બંધારણની સામાન્ય સમજ


→ બંધારણ માટે Constitution શબ્દનો ઉપયોગ થાય છે જે લેટિન ભાષાના constitutes પરથી લેવામાં આવેલો શબ્દ છે.

→ બંધારણકોઈપણ દેશનો મૂળભૂત કાયદો હોય છે. બંધારણ એ દેશ ચલાવવા માટેનો મૂળભૂત દસ્તાવેજ હોય છે. બંધારણમાં દેશનું શાસન વ્યવસ્થા ચલાવવા અંગેનું તંત્ર, દેશના પદાધિકારીઓ, કાયદો બનાવવાની પ્રક્રિયા, ન્યાયતંત્ર વગેરે સંબંધી જોગવાઈ હોય છે. ભારતમાં કાયદાનું શાસન હોવાથી બંધારણ સર્વોપરી છે.

બંધારણના મુખ્ય બે પ્રકાર છે :

૧) લેખિત બંધારણ

૨) અલેખિત બંધારણ

→ લેખિત બંધારણ એટલે એવું બંધારણ જેને તૈયાર કરવા બંધારણ સભાની રચના કરવામાં આવી હોય તથા જ્યાં સુધી બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી સળંગ બંધારણ સભાએ કાર્ય કર્યું હોય.

→ અલેખિત બંધારણ એટલે એવું બંધારણ જેને તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરી ન હોય જેમ જેમ જરૂર પડી હોય તેમ તેમ તે દેશની સરકારે નિયમો અથવા કાયદા બનાવ્યા હોય.

→ વિશ્વનું સૌપ્રથમ લેખિત બંધારણ અમેરિકાનું છે 1789 માં અમેરિકાના બંધારણનો અમલ થયો હતો.

→ બ્રિટનનું બંધારણ અલેખિત છે એટલે કે બ્રિટનમાં બંધારણ તૈયાર કરવા બંધારણ સભાની રચના કરવામાં આવી નથી.

→ ભારતનું બંધારણ લેખિત બંધારણ છે ભારતનું બંધારણ તૈયાર કરવા 1946 માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. 2 વર્ષ 11 માર્ચ અને 18 દિવસ કાર્ય બાદ 1950માં બંધારણ તૈયાર કર્યું. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતીય બંધારણનો અમલ શરૂ થયો 26 જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. 

 બંધારણની પૃષ્ઠભૂમિ 

→ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600 માં થઈ હતી 1757ના પ્લાસીના યુદ્ધ અને ત્યારબાદ 1764ના બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ,બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોને બિહાર બંગાળ અને ઓડીસાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ.

→ 1857ના વિપ્લવ બાદ ભારતમાં કંપની શાસનનો અંત આવે છે અને બ્રિટિશ તાજનું શાસન શરૂ થાય છે. બ્રિટિશ તાજ ભારત પર દેખરેખ રાખવા માટે વાઈસરોયની નિમણૂક કરે છે. 

→ 1895 માં બાળગંગાધર તિલક દ્વારા સ્વરાજ માટેની માંગ કરવામાં આવી હતી. 1906માં બાળગંગાધર તિલકે ‘ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ’ એવું સૂત્ર આપ્યું હતું. તેઓએ ‘ધી મરાઠા’ અને ‘કેસરી’ નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા.

→ 1922માં ગાંધીજીએ કહ્યું હતું કે ભારત માટેના કાયદા ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવા જોઈએ 1934માં માનવેન્દ્રનાથ રોય જેને આપણે એમ.એન.રોય કહીએ તેમણે ભારતીય વ્યક્તિ દ્વારા બનેલી બંધારણ સભાની માંગ કરી હતી. બંધારણ સભાની સૌપ્રથમ માંગ એ માનવેન્દ્રનાથ રોય કરી હતી.
→ 1935માં કોંગ્રેસ પાર્ટીએ બંધારણ સભાની માંગ કરી હતી.

→ ગાંધીજી વિશે જોઈએ તો ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર ખાતે થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ પણ 2 ઓક્ટોબર છે. 

→ ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. 1882 માં 13 વર્ષની ઉંમર વયે તેમના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા. સપ્ટેમ્બર 1888 માં ગાંધીજી બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા. 1891 માં બેરિસ્ટર બની ભારત પરત ફર્યા હતા. 

→ 1893માં શેખ અબ્દુલ્લાનો કેસ લડવા આફ્રિકા ગયા હતા. 9 જાન્યુઆરીના રોજ ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા તેથી 9 જાન્યુઆરીને આપણે ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ.

→ કોંગ્રેસ પાર્ટી વિશે જોઈએ તો કોંગ્રેસ પાર્ટીની સ્થાપના 18 ડિસેમ્બર 1885માં થઈ. કોંગ્રેસનું સૌપ્રથમ અધિવેશન મુંબઈમાં વ્યોમેશચંદ્ર બેનર્જીની અધ્યક્ષતામાં યોજાયું હતું. કોંગ્રેસની સ્થાપના માટે એ.ઓ.હ્યુમ નામના અંગ્રેજ અધિકારીની પ્રેરણા હતી. કોંગ્રેસનો શાબ્દિક અર્થ લોકોનો સમૂહ એવો થાય છે. 

→ વર્ષ 1939 માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય છે, આ યુદ્ધમાં અંગ્રેજોએ ભારતીય સૈનિકોને સામે કર્યા જેથી ભારતમાં તેનો વિરોધ કરવામાં આવ્યો.

→ સુભાષચંદ્ર બોઝ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે વિવાદ થતાં સુભાષબાબુએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી. તેઓએ ‘ફોરવર્ડ બ્લોક’ નામની નવી પાર્ટી બનાવી હતી.

→ વર્ષ 1946માં ગાંધીજી અંગ્રેજોનો વિરોધ કરવા વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરાવે છે. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે હતા. તેઓ ભૂદાહન ચળવળના પ્રણેતા હતા. બીજા વ્યક્તિગતિ સત્યાગ્રહી જવાહરલાલ નેહરૂ હતા. તેઓ ગાંધીજીના રાજકીય વારસદાર હતા. દેશના સૌપ્રથમ વડાપ્રધાન રહ્યા હતા.

→ ત્રીજા વ્યક્તિગત સત્યાગ્રહી બ્રહ્મદત્ત હતા. 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાળિયા ટેન્ક મુક્તિ મેદાન ખાતેથી ગાંધીજી હિન્દોડો આંદોલનનું આહ્વાન આપે છે. તે સમયના વાઈસરોય લીનલીથ ગો દ્વારા નેતાઓની ધડપકડ કરવામાં આવે છે. ગાંધીજીને પુના આગાખાન મહેલમાં અટકાયતમાં રાખવામાં આવે છે. 

→ જવાહરલાલ નેહરૂને મહારાષ્ટ્રમાં આવેલી અહેમદનગરની જેલમાં રાખવામાં આવે છે. જેલવાસ દરમિયાન ‘ભારત એક ખોજ’ નામનું પુસ્તક તૈયાર કરે છે. આ પુસ્તક પર શ્યામ બેનેકલ નામના ડાયરેક્ટરે ભારત એક ખોજ નામની ધારાવાહી તૈયાર કરી.

→ 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર ‘લિટલ બોય’ નામનો પરમાણુ બોમ્બ ઝીંક્યો. 9 ઓગસ્ટ 1945 ના રોજ અમેરિકાએ જાપાનના નાગાશાકી શહેર પર ‘‘ફેટમેન’ નામનો બીજો પરમાણુ બોમ્બ ઝીંક્યો. 15 ઓગસ્ટ 1945 ના રોજ બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે.

