✔ ટૂંકી વાર્તા વિશે સવિસ્તાર વર્ણવો .
પૂર્વભૂમિકા – અર્વાચીન ગુજરાતી ટૂંકીવાર્તા અંગ્રેજીની SHORT STORY – ગુજરાતી સ્વરૂપ છે . વિશ્વની પ્રથમ ટુંકીવાર્તા એડગર એલન પોની ' ઓવરકોટ'ને ગણવામાં આવે છે . ગુજરાતીની પ્રથમ ટૂંકીવાર્તા એ રીતે ' મલયાનીની ગોવાલણી ' વાર્તા છે . પરંતુ વાર્તા સ્વરૂપ આપણે ત્યાં અંગ્રેજોના આગમન પૂર્વે અસ્તિત્વ ધરાવતું હતું . વિવિધ જાતક કથાઓ , હિતોપદેશ , પંચતંત્ર અને કથાસરીત સાગરની વાર્તાઓએ અનેક પેઢીઓનું સંસ્કારસિંચન કર્યુ છે . પરંતુ આપણે જેને ટૂંકીવાર્તા એટલે કે SHORT STORY કહીએ છીએ તે વારતા કરતાં જુદું જ સ્વરૂપ છે . ધૂમકેતુ કહે છે , તેમ ટૂંકીવાર્તા એટલે ' તણખો' SPARK ક્ષણાર્ધનો ક્ષેત્ર વિસ્તાર ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ રામનારાયણ વી . પાઠક , સુન્દરમ , મેઘાણી , પન્નાલાલ પટેલ , ગુલાબદાસ બ્રોકર , જેવા જૂની પેઢીના અનેક વાર્તાકારોએ આ વાર્તામાં ખેડાણ કરીને ટૂંકીવાર્તાના વિકાસક્રમમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે . પરંતુ અનુગાંધીયુગ અને આધુનિક યુગની ટૂંકીવાર્તામાં પરંપરીત ટુંકીવાર્તા કરતાં લાક્ષણિક રીતે જુદી પડે છે . આપણે અનુગાંધીયુગથી આજ સુધીની ગુજરાતી ટૂંકીવાર્તાનો વિકાસક્રમ સમીક્ષાત્મક રીતે તપાસીએ .
નવી ટૂંકીવાર્તાઃ ઉર્ધ્વગામી આલેખ : - ગુજરાતી ટૂંકીવાર્તાને જો ઐતિહાસિક રીતે મૂલવીએ તો તેને બે વર્ગમાં વિભાજીત કરી શકાય . પરંપરાક્રમક વાર્તાઓ અને નવી વાર્તાઓ . એ પૂર્વ ધૂમકેતુ , રા.વી. પાઠક , સુન્દરમ , અને પન્નાલાલ પટેલની વાર્તાઓ કરતા સ્વાતંત્ર્યોત્તરની વાર્તાકારોની ટૂંકીવાર્તાઓ બિલકુલ ભિન્ન પ્રકારની છે . વિષયવસ્તુ CONTENT અને પ્રવિધિ TECHNIQUE બંનેની દૃષ્ટિએ નવી ટૂંકીવાર્તા દ્વિગતિ નો ઉર્ધ્વગામી આલેખ ધરાવે છે . આપણે અનુગાંધીયુગથી માંડીને આજ સુધીની નવી ટૂંકીવાર્તાને મૂલવીએ .
આલેખની સમજૂતી : – મિત્રો , અહીં કોમ્યુટરની મર્યાદાને કારણે આ પ્રમાણે આલેખ દોરેલ છે . જેની સમજૂતી નીચે પ્રમાણે છે . આપે તો પરીક્ષામાં તેની વાસ્તવિક નામો સાથે જ દોરવો .
ઉપરનાં આલેખનું વિશ્લેષણ કરીએ તો ગુજરાતી ટૂંકીવાર્તાનો વિકાસકમ અને અનુગાંધી યુગ થી માંડીને આજ સુધીની ટૂંકીવાર્તામાં કેવા - કેવા વલણો પ્રગટયા તેનો ઐતિહાસિક અભ્યાસ થઈ શકે છે . હવે આપણે ઉપરનાં આલેખનું સમીક્ષાત્મક વિશ્લેષણ કરીએ .
