પરિચય : આપણા ગુજરાતી સાહિત્યના નખશિખ સોરઠી સાહિત્યકાર એવા રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનાર શ્રી ઝવેરચંદ કાળિદાસ મેઘાણીનો જન્મ તા. 28-8-1896 ના રોજ સૌરાષ્ટ્રના ચોટીલા ગામમાં વણિક કુટુંબમાં થયો હતો. પિતા વ્યવસાયે ચોટીલામાં પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવતા. માતાનું નામ પોળીબા મૂળ વતન બગસરા. પરંતુ પિતાની નોકરીને કારણે પુત્ર ઝવેરચંદનો ઊછેર ડુંગરાળ પ્રદેશમાં થયેલો. તેમણે સોરઠના પહાડ-નદીના સાંનિધ્યમાં બાળપણ ગુજારેલું. જેના કારણે મેઘાણી પોતાને 'પહાડના બાળક' તરીકે ઓળખાવતા હતા.
મેઘાણીને પોષણ પૂરું પાડનાર સોરઠની પરતી-વન અને માનવ સંસ્કારોએ તેમના જીવનમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. શાળા જીવનમાં કલાપીના કાવ્યો ગાઈ ગાઈને મિત્રોને ખુશ કરતા આથી મિત્રોમાં ‘વિલાપી' તરીકે ઓળખાતા.
મેઘાણીનો પહેરવેશ સુરવાલ, ઝભ્ભો, બેંડી અને પાછળ છોગુ લટકતું હોય ને વાળની એક લટ આગળ આવે એ રીતે બાંધેલો સાફો પારણ કરતા. ગેબી વિપાદભરી આર્દ્ર આંખો, તેમનો મીઠો મધુર પીર ગંભીર અવાજ અને કાઠિયાવાડની મીઠાશ તેમની જીભે નીતરતી,વાણીમાં માપુર્ય- વિવેક, સ્વમાન અને નમ્રતા તેમની તાસીરના ખાસ લક્ષણો હતાં. નાનપણથી જ શરમાળ સ્વભાવના પરંતુ તેમની ઉચ્ચ ભાવના અને ઉમદા વિચારોમાં દરિયાનો પુષવાટી દેખાતો. તેમની વક્તત્વ શક્તિ લોકોના હૃદયને હચમચાવી મૂકે તેવી પણ તેઓ હંમેશાં નાજુકાઈ અને વિવેકથી ઉપયોગ કરતા, તેઓ કહેતા સાહિત્ય વક્તત્વ ને કલા લોકોને પ્રગતિ તરફ લઈ જાય છે.
પ્રાથમિક અભ્યાસ રાજકોટની સુંદર શાળામાં તેમજ માધ્યમિક દાઠા લાખાપાદર વગેરે ગામોમાં લઈને અમરેલીના છાત્રાલયમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. ઈ.સ. 1912માં અમરેલી હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા આપી. 1913માં ભાવનગરની કોલેજમાં દાખલ થયા અને 1916માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા પછી ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષકની નોકરી મેળવી લીધીને એમ.એ.નો અભ્યાસ ચાલુ કર્યો, પરંતુ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે એમ.એ.નો અભ્યાસ પડતો મૂક્યો.
મોટાભાઈની બીમારીને કારણે અભ્યાસ છોડી કલકત્તા જવું પડયું અને ત્યાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર તરીકે ફરજ શરૂ કરી, વ્યવસાય અર્થે ત્રણ માસ ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા. પરદેશથી પાછા આવ્યા બાદ બે વર્ષ કારખાનામાં રહ્યા, પણ સાહિત્યના રસિકને નોકરીમાં રસ ન પડયો. આવા સમયે જન્મભૂમિ યાદ આવતી હતી; આર્થિક સધ્ધરતાવાળી નોકરી છોડી દીધી, 1921ના સપ્ટેમ્બરમાં વતનની ધરતી પર બગસરા પાછા આવી પહોંચ્યાં.
