ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યનું મોટામાં મોટું અને મહત્ત્વનું પ્રદાન હોય તો તે શ્રી ઝવેરચંદ મેઘાણીનું છે. કાઠિયાવાડના ગામડે ગામડે ફરીને ખૂબ પરિશ્રમ કરીને, ચારણો તેમજ બીજા અનેક લોકગાયકોને કંઠે ગાયેલી લોકકથાઓનો સંગમ કરનાર મેઘાણી હતા. જે “સૌરાષ્ટ્રની રસધાર"ના પાંચ ભાગરૂપે જોવા મળે છે. તેમાંથી પસંદ કરેલી વાર્તાઓનો આ સંગ્રહ- 'રસધાર'ની વાતિઓ રૂપે આપણને જેવા મળે છે.

મધ્યકાલીન સોરઠની પ્રજાના ગુણ, લક્ષલો આ લોકવાતિઓમાં જોવા મળે છે. એમની લોકકથાઓમાં ઐતિહાસિક કથાઓ, દંતકથાઓની કલ્પનાઓ, સત્ય હકીકતોની અતિશયોક્તિ વગેરેના દર્શન થાય છે. મધ્યકાલીન-સૌરાષ્ટ્રના રાજકીય-સામાજિક સંદર્ભમાં પણ આ લોકકથાઓનું ખૂબ જ મૂલ્ય છે. રવામી ભક્તિ અને વફાદારી, ટેક અને વચન પાલન, ભક્તિ અને ત્યાગ, પરાક્રમ અને વીરતા, સ્વાર્થવૃત્તિ-વિશ્વાસઘાત વગેરે માનવજીવનના બહુરંગી સ્વભાવની લાક્ષણિકતાઓ આ કથામાં ઉપસી આવે છે.

લોકકથાઓમાં સાહસ, વીરતા અને પરાક્રમની કથાઓમાં 'થોડી અને ઘોડે સવાર' ભીમો ગરાણિયાં, 'રા'નવઘણ', 'અણનમમાથાં’ વગેરે છે.

કાઠિયાણી સ્ત્રીઓનું સત્વ, શૌર્યનું દર્શન કરાવતી કથાઓ જેવી કે, ‘દુશ્મનોની ખાનદાની”, ‘ચાંપરાજવાળો', 'હોયલ', 'ઓલીયો', 'કરિયાવર', 'દે પાળદે' વગેરે લોકકથાઓ.

હલકી જ્ઞાતિના માણસમાં રહેલો વતનપ્રેમ અને રાષ્ટ્રભક્તિ બતાવતી કથાઓ 'કાનિયો ઝાંપડો' 'ચમારાને બોલે' বসই....

લોકકથાઓમાં કેટલીય જ્ઞાતિ-કોમના માનવીઓને બિરદાવવામાં આવ્યા. જેવા કે કાઠી-મેર, આયર, રાજપૂત, વાણિયા, ટેડ, ચમાર, મીયાણા જેવા બહાદુર માનવી આ લોકકથાના મુખ્ય પાત્રો છે.

સૌરાષ્ટ્રની રસધારની વાર્તામાં રાજા-મહારાજાઓ, રાણીઓ, રાજકુંવર-કુંવરીઓ, દરબારો, ઠાકોરો, રાજપૂતો-રાજપૂતાણીઓ, કાઠી, ચારણ, આહીર, વાણિયા, પટેલ, સાધુ-સંત વગેરેના જીવન વિશે ઐતિહાસિક કથાઓ લખાઈ છે. -

‘રસધારની વાર્તાઓમાં તે સમયમાં સોરઠના વાતાવરણની સમજ આપે છે. દરબારો - મેર, ઠાકોરો તેમની લડાઈ ધીંગાણા તે સમયના વાહનો ઊંટ, ઘોડા વગેરેની ઝાંખી કરાવે છે. તે સમયના રૂઢિ, રીતિરિવાજો, અંધશ્રદ્ધા, વહેમો, ચમત્કાર વગેરેએ સામાજિક વાતાવરણનું વર્ણન કર્યું છે.

'ચાંપરાજવાળો' વાર્તામાં વીરચાંપરાજ વાળાની વીરતા પ્રગટ કરી છે.

'ધૂંધળીનાથ અને સિદ્ધનાથ' વાર્તામાં તપસ્વી બદલો લેવા માટે શું શું કરી શકે છે તે બતાવવામાં આવ્યું છે.

‘દીકરો' વાર્તામાં હીરબાઈની શૂરવીરતાના દર્શન થાય છે.

