નિબંધ સ્વરૂપ : પૂર્વભૂમિકા – અર્વાચીન ગુજરાતી સાહિત્યક્ષેત્રે નિબંધ સ્વરૂપ એક એવું સ્વરૂપ છે જેમાં અન્ય સ્વરૂપોની તુલનાએ પ્રમાણમાં ઓછું ખેડાણ થયું હોય તો આ સાથે જ તેની વિશિષ્ટતા એ પણ છે કે સંખ્યાની દૃષ્ટિએ અલ્પ હોવા છતાં ગુણવત્તાની દૃષ્ટિએ નિબંધ , ટૂંકીવાર્તા , નવલકથા કે નાટકની સમાંતરે પડે . સુધારક યુગમાં અર્વાચીન ગદ્ય - પદ્યનાં આધ્યપ્રણેતા નર્મદથી આરંભાયેલી નિબંધની વિકાસ રેખામાં અથવા તો તેનાં આલેખમાં કાકા સાહેબ કાલેલકર , મણિલાલ દ્વિવેદી , ગાંધીજી , સ્વામી આનંદ , કિશનસિંહ ચાવડા જેવા કેટલાય મહત્વપૂર્ણ બિંદુઓ જોવા મળે છે . પરંતુ ગાંધીયુગની ભારેલી અગ્નિ જેવી વૈશ્વિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિમાં કવિતા તથા લઘુનવલ જેવાં સ્વરૂપોમાં નિબંધોની તુલનાએ વધુ સર્જન થાય છે . તો અનુગાંધીયુગની પ્રવૃતિ મુખ્યત્વે સૌંદર્યલક્ષી કવિતા કેન્દ્રી રહે છે . પરંતુ સદભાગ્યે આધુનિક સમયમાં આધુનિક સાહિત્યકારો નિબંધ સ્વરૂપને ફરી વખત આદર સહિત સત્કારવા લાગે છે . આથી મંદ પડેલી નિબંધની વિકાસરેખા પુનઃ સક્રિય થાય છે . અને નિબંધ સ્વરૂપનો જાણે નવો યુગ આરંભાય છે . આપણે આધુનિક સમયમાં નિબંધનું સ્વરૂપ કેવા - કેવા વળાંકો ધારણ કરે છે તેની સમીક્ષાત્મક આલેખ તપાસીએ . 

અનુ ગાંધીયુગનાં સંદર્ભમાં નિબંધ : - આપણે અગાઉ જોયું એ મુજબ નિબંધ એક એવું સાહિત્ય સ્વરૂપ છે જેનો ઉદ્દભવ સુધારયુગમાં થયો છે . પરંતુ એ પછીનાં સમયમાં નવલકથા ટૂંકીવાર્તા , કવિતા અને નાટકનાં યુગો ઉગે આથમે છે . પરંતુ નિબંધ કંઈક અંશે આપણા સર્જકો માટે લગભગ ઓરમાયો જ રહ્યો છે . ગાંધીયુગમાં કાકાસાહેર કાલેલકર , ગાંધીજી , સ્વામી આનંદ , જેવા કેટલાંક નામો બાદ કરતા આ સ્વરૂપ મોટાભાગે અછૂત રહ્યું છે . તો અનુગાંધીયુગમાં પણ સર્જકો કવિતા કેન્દ્રીત જ વલણ દાખવે છે . વાસ્તવમાં સમગ્ર અનુગાંધીયુગ કાવ્યમય છે . રાજેન્દ્ર શાહ , નિરંજન ભગત , પ્રહલાદ પારેખ , પ્રિયકાન્ત મણિયાર , બાલમુકુન્દ દવે , વેણીભાઈ પુરોહિત , હરિચંદ્ર ભટ્ટ , હરીન્દ્ર દવે જેવા અનુગાંધીયુગીન સર્જકો મુખ્યત્વે કવિત પ્રતિભા ધરાવતા હતા . પરિણામે આ સમયમાં પણ નિબંધનું ખેડાણ નહિવત્ અથવા તો શૂન્યવત છે . છૂટાછવાયા નિબંધોને બાદ કરતાં કોઈ નોંધપાત્ર ગદ્ય સ્વામી સમયમાં આપણને પ્રાપ્ત થતા નથી . ચુનીલાલ મડીયા , એ ચોપાટીના બાકડેથી શિવકુમાર જોષીએ ચોરંગીને ચોતરેથી , તથા જયોતિન્દ્ર દવેએ રંગતરંગ અને કિશનસિંહ ચાવડાએ અમાસનાં તારા ' જેવી વિશિષ્ટ ગદ્યસામગ્રી ગુજરાતી સાહિત્યને અર્પણ કરી છે . પરંતુ પુનઃ એ નિષ્કિય તો સ્વીકારવો જ પડે કે ગુજરાતી સાહિત્યના આ સમયગાળામાં નિબંધ સર્જન નહિવત હતું . 

