લોકસાહિત્ય એટલે શું ?
પ્રાચીનકાળમાં માણસ મહેનત પુરુષાર્થ કરીને રોટલો રળવાનું કાર્ય કરતો . પોતાનું ઘર પરિવાર ચલાવવા તે કૃષિ કરતો એમ બીજા શ્રમ કાર્ય પણ કરતો . આખા દિવસનો થાક હળવો કરવા અનેક પ્રકારની મનોરંજનની પ્રવૃતિ કરતો કે ખુશ થવાનો પ્રયત્ન કરતો , જીવનમાં કરવા પડતાં જન્મથી મૃત્યુ સુધીના અનેક સંસ્કારો-ક્રિયા-અનુષ્ઠાનમાં પરોવાયેલો રહેતો પોતાના તેમજ પરિવારિક સુખ ખાતર અનેક માન્યતા , રિતરિવાજો , બંધનોમાં પરોવાયેલો રહેતો . તેની આવી સક્રિય ઉપસ્થિતિ જ એને જીવન જીવવા નિર્વાહ કરવા માટે જીવંત રાખતી કે બનાવતી . જાણે-અજાણે આ કરવી પડતી પ્રવૃતિ- પરંપરામાથી જ લોક સાહિત્યનો જન્મ થયો છે.
લોક સહિત્ય ગામડાના અભણ માનસથી જન્મેલું હોવાથી તેમાં તળ બોલીનો સાદ છે. લોક જીવનની મીઠાશ છે . દુ:ખ ત્યજીને સુખને પામવાનો રોચક પ્રયાસ એટલે લોકસાહિત્ય . આ લોક સાહિત્યનો વ્યાપ ઘણો વિશાળ છે. લોક સાહિત્યનો વ્યાપ ચીંધતા લોકવિદ્યાવિદ ક્રુષ્ણ દવે ઉપાધ્યાય જણાવે છે કે , “ સાધારણ જનતા જે શબ્દોમાં ગાય છે , રડે છે , હસે છે , રમે છે , એ સર્વને લોક સાહિત્યમાં મૂકી શકાય .
આપણે ત્યાં સોળ સંસ્કારની વાત થયેલી છે . ગરવા દાનથી ( જ્ઞાન ) મૃત્યુ સુધી આ સોળ સંસ્કારની વિધિનું મહત્વ આપણે ત્યાં લોક જીવન સાથે સંકળાયેલું છે . એક જમાનમાં આ સોળ સંસ્કાર તેની વિધિઓ સાથે સંકળાયેલા ગીતો ગવાતા . આજે એમથી જૂજ સંસ્કાર ટકી રહ્યા છે . તેના મૂળમાં ખૂબ જડપથી વાતો પરિવર્તનનો પવન , આધુનિક જીવન પ્રણાલી જવાબદાર છે . આપણે ત્યાં આજે પણ વ્યક્તિના મૃત્યુ સમયે ગીત ( મરશિયા ) ગાવાની પરંપરા છે .પણ આ ગીતો ગાનાર હવે બહુ ઓછા લોકો , ઓછા સમુદાયો રહ્યા છે .
એક સમય હતો જયારે વ્યક્તિનો સિધો સંબંધ પ્રકૃતિ અને તેના તત્વો સાથે હતો. પોતાનો જીવનનીર્વાહ કરવા માણસ પ્રકૃતિ પર આધારિત હતો. વૃક્ષ , ફળ ,ફૂલ તેનો આશરો - સહારો હતો. એમનુ સાન્નિધ્ય જ એને માનસિક રીતે શાંતિ આપતું . અભિમાન અહંકાર જેવા દૂષણોમથી તે દૂર હતો . સ્વભાવિક્તા , સહજતા , સરળતા તેને જાણે વારસામાં મળી હતી . પશુ-પક્ષી વૃક્ષોના સાર સંવાદો , આવજો એને જીવનનું જાણે કે ભાથું પીરસતા આજે જેમ જીવનનું આનંદ મોજ મસ્તી માટે ગીતો ગવાય છે તેમ ત્યારે પણ ગવાતા એ પણ સાહિત્ય હતું . આનંદ માટે આજે રાચતું સાહિત્ય નિયમોમાં કેદ છે. એને ગરજ છે. લોકસાહિત્ય એવા નિયમોથી બંધાયેલ નથી મુક્ત છે .ઉઠતાં બેસતા રજૂ કરી શકાય તેટલું મુક્ત છે.
લોકસાહિત્ય એ કોઈ એકલ દોકલ વ્યક્તિનું સર્જન નથી , તેમાં એક કરતાં વધરે વ્યક્તિઓની ઉપસ્થિતિ હોય છે. એટલે એમાં ઘૂંટતો ભાવ એ વ્યક્તિગત ન બનતા સમષ્ટિગત બની રહે છે. પ્રારંભે તો લોક સાહિત્યની કોઈપણ કૃતિ એક વ્યક્તિ દ્વારા રચાયેલું હોય પરંતુ કાળના પ્રવાહે વહેતી આવતી એ કૃતિ ત્યારે સર્વના મૂકે રમતી-ફરતી થઈ જાય છે અને કેટલાય ફેરફારો સાથે રજૂ થાય છે . ત્યારે તેના મૂળના રચયેતાની કપિ પણ છાપ જોવા મળતી નથી અને તે સર્વનું બની રહે છે. પણ જયમલ પરમાર કહે છે તેમ ‘ વિચારમાં વિવેકનું તર્ક , કર્તા શ્રદ્ધાનું ને કલ્પના કરતાં ઉર્મિનું તત્વ એમાં વિશેષ છે.
લોકસાહિત્ય લોકજીવન પરંપરાનો હિસ્સો હોવાથી તેમાં આવતી સઘળી રજૂઆતો જયમલ પરમાર કહે છે તેમ સચ્ચાઈના અંશમાથી પ્રગટતી હોવાથી તેમાં ઉર્મિ સભર આલેખન હોય તે સહજ છે. પ્રકૃતિ સાથે સંલગ્નતાના કારણે પ્રકૃતિના અનેક રૂપો આલેખાયેલા જોવા મળે છે. તેમાં રજૂ થયે કલ્પન , પ્રતિક , અલંકારો કે લોક જીવન દરેકમાં તે જોવા મળે છે. કોઈક રચનાઓ તો શરીરના રૂવાડા ખડા કરી ડે તેવી તો ક્યાંક આંખમાથી આંસુ છલકાવી ડે તેવું સંવેદન પ્રગટાવી આપે છે .
0 ટિપ્પણીઓ