'રંગ છે રવાભાઈને' — પાઠ ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસપાર ભાગ-1 માંથી લેવામાં આવેલ છે. મેઘાણીની વાર્તાના મોટાભાગના પાત્રો શુરવીરતા, બલિદાન, પરોપકાર અને આત્મરક્ષા કાજે પોતાની પરવા કર્યા વિના માત્ર જનકલ્યાણ કે સમાજ સેવા અર્થે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. મેઘાણીએ પોતાની મોટાભાગની વાર્તાઓ સત્યઘટના આધારિત બનાવોને આધારે રચી છે. તેમાંનું એક પાત્ર રવાભાઈ છે.

રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છેગામના દેવાણી ભાયાત વડૌદના ભાગીદાર હતા. હજુ તો મુછો જ ફૂટી હતી પણ દેહલાલિત્ય તો જાણે આપેડને પણ શરમાવે તેવું હતું; મજબૂત કાઠી, ઉંચો ગોરો વાન અને પહાડી અવાજ - વ્યક્તિત્વ તો જાણે સૂરજે પણ તેનો તાપ આછો કરવો પડે તેવું તેજસ્વી હતું. રવાભાઈ રાજપૂતની નજર એટલી ચકોર હતી કે પોતે પોડેસવારી કરતો હોય તો પણ તેની બાજ નજર ચારેકોર ફરતી હતી. તેની બાજુમાંથી તણખલું પણ પસાર થાય તો પણ રવાભાઈને જાણ થઈ જાય. હોંશિયારી તેમને જાણે વારસામાં મળેલી. રવાભાઈ ચાલ્યા આવતા હોય ત્યારે તેમની આજુ-બાજુ કોઈ ટોળું આવતું હોય તેમને કોઈ ચિંતા કરવાની જરૂર રહે જ નહીં બધુ જ રવાભાઈ હિંમતથી જ નિઃસ્વાર્થભાવે સંભાળી લેતા. રવાભાઈ રાજપૂત હોવાને કારણે ઘોડેસવારી તેમને વારસામાં મળી હોય તેવું લાગે છે. રવાભાઈનો થોડો પણ તેમના જેવો જ ઉત્સાહી અને થનગનાટવાળો હતો તે બધી જ રવાભાઈની આપેલી તાલીમ જ ગણી શકાય.

રવાભાઈ પોતાના કામે જ્યારે પણ બહાર જતા ત્યારે અચુક નીતિ-નિયમો પાળતા હતા. તેઓ પાર્મિક વૃત્તિના માણસ હતા. પાક્કા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા. તેઓ કોઈપણ જાતનું વ્યસન કરતા નહીં. દારુ કે અફીણ જેવા કેફી દ્રવ્યોનું તો ક્યારેય સેવન કર્યું જ નથી.

રવાભાઈ પોતે ખૂબ જ નીડર વ્યક્તિ હતા, તેમની નજરમાંથી આમ તો કોઈ બાકાત નહોતું રહી શકતું. જો કોઈ ચાલાકી કરવા જાય તો પણ તેમની નજરમાંથી છટકી શકતું નથી. અમુક ગુણો તેમના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લંગાડતા હતા.

સમય આવતા જ આ રજપૂત ખુલ્લી તલવારે એકલો રણમેદાનમાં દુશ્મનોને પાડી દેવાની હિંમત ધરાવતો હતો. નાના મોટા થા તો તે ધ્યાનમાં જ નહોતો લેતો, રવાભાઈ જયારે યુદ્ધ કરતા ત્યારે ભાન ભૂલી જતા કે તેમને કોઈ જગ્યાએ પા વાગ્યો તો પણ તે પીડાની પરવા કર્યા વિના જ પિંગાણું ચાલુ રાખીને કાર્ય પૂરુ કરતાં રવાભાઈને શરીરની પીડા યુદ્ધ પૂરૂ થાય પછી જયારે ભાનમાં આવે ત્યારે થતી તેટલા તે મજબૂત અને ખમીરવંતા હતા. રવાભાઈનું લોહી રાજપૂત હોવાને નાતે ખૂબ જ ગરમ હતું. નાની-મોટી ઈજાઓને તો ગન્નતા પણ નહિ. રવાભાઈ સ્વામિનારાયણ ભગવાનમાં ખૂબ માનતા. તેમના શીખવેલા રસ્તા પર તે ચાલતા. એકવાર એક યુદ્ધમાં તે બહુ જ ગંભીર રીતે થવાયેલા હતા, ત્યારે સાથે રહેલા લોકોને કહી દીધું કે મારા કુંટુંબીજનો અને મિત્રો કે મારા ભાઈઓ મને દવા તરીકે દારૂ પાય તો પાવા દેતા નહિ પણ ભલે પછી મારા પ્રાણ કેમ ના જાય ? તેટલા તેઓ ચુસ્ત અને ભગવાનને વરેલા વ્યક્તિ હતા. તેમના દેશને ક્યારેષ વ્યસનની હવા પણ આવવા દીધી ન હતી.

