✓ લોન્જાઇન્સની ઉદાત્તતાની વિભાવના સમજાવો .
✓ ઉદાત્તતાની વિભાવના સ્પષ્ટ કરી લોન્જાઇનસનાં સિદ્ધાંતની સમીક્ષા કરાવવો .
✓ ઉદાત્તતાની સમજૂતી આપીને લોન્જાઇનસનનાં તે અંગેનાં ખ્યાલોનો પરિચય કરાવો .
લોન્જાઇનસ : - ( ઈ.સ. – 213 – 273 ) : - એરિસ્ટોટલ નાં " પોયેટિકસ '' હોમર નાં " આર્સ પોયેટિકા " જેવો જ મહત્વ નો “ PERI HUPSOUS " નામનો નિબંધ પ્રકાશ માં આવ્યો . તે લોન્જાઇનસ નામના અજાણ્યા નામે પ્રસિદ્ધ થયો . “ PERI HUPSOUS " નો અર્થ છે ઉદાત્તત્તા , ઊંચાઇ , જેનો અંગ્રેજી માં અનુવાદ થયો છે ON THE SUBLIME . 19 મી સદી સુધી આ ગ્રંથ ના રચયિતા તરીકે એનો સિવકાર કરવામાં આવ્યો હતો . પરંતુ 19 મી સદી નાં પ્રારંભ માં આવિશે શંકા જાગી . સંશોધનો થયા અને એટલે એને 14 મી સખીનો તો કેટલાંક 3 જી સદીનો માનવા લાગ્યા . આ નિબંધનો મોટો ભાગ , પ્રખ્યાત ભાષણકર્તા અને વિવેચક ડાયોનિસિયસ નાં મિ CALCILLUS નામના વિદ્ધવાન ની ટીકા રૂપે લખાયેલો છે . સ્કોટ જેમ્સ કહે છે કે , લોન્જાઇનસ તે CAECILIUS LONGINUS છે તથા ત્રીજી સદી માં પ્લોટિન્સ નો મિત્ર અને એથેન્સ નાં PORPHRYRY નો શિક્ષક અને રાણી ઝેનોબિયા નો કમનસીબ સભ્ય હતો . પરંતુ આંતરિક સુધી નાં ઓગષ્ટન ભાષણકર્તા ઓ આ લોન્જાઇનસ ને પહેલી સદી નો માને છે . પરંતુ કેટલાંક પુરાવાઓ ને આધારે સ્ટોક જેમ્સ સ્કાર્ટ કહે છે કે , IT WAS THE WORK OF NO FIRST WRIER .
એટલે સંભવતઃ ત્રીજી સદી માં લોન્જાઇનસ થયો હતો , એમ મનાય છે . અને ઈ.સ. 1554 માં પ્રસિદ્ધ થયેલા એના અમૂલ્ય ગ્રંથ " On The Sublime " થી તે પ્રખ્યાત થયો . આ ગ્રંથ કેટલીક મહત્વ ની બાબતો માં સાહિત્ય મીમાંસા નાં ઇતિહાસ માં સિમાચિહ્નરૂપ છે . એરિસ્ટોટલ નાં ગ્રંથ ની જેમ આ કૃતિ સરળ નથી . એમાં ઘણી બધી સંકુલતાઓ દેખાઈ આવે છે .
ગ્રંથઃ- શૈલીનિષ્ઠ વિવેચન ની કેડી નાં મૂળ :- રેનેસા ( RANAISSANCE ) નાં જમાના થી સિદ્ધાન્ત નિષ્ઠ વિવેચના ને વલણ જોવા મળતું હતું . તો શૈલીનિષ્ઠ વિવેચના નું બીજું એટલું જ પ્રબળ ને ધ્યાનપાત્ર વલણ પણ હતું . અને તેનાં મૂળ આ ગ્રીક ગ્રંથ માં જોવા મળે છે .
રોજીંદા વ્યવહાર ની ભાષા ને " ઊંચે લઈ જનારી " શૈલી ની પ્રકૃતિ અને બંધારણ ની વ્યાખ્યા બાંધવાનો લોન્જાઇનસ નો પ્રયાસ છે . તેનાં મતે , શૈલી કૃતિ નાં ખુદ ભાવ નો અને તેનાં કર્તા નાં વ્યકિતત્વ નો આવિષ્કાર છે . STYLE IS THE MAN ને વચન નાં મૂળ અહીં જોઈ શકાય છે . લોન્જાઇનસ કહે છે " શૈલી તે જ માણસ " . અને તે માણસ એટલે જે ચોક્કસ મનોસ્થિતિ માં ચોક્કસ કાર્ય કરી રહ્યો છે .
