✓ ક્રોંચે નો અભિવ્યંજન વાદ સમજાવો .

 ✓ ક્રોંચે નો કાવ્ય વિચારમાંની અભિવ્યંજના ને મહત્વ ની માને છે . - સમજાવો . 

    ક્રોંચે નાં મતે કળા : - ક્રોંચે કવિતા ને " સહજ સ્કેરણા " કહે છે . કવિ નાં મન માં સહજ ભાવે કવિતા છૂરે , તેનાં મન માં આખી કવિતા સ્પષ્ટ થાય – આ એની આંતરિક અભિવ્યકિત ને ક્રાંચે મહત્વ ની ગણે છે . ક્રોંચે આમ કવિ ના મન માં થતી ભાવ સંવેદન ની અભિવ્યંજ ના ને કવિતા કળા કહી છે . કોંચે કહે છે કે , Intution Is The Expression એને મન સ્વયંસ્ફરક્ષા એટલે એક જાતની આત્મિક ક્રિયા . આ આત્મિક ક્રિયા બે પ્રકાર ની છે . ( 1 ) સૈદ્ધાંતિક ( 2 ) વ્યવહારિક . 


    કોંચે એ સૈદ્ધાંતિક ક્રિયાઓ નાં પણ બે ભાગ પાડયા છે . ( 1 ) સ્વયંસ્ફરણાત્મક ક્રિયા ( 2 ) બૌદ્ધિક ક્રિયા . 

    વ્યાવહારિક ક્રિયાઓ નાં પણ બે ભાગ પાડયા છે . : ( 1 ) ઉપયોગી ( આર્થિક ) ( 2 ) નૈતિક ક્રિયાઓ .

    આ ચાર પ્રકાર ની ક્રિયાઓ થી માણસ ને જ્ઞાન મળે છે . અને તેનો વ્યવહાર ચાલે છે . આમ તો બધી ક્રિયાઓ સ્વયંસ્ફરણાત્મક ક્રિયા પર આધાર રાખે છે . એટલે સ્વયંસ્ફરણા સૌથી ચઢીયાતી છે . કવિ આ સ્વયંસ્ફરણા નો આશ્રય લે છે . ક્રોંચે આના આધારે જ્ઞાન નાં પણ પ્રકારો પાડે છે . ( 1 ) સ્વયંભૂ જ્ઞાન ( 2 ) બુદ્ધિવિષયક ક્રિયાથી થતું જ્ઞન ( બૌદ્ધિક જ્ઞાન )

    ( 1 ) સ્વયંસ્કૂરણાત્મ જ્ઞાન : - સર્જન માં સહજ રીતે જોડાય છે . બાહ્ય અભિવ્યકિત કરતી વખતે બૌદ્ધિક ક્રિયાઓ કવિ ની મદદે આવતી હશે પણ આપણે જાણીએ છીએ કે કોંચે એ બાહ્ય અભિવ્યક્તિ નો વિરોધ કરેલો . તેણે માત્ર આંતરિક અભિવ્યકિત ને જ કવિતા કહી છે . અંતઃસ્કૂરણા ને ( જ્ઞાન ) ને મહત્વ નું ગણે છે .

    કોંચે એ સ્વયંજ્ઞાન અને સંવેદન વચ્ચે પણ ભેદ કર્યો છે . અલબતું એ બંનને પરસ્પર વિરોધી નથી પણ જુદા જુદા છે . આ જગત નો બોધ આપણને ઇન્દ્રિયો મારફતે થાય છે . એટલે તેમાં શારીરિકતા રહેલી છે . કોંચે સંવેદનને રૂપીન વસ્તુ કહે છે . એટલે કે , સંવેદન ને કશો આકાર નથી , એ આંતરમન ની ભાવસ્થિતિ છે , જયારે તેનું સ્વયંજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે સંવેદન ને આકાર મળે છે . આમ , સ્વયંસ્ફરણા કવિ નાં સંવેદન ને આકાર આપે છે . સ્વયંસ્ફરણા અંતરમન ની નિપજ છે . જયારે સંવેદન બાહ્ય પદાર્થો સાથે નાં સંસર્ગ માં આવવાથી થતો ઇન્દ્રિય ભાવ છે . આમ , સંવેદન તે કવિ માટે વસ્તુ સામગ્રી જરૂર છે . પણે સ્વયંસ્ફરણા વગર સ્વયંસ્ફરતાત્મક જ્ઞાન વગર સંવેદન ની અભિવ્યકિત થતી નથી . સંવેદન ને આકાર મળતો નથી .

