધતા અને ગદ્યનો જેવા પ્રકારનો વૈભવ આપણને મળ્યો હતો તેના કરતા અધકેરી સમૃદ્ધિ અને અધકેરી વૈભવ આપણને ' જનાન્તિકે'નાં નિબંધોમાંથી પ્રાપ્ત થાય છે . ડો . સુરેશ જોશીનાં આ નિબંધો એટલાં બધા કલાત્મક અને સૌંદર્યલક્ષી હોય છે કે ભાવિ નિબંધકારો માટે એક આદર્શ બની રહે છે . આગળ જતા દિનેશ મહેતા ( દુરના એ સૂર ) મણિલાલ હ . પારેખ ( ભૂસાતા ગ્રામચિત્રો ) જેવા સમર્થ નિબંધકારો મળે છે . તેઓ પણ વાસ્તવમાં તો ડો . સુરેશ જોશીએ પ્રવર્તાવેલી નિબંધશૈલીના અનુયાયીઓ જ છે . આમ આધુનિક ગુજરાતી લલિત નિબંધને ઘડવામાં ડો . સુરેશ જોશીનું પ્રદાન અમૂલ્ય છે .
ગુજરાતી કવિતાનાં આસ્વાદની સમ્યક રીતઃ ડો. સુરેશ જોશીએ કવિતાનો આસ્વાદ શું છે તે દર્શાવી બતાવ્યું હતું . સામાન્ય રીતે આપણે કવિતાના આવા લક્ષણો અને વ્યંજના એવા પ્રકારો દ્વારા કવિતાનાં કેન્દ્રવર્તી વિચારનું કાવ્યશિક્ષણ આપતા હતા . પરંતુ કાવ્યનો આસ્વાદ કોને કહેવાય ? કાવ્યનાં આનંદની સંપ્રાપ્તિ કેવી રીતે થાય તેની સમ્યક રીત આપણને સૌ પ્રથમ વખત ડો . સુરેશ જોશીએ શીખવાડી હતી . તેમણે ચૂંટેલી ગુજરાતી કવિતાઓનો આસ્વાદ કરાવતો ગ્રંથ ' ગુજરાતી કવિતાનો આસ્વાદ ' આપણી સહિ ભેટ કર્યો છે . આ ગ્રંથમાં તેમણે કાન્ત , શ્રીધરાણી , જેવા જૂના રાવજી પટેલ , ગુલાબ મહમદ શેખ જેવાં નવાં કવિઓની કવિતાનો આસ્વાદ કરાવ્યો છે . અને નોંધનીય મુદોએ છે કે , તેમાં કવિતાનાં ગુણદોષ દર્શાવીને કવિતાનું વિવેચન કરવાની દૃષ્ટિ નથી , પરંતુ કાવ્યનું કાવ્યગત સૌંદર્ય કવિ આખરે કઈ રીતે નિષ્પન્ન કરે છે અને તેમાંથી આપણે રસની અનુભૂતિ કઈ રીતે થાય છે તેની સમગ્ર પ્રક્રિયા PROSES દર્શાવવામાં આવી છે . કવિ કાન્તની કૃતિ ' સાગર અને શશી'માં ' જલથીજલદલ ઉપર દામીની દમન્તિ ' કાવ્ય પંક્તિનો કલાબોધ શું છે તેનું આસ્વાદલક્ષી સમાજને થયું છે . તો કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતા ' પતંગિયું અને ચંબેલી ' બંને ભેગા મળી પરિ કઈ રીતે બનાવે છે તે જણાવવામાં આવ્યું છે . સુરેશ જોશીએ કરેલા / કરાવેલા ગુજરાતી કવિતાનાં આ આસ્વાદો વાસ્તવમાં આપણને કાવ્યકલાનાં રહસ્ય સમજાવે છે . એક સાધારણ ભાવક આ પદ્ધતિ દ્વારા કાવ્યકલાનાં રહસ્ય વિસ્તારમાં પ્રવેશવાનો અધિકારી બની શકે એવો રસસ્વાદ ડો . સુરેશ જોશીએ કરાવ્યો છે . એ પણ તેમનું ગુજરાતી સાહિત્ય ન ભૂલાવી શકાય તેવું પ્રદાન છે .
0 ટિપ્પણીઓ