ત્યાર બાદ મેઘાણી તેમના મુરબ્બી મિત્રને ઉદેશીને લખે છેઃ અંધારું થતું જાય છે; ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછા આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ બે માસમાં પાછો આવું છું. જીવનની આ ગૌધુલિને સમયે-અંધકાર અને પ્રકાશની મારામારી વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું, હું બંપુહીન નથી એમ કહેવા દેજો.” પત્રાંતે વતનમાં જવાનો અને ઉમળકો પ્રકટ કરતી વિલક્ષણ સહી "લિ. હું આવું છું! એમ તેઓ કહેતા હતા.
કુટુંબના કલેશમય વાતાવરણમાં મેઘાણીનો કવિ જીવ ઉછેર્યો હતો. નાના બાળકને પીવાના દૂધમાંથી બનાવેલો રૂપ પાક ઝવેરચંદને ગળે ઉતરતો નથી. શાળામાં તેઓ પ્રાર્થના મધુર સ્વરે ગાતા, કલાપી અને નાનાલાલ તેમના પ્રિય કવિઓ હતા, જે વર્ષે સ્નાતક થયા તે જ વર્ષે શામળદાસ કોલેજને મેગેઝિનના પહેલા અંકમાં પ્રો. ભીંડેના કહેવાથી "લોકસાહિત્ય' વિશે લેખ લખ્યો; તે તેમનો પહેલો લેખ હતો.
મેઘાણી કલકત્તાની ઉજજળી નોકરી છોડી બંગસરા તો આવ્યા પણ, હવે શું કરવું? ખેતી, નોકરી, વેપાર એની મૂંઝવણ અનુભવવા લાગ્યા. એવામાં તેમના જીવનનો રાહ નક્કી કરનાર ત્રણ મહત્ત્વના બનાવ્યો બન્યા. એક બાળમિત્ર, સ્નેહભાવ રાખનાર મિત્ર, દુડાળાના દરબાર વાજ સૂરવાળાનો ભેટો થઈ ગયો. આ મિત્ર તેમની આગવી રશૈલીમાં જૂની લોકકથાઓ કહેતા તેમજ ચારણો, રાવળો, વાર્તાકારોને દુડાળા તેડાવતા. દરબાર મેથાણીને કલાપીનાં સ્મરણો, સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહેતા, મેઘાણીને તેમાં તેમનું જીવન કાર્ય દેખાયું. બીજું, જેતલપુરના સંસ્કારી પરિવારની કન્યા દમયંતીબહેન સાથે લગ્ન થયા. ત્રીજું, મોટા મિત્ર ગુલાબચંદભાઈના પરિવાર સાથે નવદંપતિ એ સૌરાષ્ટ્રના જુદા જુદા સ્થળોનો પ્રવાસ કર્યો. તે દરમ્યાન તેમણે ‘મોતીની ઢગલીઓ, અમરરસની ટપાલી' અને ચૌરાનો પોકાર' એમ ત્રણ લેખો લખ્યા.
મેઘાણીએ 'ચોરાનો પોકાર' લેખ 'સૌરાષ્ટ્ર' સાપ્તાહિક પર મોકલી આપ્યો. તે લેખથી તેના તંત્રી શ્રી અમૃતલાલ પ્રેભાવિત થયા તેમને રાણપુર બોલાવ્યા ને 'સૌરાષ્ટ્ર'ના તંત્રીમંડળમાં સ્થાન આપ્યું. જેના કારણે તેમની સાહિત્યિક કારકિર્દી વિક્સી. 