જટો હલકારામાં એક બ્રાહ્મણને રસ્તામાં મળેલી ગામની અજાણી બહેન માટે જીન કુરબાન કરનારની વાર્તા.

‘આહીરની ઉદારતા’માં બે આહિરોએ એક આહિર સ્ત્રી માટે દર્શાવેલી અનન્ય ઉદારતા.

‘હોથલ’ અને ‘બાળપણની પ્રીત’માં પ્રેમ માટે આપેલા બલિદાનની કથાઓ. 

 મેઘાણીની ગથશૈલીમાં તળપદી શબ્દોવાળી સોરઠી ભાષા -બોલી એ આગવું અંગ છે. તેમાં રૂઢિપ્રયોગો કહેવાતોનો ઉપયોગ કરીને ભાષાને એક જેમ પૂરું પાડયું છે. તપળદા શબ્દોની સાથે સાથે તપળદો લહેકો, શબ્દપ્રયોગો વગેરેનો યથાયોગ્ય ઉપયોગ કર્યો છે. 'ભીમો ગરણિયો' નામની લોકકથા ભીમાના પાત્રની ભાષામાં આ વાતની પ્રતીતિ થાય છે. આપરોની બોલી, હું તો મુસાફર છું. અસૂર થયું છે ને શતરિયો છું, ‘ના, મામા, કાયા તો તો રાતીરાણ જેવી', કામ્ય મોઢ ! આગળ, નીકર ભાલે પરોવી લઉં છું - વગેરેના ભાવાર્થ, કટાલ પ્રગટ થાય છે.

'રસધાર'ની વાર્તાઓમાં, લોકકથાઓમાં ચારણ, આયરન વગેરે કોમના માનવીઓના કંઠે ગવાયેલા દૂહા, રાસડા, ભજન, ગરબા વગેરેનું યોગ્ય રીતે નિરૂપણ કર્યું છે. જેમ કે, 'ચાંપરાજવાળો'માં ચારણ દ્વારા ગવાતા મરશિયા ‘શેત્રુંજા ને કાંઠે'માં દેવરો - આણબહેની વિરહવેદના ભર્યા દુહા, બાળપણની પ્રીતમાં શેણી-વિજાનંદના પ્રેમ-વિરહને વ્યક્ત કરતા દુહા-લોક્સાહિત્યના સંશોધકનું કાર્ય એક ઇતિહાસકારના કાર્યો જેવું હોવું જોઈએ. તે મેઘાણીના લોકસાહિત્યમાં જોવા મળે છે.

મેઘાણીમાં કલાનો કસમ અનેરો હતો. કલાના કસબી તરીકે તેમનું નામ સૌથી મોખરે છે. વાર્તાની શરૂઆતથી અંત સુધી અસરકારક કલાસૂઝ તેમનામાં જોવા મળતી. ઘણી વાર્તાઓ એકદમ કથાની માંડણી કરી દેતા અને પણી કથાઓમાં સ્થળકાળનાં સુંદર વર્ણનોથી કથાઓ આરંભ કરે છે. આમ લેખક કથાનાં હાર્દરૂપ પ્રસંગ પૂરો થતાં જ કથાને

સમાપ્ત કરી દે છે. મેઘાણી એ 'રસધાર'ની વાર્તામાં શૌર્ય, સાહસ, પરાક્રમ, ટેક, અભિમાન, શરણાગત, ઝનૂન, સરફરોશી, વહાદારી, વેર-ઝેર, વત્સલતા, રાષ્ટ્રભક્તિ, સતીત્વ, પતિભક્તિ વગેરેનું આબેહૂબ આલેખન કર્યું છે.

આમ, સોરઠના જનજીવનને મુલતવી રસધારની વાર્તાઓમાં મેથાણી એક શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે અલગ ભાત પાડે છે. આ વાર્તાઓમાં અમુક લંબાણપૂર્વકનું લખાણ પણ લખાયું છે. તે તેની મર્યાદા બને છે. અને કાઠિયાવાડી બોલીનો પ્રયોગ સામાન્ય વાચકને અડચણ પણ ઊભી કરે છે. તેમજ વાર્તાઓનો અંત સત્ય હોવાથી ક્યારેક અગણમતો લાગે છે તેનો ખ્યાલ પણ આવતો નથી. દરેક વાર્તામાં મેઘાણી કોઈ બોધ આપવા પ્રયત્ન કરતા નથી પરંતુ પાત્રસૃષ્ટિને આધારે જ પાત્ર બોષ આપી જાય છે. આમ છતાં મેઘાણી એ રસધારની વાર્તાઓમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.