દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો.
કૃતિ : દમયંતી સ્વયંવર
કર્તા : પ્રેમાનંદ
સાહિત્ય પ્રકાર : આખ્યાનખંડ
પ્રેમાનંદ મધ્યકાળનો ઉત્તમ આખ્યાનકાર છે. વિવિધ રસોના આલેખન સાથે આખ્યાનને રસતરબોળ કરે છે.
રાજા ભીમકની પુત્રી દમયંતીના સ્વયંવરનું આયોજન થાય છે. આખા પંથકમાં દમયંતીના રૂપના ગુણગાન ગવાય છે. આ સૌંદર્યને પામવા ઈન્દ્રલોકમાંથી દેવો પણ આવે છે. અને દેવોને ખ્યાલ જ છે . દમયંતી નળરાજાને પરણવાની છે. તેથી તેઓ પણ નળનું રૂપ ધારણ કરીને આવે છે. રાજા નળની હારોહાર સ્વયંવરમાં તેઓ બેસે છે. પાંચ નળને જોઈને દમયંતી દ્વિધા અનુભવે છે. આ વાત પિતાને કરે છે. પિતા કહે છે કે નળનું રૂપ ધારણ કરીને દેવો આવ્યા હોઈ. તારી તો આ કસોટી છે. દેવતાઓ આંખનો પલકારો નહિ મારતા હોય, તેમના વસ્ત્રો એકદમ સુસ્વચ્છ હશે. તેઓનું શરીર જમીનથી ઉપર હશે આવી ઓળખ રાજા ભીમક તેની પુત્રી દમયંતીને આપે છે. તેઓ આકાશમાં ઊભેલા હશે તું જોઈ આવ. પિતાના શબ્દો સાંભળી દમયંતી પાછી ફરે છે. પણ તેઓને જોઈને ફરી ગભરાઈ જાય છે. દેવો પરસ્પર એકબીજાની ઈર્ષા કરે છે. અને શાપ આપે છે. અને પશુ જેવા બની જાય છે. પ્રેમાનંદે અહીં હસ્યરસ નિષ્યન્ત કર્યો છે. નાદરજી દેવોની | પત્નીને આ વાત કરે છે. અને દેવોના કૌતુકને ખૂલ્લુ કરે છે. પત્નીઓને જોઈ દેવો શરમ અનુભવે છે. દેવોને પસ્તાવો થાય છે અને નળદમયંતીને આશીર્વાદ આપે છે અને વરદાન આપે છે. લગ્ન સંપન્ન કરી પોતાના ધ નગરમાં નળ અને દમયંતી પરત ફરે છે ત્યારે નારદ દ્વારા મોકલેલા દ્વાપર અને કળિયુગ તેમને મળે છે. બંનેને સાથે જોઈ કળીયુગ ક્રોધે ભરાય છે. અને તેની સાથે વેર વાળવા કળિયુગ તેમની પાછળ પાછળ જાય છે. રાજા નળ સત્ય અને નૈતિકતાથી જીવન જીવે છે. ત્યારે કળિયુગને રાજાના શરીરમાં પ્રવેશ કરવો અઘરો બની જાય છે. નળરાજા સુખ-શાંતિથી રાજ કરે છે. રાજા નળને ત્યાં જોડિયા બાળકનો જન્મ વ થાય છે. એક વખતે પગ ધોતા પગની પાની કોરી રહી જાય છે. ત્યારે કળિયુપગને તે સમયે તેના શરીરમાં પ્રવેશ મળી જાય છે. અને રાજા નળની બુદ્ધિને કુબુદ્ધિ સૂજે છે.
આમ, પ્રેમાનંદે આહ્લાદક રીતે આખ્યાન ખંડની કથા વર્ણવી છે.
દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઇને કયાં વરદાન આપ્યા?
આ આખ્યાન સંદર્ભે આપણને કહેવાનું મન થાય કે,
"કળિયુગ, દ્વાપરને દમયંતી પરણવાના કોડ,
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જાણે તાજા ખીલેલા છોડ"
"ઇન્દ્ર, વરુણ, અગ્નિ, યમરાજના ગાન, પ્રસન્ન થઇ દેવતાઓએ દીધા વરદાન"
સ્વયંવરમાં જયારે દમયંતી પોતાની આગવી સૂઝબુઝથી નળ રાજાને ઓળખી લે છે. પાંચ-પાંચ દેવો નળરાજા બનીને સ્વયંવરમા આવે છે. છતાં દમયંતી પોતાના તેજના પ્રતાપથી સાચા નળને ઓળખીને વરમાળા પહેરાવે છે. આ સમયે દરેક દેવોની નારીની હાજરીમાં દરેક દેવતાઓ ક્ષોભ અનુભવે છે. અને નળ દમયંતીને વરદાન આપે છે. ઇન્દ્રદેવે નળરાજાને લાખો વર્ષ સુધી સૂકાય નહીં તેવી કમળની માળા આપે છે. સાથે એક દિવસમાં સો જોજન અશ્વ ચાલી શકે તેવો અશ્વમંત્ર પણ આપે છે. નળરાજા અગ્નિથી કયારેય નહીં દાઝે એવુ વરદાન અગ્નિ દૈવ આપે છે. તેમજ ધર્મરાજ વરદાન આપતા કહે છે કે, જ્યાં સુધી તું નગરમાં રાજ કરીશ ત્યા સુધી નગરમાં કોઇપણને રોગ લાગુ નહી પડે. તેમજ જે લોકો તારી કથા વાંચશે તેને ક્યાંય માંગવા જવુ નહી પડે. વરુણ દેવે વરદાનમાં કહ્યું કે, મારુ સ્મરણ કરજે એટલે સૂકા વુક્ષ પણ જળ વડે નવપલ્લવિત થઇ જશે
આમ, દરેક દેવોએ નળદમયંતીને વિવિધ વરદાન આપીને કલ્યાણના માર્ગે જવાની આજ્ઞા આપી. ટૂંકમાં એટલુ ચોક્કસ કહી શકાય કે,
"દિધા વરદાન દેવોએ કરવા સારા કાજ,
નળદમયંતીને પ્રસન્ન થયાં રખાવ્યા સૌ રાજ"
0 ટિપ્પણીઓ