'કુરબાનીની કથાઓ'નો અનુવાદ કરેલો. ટાગોરની કથા-કાહિનીનું રૂપાંતર તથા 'ડોશીમાની વાતો' પ્રગટ થયા. અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યલેખન માટે અને બાકીના દિવસોમાં આજુબાજુના ગામોમાં ફરીને લોકસાહિત્ય એકઠું કરવું – એમ નક્કી કર્યું. આ એકત્ર કરેલી લોકસાહિત્યની સામગ્રીમાંથી 'સૌરાષ્ટ્રની રસધાર' પ્રગટ પત્રકારત્વનો વ્યવસાય અને લોકસાહિત્યનું સંશોધન સંપાદન એ એમના જીવનનું મુખ્ય પ્લેથ બન્યા. આ બંનેએ મેઘાણીના જીવનની ઉજળી કારકિર્દી પડવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પરંતુ ઈ.સ. 1926માં પત્રકારત્વના પ્રપંચથી કંટાળીને થોડા સમય નિવૃત્તિ લીધી. 1928માં લોકસાહિત્યની સેવા માટે 'રણજીતરામ સુવર્ણચંદ્રક' એનાયત થયો. ઈ.સ. 1930માં સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં જોડાવાના આરોપસર બે વરસની કેદની સજા થઈ. તેમને કોઈપણ જાતના ગુના વિના પકડવામાં આવ્યા હતા. 1932માં સૌરાષ્ટ્ર સામાયિક બંધ થતા તેમના સાથીદારોએ મળીને 'ફૂલછાબ' શરૂ કર્યું. તેમાં પણ રાજકીય રંગ લાગ્યો એટલે તેમાંથી નીકળી ગયાં. ઈ.સ. 1933માં પત્ની દમયંતીબહેને અગ્નિસ્નાન કર્યું. તેના કારમાં આઘાતને કારણે સૌરાષ્ટ્ર છોડીને મુંભઈ ચાલ્યા ગયા. ત્યાં ત્રણ વર્ષ રહ્યાં ને 'જન્મભૂમિ' દૈનિકનું કામકાજ સંભાળ્યું. તે સમયમાં નેપાળના પંડિત શિરોમણિ હરિહર શર્માની વિધવાપુત્રી ચિત્રાદેવી સાથે લગ્નસંબંધથી 'જોડાયા. દરમિયાન ફૂલછાબ બંધ થવાની તૈયારીમાં હતું. એટલે ફૂલછાબનું સુકાન હાથમાં લેવા પાછા બોટાદ ગયા. ત્યાર પછી 1945માં ફૂલછાબમાંથી નિવૃત્તિ લઈ લીધી. 1946માં પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પ્રવાસ કર્યો. ઉત્તર ગુજરાતની મુલાકાત લીધી અને 'માણસાઈના દીવા' જેવું મુલાયમ પુસ્તક રચ્યું. આ બધા કાર્યો સાથે લોકસાહિત્યનું કાર્ય ચાલું જ હતું. 1943માં લોકસાહિત્યનું સમાલોચન' એ વિષય પર વ્યાખ્યાનો આપ્યાં. 'માણસાઈના દીવા' માટે 'મહિડા પારિતોષિક મેળયું. ત્યાર બાદ તુરત જ રાજકોટ સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગમાં પ્રમુખ બન્યા. ઈ.સ. 1947માં 9મી માર્ચે બોટાદમાં હૃદય બંધ પડવાથી એમનું અવસાન થયું.
લોકસાહિત્ય પ્રત્યેનો સ્નેહ, સમર્પણ :
ગુજરાતી સાહિત્યમાં મેઘાણીનું સ્થાન ચિરંજીવ છે. મેઘાણીના ઉમાશંકર જોશી પરના પત્રમાં જણાવે છે કે, "મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી, લોકસાહિત્યની એક જ કલગી બસ છે ને એને સમર્થન આપવા માટે મારી પાસે ઘણું છે." "મારું ઈત્તર લેખન જરૂર ભલે ભૂંસાઈ જાઓ (ને, ભૂંસાઈ જ જશે તો) હું ફક્ત એકલા લોકસાહિત્યનું નામ લઈને ઊભો રહીશ. એમાં રહેલી નાનમ પણ મને મારી પોતાની લાગશે.' તેમ કહેતા.
