✓ પંડિત યુગ ( સાક્ષરયુગ , ગોવર્ધનયુગ ) અને ગાંધીયુગનાં સાહિત્ય વચ્ચેનો ભેદ વર્ણવો . – ચર્ચો .
: પંડિતયુગ :
ગઈકાલ નું પરિણામ આજ છે , તેવી જ રીતે આજનું પરિણામ આવતીકાલ છે . ભૂતકાળ , વર્તમાનકાળ , અને ભવિષ્યકાળ , એમ જે કહેવાય છે તેનો વ્યવહાર માત્ર છે . બાકી કાળ તો , મહાકાળ તો એક જ છે , અખંડ છે , સર્વવ્યાપત છે . તેનું વિભાજન કરવું તે કાળની ક્રિયાને ન સમજવા બરાબર છે . આ જ પ્રમાણે જીવનમાં , જગતમાં , નાનામોટા વ્યવહારમાં આપણે મોટાભાગે સાપેક્ષ " જ બોલીએ છીએ , વર્તીએ છીએ . આ સાપેક્ષતા એ નિરપેક્ષતાનો અંશ માત્ર છે !
જયારે આપણે ગુજરાતી ભાષા સાહિત્યની વિચારણા કરીએ છીએ , તેનાં વિભિન્ન સાહિત્યિક યુગોની સમીક્ષા કરીએ છીએ ત્યારે એકબીજા યુગને સાપેક્ષપણે નથી જોતા નથી મૂલવતા ? સુધારકયુગનાં સંદર્ભમાં મધ્યકાલિન યુગને જોઈએ છીએ . મધ્યકાલિન યુગનાં સંદર્ભમાં પંડિત યુગને મૂલવીએ છીએ . તેનું ઉતરતુંપણું કે ચડિયાતાપણું તપાસીએ છીએ . પણ આપણે જાણીએ છીએ કે આ યુગ - વિભાજન વિશિષ્ટ લક્ષણોને આધીન છે . આમ એક સાથે બીજું અને બીજા સાથે ત્રીજું પરિબળ જોડાયેલું છે . તેવી જ રીતે મધ્યયુગ સાથે સુધારક યુગ અને તેની સાથે પડિત યુગની જોડાણ – વ્યવસ્થા છે . જેમ સૂર્યનારાયણ ભગવાન અને ધરિત્રી કયાંય , કયારેય ભેગા થતા નથી , છતા આપણે ' ' ક્ષિતિજ " શબ્દ થી જે સમજીએ છીએ , " સૂર્યોદય " અને " સૂર્યાસ્ત " શબ્દોથી જે અર્થ પામીએ છીએ , તે જ અર્થ આ વિભિન્ન સાહિત્યિક યુગોથી પામીએ છીએ .
ઈ.સ. 1450 થી ઈ.સ. 1850 નો મધ્યકાલિન યુગ પ્રવૃતિ પરાયણતાની અપેક્ષાએ નિવૃતિ પરાયણ હતો . તેથી જ તેમાં સુદીર્ઘ કાળ પર્યત ઈશ્વરપ્રધાનતા , ધર્મમૂલકતા અને આ લોકની અપેક્ષાએ પરલોક પ્રત્યેની અભિમુખતા સતતપણે જોવા મળે છે . આથી જ તેમાં એકધારાપણું , અપરિવર્તનીયતા છે . એ પછી તરત જ આવતા યુગનું નામ સુધારા યુગ " છે . ! ચરસો વર્ષ સુધી જે અખંડપણે રહ્યું તેમાં એકાએક પરિવર્તનની શી જરૂર ? તેમાં આમૂલ સુધારા ની શી જરૂર ? છતા આપણે જોઈએ છીએ કે જીવન અને કવનનાં સર્વક્ષેત્રે આ " સુઘારા યુગ " પરિવર્તનશીલ , પરિવર્તનપ્રધાન , ઉધમપ્રિય રહ્યો છે . તેમાં નવી હવા , નવા પ્રાણ , નવો પુરૂષાર્થ અને નવા લક્ષ્ય જોવા મળે છે . તેમાં ગતિ છે , બળ છે , શોઘ તથા સંશોધન છે . પણ ઊંડાણ નથી . પ્રારંભ છે પણ પૂર્ણતા નથી , નવીનતા છે , પણ નિત્યતા નથી . સળવળાટ છે , પણ સ્વસ્થતા નથી . સુઘારા નાં આ યુગનાં વૃક્ષને શાખા - પ્રશાખા , પુષ્પ – પાન , રસ – બધું જ છે પણ ફળ બેઠું નથી . આ ફળ બેસે છે : પંડિત યુગમાં ! આથી સુધારા યુગ , નર્મદ યુગ , અર્વાચિનયુગ નૂતન પ્રસ્થાન નો યુગ કહેવાયો ! પણ પ્રાપ્તિને , સિદ્ધિને વાર હતી .
