પૂર્વ ભૂમિકા: – આધુનિક ગુજરાતી સાહિત્યનો પ્રમુખ ધર્મ પ્રયોગ EXPERIMANT રહ્યો છે . વાસ્તવમાં આધુનિક સાહિત્ય પ્રયોગધર્મી છે . તેનો મનુષ્ય જીવનમાં આર્વિભાવ પરંપરાના વિશે અને પ્રયોગનાં સત્કારથી થયેલો છે . પરિણામે સમગ્ર આધુનિક સાહિત્યનું વલણ પ્રયોગવાદી જણાય છે . ભિન્ન - ભિન્ન આધુનિકોએ સાહિત્યક્ષેત્રે આધુનિકતાની સંવેદનાથી સંચિત થઈને અહીં લાક્ષણિક અને અભૂતપૂર્વ પ્રયોગ કર્યા છે . પરંતુ વિસંવાદિતા એટલે કે ABSURDITY આમ નહી કહી શકાય . અહીં સૌ પ્રથમ તો એ સ્પષ્ટતા જરૂરી છે કે , એબ્સર્ડનાં પ્રયોગો થઈ શકતા નથી એબ્સર્ડ તો હોય ! મનુષ્ય જીવનનાં પ્રત્યેક તબક્કામાં તેનાં અસ્તિત્વની એક - એક ક્ષણમાં એબ્સર્ડ હયાત હોય છે . અહીં આપણે એબ્સર્ડ અને સાહિત્યમાં રજૂ થયેલાં એબ્સર્ડનાં તત્વો વિશે ચર્ચા કરીશું
એબ્સર્ડ વિશે માર્ગ અને કામ્યુ : - એબ્સર્ડ સંજ્ઞાનો સૌ પ્રથમ વિચાર કર્યા પોલ સાત્ર નામનાં તત્વ ચિંતકે કર્યો હતો . જેનો અર્થ થાય છે વિસંવાદિતા . અર્થશૂન્યતા , નિરર્થકતા , સાત્રેએ કહ્યું હતું કે , મનુષ્ય જીવન એબ્સર્ડથી ભરાયેલું છે . અહીં મનુષ્યનો જન્મ પણ એક પ્રકારનાં એબ્સર્ડથી થાય છે . કારણકે જન્મદેતી વખતે તેને જન્મ લેવા અંગે સંમતિ લાવામાં આવતી નથી કે જન્મ લેવા અંગેના કોઈ વિકલ્પો અપાતા નથી . માટે સાસ્ત્ર કહે છે કે , માણસ આ દુનિયામાં ફેંકાયેલો છે . માણસ ધારે છે કાંઈક અને થાય છે કાંઈક , એનું જ નામ ABSURD પરંતુ આમ્બેર કામ્યુ નામનાં ફ્રેંચ લેખકે ABSURD સંસારને સ્પષ્ટ કરવા વધુ અસરકારક ભૂમિકા ભજવી હતી . તેણે THE MITH OF CHICHIFASH નામનો નિબંધમાં ચીક પાત્ર શીશી ફસનો ઉપયોગ કરી કામ્યુએ ABSURDITY સ્પષ્ટ કરતી હતી . તો OUESIDER નામની નવલકથા દ્વારા તેને આ સંંજ્ઞાની બધી જ અસંદિગ્ધતા દૂર કરી હતી . ABSURD વિશે તેણે ફકત એક જ વાકયમાં ખૂબ સરસ સ્પષ્ટતા કરી છે કે , નિશ્ચિત વાત ફકત એટલી છે કે બધુ અનિશ્ચિત છે . આમ , સાસ્ત્ર અને કામ્યુના એબ્સર્ડ વિશેના વિચારોમાંથી આ વિચારધારાનો જન્મ થયો હતો તેને સ્પષ્ટ કરવા સેમ્યુઅલ બેકેટનાં નાટક ' વેઈટીંગ ફોર ગોદો ' એ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી . હવે આપણે ગુજરાતી સાહિત્ય પ્રગટેલી વિસંવાદિતાને મૂલવીએ .
આધુનિક ગુજરાતી સાહિત્યમાં ABSURD : - આપણે જેને ABSURD કહીએ છીએ એ તત્વને ઘણાં આધુનિક લેખકો પોતાની સાહિત્યકૃતિમાં દર્શાવ્યું છે . ખાસ કરીને નાટક , નવલકથા , અને એકાંકી જેવા સાહિત્ય સ્વરૂપોમાં આ તત્વ વધુ અસરકારક રીતે દેખાય છે . ગુજરાતી સાહિતયક્ષેત્રે લાભશંકર ઠાકર , ચીનમોદી , શ્રીકાન્ત શાહ , આદિલ મન્સુરી , અને ઈન્દુ પવાર જેવાં નાટકો અત્યંત સભાનપણે પોતાની નાટયકૃતિ ABSURD પ્રયોજે છે .