અર્વાચીન યુગના સાહિત્ય પૂર્વે દલપત-ફાર્બસ, નર્મદ-મહિપતરામ-વગેરે થઈ ગયા પરંતુ મેઘાણી લોકસાહિત્યની બપી જ દિશાઓમાં ફરી વળ્યાં હતાં એટલે આજેય મેથાણી અને લોકસાહિત્ય અભિન્ન છે. મેઘાણી એ સોરઠના લોકસાહિત્ય માટે ગામડે ગામડે ગીરના જંગલોમાં નેસડા, ચારણો, બારોટ, ભરવાડ, ઢાઢીએ, પરડી દાદીમાંઓ, બધાની પાસેથી લોકગીતનો ખજાનો ખાધો પછી જ જંપીને બેઠા. મેથાણીનું લોકસાહિત્યનું શ્રેષ્ઠપ્રદાન 'સૌરાષ્ટ્રની રસધાર' અને 'સોરઠી સંતો - દાદાજીને ડોશીમાની તથા 'કંકાવટી'ની વાર્તાઓ છે. આ વાર્તાઓમાં સાહિત્યિક અને સામાજિક બંને રીતે શ્રેષ્ઠ વાર્તાઓ છે. લોકગીતોમાં મેથાણીએ આટલા બધા લોકગીતો ક્યાંથી પ્રાપ્ત કર્યા તે જાણવા જેવું છે. તેમણે અદશ્ય થતા જતાં લોકગીતો બચાવી લીધા છે.
મેથાણીની 'સૌરાષ્ટ્રની રસધાર' ભાગ-1 ની પ્રસ્તાવનામાં જણાવે છે કે, 'રસધાર'ની અંદર એકલી કલ્પના નથી ગાતી; ઈતિહાસને ગવરાવી રહી છે. લોક્સાહિત્યનું પાન કરતા કરતા મેઘાણીએ સૌરાષ્ટ્રના આત્માને પિછાણ્યો હતો.
લોકસાહિત્ય પ્રત્યેનો અણગમો દૂર કરીને લોકસાહિત્યના કસુંબાને ઘેરઘેર પીવરાવી દીધું. મેઘાણી લોકસાહિત્ય વિશે કહે છેઃ “હું મને પોતાને ધરતીનું ધાવણી પાવેલો તેમજ યુનિવર્સિટીના ખોળામાં ઉછરી મોટો થયેલો માનું છું; કેમ કે લોક્સાહિત્ય પ્રત્યે મને અભિમુખ કરી લોકસાહિત્યના મૂલ્ય શીખવનાર પણ મને પુનિવર્સિટીમાંથી મળેલી કેળવણી છે. એ મારી માન્યતા છે, તુલનાત્મક અભ્યાસદષ્ટિ અને સત્યાન્વેપણની સાન આપણને વિદ્યાલયોમાંથી મળે છે. "
મેથાલીની 'સૌરાષ્ટ્રની રસધાર'ના પાંચ ભાગોમાં સોરઠી લોકસમાજમાં વેર અને પ્રેમની, બંધુતા અને પિક્કારની, યુદ્ધ અને દોસ્તીની, દારુલ, કરુલ, ભીપણ અને નાજુક લાગણીઓની સૌ એક વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ઈ.સ. 1927 થી 1929 સુધીમાં લખેલા 'સોરઠી બહારવટિયા'ના ત્રણ ભાગમાં તેઓ જેને પ્રસંગવીર-પરિપૂર્ણવીરનહિ - તરીકે ઓળખાવે કે તેવા વીર રામવાળો, જોગીદાસ ખુમાણ, ભીમોજન, ચાંપરાજવાળો, વાલીનામોરી, મુળુ માણેક વગેરેની કથાઓ છે.
સાહિત્ય સંપત્તિ :
કાવ્ય : વેણીનાં ફૂલ (1923), કિલ્લોલ (1930), યુગવંદના (1935), એક્તારો (1940), બાપુના પારણાં (1943), रवीन्द्र वीक्षा (1944).
નવલકથા : સત્યની શોધમાં (1932), નિરંજન (1939), વસુંધરાનાં વહાલાં દવલાં (1937), સોરઠ, તારા વહેતાં પાણી (1937), સમરાંગણ (1938), અપરાપી (1938), વેવિશાળ (1939) રા'ગંગાજળિયો (1939), બીડેલાં દ્વાર (1939), ગુજરાતનો જય ખંડ 1-2 ભાગ (1939, 1942), તુલસી ક્યારો (1940), પ્રભુ પધાર્યા (1943), উলেখ (সपूर्व-1947).
નાટક : રાણોપ્રતાપ (1923), રાજારાણી (1926), શાહજહાં (1927), વંઠેલાં (1934).