આ યુગનાં સૂત્રધારોઃ- યુગવૃક્ષને અપાર અને મહામૂલા ફળ બેઠા પંડિતયુગમાં ! વામન અવતારમાં ભગવાને ત્રણ પગલામાં ત્રણ લોક માપી લીધા , વ્યાપી લીધા હતા તેમ આ ત્રીજા જ યુગમાં સાહિત્યની સર્વોચ્ચતા સંપ્રાપ્ત થઈ વઈ ! વૃક્ષ જાણે કે કલ્પવૃક્ષ બની ગયું ! સમગ્ર યુગ અપૂર્વ બની રહ્યો . આમ બનવાનું સૌથી સબળ અને અધિક મહત્વનું કારણ એ છે કે , યુનિવર્સિટી નાં શૈક્ષણિક અભ્યાસક્રમમાં સંસ્કૃત ભાષા સાહિત્યને સ્થાન અપાયું . પોતાની જ લગભગ અનન્ય એથી અતિ પ્રાચિન સંસ્કૃતિ અને તેની સર્વોત્તમ અસ્મિતાથી વંચિત , અનભિજ્ઞ , વિભુખ એવા આપણા સમાજે યુનિવર્સિટીનાં આદર્શોનુખ અભ્યાસ , શિક્ષણ દ્વારા અમેર સાહિત્યનું જાણે કે આકંઠ રસપાન કર્યું ! અને સહર્ષ નોંધવું જોઈએ કે ગઈકાલનો વિદ્યાર્થિ જોતજોતા માં વર્તમાનકાળમાં સાહિત્યરત્ન બની ગયો ! આવા અનેક રત્નોનું અદ્ભુત નિર્માણ થયું અને થોડા જ વર્ષોમાં સાક્ષાત પંડિતોનો યુગ આરંભાયો ! એક એથી અદકા પંડિતો ગુજરાતી સાહિત્યબાગમાં ખીલીખીલી ને શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા ! ગુજરાતી ભાષા – સાહિત્ય બાગમાં જાણે કે સૈકાઓ પછી અથવા પ્રથમવાર જ ઋતુરાજ વસંત નું આગમન થયું . ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી , રમણભાઈ મહિપતરામ નીલકંઠ , મણિશંકર રત્નજી , ભટ્ટ ' કાન્ત ' , આનંદશંકર બાપુભાઈ ધ્રુવ , મણિલાલ નભુભાઈ દ્વિવેદી , નરસિંહરાવ દિવેટીયા , ન્હાનાલાલ જેવા અનેક પંડિતરત્નોએ ગુજરાતી સાહિત્ય બાગને નંદનવન ની સમૃદ્ધિ બક્ષી . તે સૌમાં ગોવર્ધનરામે જાણે કે નેતૃત્વ લીધું . તેમનું વ્યકિતત્વ , તેમની પ્રતિભા યુગવ્યાપી બનવાથી આ યુગ ગોવર્ધનરામયુગ તરીકે પણ પ્રતિષ્ઠા પામ્યો .
આ સૌ માત્ર શુષ્ક પંડિતો જ ન હતા ; જીવન અને જગતનાં શુભચિંતક પણ હતા . સર્વોત્તમ સાહિત્યનું નિર્માણ તો એમની મેધા , પ્રતિભા અને પાંડિત્યપૂર્ણ પ્રજ્ઞાએ કર્યું જ પણ સથોસાથ પૂર્વ તથા પશ્ચિમી જગતની વિસંવાદિતતા માં પણ સમન્વય , સંવાદિતતાની ઉચ્ચ દ્રષ્ટિ કેળવી . તેમણે જીવન અને કવનમાં આ બંને સંસ્કૃતિ પ્રવાહો નાં ઉત્તમાશો ને અપનાવ્યા અને શબ્દમાં અભિવ્યકત કર્યા . એને પ્રતાપે જ " સરસ્વતીચંદ્ર ' જેવી મહાનવલની અદ્દભૂત , અપૂર્વ ૨ ચના થઈ . " ભદ્રંભદ્ર " જેવી કેવળ હાસ્યપ્રધાન નવલકથાનું નિર્માણ થયું . " રાઈનો પર્વત " જેવા ઉત્તમ નાટકોનો ગુજરાતી ભાષામાં આવિર્ભાવ થયો . મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા પ્રકાંડ પંડિતવર્ષે નિબંઘ સ્વરૂપને ગુજરાતી ભાષામાં અપૂર્વતા બક્ષી . " સુદર્શન ગદ્દાવલી " નાં સર્વ રીતે લાક્ષણિક નિબંઘો પંડિતયુગ નું સર્વથા લાક્ષણિક સર્જન છે . ! તો આનંદશંકર ધ્રુવ જેવા પંડિત શ્રેષ્ઠ ગદ્યકાર , મૂર્ધન્ય વિવેચક , ઉત્તમ ચિંતક પણ પંડિતયુગનું જ સુફલ છે . !