જનાંતિકે : - ગુજરાતી ગદ્યની સર્જનાત્મકતાનો પર્યાય : - જો નિબંધ સ્વરૂપનો ઉદ્દભવ અને વિકાસની ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યક્ષેત્રે નિબંધયુગનો આરંભ ડો . સુરેશ જોષીનાં ' જનાન્તિકે ' નિબંધ સંગ્રહથી થાય છે . અહીંથી નિબંધ સર્જન એક એવી ગતિશીલતા ધારણ કરે છે જે સંખ્યા તથા ગુણવત્તાની ઉભય દૃષ્ટિએ નોંધપાત્ર હોય . નવલકથા , ટૂંકીવાર્તા , કવિતા અને વિવેચનની જેમ નિબંધક્ષેત્રે પણ ડો . સુરેશ જોષીનો પ્રભાવ ઐતિહાસિક મહત્વ ધરાવે છે . ખાસ કરીને , ' જનાન્તિકે'ના નિબંધો ગુજરાતી ગદ્યનાં સામર્થ્યનો પરિચય આપે છે . શબ્દોનાં કેવા કલાત્મક , નાજુક અને મૃદુ શિલ્પ બનાવી શકાય તેની પ્રતિતિ કરાવતાં આ નિબંધો ગુજરાતી ભાષાનું એવું સૌંદર્ય પ્રગટ કરે છે જે આ અગાઉ કદી ન પ્રગટયું હોય . કવિતાના ક્ષેત્રમાં જેવા પ્રકારની સૌંદર્યસંપન્ન ભાષા પ્રયોજાતી હોય , કંઈક અંશે તેવા પ્રકારની ભાષા ધરાવતાં ' જનાન્તિકે'ના નિબંધો ગુજરાતી નિબંધનું એક ઐતિહાસિક સીમાચિહ્ન બની રહે છે . ડો . સુરેશ જોષીએ આ નિબંધોમાં અદ્ભુત સંકલન સાધ્યું છે . તેમની મહત્વપૂર્ણ ખુબી એ છે કે તેમણે ગુજરાતી ગદ્યની વ્યાકરણગત વાકયરચનાને કર્તા , કર્મ , ક્રિયાપદ , જેવા રૂપનિયંત્રણથી મુકત કરીને સર્જનાત્મક રીતે વહેતી કરી છે . ભિન્ન - ભિન્ન વિષયો પર ચાલતી ડો . સુરેશ જોષીની કલમ જાણે કલમ નહિ , પરંતુ નકશી કરવાનું કોઈ સાધન હોય એ રીતે હૃદયંગમ ભાતી રચી શકે છે . આ નિબંધોમાં ચિંતનની ગહનતા અને ગદ્યનું સૌષ્ઠવ બનાકર્ષક છે . પરંતુ એ સાથે જ આ નિબંધોમાં એક પ્રકારનો પરીપૂર્ણતાનો અહેસાસ પણ થયા વિના નથી રહેતો . પરિણામે પ્રથમ વખત ગુજરાતી નિબંધ , નિબંધને બદલે લલિતનિબંધ બની રહ્યો હોય તેનો સુખદ અનુભવ ' જનાન્તિકે ' માંથી પ્રાપ્ત થાય છે . શબ્દોની પસંદગી , ભાષામાં વિવેક અને રૂપનિર્મિતીની અભૂતપૂર્ણ કલાનાં વિનિયોગથી ' જનાન્તિકે'ના નિબંધને નિબંધ હોવા છતાં કાવ્યાનંદ આપી શકે છે . તે નાની સૂજ સિદ્ધિ નથી . ' ગુલાબ ' ત્રણ પંકિતનું હાઈકુ જેવા નિબંધો નખશીખ કલાત્મક તથા આસ્વાદ્ય છે . આમ , ગુજરાતી લલિતનિબંધનો વારતવિક ઉદ્ભવ ડો . સુરેશ જોષીનાં ' જનાન્તિકે ' નિબંધસંગ્રહમાં થયો છે . તેમ કહેવામાં અતિશ્યોકિત નહિ થાય . 