નવલિકા : મેઘાણીની નવલિકાઓ ભાગ 1-2 (1931, 1935), દરિયાપારના બહારવટિયા (1932), જેલ ઓફિસની બારી (1934), પલકાર (1935), માણસાઈના દીવા (1935), વિલોપન (1936).
આત્મકથન : પરકમ્મા (1949), છેલ્લુ પ્રયાણ' (1947).
ચરિત્ર : કુરબાનીની કથાઓ (1922), બે દેશ દીપક. (1927), ઠક્કર બાપાં (1939), મરેલાના રુધિર (1942), અકબરની યાદમાં (1942), પાંચ વર્ષના પંખીડાં (1942), આપણું ઘર (1942), આપણા ઘરની વધુ વાતો (1942), દયાનંદ સરસ્વતી (1944).
પત્ર : લિ. સ્નેહાધીન મેથાણી (1948).
પ્રવાસ : સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં (1928), સોરઠને તીરે તીરે (1933)
વિવેચન: લોકસાહિત્ય (1939), લોકસાહિત્ય-પગદંડીનો પંથ (1942), ચારણો અને ચારણી સાહિત્ય (1943), પરતીનું પાવણ (1944), લોકસાહિત્યનું સમાલોચન (1946).
નિબંધ : વેરાનમાં (1935), સાંબેલાના સૂર (1944), પરિભ્રમણ - ભાગ 1-2-3 (1944, 1947, 1947).
લોકકથા : ડોશીમાની વાતો (1923), સૌરાષ્ટ્રની રસધાર - ભાગ-1થી 5 (1923, 1924, 1925, 1927) દાદાજીની વાતો (1927), સોરઠી બહારવટિયા - ભાગ 1, 2, 3 (1927, 28, 29), કંકાવટી ભાગ 1-2 (1927. 28), સોરઠી સંતો (1928), સોરઠી ગીતકથાઓ (1931), પુરાતન જયોત (1938), રંગ છે બારોટ (1945).
ઈતિહાસ : એશિયાનું કલંક (1923), હંગેરીનો તારણહાર (1927), મિસરનો મુક્તિસંગ્રામ (1930), સળગતું આયર્લૅન્ડ (1931), ભારતનો મહાવીર પડોશી (1943), ધ્વજમિલાપ (1943).
લોકગીત: રઢીયાળી રાત ભાગ 1 થી 4 (1925, 1929, 1927, 1942), ચુંદડી ભાગ 1-2 (1928 1929), હાલરડા (1928), ઋતુગીતો (1929), સોરઠી સંતવાણી (1947), સોરઠિયા દુહા (1947).
કવિતા : વેણીનાં ફૂલ 1923 અને 'કિલ્લોલ' 1930 તેમાં.
વેણીના ફૂલ : ગીતનો સંગ્રહ છે; કેટલાક બંગાળી ગીતો છે. તેમાં અંગ્રેજી જાપાની કાવ્યની છાયા દેખાય છે.
કિલ્લોલ : ગીતમાં બાળક અને માતા વચ્ચેના માતૃપ્રેમની ઊર્મિ કેન્દ્ર સ્થાને છે. પાંચ ભાગમાં વહેંચાયેલો છે. .
યુગ વંદના : એ તેમને 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ અપાવ્યું તેમાં દેશપ્રેમના 24 કાવ્યો છે
એકતારો : (1940) 47 કાવ્યો છે તેમાં મેથાણી જણાવે છે કે “કવિતામાં વ્યક્ત કરતા અવ્યક્ત જ વધુ મહત્ત્વનું છે.
બાપુનાં પારણાં (1943): ગાંધીજીના કાવ્યોનો સંગ્રહ છે.
રવીન્દ્ર વાણી (1944): 66 કાવ્યોનો સંગ્રહ છે.
મેથાણી ગાંધી વિચારોથી રંગાયેલા હતા. ગામડાના ખેતરના ખૂણામાં કોશ હાંકનાર કોશિયા સુધી કવિતાને પહોંચાડવા માંગતા હતા. કવિતાને લોકોનો અવાજ બનાવવા માંગતા હતા. તે કાર્ય તેમણે કરી બતાવ્યું. દેશભક્તિનો પ્રેમભાવ એમની કવિતામાં ખૂબ જ નીતરતો જોવા મળે છે.
