રામબાણ


રામબાણ કોને કોને વાગ્યાં છે ? તેની શી અસરો થઈ છે ?


કૃતિ: રામબાણ

કર્તા: ધના ભગત

સાહિત્ય પ્રકાર : પદ / ભજન 


આ ભજન સંદર્ભે કહેવાનું મન થાય છે કે,


"મને મુક્તિ મળે કે ન મળે, ભક્તિ તમારી કરવી છે, 

મારી કાયા રહે કે ન રહે, ભક્તિ તમારી કરવી છે"


     પ્રભુભક્તિમાં લીન અનેક ભક્તોને રામબાણ વાગ્યા છે. ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મીરાંબાઈ, નરસિંહ મહેતા, મોરધ્વજ રાજા વગેરે ભક્તોને રામબાણ વાગેલા છે. આ દરેક ભક્તોને રામબાણ વેદના સ્વરૂપે નહીં પરંતુ રામબાણ વરદાનરૂપ લાગે છે. આવી પ્રભુભક્તિ જે ઈશ્વરને સમર્પિત થઈ જાય છે, ઈશ્વરમાં ઓળઘોળ બની જાય છે. તેને જ વરે છે, પ્રાપ્ત થાય છે.

     ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ભગવાને ભક્ત કવિ નરસિંહ મહેતાના અણીના સમયે દરેક કાર્યો પૂર્ણ કર્યા છે. શેઠ બનીને હૂંડી સ્વીકારીને પોતાની શાખા સાચવી છે. કુંવરબાઈનું મામેરૂં, પિતાનું શ્રાદ્ધ એ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવીને કૃષ્ણે પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત ઘણા બધા એવા સંતો થઈ ગયા જેમ કે ગુરૂ નાનક, ચૈતન્ય મહાપ્રભુ, કબીર, નાનક વગેરે જેવા ભક્તોએ પણ ભક્તિ કરી ઈશ્વરની સાથે રહ્યા છે. અહીં કવિ પ્રભુભક્તિમાં લીન ભક્તો માટે રામબાણ શબ્દનો ઉપયોગ કરેલ છે.

     મીરાંબાઈને રાણાજી ઝેર આપે છે અથવા ઝેર જેવી મુશ્કેલીઓ આપે છે છતાં મીરાંબાઈ આ બધી જ મુસીબતોને સહન કરીને પ્રભુભક્તિ કરી શકે છે. ધ્રુવને તેના પિતા મૃત્યુના મુખમાં વારંવાર ધકેલે છે છતાં ઈશ્વર પરની શ્રદ્ધા ધ્રુવને બચાવી લે છે. પ્રહલાદનું પણ આવું જ બન્યું છે.

ટૂંકમાં, રામબાણની ભક્તો પર શ્રદ્ધાપ્રેરક અસર થઈ છે.


★ રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો.


"રામબાણ" પદ સંદર્ભે પંક્તિ યાદ આવે છે કે, 


"ભક્તિ કરવાથી મન રહે રાજી, જાણે દિલમાં કૂંપળ ફૂટી ૨ે તાજી"


     કવિશ્રી ધનાભગતનું પદ(ભજન) “રામબાણ” કાવ્યમાં કવિશ્રીએ રામબાણનું ઈશ્વરભક્તિનું માહાત્મ્ય સુપેરે વ્યક્ત કર્યું છે. રામબાણ એટલે પ્રભુની – ઈશ્વરની ભક્તિનું બાણ એટલે કે પ્રભુભક્તિમાં લીન થઈ જવું કે તલ્લીન થઈ જવું. રામબાણ એ તપનું તીર છે, ભક્તિભરેલું છે. રામબાણને જે જાણે છે તે જ તેને માણી શકે છે. સિંહણનું દૂધ સિંહબાળ જ જીરવી શકે અન્ય કોઈ બાળક તે દૂધને પચાવી શકતા નથી. એ જ રીતે પ્રભુના ઈશ્વરના પ્રેમીઓ જ રામબાણને સમજી શકે છે.

     જેમ સિંહણનું દૂધ સિંહણના સંતાનો જ જીરવી શકે તેવી જ પીને રીતે રામબાણ સાચા સંતોને વાગે છે. બાકી સામાન્યને ન વાગે. વ કે, પ્રહલાદને આ ઈશ્વરનું બાણ વાગ્યું તેથી તે અમર બની ગયો. તેવી જ રીતે માતાના ગર્ભમાં જે શુકદેવજી ઈશ્વર ભક્તિ પામ્યા હતા. તેવી જ રીતે રાજા મયૂરધ્વજના માથા પર કરવત ફરતી હોય છતાં તેને કાંઈ થતું નથી એટલે તો આપણે કહીએ છીએ જેને રામ રાખે તેને કોણ ચાખે. નરસિંહ મહેતાના અનેક કાર્યો ઈશ્વરે સંપન્ન કર્યા છે. તેના પરથી કહી શકાય કે જેને ઈશ્વરનું શરણું લીધું તેનો બેડો પાર થઈ જાય છે. આ પૃથ્વી પર ઘણા બધા મહાન સંતો અને ભક્તો થઈ ગયા જેમકે કબીર, તુકારામ, વિવેકાનંદ, ચૈતન્ય મહાપ્રભુજી જેવા અનેક નામી પુરૂષોએ ભક્તના જીવનમાં પ્રકાશ પાથરવાનું કાર્ય કર્યું છે. અને સાચો ભક્તિનો માર્ગ દેખાડ્યો છે. પ્રભુના કાર્યમાં મસ્ત હોય તેનો હાથ ક્યારેય પ્રભુ છોડતા નથી. તે આ કાવ્યથી સિદ્ધ થાય છે.