ગુજરાતી લલિત નિબંધની ધન્યતાઃ " દૂરના એ સૂર " : -ડો . સુરેશ જોષીના ' જનાન્તિકે ' ના નિબંધો થી લલિત નિબંધો નો એક નવો યુગ આરંભાય છે . આમ તો લાભશંકર ઠાકર જેવાં આધુનિકો નિબંધલેખન કરે છે . પરંતુ તેમની પ્રતિભા મુખ્યત્વે કવિતા કે નાટક કેન્દ્રી છે . એ અર્થમાં પરિશુદ્ધ રૂપે , સત્પ્રતિશતી નિબંધકાર જો હોય તેવા માત્ર નિબંધ સર્જક દિગિશ મહેતા છે . અને ખાસ કરીને તેમનો નિબંધસંગ્રહ ' દૂરના એ સૂર ' ગુજરાતી નિબંધને કલાત્મકતાની ચરમસીમાએ પહોંચડવામાં અભૂતપૂર્વ ફાળો આપે છે . વાસ્તવમાં ' દૂરના એ સૂર ' ગુજરાતી લલિતનિબંધની ધન્યતા છે . એ રીતે દિગિશ મહેતા ગુજરાતી નિબંધને સુરેશ જોષીના ' જનાન્તિકે'ના નિબંધથી એક ડગલું આગળ લઈ જાય છે . એક નિબંધકાર તરીકે દિગિશ મહેતા આપણા બધાં જ નિબંધકારોથી લાક્ષણિક રીતે અલગ તરી આવે છે . તેમના નિબંધોની સૌથી મોટી વિશેષતા તેમની અવિશિષ્ટ શૈલી છે . તેમનાં નિબંધો આપણને સ્થળ , કાળનાં પરિણામોથી મુકિતનો અહેસાસ કરાવે છે . વળી , તેમની એક ખૂબી એ છે કે આ નિબંધો અહનિર્સ એક મંદમંદ સંગીતનો આપણા કર્ણચેતનાને ઝંકૃત કરનારો અનુભવ આપે છે . દિગિશ મહેતાનાં આ નિબંધો વિષયોની દૃષ્ટિએ દુન્યવી નહિ , પરંતુ સંવેદનમૂલક છે . પરિણામે આ નિબંધો ફકત માહિતી કેન્દ્રી નથી બનતા પરંતુ લલિત એટલે કે આનંદદાયક બની રહે છે . " દૂરના એ સૂર'નો પ્રત્યેક નિબંધ એ રીતે હવાનુશીલ રચતો હોય એવો છે . તેની ભાષાશૈલી પણ સુરેશ જોષી પ્રણિત સર્જનાત્મક અને સંવેદનાત્મક છે . ખાસ કરીને તેમાં પ્રયોજાયેલા કલાનો એકદમ નવા નકોર સંવેદનથી ભિંજાયેલા અને ઋજુ છે . તેમાં રણની ઠંડી રાતનો હુંફાળો અહેસાસ અને સૂર્યની શીતળ ગરમનો અનુભવ એકસાથે અભિવ્યકત થયો છે . ' દૂરના એ સૂર ' વાસ્તવમાં સૌષ્ઠવપૂર્ણ નિબંધોનો સંગ્રહ છે . પરિણામે આ નિબંધો ' સરસ્વતીચંદ્ર ' , ' ભદ્રભદ્ર ' , ' રાયનો પર્વત ' , ' સત્યનાં પ્રયોગો ' , ' યાત્રા ' , ' નિશિથ ' , ' માનવીની ભવાઈ ' , ' જેવી પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓની શ્રેણીમાં સ્થાને પામવાના અધિકારી બને છે . આમ , દિગિશ મહેતાનાં ' દૂરના એ સૂર ' નિબંધસંગ્રહ ગુજરાતી લલિતનિબંધની ધન્યતાની ક્ષણ બની રહે છે . 