નોંઘપાત્ર વિશેષતાઓ : - પંડિતયુગમાં પાંડિત્યપૂર્ણ સાહિત્યમાં આપોઆપ જ ભાષાશુદ્ધિ , વ્યાકરણનું સ્વયંશિસ્ત તથા સાહિત્યનાં લગભગ બધા જ સ્વરૂપોમાં રસિકતાનાં રસભર પૂરપણે દર્શન થયા . મધ્યકાલિન યુગમાં જે સાહિત્યનો પ્રધાન સૂર " ધર્મ " હતો , સુધારક યુગમાં જેનો મુખ્ય સૂર " સુધારો " કરવાનો હતો , તે જ સાહિત્યનો એકમાત્ર સૂર પંડિતયુગ માં " રસિકતા " બની રહ્યો . શું જીવન કે શું કવન , ઉભય પલ્લામાં આ સંપૂર્ણ રસિકતાની રસભરપૂર છોળો ઉછળવા લાગી . પરિણામ સ્વરૂપ આ યુગમાં સર્વત્ર અસાધારણતા , અસામાન્યતા નાં દર્શન થવા લાગ્યા . જોતજોતામાં આખોયે પંડિતયુગ આદર્શનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો . અર્વાચિન કે સુધારક યુગની તુલનામાં પંડિતયુગમાં ઉપરછલ્લાપણા નો અભાવ , દર્શનની સ્વસ્થતા , અને એવી જ તો સ્પર્શી ગહનતા પ્રથમવાર જોવા મળ્યા . સાહિત્યનાં વિધવિધ રસોની માફક શૃંગારક્ષેત્રે પણ આભિજાત્ય તથા સંસ્કાર સંપન્નતા સોળે કળાએ ખીલી ઉઠયા . સર્વક્ષેત્રે સંસ્કારિતા , શિષ્ટતા , અને સુંદરતાનો માનદંડ માન્ય રહ્યો . ! અભિવ્યક્તિની શૈલીમાં આપોઆપ શાસ્ત્રીયતા , શિષ્ટતાનો સુમેળ સધાયો . સાથોસાથ સંપૂર્ણ વિવેકબુદ્ધિ તથા સ્વયંભૂ સૂઝ નાં મનોહર દર્શન થયા . સર્વશ્રેષ્ઠ વિવેચનકલા પણ પંડિતયુગનું જ અનન્ય નિર્માણ છે . આ રીતે જોતા સદ્રષ્ટાંતપણે અને લગભગ સર્વ સાહિત્યસ્વરૂપ ક્ષેત્રે ઉત્તમતા તથા શ્રેષ્ઠતાની જ આરાધના – સાધના એટલે પંડિતયુગ ! .
અર્વાચિન કે સુધારક યુગ તથા પંડિત યુગમાં સાહિત્ય સર્જકોએ અંગ્રેજી શિક્ષણ – સાહિત્ય સંસ્કૃતિનાં પ્રેરણાપીયૂષ થી અભિભૂત થઈને ધાર્મિક , રાજકીય , સામાજીક તથા સાંસ્કૃતિક પ્રવર્તમાન પ્રવાહોનું સીધું પ્રતિબિંબ ઝીલ્યું . આ ઘટનાએ પંડિતયુગનાં સર્જનમાં અપૂર્વ ભાગ ભજવ્યો . આ યુગનાં ગગનગામી , ઉચ્ચ આદર્શને પરિણામે અનેક ભાષાઓ અભ્યાસનો વિષય બની . ફારસી ભાષા સાહિત્યનાં ઉત્તમ અભ્યાસને પરિણામ સ્વરૂપે બાલાશંકર મણિલાલ " કલાપી " , જેવા સબળ ઉમકવિઓએ ગુજરાતી ભાષામાં ગઝલનું સૌપ્રથમવાર ખેડાણ કર્યુ . " જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની " - જેવી અનેક ઉત્તમ ગઝલોથી ગુજરાતી કાવ્ય બાગ મહેકી ઉઠ્યો ! એ જ પ્રકારે નરસિંહરાવ જેવા સંવેદનપટું , પ્રબળ ઉમ્મશીલ કવિએ " કુસુમમાળા ' ની કાવ્યરચનાઓ દ્વારા ગુજરાતી ઉર્મી કાવ્યને નૂતન સ્વરૂપ - રૂપ બક્યું . તો આ બાજું બળવંતરાય ઠાકોર જેવા પ્રતિભાસંપન્ન કવિએ સોનેટનો કાવ્યપ્રકાર અંગ્રેજી ભાષા ઉપરથી ગુજરાતી ભાષામાં સુપ્રતિષ્ઠિત કર્યો , સમૃદ્ધ કર્યો , અને સૌને એ કાવ્યપ્રકાર ખેડવાની પ્રેરણા આપી ! આ જ પ્રકારે બટુભાઈ ઉમરવાડીયા જેવી પ્રતિભાએ , અંગ્રેજી સાહિત્યનાં અપૂર્વ પ્રભાવને લીધે જ ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ એકાંકી નાટકોની ઉત્તમ રચના કરી . આથી જ ' રાઈનો પર્વત " જેવી નાટયકૃતિમાં પ્રથમવાર અંગ્રેજી તથા સંસ્કૃત નાટયરીતી નો સર્વપ્રથમ અને સર્વોત્તમ સમન્વય જોવા મળ્યો . શાસ્ત્રીય , પદ્ધતિસરનાં અને કૃતિમૂલક વિવેચનો નો પ્રારંભ પણ પંડિતયુગમાં જ થયો અને ઉત્તમ વિવેચનો નો ફાલ ઉતર્યો . આ તમામ અભિગમથી , પરિક્ષણથી , સમીક્ષા થી જોતા એમ અવશ્ય જણાય છે કે પંડિતયુગ જાણે કે સુવર્ણ યુગ બન્યો .