    ક્રોંચે નાં કળા વિશે નાં વિચારો : - ક્રોંચે કહે છે કે , કળા માત્ર આ રીતે સ્વયંસ્ફરણા છે . કળા નાં ફૂરણ વખતે સ્વયં સ્કૂરણાત્મક જ્ઞાન ની આપોઆપ કસોટી થાય છે . જયાં સુધી કવિ નાં મન માં સ્વયંજ્ઞાન થી આકૃતિઓ સ્પષ્ટ થાતી નથી , ત્યાં સુધી કશી સંવેદન ની અભિવ્યકિત થતી નથી . મન માં પૂરી આકૃતિ રચાઇ જાય તે જ ઘડી એ સ્વયંસ્ફરણા અભિવ્યંજીત થઈ રહે છે . આવી સ્વયંસ્ફરણા ની અભિવ્યક્તિ કરવી તે આનંદ ની જ એક ક્રિયા છે . એટલે ક્રોંચે કલા ને સ્વયંસ્ફરણા ની અભિવ્યકિત કહે છે . આવી અભિવ્યકિત થી મન પ્રફલીત થાય છે . અને કવિચિત્ત માં આનંદ પ્રકાશ થતો હોય તેવું લાગે છે . ક્રોંચે ને મતે સ્વયંસ્ફરણા અને અભિવ્યકિત ની વચ્ચે નહિવત્ અંતર છે . લગભગ સ્વયંસ્ફરણા ની સાથે સાથે જ અભિવ્યકિત થાય છે . બંને વચ્ચે ધનિષાટ અને તાદાભ્ય નો સંબંધ છે . સ્વયંસ્ફરણા ને ક્રોંચે ગોઠવેલી કે આંતરિક ક્રિયા નથી કહેતા . એ તો એક આત્મિક ક્રિયા છે . એટલે છોડ ને જેમ સહજ કૂંપળ કે કળી આવે છે તેમ કવિ નાં ચિત્ત માં સહજ સ્કૂરણે થાય છે . કૉચે નાં મતે અભિવ્યંજના એટલે એકજાતનું દર્શન , અર્થાત્ કવિ ને કોઈ એક સંપૂર્ણ જ્ઞાન થાય છે , સંવેદન ચોક્કસ વિચાર રૂપે વ્યકત થાય છે . આ કશુંક રૂપ બાંધવું . એટલે અભિવ્યકિત થવી . આકારવાદ – રૂપવાદ નાં મૂળ પણ અહીં પડેલા છે . ચિત્ત માં સંસ્કારો ની જે છાપ પડેલી છે તેની નવેસર મનોગત અભિવ્યકિત કળાકાર કરે છે . માનવી નું મન હંમેશા અનેક વ્યાપારો અનુભવે છે . તેમાં સ્વયંસ્ફરણા નો વ્યાપાર મહત્વ નો છે . આ સ્વયંસ્ફરણા કવિ નો આત્મા , કવિ ની ચેતના પ્રવેશે અર્થાત તેનું સંવેદન કોઈ રૂપ પામે છે . ત્યારે અભિવ્યકિત થઈ તેમ કહેવાય . 

    ક્રોંચે કહે છે કે , સ્વયંસ્ફરણા જ્ઞાન તે કળા છે . સ્વયંસ્ફરણા વ્યાપાર તે કળા છે . અને દરેક કલામાત્ર સ્વયંસ્ફરણાત્મક વ્યાપાર છે . જો કે દરેક માણસ ની સ્વયંસ્ફરસી કાવ્ય નથી હોતી , પણ કવિ ની સ્વયંસ્ફરણા વધુ વ્યાપક અને વિશિષ્ટ હોવાથી , વળી તેમાં સંવેદન , અનુભવ કે સંસ્કાર વિશેષ ને ચોક્કસ આકાર મળતો હોવાથી તે કળા બને છે . જયારે સામાન્ય જન ની સ્વયંસ્ફરણા કળા બનથી નથી .

    સ્વયંસ્ફણા અભિવ્યકિત ની આ આખી પ્રક્રિયા એ રીતે ચેતના - વ્યાપાર ની ક્રિયા છે . ક્રોંચે એ તેને આંતરમન ની જાગૃતિ આ ક્રિયા તરીકે ઓળખાવી છે . આમ ક્રોંચે અહીં ફઇડ થી જુદા પડે છે . ફ્રોઇડ નું મનોવિજ્ઞાન તો અચેતન મન નાં ભાવો ને કળા માનવ પ્રેરાય છે . કલાકાર બિંબ કે પ્રતિક કલ્પના દ્વારા અભિવ્યકિત સાધે છે . 