→ બંધારણ સભાની રચના કેબિનેટ મિશનની ભલામણના આધારે 9 ડિસેમ્બર 1946ના રોજ કરવામાં આવી હતી. બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950 સુધી કાર્ય કર્યું. કોંગ્રેસ જે પાર્ટીની સ્થાપના એ હ્યુમના કારણે થઈ તેથી તેમને કોંગ્રેસ પાર્ટીના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

→ 9 ઓગસ્ટ 1942થી હિન્દ છોડો આંદોલન શરૂ થયું. જે ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખાય છે. 15 ઓગસ્ટના દિવસે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હોવાથી ભારતના તે સમયના એટલે કે આઝાદ જ્યારે થયું તે સમયના વાઈસરોય માઉન્ટ બેટને ભારતની સ્વતંત્રતાની તારીખ 15 ઓગસ્ટ રાખી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ ઇંગ્લેન્ડના વડાપ્રધાનની ચૂંટણી થઈ જેમાં કન્ઝર્વેટિવ સદસ્યની હાર થઈ તેના સ્થાને લેબર પાર્ટીના ક્લાઈમેન્ટ એટલી વડાપ્રધાન બન્યા. સરસિલે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કહ્યા હતા.

→ ક્લાઈમેન્ટ એટલીએ ભારતને આઝાદી કઈ રીતે આપી શકાય તેની સમીક્ષા કરવા માર્ચ 1946 માં ત્રણ સભ્યોનું કેબિનેટ મિશન ભારત મોકલ્યું. જે 24 માર્ચ 1946 રોજ ભારત પહોંચ્યું તેના ત્રણ સભ્યોમાં એ.વી.એલેકઝેન્ડર, પેથિક લોરેન્સ અને ક્રિપ્સ સ્ટેફર્ડ હતા. કેબિનેટ મિશનની ભલામણના આધારે 389 સભ્યો ધરાવતી બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાની સંખ્યા દર 10 લાખની વસ્તીએ એક બેઠકના હિસાબે નક્કી કરવામાં આવી હતી. 389 સભ્યોમાંથી પરોક્ષ ચૂંટણી દ્વારા બચ્ચો 96 અને દેશી રજવાડામાંથી 93 સભ્યો લેવામાં આવ્યા હતા.

→ 1946માં તેની ઉપર ચૂંટણી કરવામાં આવી જેમાં કોંગ્રેસને 208 મુસ્લિમ લીગને 73 તથા અન્ય ને 15 બેઠક મળી બંધારણ સભામાં 15 મહિલાઓ ચૂંટાઈને આવી હતી. વર્ષ 1946 માં રચાયેલી વચકાળાની સરકારના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ બન્યા.

→ પ્રારંભિક તબક્કે મુસ્લિમ લીગે બંધારણ સભામાં 16 ઓગસ્ટ 1946ના રોજ સીધા પગલાં દિવસની ઉજવણી કરી. દેશમાં કોમી રમખાનો શરૂ થયા જેને આપણે કાળા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ.

→ ફેબ્રુઆરી 1947 માં ભારતના વાઈસરોય તરીકે વેલના સ્થાને માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. જેઓ ભારતના છેલ્લા વાઈસરોય રહ્યા. માઉન્ટ બેટન આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. જેમણે જૂન 1947માં આ પદ પરથી નિવૃત્તિ લીધી. માઉન્ટ બેટનના સ્થાને ચક્રવર્તી રાજગોપાલાચાર્ય ભારતના પ્રથમ ભારતીય તથા અંતિમ ગવર્નર જનરલ રહ્યા.

→ ભારત પાકિસ્તાન અલગ પડતા બંધારણ સભાની 90 બેઠકો પાકિસ્તાનમાં જતી રહી. જેથી આઝાદ ભારતની બંધારણ સભામાં 299 બેઠક રહી.

 બંધારણ સભાની કામગીરી 

→ બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. 9 ડિસેમ્બર 1947ના રોજ 207 સભ્યોએ ભાગ લીધો. તેમાં અસ્થાયી અધ્યક્ષ તરીકે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા અને બીજા અસ્થાયી અધ્યક્ષ તરીકે ફ્રેન્ક એન્થનીએ જવાબદારી નિભાવી હતી. પ્રથમ બેઠકમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની કાયમી અધ્યક્ષ તરીકે સર્વાનુમતીએ નિયુક્તિ કરવામાં આવી હતી. ફ્રાન્સની પરંપરા મુજબ વરિષ્ઠ સભ્યને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવે છે.