જીન્સી આવેગની વાર્તાઓ : - ધૂમકેતુએ ગુજરાતી ટૂંકીવાર્તામાં બહુ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ફાળો આપ્યો હતો . પછીના કેટલાય સમય પછી ધૂમકેતુના પ્રભાવ હેઠળ વાર્તાકારો વાર્તા સર્જન કરતા , જેમાં લાગણીશીલતાનું પ્રાધાન્ય હોય સુન્દરમ , પન્નાલાલ , વગેરે લેખકો નો સમાવેશ એ જૂથની વાર્તાઓમાં કરી શકાય . પરંતુ જયંત ખત્રીનાં આગમનથી ગુજરાતી ટૂંકીવાર્તાનું સ્વરૂપ બદલાય છે . અહીં લાગણીશીલતાના કારણે માણસનાં જીન્સી આવેગનાં કારણે વાર્તાનો કથ્ય વિષય બનાવાય છે . પરંતુ ગુજરાતી ટૂંકીવાર્તાનાં વિષયવસ્તુ , અભિવ્યકિત અને રચનાતંત્રમાં જયંત ખત્રી દ્વારા અપૂર્વ પરિવર્તન આવે છે . ' લોહીનું ટીપું ' , ' તેજગતિ - ધ્વનિ ' , ' માટીનો ઘડો ' , ' ખીચડી ' , અને ' હીરોખુંટ ' જેવી વાર્તાઓ પરંપરા પરક ટૂંકીવાર્તાથી ભિન્નત્વ ધરાવે છે . આ જૂથની વાર્તામાં ખત્રી પછીનું નામ ચુનીલાલ મડીયા છે . તેમનાં ' ઘૂઘવાતાં પૂર ' , ' શરણાઈના સૂર ' , જેવા વાર્તાસંગ્રહમાં ખત્રી પ્રણીત નવી ટૂંકીવાર્તાની પરંપરાનું અનુસરણ જોવા મળે છે . ' કમાઉ દિકરો ' વાર્તામાં પશુના પશુપણા અને મનુષ્યની સંવેદનશીલતાનો નૈસર્ગિક વિરોધ કલાત્મક રીતે આલેખાયો તો કાળી રાત , કાળી શિશ , કાળી ઓઢણી જેવી વાર્તાઓમાં મળ્યાએ જયંત ખત્રીએ પ્રવર્તાવેલી નવી ટૂંકીવાર્તાનું અનુસરણ કર્યુ છે . જયંત દલાલ પણ આ જૂથનાં મહત્વપૂર્ણ વાર્તાકાર ગણાવી શકાય . ચંદ્રકાન્ત બક્ષી , અને રઘુવીર ચૌધરીએ આધુનિકતાની કેટલીક સંકેતો આપનારી ટૂંકીવાર્તા રચી છે . આમ , અનુઆધુનિક યુગની આસપાસના મનુષ્યના આ જીન્સી આવેગ આલેખવામાં વ્યસ્ત જણાય છે.
ડો . સુરેશ જોષીનું આગમન : ગુજરાતી ટૂંકીવાર્તાનાં રૂપનિર્મિતમાં ગૃહપ્રવેશ : મલિયાનીલ થી અનુગાંધીયુગ સુધીનાં વાર્તાકારોની વાર્તાઓ સરવાળે તો જૂની ટૂંકીવાર્તાના એક વ્યાપક જૂથમાં સમાય જાય છે . કારણે કે ડો . સુરેશ જોષી તંદ્ર નવી જ દૃષ્ટિથી અને સંપ્રજ્ઞાત અભિગમથી આધુનિક ટૂંકીવાર્તા Modern Short Story ની રચના કરે છે . ડો . સુરેશ જોષી વાર્તા માંથી કથાનકની રૂપનિર્મિતિને મહત્વ આપે છે . પરિણામે ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે ઘટનાતત્વનાં લોપની એક અભૂતપૂર્વ ઝુંબેશ આરંભાય છે . ડો . સુરેશ જોષી કથાનકે કે ઘટનાને બદલે રૂપનિર્મિતિ એટલે કે , સર્જનાત્મક ભાષા , કલ્પન , પ્રતિક , પુરાકલ્પન , કપોળ કલ્પના , જેવા તદ્દન નવ્યવિભાવો , ટૂંકીવાર્તામાં પ્રયોજવાનો આગ્રહ રાખે છે . સ્વયં તેમણે ગૃહપ્રવેશ , ' અપિચ ' બીજી થોડીક અને નતત્ર સૂર્યોભાતી જેવા વાર્તા સંગ્રહોમાં બધાં જ નવા વિભાવો પ્રયોજે છે . રાક્ષસ , અવગતી ગમન , થીગડું , કૃષ્ણ જન્મોત્સવ જેવી વાર્તાઓ એ રીતે આપણને આધુનિક ટૂંકીવાર્તાનો પરિચય આપે છે .