    ક્રાંચે ને મન સૌથી અગતય ની વાત તે કલા ની આંતરિકતા છે . કાગળ ઉપર આલેખાયેલા ચિત્ર કે શબ્દ ને તે કલા નથી કહેતો , પણ કલાકાર ના મન માં રચાયેલા ચિત્ર કે કાવ્ય ને તે કળા કહે છે . કલાકૃતિ માં જે કાંઇ હોય છે તે બધું કલાકાર નાં ચિત્ત માં જ આકાર લે છે . આમ , કળાત્મક અભિવ્યકિત તદ્દત આંતરિક છે . એટલે કળાકારે બાહ્ય અભિવ્યકિત કરવી હોય તો કરે અને ન પણ કરે . કૉંચે ને મતે બાહ્ય અભિવ્યકિત કળાકાર પોતાનાં માટે કરે છે .

    ભૌતિક માપદંડ થી કળાકાર ની કળા ને માપવાની ક્રોંચે ના પાડે છે , કેમ કે તે સૂક્ષ્મ મનોવ્યાપાર છે , તે મનોગત છે અને આંતરિક છે . કાગળ ઉપર ની અભિવ્યકિત એ કલા નું અસલ રૂપ નથી . કળા નું અસલ રૂપ તો કવિ એ કલમ પકડી તે પહેલાં તેનાં મન માં આકારિત થઈ ગયેલું હોય છે . પછી કવિ એને બહાર મૂકતો હોય તો તે ભૌતિક સ્મૃતિ સહાયકો ( કાગળ ) દ્વારા મૂકે છે . સ્વાભાવિક રીતે જ ક્રોંચે નો આ વિચારો ને લીધે વિરોઘ થયેલો . જે કલા સર્જક અને ભાવક વચ્ચે સેતું ન રચે તે કેવી કળા ? તેવા પ્રશ્નો પણ થયેલા . એટલે કે બાહ્ય અભિવ્યકિત ને ક્રોંચે બિન જરૂરી ગણે તેનો વિરોધ થયો . પણ ક્રાંચે એનો કલા ને આંતરિક કહી ને કળા ખાતર કળા નાં મત ને પુરસ્કારર્યો હતો . કવિતા કલા ની રચનાગત વિશેષતાઓ ને એમ સમજાવી હતી , કવિતા ને એનાં જનક કવિ સાથે કેવો આંતર નાતો છે . તે ક્રોંચે એ બતાવ્યું હતું . આંતરિક અભિવ્યકિત અને બાહ્ય અભિવ્યકિત વચ્ચે ભેદ કરી કૌંચે એ કવિતા કરવામાં સાચી કલા અને કેળવેલા કસબ વચ્ચે નો ભેદ સમજાવ્યો છે .

    કોંચે એ પણ એ વાત કબૂલેલી છે કે વાણી વિના , અર્થાત્ બાહ્ય અભિવ્યકિત વિના વિચારો નું કોઈ અસ્તિત્વ જ નથી . એક સર્વ સ્વીકાર્ય સત્ય છે કે , વિચારો આપણને ભાષા માં જ આવે છે . કોઈ કોઈ વાર મન માં આવતા વિચારો આવી સ્વયસ્કૂરણો હોય છે . એની સંક્ષિપ્ત , સચોટ અને આનંદ આપનારી અભિવ્યકિત આપણા ચિત્ત માટે અપૂરતી હોય તો પણ બીજી વ્યકિત ને સહેલાઈ થી પહોંચાડવા માટે પૂરતી નથી . 

    અહીં કોંચે એ સહજ ફુરણા થી કવિચિત્ત માં જન્મેલી કવિતાકળા ને બીજી વ્યકિત સુધી પહોંચાડવાની વાત કરી છે . ક્રોંચે કવિ ની આંતરિક અભિવ્યકિત ને ઓમ બાહ્ય અભિવ્યકિત સુધી લંબાવે છે . અલબત્ એને કવિ નું અનિવાર્ય કર્તવ્ય નથી સમજતા , એટલે આંતરિક અભિવ્યકિત ને એ કળા કહે છે . જયારે બાહ્ય અભિવ્યકિત ને કૃતક , બનાવટી કે બહું બહું તો કારીગરી કહી ને ઓળખાવે છે . કોંચે ને મન તો આંતરિક કાવ્ય આકૃતિ જ સાચી . કાગળ પરની કાવ્યકૃતિ એ તો બાહ્ય છે અને આંતરિક સ્કૂણા નું સ્થૂળ અનુકરણ માત્ર છે . એટલે ખરું કાવ્ય એ મન માં બંધયા , આકાર પામે , અને કહે છે કે કાગળ ઉપર શબ્દ માં બંધાય તે એને મન ગૌણ છે . અહી ક્રોંચે એમ કહેતા જણાય છે કે કાવ્ય શાસ્ત્ર એ ગણાવેલા શબ્દાર્થ નાં બંધા સંદર્ભે પ્રયોજવા છતાં કવિતા ન પણ થાય . એટલે ક્રોંચે સાચા છે કેમ કે આપણે પણ છંદ , લય કે અલંકાર આવી જવાથી કાવ્ય સિદ્ધ થાય એવું તે માનતા નથી . એ બધું તો ઘણીવાર ઓઢાડેલું લાગે છે . 

