અખિલ બ્રહ્માંડ પદમાં નરસિંહ મહેતા પરમતત્ત્વને શી રીતે સમજાવે છે ?
કૃતિ : અખિલ બ્રહ્માંડમાં
કર્તા : નરસિંહ મહેતા
સાહિત્ય પ્રકાર : પદ
ઉપનામ : આદિકવિ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ભક્તકવિ નરસિંહ મહેતાએ પ્રસ્તુત પદમાં ઈશ્વરના અનેકાનેક રૂપનું વર્ણન કરીને એકરૂપ પરમાત્માનો આહ્લાદક પરિચય કરાવ્યો છે.
આ કૃતિમાં નરસિંહ મહેતા સમજાવે છે કે, અખિલ બ્રહ્માંડમાં ઈશ્વર તું એક જ છે. ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. ઈશ્વર તાત્ત્વિક રીતે એક જ છે. પણ અનેક રૂપે દેખાય છે. શરીરમાં દેવ પણ એ છે. શરીરમાં ભગવાન હોય તો જ શરીર ચાલે છે. તત્ત્વમાં તે છે અંતે શૂન્યમાં શબ્દ થઈને વેદમાં રહે છે. પવન તું, પાણી તુ, ભૂમિ તું, ભૂમિને ધારણ કરનાર છો. અને વૃક્ષ થઈને ફુલી રહ્યો અવકાશમાં વિવિધ રચના કરી. અનેક રસ લેવા આ દુનિયામાં પરંતુ શિવ થકી જીવ આપ્યા એ જ ભગવાનને ધન્યવાદ છે. વેદ અને સ્મૃતિશાસ્ત્રો કહે છે. કે સુવર્ણ એક જ છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. વસ્તુના ઘાટ અનેક હોય પરંતુ વસ્તુ તો એક જ છે. જ્ઞાનીજનોએ રચેલા જ્ઞાનગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે અને નરસિંહ મહેતા ગડબડ તરીકે ઓળખાવે છે. પરમાત્માને મન-વચન કર્મથી તે માની લે છે આવા પરમેશ્વરને શાસ્ત્રજ્ઞાન દ્વારા તો ખરા. પણ પ્રેમની પરાકાષ્ઠારૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે વૃક્ષમાં બીજ છે જેમ વૃક્ષ ઉગાડવાથી તેમાંથી બીજ મળે છે તે બીજથી વૃક્ષ ઉગે છે બીજમાં વૃક્ષ છે. આમ, વૃક્ષ અને બીજ વચ્ચે આ તફાવત છે નરસિંહ મહેતા કહે છે મનથી પ્રિત કર તો ભગવાન સ્વયંમ પ્રગટ થશે દુ:ખમાં પરમાત્માના અનેકરૂપ અને અનેકનામ હોવાથી કવિશ્રી હરેશ જોશીની રચના યાદ આવે :
“કોઈ સરનામા વગરનો પત્ર છું, એટલે તો હું હવે સર્વત્ર છું”
0 ટિપ્પણીઓ