આધુનિક ગુજરાતી સાહિત્યક્ષેત્રે જો કવિતાનો સનિષ્ટ સર્જક સિતાંશુ યશશ્ચંદ્ર હોય તો કથાત્મક FICTIONAL સાહિત્યક્ષેત્રે એ નામ છે . મધુસુદન સ્થાપન (1942 ) ને આપણે સામાન્ય રીતે મધુરાય તરીકે ઓળખીએ છીએ . ભારતમાં થયેલાં સાહિત્યક્ષેત્ર નાં આંદોલનનો આ એક એવો સુત્રધાર છે જેમણે આધુનિક ગુજરાતી સાહિત્યમાં નિસ્બત પૂર્વક ની આધુનિકતા દર્શાવી છે . 1967 માં આકંઠ સાબરમતીનાં સ્થાપક મધુરાયે સુરેશ જોષી પ્રણિત આધુનિક સાહિત્યનાં ઘડતરમાં જબરદસ્ત પ્રદાન કર્યુ છે . 1970 માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને 1999 માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા આ એક પ્રયોગશીલ અને સાહસિક સર્જક છે . પોતાનો સ્વાકીયશૈલીથી નાટ્યાત્મક પરિસ્થિતિ નું નિર્માણ કરી શકવાનાં આ નિષ્ણાંતે વાર્તા , નવલકથા , અને નાટક એ ત્રિવિધ સ્વરૂપમાં માતબર પ્રદાન કર્યુ છે . આપણે તેની સાહિત્ય સેવાનો સમીક્ષાત્મક પરિચય મેળવીએ .

 મધુરાયની સાહિત્યકૃતિઓ : 

ટૂંકી વાર્તા : - ( 1 ) બાંસી નામની એક છોકરી ( 2 ) કાલસર્પ ( 3 ) રૂપકથા (4 ) અશ્વત્થામાં

 નવલકથા :-( 1 ) ચહેરા , ( 2 ) કલ્પતરું ( 3 ) કિંમ્બલ રેવન્સ વૂડ ( 4 ) સભા ( 5 ) સાપબાજી ( 6 ) કામિની

 નાટક : ( 1 ) કોઈ પણ એક ફુલનું નામ બોલ તો ? ( 2 ) કુમારની અગાશી ( 3 ) સંલગલિ

 તાજેતરમાં : - કૌઉત્ક 

હવે આપણે તેમની સાહિત્ય રચનાનો વિસ્તૃત પરિચય મેળવીએ .

