મહેતા દિગીશ નાનુભાઈ (૧૨-૭-૧૯૩૪) : નિબંધકાર, નવલકથાકાર, વિવેચક. જન્મ પાટણમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. અત્યારે ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક.
" દૂરના એ સૂર " (૧૯૭૦)ની લલિતનિબંધની ચૌદ રચનાઓમાં એમની લેખિની ‘મનુષ્ય’ને, તેના માનવિવર્તોને, તેના સ્વભાવની વિસંગતિઓ અને વિચિત્રતાઓને તાગવા-તાકવાનું વલણ વિશેષ ધરાવે છે. પ્રસંગનું માત્ર નિરૂપણ કરવાને બદલે તેને અનેક સંદર્ભો વચ્ચે ખીલવીને મનુષ્યચિંત્તના કોઈક ને કોઈક ખૂણાને અનાવૃત્ત કરી આપવો-એ પ્રકારની એમની રીત વિશિષ્ટ છે. વસ્તુ કે પાત્રને ચિત્રાત્મક ઉઠાવ આપવાની શક્તિ એમની કલમમાં છે. ‘ પાત્રો ’, ‘ લોક ’ કે ‘ દ્રશ્યો ’ જેવી રચનાઓમાં એમની આ શક્તિ વિશેષ ખીલેલી જોવાય છે. નિબંધકારનાં અભ્યાસ, અનુભવ, કલ્પના અને તીવ્ર નિરીક્ષણમાંથી પ્રકટતી ઉપમાઓ-ઉત્પ્રેક્ષાઓ એમના નિબંધોને અન્નય સૌંદર્ય અર્પી રહે છે.
" દૂર નાં એ સૂર " – દિગીશ મહેતા : દિગીશ મહેતા , મુખ્યત્વે કથન - વર્ણન ની રીતિએ અતીત અને સાંપ્રત ની સહોપસ્થિતિ કે તેને વગશતબ.ફકભ કરવાની રીતિએ , પોતાનાં " દૂર નાં એ સૂર " નાં નિબંધો ને વિકસાવે છે. સુરેશ જોષી એ પ્રચલિત કરેલી એ રીતિ ને , દિગીશ પોતાની સર્જક અ મુદ્રા થી અંકિત કરી ને અનુસરે છે. આ રીતિ એમની સ્વાનુભૂતિ માંથી જ સ્વયંભૂ ઉપસી આવેલી જણાય છે. ટેક્નીક ની સભાનતા એમનાં અસંપ્રજ્ઞાત માનસ માં અવશ્ય છે. પરંતુ લેખક સ્વાનુભૂતિ ને અનાયાસે એની પોતાની તેઓ કૃતકે , કૃત્રિમ કે અસ્વાભાવિક લાગે તેવું કયાંય ચિત્રણ કરતા નથી. એટલે , એક જન્મજાત કવિ ની જેમ , દિગીશ ને પણ શબ્દ એમની પોતાની ચેતના માં રૂરી , ખીલી ને અભિવ્યકત થાય છે. વૃક્ષ ને પાંદડાં ફૂટે , વૃક્ષ ઊગે , મહોરે , ફૂલે ફાલે એ રીતે , એમની ગદ્યલીલા અહીં ઊગે છે , હોરે છે , ફૂલે છે , ફાલે છે .
લેખક વિદગ્ધ છે. અંગ્રેજી સાહિત્ય નાં ઊંડા અભ્યાસી છે. એટલું જ નહિં , પશ્ચિમ નું સાહિત્ય એમનાં લોહી માં વણાઈ ગયું છે.