રવાભાઈની સાથે તેમની માતા પણ એટલા જ શૂરવીર હતા. પેલી કહેવત છે અને અમુક બાબતો અને ગુણો બાળકને વારસામાં મળે. માતા-પિતા તરફથી મળે. એકવાર રવાભાઈ યુદ્ધમાં ખૂબ ઘવાયા હતા. તેની જાણ તેમના માતાને થઈ ત્યારે તેમનું પેટમાં પાણી પણ હાલ્યું નહોતું, અને તેઓ હિંમતભેર બોલ્યા હતા કે મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થાય એટલે મારો રવો જીવતો જ છે તેવું હું સમજું છું. આજે મારો તહેવાર બગડયો નહિ પણ સુપર્યો છે. મારા દીકરાના કારણે ઘણા લોકોનો જીવ બચ્યો છે. મારા અંતરમનને ખૂબ રાજીપો થયો છે. રવાભાઈની શાખ તો દૂર-દૂર સુધી હતી. તેમને ભાગ્યે જ કોઈ ના ઓળખતું હોય તેવું બને. તેમની શુરવીરતાની ગાથા તો ગામે-ગામ ગવાતી.

રવાભાઈની ખાનદાની, શૂરવીરતા અને સમર્પણશીલતાની જાણ ભાવનગરના મહારાજજી જશવંતસિંહજીને થઈ અને સમાચાર મળ્યા ત્યારે તેમણે સોનાની મૂકની તલવાર તથા સોનેરી શેલું ભેટ મોકલેલા. તેમણે રવાભાઈને ભારે શાભાસી આપેલી અને તેમની શૂરવીરતાની કદર કરેલી. ઘણા વર્ષો પછી રવાભાઈની પ્રસિદ્ધિની સુગંધ રેલાયેલી જ એલી. જે પિંગાણામાં સિપીઓ હતા તેમાંથી એક-બે સિપીઓ બચી ગયેલા અને તે રાજના સિપાઈમાં નોકરી કરતા હતા. સિંચીએ ખૂબ જ ઝીણવટપૂર્વક રવાભાઈના વ્યક્તિત્વની ઝાંખી દર્શાવી હતી. તેમણે કહેલું કે રવાભાઈ તો ખરો રાજપુત હતો. જવારથી મેં રવાભાઈની શૂરવીરતા અને રંગ જોયો ત્યારથી હું જ્યારે પણ કસુંબો લઉં ત્યારે બોલું કે “રંગ છે રવાભાઈ રજપૂતને" અને તેમને ખૂબ યાદ કરું અને રવાભાઈને રંગ આપ્યા પછી જ હું કસુંબો લઉં છુ અને મારા પરવરદિગાર અલ્લાહ પાસે મારા આ ગુનાહની તોબા કર્યું છું.

આ વાત 1923ની છે. આ વાતને ઘણા વર્ષના વહેણ વહી ગયા છે પણ રવાભાઈ આજે પણ સૌના હ્રદયમાં જવે છે એક શૂરવીર તરીકે, એક સાથે વ્યક્તિ તરીકે, એક ખાનદાની રજપૂત તરીકે, રવાભાઈના રંગની રંગત. આ માભોમ પર ખૂબ જ પાટીલી છાપ છોડી ગઈ છે. તે વાતમાં બેમત નથી. પન્ય છે, રવાભાઈને, રંગ છે રવાભાઈને....