સાહિત્ય હંમેશા સમાજ સાથે સંબંધ ધરાવે છે. બન્નેનો સંબંધ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. સાહિત્યમાં મોટેભાગે માનવજીવન-લોકસમાજનું નિરૂપણ થયેલું હોય છે. તેમ લોકકથાઓમાં તત્કાલીન માનવજીવનનો સામાજિ ઇતિહાસ કંડરાયેલો હોય છે. આ લોકકથાઓ કંઠોપકંઠ ગવાયેલી હોય છે અને લોકોના માનસમાં આવી ઘટનાઓ લાજ સમય સુધી ટકી રહે છે. આવી ઘટનાઓને આપણા રાષ્ટ્રીય શાયર શ્રી મેઘાણીએ લોકકથાઓમાં કંડારવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
મેઘાણીની સૌરાષ્ટ્રની 'રસધાર'ની વાર્તાઓમાં કુલ 23 જેટલી કથાઓ લખાઈ છે. આ વાર્તાઓમાં મધ્યકાલીન સૌરઠી સમાજના વિવિધ પાસાઓને સાંકળી લીધા છે. આ કથાઓમાં પ્રેમ, ટેક, મમતા, શૌર્ય અને સાહસ, બલિદાન દાન વગેરે દ્વારા ઊભી થતી સામાજિક, રાજકીય મુશ્કેલીઓ, પર્પલ, વફાદારી, પતિભક્તિ, આતિથ્યભાવના, સ્વામીભક્તિ ચારિત્ર્યશીલતા, આત્મસમર્પણ, ધર્મશ્રદ્ધા, રાજા અને રૈયતની ફરજો વગેરે જેવાં અનેક પાસાં આ કથાઓમાં સુંદર લખાયા છે. આ બધી કથાઓથી સોરઠના લોકસમુદાયનું ચિત્ર આપણી સમક્ષ ખડું થઈ જાય છે. મેઘાણીની વાતિઓમાં સૌરાષ્ટ્ર પ્રદેશના અનેક ગામડા, રજવાડા, તેની રહેણીકરણી તેમની પ્રાદેશિક્તા જેવા કે હાલાર, જૂનાગઢ, ચોટીલા, ગોહિલવાડ, પાંચાલ વગેરે. ત્યાંના રાજપૂત કાઠી દરબારો કે ઠાકોરો, ચારણ, આયર, વગેરેની પીંગાણા, સત્તાની મારામારી, ગામો પડાવી લેવા વગેરે સૌરાષ્ટ્રની પરતી પર ખેલ ખેલાયા છે. તેમાં સોરઠના લોકજીવનની ખાસિયત દેખાય છે.
સોરઠની પ્રજા માટે સહાનુભૂતિ રાખનારા રાજાઓ, કાઠી દરબારો, આહીરો વગેરેની વફાદારી ખોરડાની ખાનદાની જોવા મળે છે. દરેક વ્યક્તિ ગામ કે ગામધણી માટે બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. જેમ કે 'ચાંપરાજવાળો' ‘ટેઢકન્યાની દુવા', 'કાનિયો ઝાંપડો' ભીમો ગરણિયો, 'દેપાળ દે, 'જટો હલકારો', 'વલીમામદ આરબ' વગેરે લોકકથાના પાત્રી પ્રત્યે માન અને ગર્વ થાય છે, દરેક લોકકથામાં સ્વાર્પણની, આત્મસમર્પણ, વીરતાની ભાવનાઓ પ્રગટ થાય છે. મેથાણીની વાર્તાઓમાં નિરૂપાયેલા માનવીઓ મોતથી ડરતા નથી અને જીવનની સફળતા માટે આ લોકો એ કંઈક પીંગાણા કર્યા છે. વટ, વચન અને ધર્મ માટે સદાય મૃત્યુને ભેટવા તત્પર રહ્યા છે. 'જટો હલકારો'માં ગામની બહેનનું રખોપું કરનાર જટો મૃત્યુને વહાલું કરે છે. તો જે બહેનની તેણે રક્ષા કરી તે રજપુતાણી જટાની ચિંતા સાથે બળીને સત જાળવે છે. સાંઈ નેહડી પોતાના ચારિત્ર્યની ચિંતા કર્યા વિના એભલને સાજો કરે છે. ત્યારે સમય આવે એભલ પણ પોતાના એકના એક છોકરાની બલિ આપીને સામે પોતાનું કર્તવ્ય નિભાવે છે. વીર ચાંપરાજવાળો, 'ભીમો ગરાણિયો' વગેરે લોકકથામાં મોતને વહાલુ કરનાર વીરોની કથા છે.
સૌરાષ્ટ્રના એ જમાનામાં લોકો પોતાના પર્મ, ગામ કે માણસ માટે, ખાનદાનીના ગૌરવ માટે કે નામના મેળવવા માટે પ્રાણનું આહ્વાન આપી દેતાં. તે સમયે લોકોમાં વેરની ભાવના વધુ ઉગ્ર હતી. વેરના કારણે દુશ્મનાવટ વારસાગત ચાલતી, વેર ન લે તે કાયર ગણાતો. આમ તે સમયે માણસો, ઉચ ઝનૂની હતાં.
આમ 'રસધાર'ની વાર્તામાં સોરઠની પ્રજાના સંસ્કાર, શીલ, સંસ્કૃતિ ખાનદાની, વીરતા, પ્રેમ, વચનપાલન, ટેક, જેવા લક્ષણો જોવા મળતાં.
મધ્યકાલીનનું સોરઠ આ વાર્તાઓમાં આપણી નજર સામે તરવરે છે. મેઘાણી પણ સૌરાષ્ટ્રમાં જન્મ્યા હતા તેથી તેઓ લોકવાર્તાઓને યોગ્ય ન્યાય આપી શક્યા છે.
0 ટિપ્પણીઓ