ચંદ્રકાંત કેશવલાલ બક્ષી ગુજરાત, ભારત અને ગુજરાતીના ભૂતપૂર્વ શેરિફના ગુજરાતી લેખક હતા.  તેઓ ગુજરાતી સાહિત્યમાં તેમના સમય દરમિયાન લેખિતમાં તેમની બોલ્ડ અને નવી વિભાવનાઓ માટે જાણીતા હતા.  તેમને બક્ષી અથવા બક્ષીબાબુ તરીકે પણ સંબોધન કરવામાં આવે છે.  પાલનપુરમાં જન્મેલા, તેમણે ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું અને કલકત્તામાં ધંધો કર્યો.  તેમણે ત્યાં લખવાનું શરૂ કર્યું અને પછીથી તેમની શિક્ષણ કારકીર્દિ માટે મુંબઈ ચાલ્યા ગયા.  તેમણે 178 પુસ્તકો લખ્યા, અને અખબારના કોલમ મોટા પ્રમાણમાં લખ્યા.




 " પેરેલિસિસ " – ચંદ્રકાંત બક્ષી : ચંદ્રકાંત બક્ષી ની " પેરેલિસિસ " - નવલકથા 1967 ની સાલ માં પ્રગટ થઈ ત્યારે ગુજરાતી નવલકથા એ એક સૈકો પૂરો કરી લીધો હતો. સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતી નવલકથા માં દ્વારિદ્રય નહોતું. બલકે લીલા દૂકાળ જેવી પરિસ્થિતિ હતી . પ્રો . અરામ શાહ , તેની પુત્રી મારીશા , ઇસ્પિતાલ ની મેટ્રન આશીકા દીપ અને એ બઘા ની વાત નિમિત્ત પ્રોફેસર ની પત્ની તેમજ મારીશા નો પતિ જયોર્જ જર્ગીસ એ પાંચ પાત્રો " પેરેલિસિસ " ની સૃષ્ટિ બને છે.

 એક વાર પરણી ને ગૃહસ્થી અનુભવેલા પતિ તરીકે , વ્હાલી દીકરી મારીશા નાં પિતા તરીકે અને આશિકા – દીપ નાં એક પ્રશ્ન અરામ શાહ નાં ભુતકાળ નું આલ્બમ ઉઘડે છે. અને સમજાય છે કે , લગ્ન જીવન ની કરૂણ નિષ્ફળતાને લીધે મારીશા એ સગર્ભાવસ્થા માં આપઘાત કર્યો હતો. અને એ ઘટના એ વત્સલ પિતા ને એવો આધાત પહોંચાડયો હતો જેનું પરિણામ પેરેલિસિસ નાં હૂમલા માં આવ્યું. હિલ સ્ટેશન પર ની એક ઇસ્પિતાલ માં સારવાર લેતા , જીંદગી નાં ઓગણપચાસ માં વર્ષે નવેસર થી જીવવા મથામણ કરતા અરામ શાહ જીવન નાં ખાલીપણા નો તિવ્ર અનુભવ કરે છે.

    "બીમાર થવાની , પથારી માં પટકાવવાની આ રીત નથી . હાર્ટ એટેક આવવો જોઈએ , સેરેબલ હેમરેજ થવું જોઈએ ... રગો માં લોહી અટકી જવું જોઈએ ... અપંગ ની જેમ , અડધું હસતા હસતાં , અડધું રડતા – રડતા. આ પ્રકાર નું નાઝયેતર જીવન સુકાઈ રહેલી વનસ્પિતિ જેવું એ એનું ન હતું " અરામ શાહ નાં આશિકા સાથે ના સંવાદો કે વાતચિત પ્રસંગે પોતાનાં વિધુર જીવન નાં તાજા ઘા રૂઝવવામાં મારીશા સાથે નાં પિતૃપ્રેમ નાં ખટમીઠા સ્મરણોની માણેલી મધુરી આંખ આગળ તરવરે છે. 

અહીં નિરૂપાયેલા પાત્રો દ્વારા માનવીની  અતીત ની ફિસલતી દરારોનું , બાઝીલ બની જતી જીંદગીનું બયાન કરૂણ ની પીંછી વડે બલી કરવા મથે છે. એમાં ભાષા એક ઉપયોગી ઓજાર બને છે. બહુઆયામી વાતાવરણ જન્માવતું બહુભાષી ભાષાભંડોળ બક્ષી ની આ કથાને નિજી રંગ આપે છે. ઘટનાલોપ કર્યા વગર પ્રતિકો , અને કપોળકલ્પિત નો ઉપયોગ કરીને કથાને આકાર આપવાનો પ્રયત્ન છે. આયક્ષમ પરિસ્થિતિઓ , નીતિ – અનીતિ થી ઉપર ઉઠીને થતું જાતિય સંબંધો કે વિકારો નું અતિચિત્રણ , બલી ની એક લેખક તરીકે ની વિશેષતા છે , જો કે કથનરીતી માં તાજગી હોય છે. અને અંગ્રેજી , હિંદી , ઉર્દુ , ગુજરાતી શબ્દો નું રચાતું ખડબચડ ગધ પણ ઘણી વખત આસ્વાધ રહે છે. બાહ્ય ઘટનાઓની સ્થૂળતા નિવારી ને આલેખન ની સૂક્ષ્મતા તથા ભાષા માધ્યમની અભિવ્યકિત ક્ષમતા સાધવાનો ઉપક્રમ , ઘટના , તથા સંવેદના નાં અસરકારક આલેખન માટે BIFOCAL પ્રકાર ની રચના રીતિ નું આયોજન કરવામાં બક્ષીની કળાકીય સજતા અને સૂઝ વિકાસ પામી છે. એમ " પેરેલિસિસ " નિમિત્તે ડો. બાબું દાબલપુરા ઉત્તમ જ કહે છે.