→ પહેલી બેઠકની તારીખ વેવેલે નક્કી કરી હતી. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તે સમયના જે.બી.કૃપલાણી જેને આપણે જે.બી.આચાર્ય તરીકે પણ ઓળખીએ છીએ.

→ બીજી બેઠક 11 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કાયમી અધ્યક્ષ તરીકે કામગીરી શરૂ કરી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે જોઈએ તો તેમનો જન્મ બિહારમાં થયો હતો સંપારણ સત્યાગ્રહમાં મદદ કરી હતી. પ્રથમ રાષ્ટ્રપતિ રહ્યા અને સૌથી લાંબા સમય માટે રાષ્ટ્રપતિ રહેનાર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે.

→ બીજી બેઠકમાં ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી હોય તેવા છે એસસી મુખર્જી અને બીજા છે વીટી કૃષ્ણમાચારી બંધારણ સભાના સલાહકાર તરીકે સર બી.એન.રાવને આપણે ઓળખીએ છીએ.

→ ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1947ના રોજ મળી હતી. જવાહરલાલ નેહરૂ દ્વારા બંધારણ સભા સમક્ષ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ઉદ્દેશ પ્રસ્તાવને બંધારણ સભા દ્વારા 22 જાન્યુઆરી 1947ના દિવસે મંજૂરી આપી. જે પ્રસ્તાવ આગળ જતાં આમુખ બન્યો. જેનો બંધારણ સભાએ 22 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર કર્યો.

→ 20 ફેબ્રુઆરી 1947ના રોજ ક્લાઈમેન્ટ એટલીએ જાહેર કર્યું કે જુલાઈ 1948માં ભારતને આઝાદી મળશે. માર્ચ 1947 માં માઉન્ટ બેટન અને એડમિન બેટન ભારત આવ્યા. 3 જૂન 1947ના દિવસે માઉન્ટ બેટન યોજના રજૂ કરી. જેમાં આઝાદીની તારીખ 15 ઓગસ્ટ 1947ને શુક્રવાર નક્કી થઈ.

→ સૌપ્રથમ વખત ક્યારે કયા દિવસે કઈ યોજના દ્વારા અથવા કયા દિવસે રજૂ કરવામાં આવ્યું કે ભારત આઝાદ થશે એની તારીખ કયા દિવસે રજૂ કરવામાં આવી તો 3 જૂન 1947 અને કઈ યોજના તો કે માઉન્ટ બેટન યોજના.

→ 15 ઓગસ્ટ 1947ના દિવસે જવાહરલાલ નેહરૂએ સ્પીચ આપી. સુચેતા કૃપલાણીએ વંદે માતરમ અને ઇન્કલાબની કવિતા જે સારે જહાં સે અચ્છાનું પઠન કર્યું. 15 ઓગસ્ટ 1942 ના રોજ આગાખાન મહેલમાં મહાદેવભાઈ દેસાઈનું નિધન થયું હોવાથી ગાંધીજીએ મોન વ્રત રાખ્યું હતું. ગાંધીજી તે સમયે કોલકત્તામાં હતા.

→ બી આર આંબેડકર વિશે જોઈએ તો તે શેડ્યુલ કાસ્ટ ફેડરેશન પાર્ટી વતી લડતા હતા. તે તેઓએ બોમ્બે બેઠકમાંથી બંધારણ સભામાં ભાગ લીધો હતો. તેમનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર છે. જન્મ 24 એપ્રિલ 1891 મધ્યપ્રદેશના મહુ ખાતે થયો હતો. 24 એપ્રિલને આપણે રાષ્ટ્રીય જળ દિવસ તરીકે ઉજવીએ છીએ.

→ ગાંધીજી હરિજન બંધુ સાપ્તાહિક ચલાવતા હતા. 1932 માં પુના કરાર થયો જેમાં એસસી માટે અલગ મતદાર મંડળની માંગ આંબેડકરે કરી. ગાંધીજીએ પુનાની યરવડા જેલમાં ઉપવાસ કર્યા મદનમોહન માલવિયાએ સમાધાન કરાવી અને અનામત અપાવ્યું. આંબેડકરના પત્ની રમાબાઈ જેમને તેઓ રામી તરીકે પણ ઓળખતા એ રમાબાઈ 1935 માં મૃત્યુ પામ્યા. બીજા લગ્ન ડોક્ટર શારદા કબીર સાથે કર્યા જેને આપણે સવિતા આંબેડકર તરીકે ઓળખીએ છીએ.