ઉદાત્ત ( SUBLIME , ઊર્જસ્વિતા ) નું સ્વરૂપ – લોન્જાઇનસે ઉદારત્તતા ( SUBLIMITY ) ની વ્યાખ્યા આપી નથી . તેણે ઉદાત્ત તત્વ નો એક સત્ય લેખે સ્વીકાર કર્યો છે . સાહિત્ય નાં સર્વ ગુણો માં ઉદાત્તતા મહાન છે . કૃતિ માં દોષ હોય તો પણઈ લોન્જાઇનસ નાં મતે , આ ઉદાત્તતા નો ગુણ કૃતિ ને પ્રભાવપૂર્ણ બનાવે છે દોષ તો કોઈપણ સંજોગો માં નિર્વાહ ન ગણાય , કેમ કે , એ તો સુરુચિ સામેનાં અપરાધો છે . કવિતા માં રહેલી સૂક્ષ્મ સંવાદિતતા પણ તે શત્રુ છે . પરંતુ , લોન્જાઇનસ કહે છે કે પ્રતિભાવંત ને તો નિયમો ' ' બંધનકર્તા નથી " એનો અર્થ તે દોષ મટી જાય છે એવો નથી . દોષ તો દોષ રહે છે જ . પણ પ્રતિભાશાળી ને જો તે બંધનરૂપ લાગતા હોય તો અવશ્ય ફગાવીદે . પેલા નિયમ ને પૂજવાંમાં જ સાવઘ પૂજારીઓ કરતા લોન્જાઇનસ ને પ્રતિભાવંત ની વૈરશકિત માં પરિણામો ના ચિન્હો વધું જણાય છે . પ્રતિભાવંત ને હાથે નિયમો ની જડતા નું કોચલું ફૂટે એ ઇષ્ટ લોન્જાઇનસ ને માન્ય છે .
લોન્જાઇનસ ની દ્રષ્ટિ ત્યાવહારિક તથા મનોવૈજ્ઞાનિક હતી . અને એટલે જ ઉદાત્ત નાં બહિરંગ ની ચર્ચા એ કરે છે ત્યારે તેનાં તરંગ નો નિર્દેશ કરવાનું ચૂકતો નથી . ઉદાત્તતી નાં પાંચ આવશ્યક અંગો ને વણાવે છે . ( 1 ) ઉદાત્ત વિચાર અથવા વિષય ( 2 ) ભાવની ઉત્કટતા અથવા લાગણીની વેગેલી રજૂઆત ( 3 ) સમુચિત અલંકાર યોજના ( 4 ) સમુચિત શબ્દ – પસંદગી ( 5 ) ગૌરવાન્વિત અને ચેતનવંત રચનાવિધાન ..
આમાંનાં પ્રથમ બે નિસર્ગદત્ત છે અને ઉદાત્ત નાં અંતરંગ માં એનો સમાવેશ થાય છે , જયારે બાકી નાં ત્રણ ને કલા સાથે સંબંધ છે , જેનો બહિરંગ માં સમાવેશ થાય છે . લન્જાઇનસ ઉદાત્તતા ને વધુ સ્પષ્ટ કરવા એનાં વિરોધી તત્વો નો નિર્દેશ પણ કરે છે .
( A ) અતરંગ તત્વ :
( 1 ) ઉદાત્ત વિચાર ( THE POWER OF FORMING GREAT CONCEPTION ) - લોન્જાઇનસ માને છે કે જે સર્જક માં ઉદાત્ત વિચારો ધારણ કરવાની ક્ષમતા હોતી નથી તેની કૃતિ મહાન બની શકતી નથી . મહાન કવિ બનવા માટે ઉદાત્ત વિચારો નું પોષણ – સંસ્કાર મળવા આવશ્યક છે . લોન્જાઇનસે આ સંદર્ભ માં કહું છે : “ it is not possible that men with mean and service ideas ... should produce anything that is admirable and worthy of immortality " તે માને છે કે ઉદાત્ત વિચારો ની ગાદી મહાન આત્માઓ દ્વારા જ શકય છે .