બાન્સી નામની એક છોકરી : મધુરાય : - ડો . સુરેશ જોષીએ આરંભેલી આધુનિક ટૂંકીવાર્તામાં એક સમર્થવાર્તાકાર તરીકે મધુરાયનું નામ લેવું પડે . તેમણે વાર્તાક્ષેત્રે જેટલાં અને જેવાં પ્રયોગો કર્યા છે તેટલાં અને તેવા પ્રયોગો ભાગ્યે જ બીજો ગુજરાતી વાર્તાકાર કરી શકશે ! બાન્સી નામની એક છોકરી એ રીતે ગુજરાતી ટૂંકીવાર્તાનાં આધુનિક અવતારનું ઉત્તમ દષ્ટાંત છે . ' ઈટોનાં સાત રંગ ' , ' કાચની સામે કાચ ' , ' કાન્ત ' , ધારો કે ' , ' બાન્સી નામની એક છોકરી ' , ' મોરે પિયા ગયે રંગુન ' જેવી વાર્તાઓમાં મધુરાયે કપોળ કલ્પનાં FANTCY જેવાં તત્વોને ખૂબ જ સર્જનાત્મક રીતે પ્રયોજયા છે . આ ઉપરાંત મધુરાયે ' હોર્મોનિકની જાણીતી રચના છે . એ રીતે નવી ટૂંકીવાર્તાનાં વિકાસમાં મધુરાય મહત્વપૂર્ણ પ્રદાન કરે છે .
કિશોર જાદવ : આંતરચેતના પ્રવાહની વાર્તાઓ : - નવી ટૂંકીવાર્તામાં સુરેશ જોષી અને મધુરાય પછી અગત્યનું નામ કિશોર જાદવનું છે . કિશોર જાદવ ગુજરાતી ટૂંકીવાર્તાને બિલકુલ નવું જ પરિમાણ અર્પે છે . ખાસ કરીને ભાષાનાં સ્તરે કિશોર જાદવની વાર્તાઓ સમગ્ર ગુજરાતી વાર્તામાં જુદી તરી આવે છે . ગુજરાતી ગદ્યનું સામર્થ્ય પણ સૌ પ્રથમ વખત કિશોર જાદવની વાર્તામાં પ્રગટે છે . કંઈક અંશે દૂર્બોધ કહી શકાય એવી રચનાતંત્ર ધરાવતી આ વાર્તા સંપૂર્ણપણે બિનપરંપરાગત વાર્તા છે . તેમાં ઘટનાતત્વ મૂશ્કેલીથી હાથવગું થાય છે . એટલું જ નહિ , આ વાર્તામાં એક પ્રકારનો આંતરચેતના પ્રવાહ કે સરરીયલનું તત્વ જોવા મળે છે . હિપોપોટેમસનાં ખેલ , લીલા પથ્થરો વચ્ચે ચમત્કારી પુરુષ , કોરીડોગ , મદદનીશ જેવી વાર્તાઓમાં કિશોર જાદવે પોતાનાં વાર્તાકાર તરીકે શકિત સામર્થ્યનો પરિચય તો આપ્યો જ છે સાથો - સાથ ગુજરાતી ટૂંકીવાર્તાને કલાત્મકતાનાં કેટલાંક અપૂર્ણ અને નાવીન્ય સભર ધોરણો પણ પ્રાપ્ત કરાવ્યા છે . જો ગુજરાતી ટૂંકીવાર્તાને સંપૂર્ણપણે આધુનિક ગણાવવી હોય તો એક માત્ર નામ કિશોર જાદવનું છે .