 મધુરાયની નવલકથાઓ : વિષાદ કે અવસાદના ભાર વિનાની અસંગત વસ્તુઓની સહોપરિસ્થિતિ : - મધુરાયમાં એક સર્જક તરીકેની ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવેશ તે ગુજરાતી નાટયાત્મક બહુ જ વ ૨ લ અને મહત્વપૂર્ણ ઘટના છે . ગોવર્ધનરામ , મુનશી , પન્નાલાલ , ધૂમકેતુ , જેવા કથા સર્જકોની તુલનાએ મધુરાય વિષયવસ્તુ અને રચનારીતિની દૃષ્ટિએ બીલકુલ આધુનિક દૃષ્ટિ ધરાવે છે . એક નવલકથા તરીકે તેઓ સુરેશ જોષીની જેમ ઘટનાતત્વનો લોપ કરતાં નથી , ઘટનાનો SPRING BOARD પ્રયોગ કરી એક ઉચ્ચ કલાવિધાન ધરાવતી નવલકથા રચે છે . તેમની નવલકથા કલાને જો એક વાકયમાં મૂલવવી હોય તો એમ કહી શકાય કે , તેમની નવલકથામાં વિષાક કે અવસાદનો ભાર નથી હોતો પરંતુ આ તદન અસંગવસ્તુની સહાપરિસ્થિતિ JUST A POSITION હોય છે . તેમની પ્રથમ નવલકથા ' ચહેરા ' 1966 માં પ્રગટ થાય છે . ' ચહેરા’નો નાયક નિષાદ છે . અહીં ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રથમ વખત નાયકનાં વર્તનમાં વિનાયક ANTIHERO જણાય છે . તે સરસ્વીચંદ્રની જેમ જાતે રંગાયા વિના સંસારના રંગને જુએ છે . તે ચિત્રકાર છે પણ તે પહેલા માણસ છે એમ કહીને માણસ તરીકે જીવવા માંગે છે . પરંતુ તેને સતત એવું અનુભવાય છે કે માણસે પ્રસંગે પ્રસંગે પહેરાતા પોષાકની જેમ ' ચહેરા ' પહેરવા પડે છે . જીંદગીનાં અનુભવે તેને સમજાય છે કે , નીતિ , સિદ્ધાંત , સત્ , વગેરે માત્ર શબ્દ છે . માણસનાં જીવન સાથે કોઈ મેળ નથી . ખૂબ જ તરસ્યો માણસ પાણીમાં ખાલી પ્યાલાને ચૂસે , બચીઓ ભરે તેનું નામ આપી સ્ટ્રીટ વોકરને લાવવા માટે જયાં તેની પ્રેમ કરવાની શકિત ક્ષીણ થઈ જાય છે . અહીં લેખકે ભાત - ભાતનાં ચહેરા દર્શાવ્યા છે . અકુદરતથી કંટાળેલો આ માનવ જીવનનાં આધાત જનક અનુભવો પછી , પુસ્તકો , ચિત્રો વગેરેને આગ ચાપી હિમાલય તરફ જવા નીકળી પડે છે અસ્તિત્વવાદી વિચાર ધારાને ઘટનાઓનાં ટુકડાઓ દ્વારા ગોઠવીને મધુરાયે આ નવલકથામાં મોન્ટાજનો ઉપયોગ કર્યો છે . મધુરાયની બીજી મહત્વપૂર્ણ નવલકથામાં ' કામિની ' ( કોઈ એક ફુલનું નામ બોલો તો ? ) નાટક પરથી રૂપાંતરીત થયેલી ) અને ' સભા ' કુમારની અગાશી પરથી રૂપાંતરીત થયેલું ) સાપબાજી ( આપણે કલબમાં , મળ્યા હતા પરથી રૂપાંતરીત થયેલી ઉપરાંત કિમ્બર રેવન Ú ર અને ગુજરાતી ભાષાની પ્રથમ વિજ્ઞાન કથા કહી શકાય તેવી કલ્પવૃક્ષ નો સમાવેશ થાય છે . શ્રેષ્ઠ કલાકાર તરીકે મધુરાયે એક નવો પ્રયોગ , નવી ટેકનીકનો ઉપયોગ કરી પોતાની આગવી મુદ્રા અંકિત કરી છે . ઘટનાનાં સાંકડા પટ પર કથા રચતું એ કોઈનાની સુની કથા નથી . એ રીતમાં જે પ્રયોગ કરે છે તે અનન્ય અને અદ્વિતિય છે . તેમની નવલકથાઓ સાબિત કરે છે કે નવલકથાનાં સ્વરૂપ પર મધુરાયની સુદઢ પકડ છે .

 મધુરાયનું નાટયસર્જનઃઅપરાધ અને પ્રણયની સંવેદનાનો સંકુલ પ્રવાહ : – મધુરાય એક તરફ ચહેરા અને કલ્પવૃક્ષ દ્વારા સમર્થ પ્રયોગશીલ કથાકાર તરીકે ગુજરાતી સાહિત્યનાં મંચ પર પ્રવેશ કરે છે તો બીજી તરફથી એબ્સર્ડનું થિયેટર દ્વારા અર્વાચીન ગુજરાતીને એક નવીજ દિશા આપે છે . તેમનાં દીર્ઘ નાટકોમાં ' કોઈ એક ફુલનું નામ બોલો તો ' , ' કુમારની અગાશી ' મુખ્ય છે . બર્નાડ શોના પ્રસિદ્ધ નાટક પિંમેલીયન પરથી રચાયેલું સંતુરંગીલી પણ આકર્ષક નાટકકૃતિ છે . કુતુહલ પ્રેરક વસ્તુવિનિયાસ , વિભિન્ન વ્યકિતત્વ ધરાવતા પાત્રો , સંઘર્ષ , બે તખ્તા પર નટપ્રેક્ષકનો સીધો વ્યવહાર ચાસની ખુરશી જેવી નાટયકરામતો જીવંત ચેતનાં પ્રવાહને ધારી રહેલો માર્મિક સંવાદો તેમના નાટકોની પ્રમુખ લાક્ષણિકતા છે . ' કુમારની અગાશી ' સમાજનાં ઉચ્ચવર્ગનો ખોખલા સમાજ પર કટાક્ષ કરતી નખશીખ રચના છે . આ નાટકોમાં અત્યંત ધ્યાનઆકર્ષક બાબત એ છે કે નાટયકાર , મધુરાયે પોતાનાં પ્રત્યેક નાટકમાં પાત્રોનાં અપરાધભાવ અને પ્રણયનાં સૂક્ષ્મસંવેદનોનો સંકુલ પ્રવાહ મૂકયો છે . જેને સૌ મૃત્યુ પામેલો સમજતા હતા તે કુમાર જયારે અંતમાં જીવતો દેખાય છે ત્યારે આ પાત્રો તેનાં અસ્તિત્વને સ્વીકારી શકતા નથી . નાટયકાર તરીકે મધુરાયની સૌથી મોટી વિલક્ષણતા તેમના ' આગ જ ૨ તા વિલક્ષણતાં છે . આપણી પરંપરીત માન્યતાને આધાત આપતો આ સંવાદો વિવાદ ઉભો કરી શકે તેવા અને દર્શક ભાવકને હચમચાવી મુકે તેવા પણ છે .