એરિસ્ટોટલે વિષય ને જ સાધ્ય માન્યો , લોન્જાઇનસ તેને સાધન માને છે . એનાં મતાનુસાર વિષય નું મહત્વ તથા કૃતિ નું સુંદર રચનાવિધાન આની સૌદર્યાનુભૂતિ નો ( Ecstacy ) અનુભવ કરાવવા સમર્થ છે . જો કે આ માટે , લોન્જાઇનસ પરંપરા ને પચાવવાનું અર્થાત્ મહાન કવિઓ ની કૃતિઓ નું પરિશિલન આવશ્યક ગણે છે .
( 2 ) ભાવની ઉત્કટતા અથવા લાગણી ની વેગેલી રજૂઆત ( Inspired And Vehement Passion ) : - લોન્જાઇનસ ઉદાત્ત પ્રેરણાપ્રસૂન ભવ્ય આવેગ ઉદાત્તતા માટે અનિષ્ટ ગણે છે . ભવ્ય આવેગ નો અર્થ એ એમ કરે છે કે તેનો આસ્વાદક - ભાવક જે વિસરી જઈ કોઇ અલૌકિક ભોમકા વિહરતો હોય છે . હર્ષ અને ઉલ્લાસ નો અનુભવ કરે છે . આ આવેગ બે પ્રકાર નાં છે . : ભવ્ય અને નિમ્ન . ભવ્ય આવેગ શોક , ભયાદિ ને ગણાવે છે . ભાવ ની ઉત્કટતા વિશે લોન્જાનિસે ગંથ લખવા ઇચ્છતો હતો . પરંતુ , તે લખી શકયો કે કેમ એ હજુ સુધી જાણવા મળ્યું નથી .
( B ) બહિરંગ તત્વ : - લોન્જાઇનસ પ્રતિભા ને નિસર્ગદત્ત માને છે અને પ્રતિભાવંત સર્જક નિયમો નું બંધન ન હોય તે સ્વિકારે છે . છતા પ્રતિભા ને અભ્યાસ ની જરૂરત છે . અનિવાર્ય છે સર્જક ની વિશિષ્ટ અભિવ્યકિત માટે નિયમો નું સર્જન માં મદદરૂપ પણ થાય ખરૂં . એટલે લોન્જાઇનસ બહિરંગ તત્વો – ભાષા - શૈલી – રચનાવિધાન ને મહત્વ નાં ગણે છે .
( 1 ) સમુચિત અલંકાર યોજન ( FORMATION OF FIGURES ) : - લોન્જાઇનસ નાં સમય માં અલંકારો નો પ્રયોગ નિર્ભયપણે થતો હતો . તે પ્રયોગ પ્રયત્ન પૂર્વક નો જ હતો એમ કહી શકાશે નહિં . પરિસ્થિતિ થી અસંતુષ્ટ લોન્જાઇનસે અલંકારો નાં સમુચિત ઉપયોગ ની વાત કરી . લોન્જાઇનસસે કહ્યું છે કે પ્રકૃતિ થી અલંકાર ૌદર્ય સાથે સાહચર્ય રાખે છે , અને કશાક વેગ થી તેને શકિતવંત કરે છે , બદલાં માં સહયોગ ને લીધે તે ઉદાત્ત માંથી ભૂત અવલંબન પ્રાપ્ત કરે છે .
લોન્જાઇનસ નું કહેવાનું તાત્પર્ય એ છે કે , અલંકાર નાં ઉચિત સ્થળે વિનિયોગ થયો અને અર્થ ને મદદરૂપ બનતો હોય તો જ તે યોગ્ય ગણાય . કાવ્ય માં અલંકાર નું સ્થાન છે . " અલંકાર આગન્તુક ન હોવો જોઈએ એમ પૂર્વની મીમાંસા માં કહેવાયું છે . "
લોન્જાઇનસ પણ માને છે . ભવ્ય માં ભવ્ય અલંકાર પણ જો ઉચિત રીતે ન હોય તો તે કાવ્ય કામિની ની શોભારૂપ બનવાને બદલે બોજારૂપ બની શકશે . આ અલંકાર છે એવું ભાવક ને ન લાદે એટલી સ્વાભાવિકતા થી પ્રયોજાયો હોવાનું લોન્જાઇનસ કહે છે . લોન્જાઇનસે અલંકાર ની દ્રષ્ટાંત સહિત ચર્ચા કરી છે . પ્રશ્રાલંકાર , સંયોજક પદોનો લોપ . શબ્દ પૂનરાવર્તન , સંચયન પર્યાયોકિત વગેરે અલંકારો ની ચર્ચા કરી છે .