→ બંધારણ સભામાં કુલ 22 સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાંથી આઠ મુખ્ય અને 14 ગૌણ સમિતિઓ હતી. સૌથી મુખ્ય સમિતિ મુસદ્દા સમિતિ જેને આપણે ડ્રાફ્ટિંગ કમિટી તરીકે ઓળખીએ છીએ. જેનું ગઠન 29 ઓગસ્ટ 1947 ના દિવસે થયું હતું.

 → ડ્રાફ્ટિંગ સમિતિ અધ્યક્ષ સહિત સાત સભ્યો હતા.

 1) ડૉ.બી.આર.આંબેડકર જેને જે અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી.
2) ડૉ.કનૈયાલાલ મુનશી
3) ગોપાલસ્વામી અયંગર 
4) અલ્લાદી કૃષ્ણમ્મા સ્વામી અયર
5) મોહમ્મદ સાદુલ્લાહ
6) ટી. કૃષ્ણમ્માચારી જે ડીપી ખેતાનનું નિધન થયેલું હોવાથી તેમના સ્થાને આવ્યા હતા.
7) એન. માધવરાવ જે બી.એલ. મિત્તલે રાજીનામું આપ્યું તેથી તેની જગ્યાએ આવ્યા હતા.

→ વર્ષ 1946 માં બંધારણ સભાની રચના સમયે થયેલી ચૂંટણીમાં ડોક્ટર બી.આર.આંબેડકર ચૂંટણી હારી ગયા ત્યારબાદ બંગાળ પ્રાંતમાંથી જોગેન્દ્રનાથ મંડળની બેઠકમાંથી બંધારણ સભામાં ભાગ લીધો, પરંતુ તે બેઠક પાકિસ્તાનમાં જતી રહી આંબેડકરે રાજીનામું આપ્યું. ગાંધીજીના આગ્રહથી આંબેડકરને કોંગ્રેસે સમર્થન કરતાં બોમ્બે બેઠક પરથી બંધારણમાં બંધારણ સભામાં સભ્ય બન્યા. બંધારણ સભાએ અલગ અલગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. બંધારણના અનુચ્છેદ લખવાનું કાર્ય એ એસ.એન. મુખર્જીએ કર્યું. જેથી તેને સીફ ડ્રાફ્ટ મેન તરીકે ઓળખવામાં આવે છે.

→ બંધારણ સભાએ 11 સત્રમાં 165 બેઠકની કામગીરી કરી હતી ડ્રાફ્ટિંગ કમિટીએ અલગથી 114 બેઠકો કરી હતી. બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણનો સ્વીકાર કર્યો. 26 નવેમ્બરને બંધારણ દિવસ અથવા કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ હોવાથી રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 જૂન જેને આપણે વિશ્વ દૂધ દિવસ તરીકે ઓળખીએ છીએ.

→ બંધારણ સભાએ બે વર્ષ 11 મહિના 18 દિવસમાં બંધારણ તૈયાર કર્યું અને 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો. બંધારણ સભાએ હાથીનો ચૂંટણી ચિન્હ તરીકે સ્વીકાર કર્યો હતો. 26 નવેમ્બર 1949ના રોજ કુલ 284 સભ્યોએ સહી કરી હતી. જેમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સૌપ્રથમ તથા ફિરોજ ગાંધીએ સૌથી છેલ્લે સહી કરી હતી. ભારતનું મૂળ બંધારણ હસ્તલેખિત છે. 232 પાનાનું બનેલું બંધારણ પ્રેમબિહારી રાયજાદા દ્વારા લખવામાં આવ્યું તથા તેના દરેક પાના પર બોહરિયા રામ મનોહર સિન્હા અને નંદલાલ બોજે ચિત્રો દોર્યા. મૂળ બંધારણને સંસદની લાઈબ્રેરીમાં સુરક્ષિત કરાયું છે તેની જાળવણીની જવાબદારી અમદાવાદ સ્થિત સંસ્થા પી.આર.એલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની છે. બંધારણને પુસ્તકનું સ્વરૂપ આપવાની કામગીરી ઉત્તરાખંડમાં આવેલી સંસ્થા નેશનલ સર્વે ઓફ ઇન્ડિયા જેઓએ પુસ્તકનું સ્વરૂપ આપ્યું.

→ બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કર્યો હોવા છતાં તેનો સંપૂર્ણ અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો જેની પાછળ 1930ના વર્ષમાં કરવામાં આવેલી પૂર્ણ સ્વરાજની માંગ જવાબદાર હતી.

→ પૂર્ણ સ્વરાજની માંગ વિશે જોઈએ તો પૂર્ણ સ્વરાજની માંગ છે એ 1928માં મોતીલાલ નેહરૂએ તૈયાર કરેલા બંધારણના મુસદ્દાને ભારતમાં લાગુ કરવા અંગ્રેજોને 31 ડિસેમ્બર 1929 સુધીનો સમય ભારતીય નેતાઓ દ્વારા આપવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર 1929 સુધીમાં અંગ્રેજોએ આ મુસદ્દો લાગુ ન કરતાં લાહોર શહેરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નેહરૂની અધ્યક્ષતામાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. 

→ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે પૂર્ણ સ્વરાજ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો તે આપણે જોઈ લઈએ ફરી વખત કે રાવી નદીના કિનારે અધિવેશન ભરાણું હતું અને જવાહરલાલ નેહરૂની અધ્યક્ષતામાં આ કોંગ્રેસનું અધિવેશન ભરાણું હતું લાહોર શહેરમાં ત્યારે નક્કી થયું કે 26 જાન્યુઆરી 1930ના રોજ દેશમાં પ્રથમ વખત પૂર્ણ સ્વરાજની ઉજવણી કરવામાં આવી હતી.

→ બંધારણ સભાની અંતિમ બેઠક 26 જાન્યુઆરી 1950ના રોજ યોજવામાં આવી હતી. બંધારણનો સંપૂર્ણ અમલ 26 જાન્યુઆરી 1950ના રોજથી કરવામાં આવ્યો, જેથી 26 જાન્યુઆરીને દર વર્ષે પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ.

→ મૂળ બંધારણમાં 22 ભાગ હતા જે હાલ આપણને 25 ભાગ જોવા મળે છે.
→ મૂળ બંધારણમાં અનુચ્છેદ 395 હતા જે હાલમાં 470 પ્લસ અનુચ્છેદ જોવા મળે છે.
→ મૂળ બંધારણમાં પરિશિષ્ટ 8 હતા જે આપણને હાલ 12 પરિશિષ્ટ જોવા મળે છે.

બંધારણ સભામાં અસ્થાયી અધ્યક્ષ ડોક્ટર ચિદાનંદ સિન્હા સ્થાયી અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઉપાધ્યક્ષ એસ.સી.મુખર્જી વી.ટી.કૃષ્ણમાચારી બંધારણીય સલાહકાર બી.એન.રાવ અને ચિફ ડ્રાફ્ટમેન તરીકે એમ.એન.મુખર્જીને આપણે ઓળખીએ છીએ.