નંદસામવેદી : ચંદ્રકાન્ત શેઠ : - અનુઆધુનિક સમયમાં સાહિત્યના પરિણામો પુનઃ બદલાવા લાગે છે . પરંતુ સુરેશ જોષીએ પ્રવર્તાવેલી લલિતનિબંધની જયોત દિગિશ મહેતા પછી સ્થિરયુતિ બનવા લાગે છે . બીજા બધા સાહિત્ય સ્વરૂપોનાં રચનતંત્રમાં નોંધપાત્ર પરીવર્તન પછી પણ લલિતનિબંધ એક જ દિશામાં કલાત્મક રીતે આગળ ઘપી રહે છે . તેમાં સુરેશ જોષી અને દિગિશ મહેતા પછી મહત્વપૂર્ણ નામ ચંદ્રકાન્ત શેઠનું છે . કવિ , વિવેચક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા ચંદ્રકાન્ત શેઠ એક ઉચ્ચ કોટીનાં નિબંધકાર પણ છે . એવું તેમણે પોતાનાં ' નંદસામવેદી ' નિબંધ સંગ્રહમાં પ્રતિપાદન કર્યું . છે . આ નિબંધોની ખાસિયત એ છે કે માત્ર પ્રકૃતિવર્ણનમાં જ નિબંધની ઈતિશ્રી નથી સમજતાં , પરંતુ વિચારોની ગહેરાઈ કે ચિંતનનું ગહતર દર્શાવે છે . ચિંતનમાં કેડે ઉતરીને નિર્વિચારના અસીમ અને અપરીમેય વિશ્વમાં પ્રવેશવું આ નિબંધોની આગવી લાક્ષણિકતા બની રહે છે . તેની ભાષારોલી પણ લાધવપૂર્ણ હોવાને કારણે પ્રભાવશાળી અને સુંદર જણાય છે . નાના - નાના વાકયખંડો પણ કેવાં પ્રભાવક નીવડી શકે છે તેનું ઉદાહરણ ચંદ્રકાન્ત શેઠના નિબંધો છે . આ નિબંધો કેટલીક વખત આધુનિકતાનો લાક્ષણિક પ્રકારનો વિરોધ પણ દર્શાવે છે . અને તેનો સંસ્કાર પણ કરે છે . ખાસ કરીને પ્રકૃતિવર્ણનોમાં તેઓ કાકાસાહેબ કાલેલકરના વારસદાર હોય એવો અનુભવ થાય છે . તો ચિંતનની દૃષ્ટિએ તેઓ ગાંધીજીનાં વારસદાર હોય એમ લાગે છે . આમ , કાકાસાહેબનું પ્રકૃતિસૌંદર્ય અને ગાંધીજીનું કેળવણીકાર નું દૃષ્ટિબિંદુ બંનેનો સમન્વય સાધીને ચંદ્રકાન્ત શેઠ આ નિબંધોની રચના કરે છે . પરિણામે આ નિબંધો લલિતનિબંધ તરીકે આગવી મુખમુદ્રા ધારણ કરવામાં સફળ થાય છે . ગુજરાતી લલિત નિબંધને સ્થાપિત કરવામાં આ રીતે ' નંદ સમાવેદી'ના નિબંધો મહત્વપૂર્ણ ફાળો આપે છે .