સમાપન : - ગુજરાતી ભાષાનાં સર્વ સાહિત્ય યુગોની તુલનામાં , સંદર્ભમાં પંડિતયુગ અનેક દ્રષ્ટિકોણથી પરિપૂર્ણ , લાક્ષણિક તથા શ્રેષ્ઠ જણાય છે . કેમકે , ત્યાર પછીનાં સર્વ યુગો પર નિશ્ચિતપણે અને સાહિત્યનાં સર્વ સ્વરૂપો પર પંડિતયુગની પ્રતિભા સંપન્ન કૃતિઓનો નિરંતર પ્રભાવ જોવા મળે છે . નાટક , એકાંકી , આત્મકથા , જીવન ચરિત્ર , અવલકથા , નવલિકા , સોનેટ , કરૂણ પ્રશસ્તિ , ઊર્મિકાવ્ય , વિવેચન , નિબંધ , – એક અનેક વિધ સ્વરૂપો ઉપર પંડિતયુગે પોતાની સર્વોપરિતા , પ્રભાવતા , પ્રેરણા સિદ્ધ કરી આપી છે . આટલા લાંબા સમય પછી પણ ' સરસ્વતીચંદ્ર ' જેવી બીજી નવલકથા રચાઈ શકી નથી . એ હકીકત જ પંડિતયુગની સર્વોપરિતા સિદ્ધ કરી આપે છે . તેવું ઘણાં સ્વરૂપો વિશે કહી શકાય તેમ છે . આ રીતે પૂર્વ તથા પશ્ચિમ નો સમન્વય , ભાષા શુદ્ધિ , અને રસિકતાનાં સુભગ દર્શન , ઊંચી પ્રતિભા , અસામાન્ય સર્જનોની શૃંખલા , તલસ્પર્શી ગહનતાનું ઊંડાણ , ગાંભીર્ય , રસ - વૈવિધ્ય , ને તેનાં નિરૂપણમાં શિષ્ટતા , સંસ્કારીતા , ને પૂર્ણતા , ગદ્ય તથા પધ ક્ષેત્રે અપૂર્વ સર્જનો , સર્વત્ર શાસ્ત્રીયતાનો સ્વભાવસહજ આચહ ; ઊંડી વિવેકસૂઝ , અને સર્વ રીતે શ્રેષ્ઠતાની સાધના– આટલા ગુણ વિશેષો પંડિતયુગને ઓળખાવનારા લક્ષણો છે .
: ગાંઘી યુગ :
વીસમી સદીના પ્રારંભથી જ દૂનિયા જેમ જેમ નાની બનતી ગઈ તેમ તેમ અત્યાધુનિક સંશોધનો ને તેની અદભૂત પ્રાપ્તિને લીધે વધુ ને વધુ જટિલ , સંકુલ અને વિષય બનતી ગઈ . આ વીસમી સદીનાં પૂર્વામાં જ , દૂનિયાએ કદી જોયા ન હતા તેવા બબ્બે વિશ્વયુદ્ધો નું નિર્માણ પેલી જટિલ વિષમતાને આભારી છે . શાન્તિ , સહકાર , પ્રેમ , માનવતા , ધર્મ , નીતિ , સહિષ્ણુતા , જેવા ગુણો જાણે કે લુપ્ત થઈ ગયા ! આવા સમયે શસ્ત્ર કે અસ્ત્ર ગ્રહણ કર્યા વગર , માત્ર સત્ય અને અહિંસા નાં આત્મવિશ્વાસયુકત આદર્શથી , એકલે હાથે આખા યુગનું નિર્માણ કરવું , તે કેવું ભગીરથ કાર્ય છે તેનો અંદાજ આવે તેમ નથી . આથી , જગતનાં સર્વોત્તમ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનને રાષ્ટ્રપિતા , મહાત્મા અને વિશ્વવિભૂતી ગાંધીજી વિશે કહેવું પડયું હતું , " આવનાર પેઢીઓ ભાગ્યેજ એ માનવા તૈયાર થશે કે આ પૃથ્વી પર હાડમાંસ નો દેહધારી , ગાંધી નામનો માણસ પેદા થયો હતો ! એ ગાંધીજીએ દેશને આઝાદી અપાવી અને ગુજરાતી . ભાષા - સાહિત્યમાં ગાંધીયુગનું નિર્માણ કર્યું .