અનુઆધુનિક યુગની વાર્તાઓ : ગુજરાતી ટૂંકીવાર્તાનો નવો વળાંક : આધુનિકયુગની વાર્તાઓમાં સુરેશ જોષી , મધુરાય , કિશોર જાદવ આ ત્રણ નામો મુખ્ય છે . પરંતુ આ સમયનાં અન્ય નોંધપાત્ર વાર્તાકારોમાં પ્રબોધ પારેખ ( તમે ) , ઘનશ્યામ દેસાઈ ( કાગડો ) , મહેશ દવે ( ચિત્તો ) , ચીનુ મોદી ( ડાબી મુઠ્ઠી જમણી મુકી ) વિભૂત શાહ દિકરીઓ પર વસંત બેઠી છે . ) જેવા બીજા કેટલાંક નામો ઉમેરી શકાય , પરંતુ 1980 સુધીમાં આધુનિકતાનું પુરજોશથી આરંભાયેલું તોફાન સમવા લાગે છે . અને ધીમે ધીમે અનુઆધુનિક POST MODERN સંવેદન સમગ્ર સાહિત્યમાં દેખાવા લાગે છે . એ રીતે ગુજરાતી ટૂંકીવાર્તા પણ એક નવો જ વળાંક ધારણ કરવા લાગે છે . આ ગાળાના લેખકો ફરી વખત ઘટનાનો સહારો લે છે . અને ઘટનાં સાથે – સાથે આધુનિક પદ્ધતિને સ્વીકારે છે . પરિણામે અનુઆધુનિક સમયની વાર્તાઓમાં આધુનિક યુગની વાર્તાઓ જેવી મર્યાદા નથી દેખાતી . બબ્બે વાર્તા સંપૂર્ણપણે ' વાતો ' બનવા લાગે છે . આ નવી વાર્તાઓમાં ફરી વખત ગ્રામચેતના અને વૃતિઓની વાત થવા લાગે છે . વાર્તાની ભાષા પણ શિષ્ટ ગુજરાતીને બદલે જુદી - જુદી લોકબોલીમાં પરિણમે . અનુઆધુનિક વાર્તાકારોમાં મણિલાલ . હ . પટેલનું છે . તેમણે ' રાતવાસો ' અને ' માટીવટો ' એમ બે વાર્તા સંગ્રહો દ્વારા ગુજરાતી ટૂંકીવાર્તાને નવી જ દિશા આપી છે . જાતિયતા અને ગામ છોડી નગરમાં સ્થાયી થયેલાં નાગરિકોની વિચ્છેદની પીડાં દર્શાવતી વાર્તા રચી છે . આ વાર્તાઓ માં કથાનક યોગ્ય રીતે પ્રયોજાયું છે અને સાથો – સાથ તેમાં રૂપનિર્મિત પણ થયેલી છે . દા.ત. , ' કાચળી ' , ' છેલ્વે સ્ટેશન ' , ' બદલી ' જેવી વાર્તાઓમાં લેખકે પ્રતિક વિધાન , કલ્પનો , વગેરેનો ઉપયોગ કરી સંધિત વાર્તા રચી છે . અનુઆધુનિક વાર્તાકારોમાં સમુન શાહ ( જેન્તી હંસા સીમ્ફની ) જોસેફ મેકવાન , વિનેશ અંતાણી મહત્વપૂર્ણ વાર્તાકારો છે . આધુનિક વાર્તાકારો ગુજરાતી ટૂંકીવાર્તાને બિલકુલ નવો જ વળાંક આપે છે .