લેખક ટૂંકા ટૂંકા વાક્યો થી રેખાચિત્રો આલેખે છે. એ દ્રષ્ટિ એ " લોક " , " દ્રશ્યો " , " મેળો " વગેરે નાં શબ્દ ચિત્રો પૂરે પૂરાં આસ્વાદ્ય બની રહે છે. " દૂર નાં એ સૂર " નાં વરઘોડા નાં વર્ણનો કેવા સુરેખ અને આકર્ષક બની આવ્યા છે ! વાણીયા , બ્રાહ્મણ તથા ગામડિયાઓ નાં વરઘોડા નાં સાજન માજન ની લાક્ષણિકતાઓ ને લેખક ઓછા માં ઓછા સીધા સાદા શબ્દો માં કેવી અસરકારકતા થી આલેખે છે ! ગામડિયા સાજન માજન નો નિર્દેશ " બટ્ટણ " , " ધૂંવાડા " , " ફાળિયા " જેવા તળપદા શબ્દો થી મળી રહે છે. " મેળો " માં તસતસ થતી ચોળી , ઝબક ઝબક આભલાં , ચાંદી ચોટ્યા લાલ ચૂડલા , ધરભર્યા ઘાઘરા - જગજનનની " ચાલી આવે " . માત્ર એક વાક્ય થી લેખકે , મેળો મહાલતી ગ્રામ નારીનાં સમગ્ર વ્યકિતત્વ ને આલોકિત કરી દીધું છે. મેળા નાં દૂકાનદારો ની લાક્ષણિક યર્થાથ છબિ પણ લેખક એ જ ભાષા પ્રભુત્વ થી આબાદ ઝીલી બતાવે છે. " લોક " માં ગાંડી સ્ત્રી નું , ને તેની સાથે નાં પુરૂષ નું ચિત્ર પણ લેખકે એ જ કુશળતાથી આલેખ્યું છે. આવા વર્ણનો માં લેખક ની સૂક્ષ્મ નિરીક્ષણશકિત અગત્ય નો ભાગ ભજવે છે. જાંબું વૃક્ષ ની ફેલાયેલી સૂકી ડાળીઓ ને ભીત માં પડેલી તિરાડોરૂપે અફાટ અવકાશ માં ફાટ પડ્યાનો ભાવ , પોતાની વર્ણનશકિત અને શબ્દ શકિતથી ભાવક નાં ચિત્ત માં જગાડવાંમાં આ લેખક કે જેવી સફળતા મળી છે, તેવી ભાગ્યે જ કોઈને મળે. વસ્તુ કે ધટના પુલ હોય કે ઘર હોય , મેળો હોય , સાંજ હોય કે લોકો હોય - અહીં મહત્વ નું વસ્તુ કે ધટના નું નથી. પરંતુ તે નિરૂપણ નાં કૌશલ્ય નું છે. ભાષા કર્મ નું છે. પોતાનાં ભાષા સામર્થ્ય થી લેખક , ગમે તે સામાન્ય વસ્તુ કે આખી ઊંચકી લઈને એવા સંદર્ભ માં મૂકી આપે છે કે જયાં કોઈક બૃહદ્ અર્થક્ષેત્ર ની વચ્ચે એ નવો અવતાર ધારણ કરે છે. એટલે આ નિબંધો માં ઘર , લોક , વ્યકિત કે મેળા નાં માનવી એ સ્થૂળ વસ્તુ કે માનવીઓ રૂપે જ પ્રતિબિંબિત થયાં નથી. લેખકે , છબીકાર અ ફોટોગ્રાફર ની જેમ નહિં , પણ ચિત્રકાર ની જેમ, શબ્દ નાં રંગ ને રેખાથી ઘર , લોક , પુલ પાવડિયાં વગેરે નું આલેખન કરીને , મૂળ વસ્તુ , વ્યકિત કે પદાર્થ નું પુનનિર્માણ કર્યું છે. " મેળો " તો સૌએ જોયો હોય , પણ અહીં જે મેળો આલેખાયો છે તે સર્જક ની ચેતનાં માં શૈશવ નાં સંસ્કારે જડાયેલો , સર્જકે પોતે જ જોયેલો , માણેલો છે. સર્જક ની કલા દ્રષ્ટિએ જોયેલો એ મેળો એ વ્યકિતઓ , લોકો , એ દ્રશ્યો , અહીં તેથી જ તો ભાવકો માટે ખાસ રસ નો વિષય બને છે . છબી માં કેમેરા ની યાંત્રિતા હોય , અહીં કલાકાર ની કલાદ્રષ્ટિ નાં જાદુ થી શબ્દ ચિત્રો જીવંત અને ધબકતા થયાં છે . જીવન નાં અતિવાસ્તવ થી દૂર ગયા વિના , લેખકે આ શબ્દ ચિત્રો આરેખ્યાં છે. અને થોડી વિશેષ સજજતા ધરાવતો ભાવક પણ આ નિબંધો આસાનીથી માણી શકે . આધુનિક સાહિત્ય માં રહેલી દુર્બોધિતા તો અહીં ભાગ્યે જ જણાય. પરંતુ , મુખરિતતા ને પણ અહીં સ્થાન નથી. અર્થગર્ભ , વ્યંજનાગર્ભ લેખક નું નિરૂપણ પોતાની શબ્દ શકિતથી મોટેભાગે ધાર્યો લક્ષ્યવેધ કરે છે.

0 ટિપ્પણીઓ