ભાષા કે સાહિત્યને જે ગાંધીજીએ જીવનમાં કયારેય સાધ્ય તરીકે મહત્વ આપ્યું નથી , અને માત્ર સાધન તરીકે જ તેનું પ્રયોજન કર્યું છે એ પ્રતિભાએ સાહિત્યને ક્ષેત્રે ગાંઘીયુગનું નિર્માણ કર્યું ! ગાંધીજીનાં સત્ય - અહિંસાથી બંધાયેલા વ્યકિતત્વમાં , પ્રતિભામાં કંઈક એવી અપૂર્વ અનન્ય આકર્ષકતા હતી કે , તેમની આસપાસ , વગર આમંયે કાકાસાહેબ કાલેલકર , સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ , કિશોરલાલ મશરૂવાલા , મહાદેવ ભાઈ દેસાઈ , સ્વામી આનંદ જેવા વ્યકિતત્વો ખેંચાયા . કાકાસાહેબ કાલેલકર તો વળી ગુજરાતી ભાષી પણ નહિં , અને છતા " સવાઈ ગુજરાતી " નું બિરૂદ પામ્યા ! બારડોલી નો સત્યાગ્રહ વેળા સરદારશ્રી નાં ભાષણો જેમણે સાંભળ્યા છે અને હવે વાંચ્યા છે તેઓ સારી રીતે જાણે છે કે સરળ , સ્પષ્ટ , અનાયાસ ભાયામાં કેટલી પ્રભાવકતા , જીવંતતા અને પ્રબળતા હોઈ શકે છે ! " મહાદેવ ભાઈની ડાયરીનાં પાના ” જેમણે રસભરપૂરતાથી આસ્વાદ્યા છે તેમને પૂરેપૂરી ખબર છે કે અનેકવિધ કઠિન , કિલષ્ટ વિષયોને સંક્ષેપમાં અને હવા જેવી સાર્વત્રિક સુલભતાથી કેવી રીતે રજૂ કરી શકાય . ગાંધી યુગનાં પ્રખર અને મૌલિક ચિંતનકાર કિશોરલાલ ઘ . મશરૂવાલા નાં ભાષા સામર્થ્ય થી સાહિત્ય કૌશલ્ય થી આખું ગુજરાત સુવિદિત છે ! આ સૌ સર્જકોને જેમણે સર્જયા , ઘડયા , ઘાટ આપ્યો તે જ ગાંધીજીએ ગાંધીયુગને પણ ઘડયો સજર્યો છે .
નોંઘપાત્ર વિશેષતાઓ : - જેવી રીતે અંગ્રેજી સાહિત્યનાં પરિચય – સંપર્કમાં અર્વાચિન – નર્મદયુગ માં કાવ્યનાં વિષયોમાં અભિવૃદ્ધિ થઈ ; મધ્ય યુગની માત્ર ઇશ્વરપરાયણ , ભકિતમૂલક , પરલોકમૂલક , પદ - રચનાઓ ને સ્થાને પ્રકૃતિકાવ્યો , પ્રણય કાવ્યો , સ્વાતંત્રયકાવ્યો રચાવાં શરૂ થયા અને સાથોસાથ ગદ્ય પણ ખેંડાવા લાગ્યું . એ જ રીતે રશિયન ક્રાંતિ , ફ્રાંસની ક્રાંતિ , સામ્યવાદ , સમાજવાદ તરફ આકર્ષાયેલા સર્જકો ગાંધીયુગમાં સત્યાગ્રહ અહિંસા , ગ્રામોદ્ધાર , અસ્પૃશ્યતા નિવારણ , દલિત - ગરીબ વર્ગ પ્રત્યે સહાનુભૂતિ , સેવાભાવના , ગ્રામસમાજની સ્વાયત્તતા , સર્વોદયની ભાવના , વિશ્વબંધુત્વ , રામરાજય જેવા વિષયો તરફ આકર્ષાયા . પંડિતયુગમાં જે સાહિત્ય સર્જાતું તેમાં આમવર્ગ , સામાન્ય વર્ગ , સામાન્ય જનતાને સ્થાન , માન કે મહત્વ ન હતું . રાજા – મહારાજા કે ગર્ભશ્રીમંતો ની આસપાસ . કવિતા – વાર્તા રચતા . ગાંધી યુગમાં સૌથી મોટું પરિવર્તન એ આવ્યું કે સર્જકની દ્રષ્ટિ અને દિશા બદલાઈ ગયા . સામાન્ય જન , સાધારણ વર્ગ સાહિત્યમાં નાયકને સ્થાને શબ્દસ્થ થવા લાગ્યો ! સુંદરમ્ " કોયાભગતની કડવી વાણી " ને કાવ્યબદ્ધ કરે છે . " ત્રણ પડોશીમાં " ગરીબ વર્ગનું ઉત્તમ , કલાત્મક પ્રતિનિધિત્વ થયું છે . તો તેમના સમકાલિન કવિ ઉમાશંકર જોશી " એક ચૂસાયેલા ગોટલાને " જેવા શીર્ષકથી ઉત્તમ કવિતાનું સર્જન કરે છે ! " જઠરાગ્નિ " , " પહેરણનું ગીત " " હથોડાનું ગીત " ' દળણાનાં દાણા " , " ધાણીનું ગીત " જેવી રચનાઓ રચે છે .