→ રાષ્ટ્રીય પ્રતીકો પહેલું છે રાષ્ટ્રગાન- જનગન મન બંધારણ સભા દ્વારા સ્વીકાર 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો હતો. રચયિતા હતા રવીન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોરે મૂળ બંગાળી ભાષામાં કવિતા લખી હતી જેનું પહેલું પદ જનગણ મન લેવામાં આવ્યું. સૌપ્રથમવાર એમનું પઠન વર્ષ 1911માં કોલકત્તા ખાતે યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સરલાદેવી દ્વારા કરવામાં આવ્યું.
→ સૌપ્રથમ તત્વબોધિની નામની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવ્યું પત્રિકા તેમના પિતા દેવેન્દ્રનાથ દ્વારા ચાલતું હતું. રાષ્ટ્રગાનને ગાવા માટે પ્રમાણિત સમય 52 સેકન્ડ છે તથા પ્રથમ અને અંતિમ પંક્તિ માટે 20 સેકન્ડ છે. સંસદનું સત્ર રાષ્ટ્રગાનથી શરૂ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ કાવ્ય સંગ્રહ બદલ વર્ષ 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. નોબેલ પ્રાઇઝ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા ગાંધીજી દ્વારા તેઓને ગુરુદેવની ઉપાધિ અપાઈ હતી રવીન્દ્રનાથ ટાગોરનું ઉપનામ છે કવિવર શાંતિનિકેતન સંસ્થા તેઓએ સ્થાપેલી હતી. તેમના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર એ પ્રથમ ભારતીય આઈ.સી.એ એસ અધિકારી બન્યા હતા.

→ બીજું છે રાષ્ટ્રીય ગીત જેને બંધારણ સભા દ્વારા સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થઈ થયો હતો. રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેમને બંગાળના સાહિત્ય સમ્રાટ તરીકે આપણે ઓળખીએ છીએ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ‘‘આનંદ મઠ’ નામની નવલકથા લખી જેમાંથી વંદે માતરમ ગીત છે લેવામાં આવ્યું. વર્ષ 1896માં કલકત્તા ખાતે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સૌપ્રથમ વંદે માતરમનું પઠન કરવામાં આવ્યું હતું. જદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા સૌપ્રથમ વખત વંદે માતરમ કવિતાને સંગીત આપવામાં આવ્યું હતું. વંદે માતરમનું અંગ્રેજીમાં રૂપાંતરણ અરવિંદ ઘોષ દ્વારા કરવામાં આવ્યું હતું. અરવિંદ ઘોષ જેને આપણે ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખીએ છીએ. પ્રમાણિત સમય એક મિનિટ અને પાંચ સેકન્ડ છે રાષ્ટ્રગીત ગાતી વખતે ઊભું થવું એ આપણી નૈતિક ફરજ છે.

→ ત્રીજું છે રાષ્ટ્રધ્વજ : બંધારણ સભા દ્વારા સ્વીકાર 22 જુલાઈ 1947 એટલે કે ભારત આઝાદ થયું તેની પહેલાં રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજના સ્વીકાર અંગેનો ઠરાવ બંધારણ સભામાં જવાહરલાલ નેહરૂ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બંધારણ સભામાં ઝંડા સમિતિના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતા. રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આંધ્રપ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની એવા પિંગલી વેંકૈયાની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. રાષ્ટ્રધ્વજ કોઈપણ દેશની આઝાદી અને સાર્વભૌમત્વનું પ્રતીક હોય છે. ગુજરાતી પારસી મહિલા અને સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાઝી કામાએ 1907 માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં તિરંગો લહેરાવ્યો હતો. પરંતુ તે સમયે અશોકચક્રના સ્થાને રેટીયો હતો. જે સ્વદેશી સળવવાનું પ્રતીક હતું. ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી સફેદ અને લીલો રંગ તથા વચ્ચે 24 આરાઓ ધરાવતું નેવી બ્લુ રંગમાં અશોક ચક્ર આવેલું છે. કેસરી રંગ તાકાત અને સાહસ સફેદ રંગ શાંતિ અને સત્ય લીલો રંગ શુભ વિકાસ અને વૃદ્ધિ નેવી બ્લુ રંગ ધર્મ અને ન્યાય દર્શાવે છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 છે લંબાઈ ત્રણ અને પહોળાઈ બે એ ગુણોત્તરમાં રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે છે. 4 ડિસેમ્બરને આપણે નેવી દિવસ તરીકે ઉજવીએ છીએ. 31 ડિસેમ્બર 1929 ના રોજ રાવી નદીના કિનારે લાહોર ખાતે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2002માં રાષ્ટ્રીય ધ્વજ સંહિતા લાવવામાં આવી હતી.