સુભાષ શાહ અને લાભશંકર ઠાકરનાં નાટક ' ' એક ઉદર " અને જદુનાથ નાં કામુ નાં નાટક Cross Purpose જેવી વિસંવાદિતા રજૂ કરાઈ હતી .
તો લાભશંકર ઠાકર નાં ' પીળું ગુલાબ અને હું ' નામનાં નાટકમાં રંગભૂમિની ધંધાદારી અભિનેત્રી સંધ્યા ના જીવનની ABSURDITY દર્શાવવામાં આવી છે .
એવી રીતે " બાથટબમાં માછલી " નામનાં નાટકમાં મનુષ્ય જીવનની અર્થ શૂન્યતાનો પરિચય અપાયો છે .
આદિલ મન્સુરી નાં નાટક " પેન્સિલની કબર " અને " " મિણબત્તી અને ગોળ કબર " , " ચોરસ ઈડા ' માં પણ અર્થ શૂન્યતા નાં પડળો ખોલવાનો પ્રયત્ન થયો છે .
શ્રીકાન્ત શાહનું " તીરાડ " નાટક સંપૂર્ણપણે ABSURD કહી શકાય એવું નાટક છે .
તો ચીનુ મોદીનાં " હુકુમ માલિક " જેવાં એકાંકીમાં જ તત્વ દેખા દે છે . નાટક ઉપરાંત લઘુ નવલ ક્ષેત્રે ABSURD નાં અનેક સભાન પ્રયત્નો આપણે ત્યાં થયા છે .
મધુરાય , રાધેશ્યામ શર્મા , જયોતિષ જાની અને શ્રીકાન્ત શાહ , મધુરાયે " ચહેરા " નામની લઘુનવલ માં ગંતવ્યસ્યુલ થયેલા .
કથાનક ' હું ની સ્ત્રીઓ સાથેના સંબંધો માં ઉદ્ભવતી એકલતા અને વિષાદ નાં તત્વને ઘૂંટવામાં આવ્યું છે .
રાધેશ્યામ શર્માની ' ફેરો ' , જયોતિષ જાની ની " સાંકડીયે ચઢી ચાલ્યા હસમુખલાલ " શ્રીકાન્ત શાહ ની " અસ્તિ " અને કિશોર જાદવ ની " નિશાસૂક " માં આ તત્વ જોવા મળે છે . કેટલીક ટૂંકીવાર્તા માં પણ એબ્સર્ડ દેખા દે છે . જેમ કે , મધુરાયની " ધારો કે " , ઘનશ્યામ દેસાઈ ની ' ' કાગડો ' , સુરેશ જોષીની " રાક્ષસ " અને કિશોર જાદવની " મદદનીશ " જેવી વાર્તાઓ માં આ વલણ પ્રગટયું છે . આમ , ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ પોતાની સાહિત્ય કૃતિ માં એક પ્રયોગ સ્વરૂપે ABSURD નો આગ્રહ રાખતો હોય એમ જણાય છે . અહીં પુનઃ એ સ્પષ્ટતા અનિવાર્ય બને છે કે આપણા સાહિત્યમાં ABSURD જીવન ના એક પરમતત્વ તરીકે નહી ; પણ એક પ્રયોગ તરીકે પ્રગટયું હતું અને કદાચ એ કારણો સર જ ' આઉટ સાઈડર ' , ' વેઈટીંગ ફોર ગોદો ' જેવી સાહિત્યની કૃતિઓની તુલનાએ ગુજરાતી સાહિત્યમાં પ્રગટેલું ABSURD નિસ્પ્રાણ લાગે છે .
ઉપસંહાર : - ABSURD એક એવું તત્વ છે , મનુષ્ય જીવનમાં વ્યાપ્ત રહેલું છે . દરજી પાસે જોડા અને મોચી પાસે કપડા સીવડાવવા જેવું કામ એટલે ABSURD . વાસ્તવ માં આ સંજ્ઞા માત્ર સંજ્ઞા નથી , પરંતુ એક વિચાર છે . એક વિચારધારા છે . તે માનવ જીવન નું એક એવું સત્ય છે જેની પકડ માંથી છટકી શકાતું નથી . ABSURD જેટલું એક ગરીબને સ્પર્શે છે તેટલું જ એક શ્રીમંતને અસર કરે છે . સાહિત્યમાં આ ને કોમ્યુ . બ્રકેટ અને રેમ્બો જેવાં સાહિત્યકારોએ વાચા આપી હતી . તો ગુજરાતી સાહિત્યક્ષેત્રે પણ આ તત્વનાં પ્રયોગો આધુનિક સંદર્ભમાં લાભશંકર ઠાકર , ચીનમોદી , આદિલ મન્સુરી , શ્રીકાન્ત શાહ , મધુરાય અને કિશોર જાદવ જેવા સર્જકોએ કર્યા હતા .
0 ટિપ્પણીઓ