સાંપ્રત સમસ્યાઓનું સાહિત્યમાં પ્રતિબિંબ : - રમણલાલ વ . દેસાઈ ' ગ્રામલક્ષ્મી " જેવી સમર્થ , વાસ્તવલક્ષી અને ગાંધીવિચારધારાને જાણો કે સંપૂર્ણપણે સાકાર કરતી નવલકથા સર્જ છે . તેમાં ગામ સમાજની અનેકવિધ સમસ્યાઓ નો હૂબહૂ ચિતાર આપવામાં આવ્યો છે . અને તેનાં યથાશકિત ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે . ગાધીવિચાર અને પ્રચાર અને પ્રસાર પામે તેની પૂર્વે રચાયેલી આ નવલકથા , આવનારા ગાંધીયુગની એંધાણી આપે છે ! ગ્રામોદ્ધાર નું આ દર્શન સર્જકની પ્રતિભા નો ઉત્તમ ઉન્મેષ છે . !
આપણે જાણીએ છીએ કે મધ્યકાલિન યુગનાં ખભા ઉપર સુધારક યુગ ઉભેલો હોવાથી વધુ પ્રભાવક લાગે છે . તેવી જ રીતે પંડિતયુગ તથા ગાંધી યુગનું સમજવાનું છે . ગાંધી યુગ વાસ્તવ માં પંડિતયુગની સિદ્ધિઓ ઉપર ઉભેલો અને ત્યાંથી નવી દિશા પસંદ કરતો અને આગળ વધતો યુગ છે . સૌ જાણે છે કે પંડિતયુગની ભાષા બહુધા સંસ્કૃતપ્રચુર , કઠિન , કંઈક કિલષ્ટ , શિષ્ટતાનાં આગ્રહથી રચાતી હોવાથી દુર્બોધ હતી . તેમાં પાંડિત્યની પ્રધાનતા હતી . આથી લોકભોગ્યતાને તેમાં અવકાશ ન હતો . વળી ભાષા ઉપરાંત તે યુગનાં વિષયોને પણ પ્રમાણમાં સીમિતતા હતી . અમુક ગણય વિષયો જ - સમાજ સુધારણા , વિધવા વિવાહ , સ્ત્રી સ્વાંતત્રતા , ધર્મ વગેરે તેમાં નિરૂપાતા . પંડિતયુગની આવી ભારેખમ ભાષાને છોડીને કનૈયાલાલ મુનશી ભાષાની સરળતા અને રસળતાને જ નિષ્ઠાપૂર્વક વળગી રહ્યા . તેમણે સાહિત્યક્ષેત્રે અસ્મિતાનાં ગાન ગાયા . તેમના પછીનાં સર્જકો તેમની ભાષાને અનુસર્યા . પરંતુ , તે પૂર્વે ગાંધીજી નાં ગધે આ સરતાનો આદર્શ * સિદ્ધ કર્યો હતો . ' હિન્દ સ્વરાજ ' , ' દક્ષિણ આફ્રિકા " નાં સત્યાગ્રહનો ઇતિહાસ ' , ' સત્યનાં પ્રયોગો અથવા આત્મકથા " ' ' ગીતા વિચાર " , " મંગળ પ્રભાત " , અને આ ઉપરાંત " નવજીવન ' , ' હરિજન ' , ' યંગ ઇન્ડિયા " , વગેરેનો સરળ ગધે પૂર્વ ભૂમિકા પૂરી પાડી હતી . ગાંધીજીનાં આ તમામ લખાણોમાં પંડિતાઈનો અણસાર પણ જોવા મળતો નથી . જાણે ભાષા કે ગદ્યક્ષેત્રે ગાંધીજી ઉપર પંડિતયુગનો અંશ પણ પ્રભાવ જોવા મળતો નથી . જાણે ભાષા કે ગધક્ષેત્રે ગાંધીજી ઉપર પંડિતયુગનો અંશ પણ પ્રભાવ નહિ ! ગાંધીજી નાં ગદ્યનો પ્રભાવ પણ એમનાં જીવનનાં પ્રભાવ જેવો જ જબરો પડ્યો .