→ ચોથું છે રાષ્ટ્રીય ચિન્હ બંધારણ : સભા દ્વારા સ્વિકાર 26 જાન્યુઆરી 1950. રાષ્ટ્રીય પ્રતીક સિંહ ઉત્તર પ્રદેશના સારનાથ ખાતેના સિંહ સ્તંભ પરથી પ્રેરણા લઈ લેવામાં આવ્યું છે. જેમા સૌથી ઉપર ચાર સિંહોની આકૃતિ છે જે ચારેય દિશામાં કીર્તિ ફેલાયેલી છે તેનું પ્રતીક છે. એક જ પથ્થરમાંથી કાપી બનાવવામાં આવેલ સિંહ સ્તંભમાં ધર્મચક્ર રાખવામાં આવ્યું છે. ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડા અને સિંહ તેમજ જમણી બાજુએ હાથી અને સાંઢ આવેલા છે. જેનુ ધ્યેય વાક્ય સત્યમેવ જયતે જે મુંડક ઉપનિષદ માંથી લેવામાં આવ્યું છે. જે સાહસનું પ્રતીક છે. ઘોડો ઉત્સાહનું પ્રતીક હાથી ધીરજનું અને સાંઢ શક્તિનું પ્રતીક છે. ભૂરા રંગની રાષ્ટ્રીય મુદ્રા હોય તે મંત્રીઓ માટે હોય છે લાલ રંગની રાષ્ટ્રીય મુદ્રા એ રાજ્યસભાના સભ્યો માટે અને લીલા રંગની રાષ્ટ્રીય મુદ્રા એ લોકસભાના સભ્ય માટે.

 → ભારતીય રૂપિયો રૂપિયાના સિમ્બોલને 15 જુલાઈ 2010 ના રોજ જાહેર કરવામાં આવ્યો રૂપિયાની જે ડિઝાઇન છે તે ઉદયનકુમાર ધર્મલિંગને તૈયાર કરેલી છે. રાષ્ટ્રીય પંચાંગ ભારતે શક સવંતનો સ્વીકાર કર્યો છે. શક સવંતની શરૂઆત કનિષ્ક દ્વારા ઇસ 78માં કરવામાં આવી હતી. શક સવંતનો પ્રથમ મહિનો ચૈત્ર તથા અંતિમ મહિનો ફાગણ હોય છે.

 → આમુખ લખેલું છે આમુખ આ રીતનું છે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકને રાજકીય આર્થિક અને સામાજિક ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમને પોતાને સમર્પિત કરીએ છીએ.

→ આમાં એક તારીખ આવી 26 નવેમ્બર 1949 જે આપણે પરીક્ષામાં પુછાય શકે કે આમુખમાં કઈ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો 26 નવેમ્બર 1949 આમુખનો સ્ત્રોત અમેરિકામાંથી બી.એન.રાવની પ્રેરણાથી રાખવામાં આવેલ છે. બંધારણ એ આમુખ છે એ બંધારણ સમજવાની ચાવી અથવા પ્રસ્તાવના રહેલ છે. બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણનો આત્મા કહ્યો એમ હિદાયતુલ્લા આમુખ ભારતીય આમુખ એ ભારતની રાજકીય કુંડળી છે આવું કહ્યું. કનૈયાલાલ મુનશી આમુખ એ બંધારણનો પરિચયપત્ર અને ઓળખપત્ર છે એવું કહ્યું. એમ.એન.પાલખીવાળા બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું અને જેના સ્વપ્નો જોયા હતા તેની અભિવ્યક્તિ છે એવું સ્વપ્ન વાળું કીધું છે. અલ્લાદી કૃષ્ણ સ્વામી અયરે આમુખ એ બંધારણનો આત્મા છે એવું એવું કહ્યું. જવાહરલાલ નેહરૂએ આમુખ બંધારણનું હૃદય છે એવું કહ્યું.

→ આમુખમાં 42 માં બંધારણીય સુધારા દ્વારા 1976માં આ સુધારો થયો તેના દ્વારા નવા શબ્દો સમાજવાદી બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા ઉમેરવામાં આવ્યા.