 લલિત નિબંધનો સર્જનાત્મક પર્યાય : વિદિશા : - ગુજરાતી લલિતનિબંધનાં વિકાસ ક્રમ નું ખરું સીમાચિહનનો ભોળાભાઈ પટેલનાં નિબંધસંગ્રહ ' વિદિશા ' માં પ્રગટ થાય છે . લલિતનિબંધ આટલો સૌદર્યસભર કે આટલો સર્જનાત્મક આ પૂર્વે કયારેય ન હતો . ગંભીર અને સૌષ્ઠવ છતાં હળવો અને ચિત્રાત્મક તથા અભિવ્યંજનાત્મક હોવા છતાં હળવો અને " વિદિશા'ના નિબંધોની આગવી વિશેષતાઓ છે . ખાસ કરીને ભોળાભાઈ પટેલનું પ્રકૃતિચિત્રણ તથા વર્ણનશૈલી સમગ્ર ગુજરાતી નિબંધોથી બહુ જ જુદા પ્રકારની છે . ખાસ કરીને સંસ્કૃતનાં કેટલાંક તદ્દન અજાણ્યા શબ્દોનું ગુજરાતી ભાષામાં વિનિયોગ કરવામાં ભોળાભાઈ પટેલનો જોટો જડે એમ નથી . ૨ કતાભચેતના જેવાં લાક્ષણિક ભાષાપ્રયોગોને કારણે ' વિદિશા'ના નિબંધો અપૂર્વ રૂપ ધારણ કરે છે . આ નિબંધો વિચારથી નિર્વિચાર ત ૨ ફ અને પ્રકૃતિથી પરમાત્મા તરફ ગતિ કરતાં નિબંધો છે . ભોળાભાઈ વિવિધ ભારતીય ભાષાઓનાં જ્ઞાતા છે . ખાસ કરીને બાંગ્લા , કન્નડ , મરાઠી , મલયાલમ , અને તેલુગુ જેવી ભાષાઓ પર તેમનું પ્રભુત્વ અસાધારણ કોટીનું છે . સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા બીજી ભાષાઓની કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરવાનું કાર્ય સંભાળતા ભોળાભાઈ પટેલને વિવિધ ભાષાઓનાં જ્ઞાનનો લાભ તેમનાં નિબંધોમાં પ્રાપ્ત થયો છે . પરિણામે વિદિશાના આ નિબંધોની ભાષાશૈલી ઘણી જ બિનપરંપરાગત કે અરૂઢ છે . તેમણે પ્રયોજેલા કેટલાંક શબ્દોના અર્થો શબ્દકોષમાં ન મળે અને છતાં સમગ્ર વાકયરચના આપણને કોઈક ચોક્કસ અર્થની અનુભૂતિ કરાવે તે આશ્ચર્યજનક હકીકત જ છે . ભોળાભાઈ આ નિબંધોમાં શુદ્ધ સૌદયાનુરાગી વલણ દાખવે છે . એક તબક્કે તો આપણને એવો પણ અનુભવ થાય છે કે , જાણે પ્રહલાદ પારેખનો આત્મા ભોળાભાઈ પટેલ સ્વરૂપે ગધકાર તરીકે પ્રગટયો હોય ! તેમનું ' પ્રભાત ' , ' નર્મદા ' અને ' સૂર્યાસ્ત ' ના જે નિબંધો રચ્યા છે તે વાસ્તવિક અર્થમાં લલિતનિબંધ બની રહે છે . એ રીતે વિદિશાનાં નિબંધો ગુજરાતી લલિતનિબંધની ચરમસીમા સમાન છે , આ નિબંધો લલિતનિબંધોનો ખરો પૂર્યા , બની રહે છે . અને લલિતનિબંધનાં વિકાસક્રમમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.

 " ભૂસાતા ગ્રામચિત્રો " – મણિલાલ હ . પટેલ : - લલિતનિબંધનાં વિકાસક્રમમાં મલિાલ , હ , પટેલ નો નિબંધ સંગ્રહ માં ' ભૂસાતા ગ્રામચિત્રોનો ’ સમાવેશ કરવો પડે તેવાં એમ નિબંધો નો આ સંગ્રહ છે . આધુનિક સાહિત્યની વિરુદ્ર અનુઆધુનિક સાહિત્યનું એક લક્ષણ એ છે કે તેમાં મહાનગરોનાં જીવનને છોડીને લેખકોની દૃષ્ટિ ગામ કે વતનું તરફ મંડાય છે . ભૂસાતા ગ્રામચિત્રો એ શહેરીકરણની આંધીમાં ઉખડી ગયેલા વૃક્ષની જેવી પીડાં અનુભવતાં સર્જકની દૃષ્ટિનાં નિબંધો છે . એક પ્રકારનાં વિચ્છેદનો ભાવ અનુઆધુનિક સર્જકો ધરાવે છે . ભૂસાતાં ગ્રામચિત્રોમાં આળસ મરડી રહ્યો હોય એવો અનુભવ થાય છે . ગામ , ઘ ૨ , ફળીયું , ચોરો , પાદર , નેળીયું , રોંઢા , સીમ - સીમાડા , જેવાં અનેક સ્થળોનાં ચિત્રો આધુનિકતાની સાવરણીથી જાણે ભૂંસાઈ રહ્યા હોય તેવી પીડા , આ નિબંધોનો સ્વાંગ છે . લેખકે બીજા પણ કેટલાંક નિબંધ સંગ્રહો રચ્યા છે . આ નિબંધોની શૈલી અને તેની રચનાતંત્ર નિબંધનું આગવું લક્ષણ બની રહે છે . શહેરી કરણની અનિવાર્યતા અને મનગમતું ગામડું છૂટી રહ્યાંનો બેવડો ભાવ આ નિબંધનો મુખ્ય ભાવ છે . એક આખી ગ્રામસંસ્કૃતિ લુપ્ત થઈ ચૂકી છે તે અંગેની તીવ્ર પીડા અનુભવતા મણિલાલ હ . પટેલનો આ નિબંધ સંગ્રહ લલિતનિબંધમાં મહત્વપૂર્ણ સીમાચિન છે . 