આ યુગનાં સમર્થ સાહિત્યકારો :- કાકાસાહેબ ( દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ) મરાઠી ભાષી હોવા છતા ગાંધીજી થી પ્રભાવિત થઈ તેમની પાસે આવ્યા અને ગુજરાતી ભાષાને પોતાની બનાવી લીધી ! તેમણે લલિત નિબંર્થો દ્વારા ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ નિબંનો આદર્શ પૂરો પાડયો . આ ઉપરાંત તેમાં સરળતા , લોકભોગ્યતા , સહજતા , જેવા ગુણ હોવાથી તેમનું ગદ્ય વાસ્તવમાં પધે જેવું જ રસિક સિદ્ધ થયું ! આથી તો તેઓ પામ્યો ." ગદ્ય કવિ " અને ' સવાઈ ગુજરાતી " તરીકે પ્રતિષ્ઠા ' ' જીવનનો આનંદ " , ' ' રખડવાનો આનંદ ' , ' ' સ્મરણયાત્રા " , " હિમાલયનો પ્રવાસ ' , ' બ્રહ્મદેશનો પ્રવાસ ' , " ઉગમણો દેશ " , " પૂર્વ આફ્રિકામાં " , " ગીતાધર્મ " , " ધર્મોદય " , " બાપુની ઝાંખી ' " , " જીવન ભારતી " , " જીવન વિકાસ " , " જીવન પ્રદિપ " , " જીવન વ્યવસ્થા " , " જીવન સંસ્કૃતિ " , " જીવતા તહેવારો " , " લોકજીવન " , જેવા પુસ્તકોમાં પ્રયોજાયેલા ગધની નિરાળી છટા અને સર્વ સુલભતાએ જનસાધારણને જાણે કે વશ કરી લીઘો . કલ્પનાની સમૃદ્ધિ , વિચારોની ઉદ્દાત્તતા , પ્રકૃતિનું મનોહર દર્શન , સંસ્કૃતિ નું વ્યાપક તેમજ સૂક્ષ્મ દર્શન , ધર્મ વિશેની વિવિઘ માન્યતા , શ્રદ્ધા , કેળવણી વિશે ના વિચારો , આ બધા વિષયોને કાકા સાહેબે અતિશય સરળ ભાષા , વાકયરચનામાં , રમતા - રમતા , હરતા - ફરતા , લેખતા હોય તેમ લખીને વર્ણવીને સૌને મુગ્ધ કર્યા .
ગાંઘીયુગનાં બીજા સમર્થ ચિંતક અને ગાંધી વિચારધારાનાં પ્રશંસક છતા પોતાનું સ્વતંત્ર વિચાર - વ્યકિતત્વ ધરાવનાર કિશોરલાલ ધ . મશરૂવાલા વિશષ નોંધપાત્ર છે . લેખનનો શોખ , તેમને વિદ્યાર્થિકાળથી જ હતો . " અવતારો ની સમજ " , " રામ અને કૃષ્ણ " , " બુદ્ધ અને મહાવિર " , " સહજાનંદ સ્વામી " , " ઇશું ખ્રિસ્ત " , " કેળવણી નાં પાયા " , " કેળવણી વિવેક " , " કેળવણી વિકાસ " , " તત્વ વિચાર " , ' ' જીવનશોઘન " , " ગાંધી વિચારદોહન " , " ગીતામંથન " , " સમૂળી ક્રાંતિ " , " સ્ત્રી - પુરૂષ મર્યાદા ' , ' સંસાર અને ધર્મ " , " ગાંધીજી અને સામ્યવાદ " , " અહિંસા વિવેચન ' , જેવા પુસ્તકો દ્વારા પોતાનાં ચિંતનને શબ્દસ્થ કર્યું છે . તેમનાં તમામ ગધ ની શૈલી તેમના વ્યકિતત્વ ની દ્રઢ મુદ્રા અંકિત કરે છે . તેમના લખાણોમાં સાહિત્યિક સુંદરતા , મનોહારિતા કરતા વિચાર નિષ્ઠા અધિક જોવા મળે છે . માત્ર ગાંધીયુગ પૂરતા જ નહિ , સમગ્ર ગુજરાતી સાહિત્યમાં ચિંતનપ્રધાન સાહિત્યમાં તેમનું સ્થાન વિશેષ ગૌરવપ્રદ રહ્યું છે . તેમની વિચારનિષ્ઠાને કારણે જ સ્વામી આનંદે તેમને " સેતોનાં અનુજ " કહી સન્માન્યા છે . તેમનાં ગદ્યમાં સ્પષ્ટતા , અસંદિગ્ધતા , સરળતા , મૌલિકતા , અનુકરણીયવૃતિ , અને સોંસરવાપણું જોવા મળે છે તે ગાંઘીયુગને પ્રતાપે જ .
મહાદેવભાઈ દેસાઈની ગદ્ય શૈલી પણ ગાંધીયુગનાં આદર્શને અનુસરતી જોવા મળે છે . આ સર્વ ગાંધી સર્જકોએ પ્રયોજેલા ગદ્યની લોકાભિમુખતા જ ગાંધીયુગની સૌથી મોટી વિશિષ્ટતા બની રહે છે . કાર્યની , નવા કાર્યની શરૂઆત સામાન્ય રીતે કઠિન હોય છે , કઠિન જણાય છે . આમ છતા એકવાર નિશ્ચયપૂર્વક આરંભ થઈ ગયો કે કાર્ય પાર પડી ગયું તો તેને અનુસરવા માટે ઘણા તૈયાર હોય છે . " ગ્રામલક્ષ્મી " ના 4 ભાગ પ્રસિદ્ધ થયા પછી તેને જે લોકપ્રિયતા મળી તે અપૂર્વ હતી . ગાંધી સર્જકોએ એક શ્રદ્ધેયતા સર્જી અને એ શ્રદ્ધેયતા ને લીધે તેમનું ગદ્ય પણ અનુકરણીય બન્યું . ગધની સાથે વિવિધ વિષયો પણ સ્વીકૃત થયા . ધીરે ધીરે સાહિત્યનાં સર્વ સ્વરૂપોમાં આ ગાંધી વિચાર , ગાંધી આદર્શ , અને ગાંધીદર્શન એક સરખું વિસ્તરતું – વિકસતું ગયું !