નારી ચેતનાની વાર્તાઓ : - અનુઆધુનિક સમયની વાર્તાઓમાં એક મહત્વપૂર્ણ પડાવ નારી ચેતનાની વાર્તાઓ છે . નારી મુકિતનાં વૈશ્વિક આંદોલનનાં એક પ્રત્યાધાત સ્વરૂપે ગુજરાતી ટૂંકીવાર્તામાં પણ નારીવાદી વલણો પ્રગટે નારી સાથે થતા અન્યાય , નારીની પીડા અને પુરુષ દ્વારા થતા અત્યાચારોની અનેક વાર્તાઓ આ ગાળામાં રચાય છે . તેમાં મુખ્યનામ છે હિમાંશી શેલતનું તેમણે ‘ અંધારી ગલીમાં સફેદ ટપકાં ' અને ' એ લોકો ' જેવાં વાર્તા સંગ્રહો દ્વારા નારીવાદી વાર્તાઓ રચી છે , નિકાલ , બારવું , ચુડેલનો વાંસો , એમની કેટલીક સીમાચિહનરૂપ વાર્તાઓ છે . આ ઉપરાંત ' કાગળની હોડી ’ ( કુન્દનિકા કાપડીયા ) ' મારે પણ એક ઘર હોય ' ( વર્ષા અડાલજા ) ' બળવો બળવી ’ ( ઈલા આરબ મહેતા ) મહત્વપૂર્ણ લેખિકાઓ છે . સરોજ પાઠક અને સુવર્ષારાયના નામો પણ નારીવાદી વાર્તાકાર તરીકે આદરપૂર્વક લેવા પડે .
દલિત ચેતના ની વાર્તાઓ : - મલિયાનીલથી આરંભાયેલી ગુજરાતી ટૂંકીવાર્તાનો આ હમણાં જ છૂટેલો , છેલ્વે સ્ટેશન છે . દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહી નેલ્સન મંડેલાની 27 વર્ષમાંથી કારાવાસમાંથી મુકિત અને રાષ્ટ્રપ્રમુખપદે બિરાજવું આ બે ઘટનાં સમગ્ર વિશ્વના દલિતોની ચેતનાને ઝંકૃત કરે છે . વર્ષોથી જેમનું દમન થયું હતું તેવો દલિત વર્ગ અચાનક પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા લાગે છે . ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે પણ દલિતચેતનાનું આ વલણ પ્રગટે જ છે . તેમાં મુખ્ય નામ મોહન પરમારનું છે . ' કુંભી ' અને ' નકલંક'ની વાર્તાઓમાં દલિતચેતના જોવા મળે છે . હરીશ મંગલમ , દલપત ચૌહાણ અન્ય નોંધપાત્ર વાર્તાકારો છે .
ઉપસંહારઃ આજની સાંપ્રત ટુંકીવાર્તાની પરિસ્થિતિઃ- નવી ટૂંકીવાર્તાને જયંત ખત્રીના બિંદુથી આલેખાત્મક રીતે જોઈએ તો તેમાં એક પ્રકારનું ઉધ્વગમન જોવા મળે છે . સુરેશ જોષી ઘટનાં તત્વનાં લોપ અને રૂપનિર્મિત પર ભાર મૂકે છે . મધુરાય કપોળ કલ્પનો , કિશોર જાદવ , પરાવાસ્તવ , મણિલાલ હ .પટેલ અનુઆધુનિક સંવેદન , હિમાંશી શૈલત - નારીચેતના અને મોહન પરમાર દલિત ચેતના , દર્શાવે છે . પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તા નો આ વિકાસક્રમ કયાંય અટકતો નથી . તેમાં નીત નવીન ઉન્મેષો પ્રગટયા જ કરે છે . એ સંદર્ભમાં ટૂંકીવાર્તાને મૂલવીએ તો ' માય ડિયર જયું ' ( જીવ ) , અનિલ વ્યાસ ( ભૂખ ) , રમેશ દવે ( શબવતુ ) , નીતિન ત્રિવેદી (કાગડો સ્માર્ટ છે. ) જેવા વાર્તાકારો ગુજરાતી ટૂંકીવાર્તાને એક નવી જ ક્ષિતિજ તરફ લઈ જવાનો સનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે .

0 ટિપ્પણીઓ