( 2 ) સમુચિત શબ્દ પસંદગી ( NOBLE DICTION : - ઉદાત્ત સમુચિત અને મહિમાવંત શબ્દ પસંદગી વધારે સફળ નીવડે છે . એ શ્રોતાઓ ને આશ્ચર્યકારક રીતે આકર્ષી શકે છે પ્રસન્ન કરી શકે છે . અભિભૂત કરી શકે છે . ખરેખર તો સમુચિત શબ્દ પસંદગી સૌલેખકો ની હોય જ છે , તે કહે છે : ' ' સમુચિત અને મહિમાવંત શબ્દ પસંદગી સૌ વકતાઓ અને લેખકો ની સહજ રીતે હોય છે , કારણ કે , તેની પોતાની જન્મજાત ગુણવત્તા ને લીધે . તે શૈલી ને કોઈ સુંદર શિલ્પ ની જેમ , મહાનતા , સૌદર્ય , અનન્યતા , મહિમા , વેગ , શકિત અને અન્ય આ પ્રકાર ની બીજી ગુણવત્તા બક્ષે છે , અને તેમાંનાં તથ્ય ને એ જીવંત અને પ્રાણવાન કરે છે . જાણે તેમને ( શીલ્પને ) વાણી ન હોય ! કારણ કે , સુંદર ( રીતે વપરાયેલા ) શબ્દો સાચા અને ખાસ અર્થ માં તો વિચાર નો સ્વયં પ્રકાશ છે . " પરંતુ ખોટી રીતે મહિમાવંત શબ્દો વાપરવા યોગ્ય નથી એમ બતાવતાં તે કહે છે : ' ' તુચ્છ વિષય માટે મહિમાવંત અને પવિત્ર શબ્દો વાપરવા તે જાણે નાજુક ભાવવાળું મહોરું પહેરાવવા બરાબર છે . "
( 3 ) ગૌરવાન્તિ અને ચેતનવંત રચના વિધાન : - ( Dignified And Elevated composition ) : - લોન્જાઇનસ નાં મતાનુસાર ઉદાત્તતા ની સિદ્ધિ માટે ગૌરવાન્વિત રચનાવિધાન હોવું જોઈએ . એ કહે છે કે , આ રચના વિધાન નું પ્રાણતત્વ છે . શબ્દો ની સંવાદી યોજના જ ઉદ્દાત ભૂલી માટે જરૂરી છે . " શબ્દો ની સંવાદી સંયોજના કેવળ આનંદ અને સહસંમત કરવાનું નૈસર્ગિક સાધન નથી , પરંતું તે એક અદ્ભુત સાધન છે . " લોન્જાઇનસ નાં મતે કાવ્ય રચના એટલે સંવાદિતા . આ શબ્દો ની સંવાદિતા " મનુષ્ય માં જન્મજાત છે , અને જે કેવળ તેનાં શ્રવણ ને જ નહીં આત્મા ને પણ અસર કરે છે . જે રીતે તે શબ્દો , વિચારો , ક્રિયા , સૌદર્ય અને સ્વરસંવાદ ઇત્યાદિ નાં બહુવિધ વિભાવો આપણાં માં જન્મ સાથે જ જન્મ્યા છે અન પોપાયા છે તેને ઉત્તેજીત કરી આપે છે . તે તદુપરાંત તેનાં પોતાનાં સ્વરો નાં મિશ્રણ અને ગુણકારો થી ( બાહુલ્યથી ) વકતા નાં ભાવાવેગ નો ઉપસ્થિત શ્રોતાઓનાં હૃદય માં તંતોતંત સંચાર કરે છે . અને હંમેશા તેનાં સહભાગી થવા આગ્રહ કરે છે .
એક વાકયખંડ ને બીજા સાથે ગોઠવતા જઈ સમગ્ર પરિચ્છેટ ને મહાનતા પ્રાપ્ત થાય તેવો ઘાટ આપે છે .