ધૂમકેતું જેવા સમર્થ નવલિકાકાર " પોસ્ટઓફિસ '' , ભૈયાદાદા " , " જુમોભિસ્તી '' , જેવી ટૂંકી વાર્તાઓ રચીને ગાંધી યુગને , તેનાં સાર્વત્રિક પ્રભાવને ઝીલે છે , અભિવ્યકત કરે છે . કાનદાર માણેક " હરિનાં લોચનિયા " જેવા ઉત્તમ કાવ્યની રચના કરે છે . ઝવેરચંદ મેઘાણી " બિડીઓવાળો ” જેવા કાવ્ય દ્વારા ગાંધી ભાવનાને અભિવ્યકત કરે છે . રાષ્ટ્રપ્રેમ , દેશ ભકિત , ન્યોછાવરી , સમર્પણ ભાવનાને વ્યકત કરતા કાવ્યો પણ આ યુગમાં સારા એવા ઉખાય ઝવેરચંદ મેઘાણી " ઘણ રે બોલે ને " કાવ્યમાં હિંસાભર્યા યુદ્ધનો વિરોધ કરે છે . " જુઠરાગ્નિ " માં ગાંધીવાદી વિચારસરણી , રામરાજય , સામાજીક સમાનતાનો વિચાર વિકૃત થશે તો શું બનશે તેની ચેતવણી આપેલી છે . !
એક બાજું " સત્યના પ્રયોગો " રચાય છે , તો બીજી બાજું " દિવ્યચક્ષુ ' , ' ગ્રામલક્ષ્મી " , " જાગગાડી " , " અમે બધા " , " ભારેલો અગ્નિ ' , ' સોરઠ તારા વહેતા પાણી " , " માણસાઈનાં દીવા " , " અમાસનાં તારા " , " શર્વિલક " , " મળેલા જીવ " , " માનવીની ભવાઈ ' , ' પાટણની પ્રભુતા " , જેવી સાહિત્ય કૃતિઓ રચાય છે . ઉમાશંકર જોશી જેવા સમર્થ કવિ સાપના ભારા " જેવો નાટ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે છે . જેમાં ગ્રામ સમાજ અને તેનાં યર્થાથ જીવનને કલાત્મક રીતે વ્યકત કર્યો છે . આ સૌ રચનાઓની ભાષા લોકાભિમૂક થયેલી જોવા મળે છે .
સમાપન : - ગાંધી યુગમાં સૌપ્રથમવાર વ્યકિત અને સમાજ , કુટુંબ અને રાષ્ટ્ર , દેશ અને દૂનિયા , માતૃભાષા તથા રાષ્ટ્રભાષા , ભારતીય સંસ્કૃતિ , ગ્રામ સમાજ , જનપદ , અને તેની સમસ્યા , આ બધું વ્યક્ત થયું . આ યુગ આગલા ત્રણે યુગની તુલનામાં વધુ વાસ્તવીક જણાય છે . વળી એ જેટલો વાસ્તવીક છે તેટલો જ આદર્શોનુજ પણ જણાય છે . આથી જ તેમાં ટૂંકી વાર્તા અને એકાંકી જેવા સાહિત્ય સ્વરૂપોનો ખરા અર્થમાં આરંભ થયો . સાહિત્યનાં આ લઘું સ્વરૂપોએ અપૂર્વ અને અનન્ય લકપ્રિયતા પ્રાપ્ત કરી . ગાંધી યુગની વધું એક વિશેષતા એ રહી કે તેમાં વિવેચન નું ગદ્ય પણ સર્જન જેવું જ સરળ બનવા લાગ્યું . આ બધા ઉપરથી એમ સમજાય છે કે ગાંધીયુગનું સાહિત્ય કેવળ એક વર્ગ , જાતિ , પ્રદેશ પુરતું સીમિત ન રહેતા સમગ્ર જનતા જનાર્દન , જનનારાયણની સમસ્યાઓને વ્યકત કરવા નું સાધન બની ગયું . સાધ્ય રહ્યું ગાંધી દર્શન , રામ રાજય .
આથી એમ સમજાય છે કે ગાંધી યુગમાં નવલિકા અને એકાંકી જેવા લધું સાહિત્ય સ્વરૂપોનો અપૂર્વ વિકાસ થયો . ભાષામાં સરળતા , સચોટતા , અને નિરલંકારપણું આવ્યું . કલ્પનાવિહાર ને સ્થાને વાસ્તવીકતા આવી . દલિત , પીડિત સમાજ પ્રત્યે અભુિમખતા આવી . વિષય વૈવિધ્ય અતિશય વધ્યું . સ્વાતંત્ર્યપ્રેમ વ્યાપક બન્યો . કાવ્યમાં અગેયતા તરફ વલણ આવ્યું . કાવ્યનાં સ્વરૂપ પરત્વે પ્રયોગશીલતા આવી.ગાંઘીયુગ અનન્ય છે .
0 ટિપ્પણીઓ