દિગદિગંતઃ પિટિશન ગુપ્તા : - નિબંધના વિકાસક્રમમાં કોઈ લેખિકાનું પ્રદાન આપડ્યા માટે ગૌરવપ્રદ બાબત હોવી જોઈએ . એમાં પણ પ્રિતિસેન ગુપ્તા જેવી લેખિકા મળે તો તો સોનામાં સુગંધ ભળે , નિત્ય - પ્રવાસી વ્યકિત્વ ધરાવતી પ્રિતિસેન ગુપ્તા વિશ્વના લગભગ બધાં જ સ્થળો જોઈ શકયા છે . તેમનાં આ હિમ્મત અનુભવોનો નિચોડ તેમના નિબંધ ' દિગદિગંતમાં ' દેખાય છે . દસે દસ દિશામાં વિસ્તરવાની જેની નેમ છે તેવી પ્રિતિસેન ગુપ્તામાં આ નિબંધો એટલા માટે બીજા નિબંધોથી જુદાં પડે છે કે ફકત તેના ભાથાનો આડમ્બર નહી , પરંતુ અનુભવની સચ્ચાઈ છે . એક - એક સ્થળ તેણે જોયું છે તેણી ટાઢ - તડકો સહ્યા પછી આ નિબંધ લખ્યા છે . તે કાકાસાહેબનો સમર્થ અનુગામી નીવડે છે . 

અરૂપ સાગરે રૂપ રતન – યજ્ઞેશ દવેઃ લલિત નિબંધોમાં વિકાસક્રમમાં એકદમ નવું . નક્કોર નામ યજ્ઞેશ દવે છે . તેમનાં નિબંધ સંગ્રહ ' અરૂપ સાગરે રૂપ રતન ' લલિત નિબંધોનો ઉત્તમ સંગ્રહ છે . તેમની નિબંધ શૈલી ઘણા અંશે મણિલાલ અને ભોળાભાઈનાં નિબંધને અનુસરે છે . તેમાં એક પ્રકારની તાજગી અને એક પ્રકારની નવીનતાનો અનુભવ થાય છે . આમ , યજ્ઞેશ દવેની આ નિબંધકૃતિ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કરી શકે છે . 

ઉપસંહાર : -દલપતરામનાં ભૂત નિબંધ તથા નર્મદનાં ' મંડળી મળવાથી થતા લાભો'થી આરંભાયેલી અર્વાચીનની વિકાસ રેખા તૂટક તૂટક છતાં મક્કમ ગતિએ આગળ ધપી રહે છે . કાકાસાહેબ કાલેલકર , સ્વામી આનંદ , કિશનસિંહ ચાવડા જેવાં નિબંધકારો તેમાં ઠીક - ઠીક પ્રદાન કરે છે . તો જયોતિન્દ્ર દવે આ નિબંધને જુદી દિશા આપવામાં સફળ થાય છે . વળી , અનુગાંધી યુગીન સમયમાં સાહિત્ય મંદ પડવા લાગે છે . પરંતુ , આધુનિક યુગમાં આરંભેલા લલિતનિબંધના આ જ્ઞાનયજ્ઞમાં એવા અગ્નિ હોત પ્રાપ્ત થાય છે જે લલિત નિબંધની વેદિમાંથી સર્જનાત્મકતાને બહાર લાવવામાં સફળ નિવડે છે . દિગિશ મહેતા , ભોળાભાઈ પટેલ , મણિલાલ હ . પટેલ , પ્રિતિસેન ગુપ્તા , અને યજ્ઞેશ દવે જેવા લલિતનિબંધ ના વિકાસમાં મહત્વપૂર્ણ પ્રદાન કરી આ સ્વરૂપનો વિકાસક્રમ પૃષ્ઠ કરે છે .