 દીર્ષનાટકોની સમાન્તરે મધુરાયે એકાંકી નાટયલેખન પણ કરેલું છે . ઝેરવું , કાકડી , કાગડા , માણસો અને કલ્કિ , કેટલાંક નોંધપાત્ર એકાંકી છે . જેમાં ઝેરવું એ અત્યંત લાક્ષણી રચના છે . 1966 ના નવેમ્બરમાં સંસ્કૃતિનાં અંકમાં છપાયેલા આ નાટક પ્રથમ એબ્સર્ડના પ્રયોગો જોવા મળે છે . ' પ્રેમ કરવો એ અર્થમાં ' ઝેરવું શબ્દ પ્રયોગ છે . તો અશ્વત્થામાં એકાંકીમાં મહાભારતનાં પ્રસંગોનું નવી જ રીતે સંન્નિધીકરણ થયેલું છે . એક એકાંકીકાર તરીકે મધુરાયે કવન , વસ્તુ , તખ્તા , પ્રયોગ , પાત્ર અને રચનાનાં જેટલાં પ્રયોગો કર્યા છે અથવા તો એકાંકી સ્વરૂપ ઉપર જેટલી દેઢ પકડ તેમની છે એટલી આધુનિકતામાં ભાગ્યે જ કોઈની હશે . સબળ વસ્તુગૂંથણીવાળા ચમકદાર સંવાદો તેમાંથી સ્વયંતર સંધાતિ નાટકક્રિયા અને અભિનયક્ષમતા તેમનાં નાટકોનો મુખ્ય વિશેષતા છે . એબ્સર્ડની ટેકનીકનો સભાન પ્રયોગ એકાંકી નાટકોમાં કર્યો છે . આ રીતે નવલકથા ઉપરાંત નાટયક્ષેત્રે મધુરાય એક મહત્વપૂર્ણ નામ બની રહે છે . 