મેધાણીનો પ્રથમ નવલિકા સંગ્રહ તે અનુવાદ કરેલ છે. ટાગોરની કથાઓ કાહિનીનું 'કુરબાનીની કથાઓ' (1922) મેઘાણીની નવલિકાઓ ત્રણ ખંડમાં 62 વાર્તા રૂપે છે. 'વહુ અને પોડો', 'બેમાંથી ક્રોણ સાચું ?', 'પૂપાગોર, ફક્કડ વાર્તા, 'ચંદ્રભાલના ભાભી', 'બબલી એ રંગ લગાડયો, જેવી વાર્તાઓ નોંધપાત્ર અને હૃદયગમ્ય છે. ખાસ કરીને મેઘાણીની નવલિકાઓ 'જેલ ઓફિસની બારી' (1934), 'વિલોપન', 'માણસાઈના દીવા' (1945) આ મૌલિક નવલિકાઓ છે. 'માણસાઈના દીવા' શ્રેષ્ઠ નવલિકા છે. નાટકોમાં વંઠેલાં સમાજસુધારાને લક્ષમાં રાખીને લખવામાં આવેલ એકાંકી-નાટકો છે. 'રાજા-રાણી' ટાગોરના નાટકનું અને બીજા બે ટ્રિજેન્દ્રલાલ રોયના નાટકના રૂપાંતરો છે. જે રંગભૂમિ પર અને સાહિત્યક્ષેત્રે ખૂબ જ આવકાર્ય રહેલા છે. નવલકથામાં ઈતિહાસને લગતા પુસ્તકો લખ્યા છે. તેમણે લોકકથાઓને ઈતિહાસ સાથે ભેળવી દીધી છે. ‘એશિયાનું કલંક', 'હંગેરીનો તારણહાર', 'મિસરનો મુક્તિ સંગ્રામ', 'સળગતું આર્યલેન્ડ' વગેરે. ગુજરાતનો જય ભાગ - 1-2, 'સોરઠ તારાં વહેતા પાણી', 'તુલસી ક્યારો', 'વેવિશાળ' અને નિરંજન જેવી સામાજિક નવલકથાઓ છે. આધુનિક નવલકથાઓ સાથે મેઘાણીની નવલકથાઓને મેળ ખાતો નથી.
મેથાણીના ચરિત્રો-પત્રોમાં જીવનચરિત્રો લખાયેલાં છે. 'પરકમ્મા', 'છેલ્લુ પ્રયાણ' તથા 'લિ. સ્નેહાપીન મેઘાણી'નાં આત્મકથન છે. ‘બે દેશ દીપકો', 'મરેલાના રૂપિર', 'ઠક્કરબાપા', 'અકબરની યાદમાં', દયાનંદ સરસ્વતી જીવનચરિત્રો છે. મેથાણીએ ગદ્ય દ્વારા જ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. રોમેન્ટિક ગદ્ય એ તેમનું આગવું લક્ષણ છે. અને તેમાં સોરઠી વાણીનો મરોડ તેમનું આગવું પ્રદાન છે. તેમના સોરઠી શબ્દો, રૂઢિપ્રયોગ અલંકાર-છા, લય-માપુષને કારણે ગુજરાતી ગદ્યને એક નવો વળાંક મળ્યો. મેઘાણીની સફળતાનું મુખ્ય કારણ તેમની ગઘશૈલી છે.
મેઘાણી આયુષ્યના પ્રથમ તબક્કામાં સાહિત્ય ક્ષેત્રે થોડા નિષ્ક્રિય રહ્યા છે. ત્યાર પછી મેઘાણીએ ગુજરાતી સાહિત્યમાં એક નોખી ભાત પાડી છે. મેઘાણીના જીવનના સરવૈયામાં જમા પાસામાં ઘણું બધુ જમા કરાવ્યું છે. મેઘાણીને યુગવંદના એ રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવ્યું છે. માટે મેઘાણીને એમના અથાગુ પુરુષાર્થ બદલ અભિવાદન કરીયે છીએ !
0 ટિપ્પણીઓ