( C ) વિરોધી તત્વ : - લોન્જાઇનસે ઉદાત્ત તત્વ અંગેની ચર્ચા માં તેનાં બહિરંગ અને અંતરંગ તત્વો ની ચર્ચા કરી છે . પરંતુ વિષય ને વધુ સ્પષ્ટ કરવા ઉદાત્તતા ને નડતા વિપ્નો વિરોધી તત્વો પ્રત્યેનો નિર્દેશ કરવાનો ચૂકયો નથી . ઉદાત્તતા નાં વિરોધી તત્વો માં તે વધુ પડતું લાયબૂદ , ગદ્ય , અતિ સંક્ષિપ્તતા , બિનજરૂરી , દીર્ઘસૂત્રીપણું , તુચ્છ શબ્દ પ્રયોગો , પ્રબળ જરૂરિયાત વિના નિષ્કૃષ્ટ અને ગૌરવદિન , શબ્દો નો પ્રયોગ છે . લોન્જાઇનસ કહે છે , ' આ બાબત માં આપણે માનવ નું સર્જન કરનાર કલાકારે પ્રકૃતિનું અનુકરણ કરવું જોઈએ . ' કારણ કે તેણે આપણાં ગુહ્ય અંગો ને પ્રકટ ન રાખતાં શક્ય તેટલા ઢાંકી રાખ્યા છે . " તેમ ઉદાત્તતા સિદ્ધ કરવા નડતા વિપ્નો થી સાવધ રહેવું જોઈએ . આવાં લક્ષણો નાં પ્રવેશ થી એ લખાણ મોટે ભાગે હીન , નિમ્ન , અને ગ્રામ્ય બની જાશે . .
ઉદાત્તતા નાં મૂલ્યો નો માપદંડ : - પરંતુ પ્રશ્ન એ છે કે કવિતા ની ઉદાવત્તતા અંગેનું સાચું મૂલ્યાંકન કઈ રીતે થાય ? જો કે એ કાર્ય સહેલું નથી . સાહિત્ય નાં મૂલ્યાંકન ને પરિપકવ અનુભૂતિ નું આખરી તે પરિપકવ ફળ કહેવામાં આવ્યું છે . લોન્જાઇનસે કહ્યું છે : “ the judgement of literanure is a long delayed rewards of muchendeavour " અર્થાત્ ' ' સાહિત્ય નું મૂલ્યાંકન અગાધ પરિશ્રમ નાં લાંબા કાળ સુધી મોકૂફ રાખેલા બદલા સમું છે . " આ કપરી સાધના નો વિવેચક સાધક હોવો જોઈએ . ઉત્તમ સાહિત્ય ની ઓળખ આપતા કહે છે : ' બહુશ્રુત વાચક , જેનું ચિત્ત વિવિધ કૃતિઓ નાં પરિશિલન શ્રમે મુકુરીભૂત થયું છે , તેને અસર કરી જાય તે ઉત્તમ સાહિત્ય ' . આવી ઉત્તમ કૃતિ એનાં અંતર ને સ્પર્શી મરણપટ પર જડાઇ જતી હોય છે . અને આવો સદ્ભય જ ઉત્તમ સાહિત્ય નો માપદંડ બની શકે છે . આ પ્રકાર નું સાહિત્ય સર્વ કાળે સર્વ દેશે આસ્વાદ્ય રહી ચિરંજીવ બને છે . અને ત્રિકાળબાધિત સ્પર્શક્ષમતા માટે કૃતિ માં વિચાર ની ઉદાત્તતા માટે લોન્જાઇનસ કહે છે કે પ્રથમ પંકિત નાં સર્જકે કૃતિ માં સનાતનતા આણવી જોઈએ . પોતાનાં યુગ ને તો ઠીક પણ આગામી યુગ ને પણ દર્શન કે દર્શન ની ભૂમિકા અર્પે તે જ કૃતિ સાચી ઉદાત્તકૃતિ છે .
લોન્જાઇનસે પ્રગટ કરેલ વિચારો મૌસ્લક અને ચિરંતન છે . સ્કોટ જેમ્સ એને કૌતુકપ્રિય વિવેચક ગણે છે . જયારે એટકિન્સ એને સૌષ્ઠવ પ્રિય વિવેચક કહે છે . એટકિન્સ લોન્જાઇનસમ નાં કાર્ય ને મૂલવતા યોગ્ય જ લખે છે . “ There are things in tis ages that can never row old , while its freshnes and light will continue to charm all ages . "
1 ટિપ્પણીઓ
Pashchatya kavyavichar
જવાબ આપોકાઢી નાખો