મધુરાય ની ટૂંકીવાર્તાઓઃ જૂનાનો શોષ રાખ્યા વિનાં નવું કરવાની તીવ મથામણઃ નવલકથા અને નાટક ઉપરાંત ટૂંકીવાર્તાક્ષેત્રે પણ મધુરાય એક સમર્થ સર્જક સિદ્ધ થયા છે . ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે એકતરફ ડો . સુરેશ જોષીની વાર્તા છે જે ઘટનાનું તીરોધાન કરે છે તો બીજી તરફ ચંદ્રકાંત બક્ષી છે અને જે કહે છે કે , ' ધટના ન હોય તો હું ન જ લખી શકું ' ગુજરાતી ટૂંકીવાર્તાના આ બે ધૃવની વચ્ચે બરોબર મધ્યમાં મધુરાયની વાર્તાને મૂકી શકાય . તેઓ ઘટનાનો આશ્રય નહી જેવો જ લે છે . અને છતાં ઘટનાની ઘનતા વાર્તામાં ઉપસાવી શકે છે . કોઈ ખાસ ઘટનાં ગુણ્યા વગર તેઓ વાંચકને કલકત્તાના શ્યામબજાર , શલ્ડ , સારંગી જેવાં લત્તાઓમાં હાથ પકડીને લઈ જાય છે . અને વાસ્તવિકતાનો તીવ્ર અનુભવ કરાવે છે . ઈ.સ. 1964 માં તેમને વાર્તા સંગ્રહ માનસી નામની એક છોકરીથી એક એવો તબક્કો આરંભાય છે . જે સુરેશ જોષીની વાર્તા કરતાં એક ડગલું આગળ છે . રૂપકથા , કાલતર અને તાજેતરમાં પ્રગટ થયેલો તેમનાં નોંધપાત્ર સંગ્રહો છે . એક વાર્તાકારર તરીકે તેમની કથન રીતિ ઘણી નક્કર છે . તેમની મુખ્ય વિશિષ્ટતા એ છે કે જૂનાંનો શોખ રાખ્યા વિના નવું , સતત નવું કરવાની તીવ મથામણ તેઓ સભાનપણે કરે છે . ગુજરાતી ટૂંકીવાર્તા પ્રત્યે તેમણે વિવિધસભર પ્રયોગ કર્યા છે . તેટલા બીજા હવે કોઈ વાર્તાકાર નહી કરી શકે . ધારો કે તેમની આવી એક વાર્તા છે જેમાં ભાવકને નામ અને પરિસ્થિતિઓની ધારણા કરવાનું કહેવામાં આવે અને નક્કર વાસ્તવિકતાનાં દુનિયામાં તેમને ખેંચી જવામાં આવે છે . તેમને ' હરિયા ' નામે એક કાલ્પનીક પાત્ર રચેલું છે અને આ હરિયજૂથ ' ની અનેક વાર્તા રચેલી છે . જેમ કે , ઈટોનાં સાતરંગ , કાન્ત , વગેરે તેમની વાર્તાઓનું એક મહત્વપૂર્ણ લક્ષણ મધુરાયનું દૃષ્ટિબિંદુ છે . તેઓ પ્રત્યેક ઘટના પ્રત્યેક વાર્તા માટે કથનની નવી તર શોધે છે . સરળ અને સંપા વાર્તામાં પાત્રોનું અલોપ થઈ જવું તો કુમુદ તારુ નામ સલોની છે અને ટુ અપ અથવા વનડાઉન વગેરે વાર્તાઓ ભિન્ન ભિન્ન રીતે કહેવાય છે . તેઓ વાર્તાક્ષેત્રે એટલાં બધા પ્રયોગ આદરે છે કે એક વાર્તાકાર પ્રયોગ માંથી પ્રયોગખોરીમાં સરી ગયા હોય એમ જણાય છે . હામોર્નિકા જૂથની વાર્તાઓ એવી જ પ્રયોગખોરી દર્શાવતી વાર્તા છે . અહીં ઘટના , પાત્રો , અને વાર્તાક્ષણ બધું જ હામોર્નિયમના તુટક તુટક સૂરો જેવું છે . કાચની સામે કાચ અને પાનકોર નાકે સામે હાર્મોનિકા છે . આમા અમુક ટાઈપનો માણસ , તીડ , ધજા , ખોપ પણ આવા પ્રકારની વાર્તા ' રચમ્મબન્ન ' તેમની એક અત્યંત નોંધપાત્ર વાર્તા છે . તેનાં હૃદયવિદારક , કર્ણકાર્મિ , કતર કથન રજૂ કરી છે . એ રીતે હરિયાજૂથ , હામોર્નિકા જૂથ , અને રૂપકથા જૂથ એમ ત્રણ પ્રકારની વાર્તાશ્રેણીઓ તેમના તરફથી મળેલ છે . ગુજરાતી સાહિત્યનાં ત્રણ મુખ્ય તબક્કા તરીકે ધૂમકેતુ ( પ્રારંભિક તબક્કો ) જયંત ખત્રી ( મધ્ય તબક્કો ) મધુરાય ( આધુનિક ) તબક્કાને સૂચવી ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે મધુરાયનું મહત્વ દર્શાવી શકાય .

 ઉપસંહાર : -આધુનિક ગુજરાતી સાહિત્ય પર પ્રયોગખોરીનાં અસંખ્ય પ્રયોગ થયાં છે . જેમાં કેટલાંક એવા પણ આધુનિક સર્જકો પ્રાપ્ત થાય છે કે પોતાની સર્જક ચેતના નો સંબંધ ખરા અર્થમાં દર્શાવે છે . આવા સર્જક લાભશંકર ઠાકર , કિશોર જાદવ , સિતાંશુ યશશ્ચંદ્ર , અને મધુરાય મુખ્ય છે . એ પૈકીનાં મધુરાયે ગુજરાતી નવલકથા , નાટક અને ટૂંકીવાર્તાક્ષેત્રે કેટલુંક એવું મહત્વપૂર્ણ પ્રદાન કર્યુ છે , જેમનાં બળે તેમનું નામ ગુજરાતી સાહિત્યમાં ' સૂવર્ણ અક્ષરો ' થી મૂદ્રિત થયું છે . ખાસ કરીને નવલકથા , ટૂંકીવાર્તા અને નાટકનાં સ્વરૂપ પરત્વે તેમણે જેવા પ્રકારનું પ્રયોગવાદી વલણ દાખવ્યો છે તે તેમના સર્જક વ્યકિતત્વનો આગવો છે . આ સર્જક નવલકથા અને નાટકનાં ભેદને ભૂંસવાની મથામણ કરી રહ્યો હોય તેવી અનુભૂતિ પણ થઈ શકે છે . એકંદરે મધુસુદન ઠાકર એટલે કે મધુરાયનું એક એવું નામ છે જેનો ઉલ્લેખ વિશિષ્ટ પ્રકારનાં આદર્શ સામે કરી શકાય .