આત્મકથા : આત્મકથા ની વિભાવના સમયે સમયે બદલાતી રહે છે . શરૂઆત માં નિખાલસ કબૂલાત ને અંતિમ લક્ષ ગણવામાં આવતું . બર્નાડ શો એ કહેલું કે '' The Best Autobiographies are Confessions . " ગુજરાતી આત્મકથા ને સાહિત્ય માં મણિલાલ નભુભાઈ દ્વિવેદી ની આત્મકથા ને આ દ્રષ્ટિ એ ઉત્તમ આત્મકથા કહેવી પડે . રૂસો એ પોતાની આત્મકથા ને Confessions એવું જ નામ આપેલું , પણ બર્નાડ શો એ એક બીજી શરત આત્મકથા માટે yal 83 , Biographies Must Be Artistic , If They Are To Be Readable . કૃતિ માં સર્જનાત્મકતા કેટલી અને કેવી છે એ પણ જોવાવું જોઈએ . રૂસો ની આત્મકથા માં આ બંને નું સમ્યક સમાયોજન છે .

 આત્મકથાની ત્યાર પછી ની બદલાયેલી વિભાવના માં સત્ય ને પ્રાધાન્ય આપવામાં આવ્યું . જયોર થી ટોલ્સટોયે પોતાની આત્મકથા નાં નાયક તરીકે ' ' સત્ય " ની સ્થાપના . કરી ત્યારથી આત્મકથા ને સત્ય નું વળગણ રહ્યા કર્યું છે . સત્ય હંમેશા સાપેક્ષ રહે છે . મારી દ્રષ્ટિ એ હું જે સત્ય માનું છું તે કદાચ બીજાની દ્રષ્ટિ એ સત્ય ન પણ હોય " . " સત્ય નાં પ્રયોગો " આ વિભાવના ની ઘણી નજીક છે .

 આધુનિક કાળ માં આત્મકથાઓ નું સર્જન થયું છે . પન્નાલાલ ની ' ' અલપઝલપ ' , જયંત પાઠક ની " વનાંચલ ' ' , પંડિત સુખલાલ ની " મારું જીવન વૃતાંત " " એ વર્તમાન સમય ની નોંધપાત્ર કૃતિઓ છે . ' ' અલપઝલપ " અને " વનાંચલ " બંને માં શૈશવ નાં સંસ્મરણો શબ્દબદ્ધ થયા છે . બંને માં સર્જકતા હોરી ઉઠી છે .

 " મારું જીવન મારું વૃતાંત " એ પંડિત સુખલાલજી દ્વારા 1940 માં લખાયેલી આત્મકથા એટલા માટે ઉલ્લેખનીય છે કે એમાં નિરૂપાયેલી વિગતો આધારભૂત અને સત્યકથન થી અંકિત છે . પોતાની આત્મકથા ને પંડિતજી " મારી પામર જીવનકથા " તરીકે ઓળખાવે છે . એમાં એક પ્રકારની નમ્રતા છે . પંડિતજી પોતે માનવસહજ નબળાઈઓ માંથી કેવી રીતે પસાર થયા અને ક્રમશઃ સત્યયુગ નાં માર્ગે કેવી રીતે આગળ ઘટયા એનું અહીં નિરૂપણ થવા પામ્યું છે .

 1986 ના વર્ષ માં દંતાલી આશ્રમ નાં સ્વામી સચ્ચિદાનંદે પ્રગટ કરેલ " મારા અનુભવો " એ એમની આત્મકથા છે . પરંતુ આ આત્મકથા માં સ્વામીશ્રી એ પોતાની જાતની ચિકિત્સા કરીને જયાં નિખાલસ કબૂલાતો કરવી જોઈએ ત્યાં જ પોતાનાં " હું " નાં વજન થી આત્મકથા ની કલાત્મકતા ને કચડી નાંખી છે . એટલું જ નહિં , એમનાં ધાર્મિક જીવનું નાં અનુભવો અને એમાંથી સારરૂપે ફલિત થતું અને એ નિમિત્તે આવતું ચિંતન અહી પૂરા પાકોર અને આવેગ થી અભિવ્યકિત પામ્યું છે . 

સન્યાસ ધારણ કરવા કરેલા ગૃહત્યાગ નાં દિવસ થી આરંભાતી આ આત્મકથા માં " હું " નો સતત વિકાસ થતો જોવા મળે છે . સ્વામીજી જયાં આગળ પોતાની ચિકિત્સા કરે છે ત્યાં આગળ પણ પોતાના વ્યકિતત્વ ને બિરદાવવાની એમની મનોવૃત્તિ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે . આત્મકથા માટે બે જરૂરી શરતો , ' ' નિખાલસ કબૂલાત " અને " સત્યકથન " સ્વામીજી પાળતા નથી , 

1988 નાં ડિસેમ્બર માં પ્રગટ થયેલી આપણા કવિશ્રી ઉશનસ્ ની આત્મકથા " સમાતાનો ખાંચો " વિશેષણ ને ઉલ્લેખનીય અને સ્મરણીય બને છે . જો કે ઉશનસ્ તો આને આત્મકથા નહિ પણ " સ્મૃતિકથા " કહે છે . જો કે અહીં કવિ નાં ઈ.સ. 1930 થી 68 સુધીનાં આડત્રીસ વર્ષની આત્મકથા જ આલેખવા પામી છે . આ આત્મકથા માં બે નગર પાત્રો છે . સિદ્ધપુર અને સાવલી - એક માં છે રૂદ્રમાળ નો ખાંચો , અને બીજા નગર માં છે સમાતા નો ખાંચો . લેખક અને કવિ ઉશનસે બે ખાંચા ભરી ને વિતાવેલા જીવનનું આ આત્મકથન બની રહે છે . 

આજ થી પચાસ વર્ષ પહેલાનો અભાવ ગસ્ત સમાજ અહીં પૂરી ક્ષમતા થી આલેખવા. પામ્યો છે . અર્થાત્ આત્મકથા માટે ઉપયોગી એવું દસ્તાવેજીકરણ છે. 

આ બધી આત્મકથાઓ જોતા એક બાબત સ્પષ્ટ થાય છે કે ભલે થોડી સંખ્યા માં પરતું . આત્મકથા સાહિત્ય પ્રકાર ગુવણ ક્ષની સભાનતા સાથે ખેડાયો છે . આત્મકથા નો લેખક ( એનો નાયક પણ ) જે સમય માં જન્મયો , ઉછર્યો અને એનું જીવન ઘડતર થયું તે સમય નું ચિત્ર એટલે કે ગુજરાતી નાં છેલ્લા સૈકા ની સાંસ્કારિક , સામાજીક , પરિસ્થિતિ દસ્તાવેજ રજૂ કરે છે . અને છતા માત્ર શુષ્ક ઇતિહાસ નથી બની રહેતો , સાહિત્યકૃતિ બને છે તે વાત મહત્વ ની છે .