    સર્જન પ્રક્રિયા માટે ક્રાંચે બીજાઓ થી ઝાઝો જુદો પડતો નથી . કવિ નાં મન ઉપર આ જગત નાં સંસ્કારો પડયા કરે છે . કવિ ને એની પંચેન્દ્રિયો વડે આ જગત પમાય છે . અને એનાં ચિત્ત માં સંગ્રહાય છે . કોઈક નાજૂક ક્ષણે એની પ્રતિભા નાં બળે સ્વયંસ્કૂરણ થતાં આ સંવેદન – જગત એનાં મન માં આકારિત થઈ ઉઠે છે . આને ક્રાંચે સ્વયંસ્ફરણા કહે . છે . અને આ સ્વયંસ્ફણા એટલે જ કળા . એની બાહ્ય અભિવ્યકિત તાલીમ થી પણ સિદ્ધ થઈ શકે એમ ક્રોંચે માને છે . જો કે એટલું સરળ નથી . ઉમાશંકરે " કવિ ની સાધના " નામના એમ નાં લેખ માં કાવ્ય સર્જન ની પ્રક્રિયા ને કંઈક આ જ રીતે સમજાવેલી છે . એટલું ખરૂ કે કવિ નું ચિત્ત પદાર્થોનું અને અનુભવો નું વિશેષ ભાવે ગ્રહણ કરે છે . એમાં એની પ્રતિભાશકિત , કલ્પનાશકિત , કામ આવે છે .

     ક્રોંચે કળા ને આંતરિક અભિવ્યકિત કહી . તેથી કેટલાંકે તેના પર આક્ષેપ મૂક્યો કે ઊંચે કવિતા માં સૌદર્ય ની અવગણના કરે છે . આંતરિક અભિવ્યકિત માં અભદ્ર , અસુંદર , અને કુત્સિત પણ આવે , અનૈતિક પણ આવે , અને ક્રોંચે એ પ્લેટો થી જુદા પડી ને આનો વિરોધ કર્યો નથી . કોંગ્રે માને છે કે કળા એ નૈતિક પ્રવૃતિ નથી , કળા – પ્રક્રિયા અને નૈતિક ક્રિયા બેને ક્રાંચે જોડતો નથી . જગત માં કુરૂપ અપ્રિય - તુચ્છ કે સારું – નરસું જે કાંઇ છે તે બું કલાકૃતિ નો વિષય બને છે . જે વસ્તુ આ જગત માં છે તે કવિ નાં ચિત્ત માં પણ આવવાની . એટલે નૈતિક સિદ્ધાંતો , જીવન વ્યવહાર નાં સિદ્ધાંતો કળા જગત નાં સિદ્ધાંતો નથી . કળાકાર તો સમગ્ર જીવન ને જૂએ છે . ઘણા એ કહ્યું છે કે , કોંચે અભિવ્યંજના વાદ થી જીવવાનો દ્રોહ કરે છે . હકીકત માં એવું નથી . કોંચે જીવન નું નવતર ચિત્ર રજૂ કરવાનો આગ્રહ રાખે છે . કળાકારે જેવું જોયું એવું જ એ રજૂ કરવાનું , એટલે એમાં જીવન નો દ્રોહ છે એવું નહીં કહી શકાય . કોંચે એ કળા માં અનેક વિષયો લાવવાની મોકળાશ કરી આપી , અને મેમું આર્નલ્ડ વગેરે ને " જીવન ખાતર કળા " ના મત ની પુષ્ટિ કરી કવિતા ને સંકુચિત કરી હતી . તેમાંથી કવિતા કળા ને કોંચે છોડાવે છે . અને " કળા ખાતર કળા " ના મત ની પૂનઃ સ્થાપના કરે છે .

     આમ , ક્રોંચે એ બાહ્ય અભિવ્યક્તિ નું તીરોધાન કરી ને કળા ને કળાકાર માં સ્થાપિત કરી . ક્રોંચે ને મન કળા અભિવ્યકિત દ્વારા સૌંદર્ય ની પ્રતિષ્ઠા કરે છે . કળા સ્વયં એક સ્વાસ્થ છે , અને એટલે એને ક્રોંચે મહાન માનવાતા ની જનની કહી છે .