✓  સૌષ્ઠવવાદ એટલે શું ? 

✓ ટુંકનોંધ લખો . સૌષ્ઠવવાદ –સૌષ્ઠવવાદી સાહિત્ય :


    સાહિત્ય માં સૌષ્ઠવવાદી શિષ્ટતા , પ્રશિષ્ટતા , શાસ્ત્રીયતા , સૌષ્ઠવપ્રિયતા , રૂપદર્શી એવા વિવિધ પર્યાય થી ઓળખાય છે . આ કલાસિકલ - CLASSICAL વલણ છે . એ સાહિત્ય ની સુષ્ઠુરતા , વિશિષ્ટતા , શાસ્ત્રીયતા , રૂપવાદિતા ને પુરસ્કારનારું વલણ છે . આ વલણ નુ માટે આનંદશંકર ધ્રુવે " સંસ્કારી સંયમ " પર્યાય યોજયો છે . એરિસ્ટોટલ કલાસિકલ વલણ નો હતો અને કૃતિઓ ને અવલોકન પરથી કરેલા શાસ્ત્રીય નિયમો ની હિમાયત કરતો . મેધ્યું આર્નોલ્ડ “ THE STUDY AT POETRY " માં સૌ કવિઓ ને પ્રશિષ્ટ રચનાઓ તરફ વાળવાનું જણાવ્યું છે . ઉત્તમ કવિતા માટે ગ્રીક સર્જકો અ વિવેચકો નું અનુકરણ કરવાનું કહ્યું ત્યારે એનાં લક્ષ્ય માં જીવન લક્ષિતા સાથે શિષ્ટતા પણ હતી . ટી . એસ . એલિયટ જેવા પોતાને " સાહિત્ય માં પ્રશિષ્ટતાવાદી " તરીકે ઓળખાવે છે , ત્યારે તે પોત સાહિત્ય માં વ્યવસ્થા કે નિયમશીલતા માટે ખડો છે " એમ જ કહેવા માંગે છે . જીવનલક્ષી અને સાહિત્યિક ઉભય પ્રકાર ની શિષ્ટતા આ વલણ ને અભિપ્રેત કરે છે .

    કલાસિકલ વલણ કૃતિ CLASSICAL બને એવો આગ્રહ રાખે છે . શાસ્ત્ર માન્ય પ્રશિષ્ટ કૃતિ ઓ ની પરંપરા કલાસિકલ વલણ નો આધાર છે . શાસ્ત્ર રચાયું એવા દ્રષ્ટાંતો ને આધારે એટલે શાસ્ત્ર ની મર્યાદાને પાળે તે જરૂરી છે . કલાસિકલ વલણ ને કલાકૃતિ સર્વ ને સદાકાળ સંતોષે એવી બને એવો અભિગમ હોય છે . કલાઘાટ અને કલા સંયમ તે આવકારે છે . – વિષય કે શૈલી માં કશું અભદ્ર ન ચાલે , ભારોભાર સુષુતા જાળવવી જોઈએ . ભદ્ર સમાજ ની સુભદ્રતા ની સુવાસ કલાસિકલ વલણ ની કૃતિ માંથી આવવી જોઈએ . સંયમ અને સંસ્કારિતા નો કે સંસ્કારિતા નાં સંયમ નો પ્રભાવ ને કયારેક દાબ વલણ માં સર્વત્ર વરતાય છે . સૌષ્ઠવ પ્રિયતા નાં તૈયાર માળખા આ માટે ધડાય છે . કૃતિ નાં અંગે અંગ માટેનાં સવિગત નિયમ થાય છે . તે સ ઘષ્ઠવવાદી સર્જક પાળે છે . સૌષ્ઠવવાદ અતિચિત્રણ માં નથી માનતો , પ્રમાણ વિવેક ને બરાબર પાળે છે . કલમ પર ઔચિત્ય સદાય બેઠું જણાય છે . કૃતિ ને બને તેટલી પૂર્ણ બનાવવાનો પ્રયત્ન લેખક નિષ્ઠાપૂર્વક કરે છે . કૃતિ નાં આરંભ થી અંત સુધી સુવ્યવસ્થાને નિયમિતતા દેખાય છે . આવી રચના જીવન નાં શિષ્ટ અને અનુસરણીય સ્વરૂપ ને રજૂ કરવા મથે છે .

    જીવન નાં સત્ય અને શિવસ્તવ પર સૌદર્ય કરતાંય વધુ ઝોક દાખવે છે . શિષ્ટતાવાદી વલણ સભ્ય સમાજ નો આદર્શ નગર નો રાજમાર્ગ હોય એવું લાગે છે . રસ ની પાળ પુણ્ય ણી બંધાય છે . કલાસિકલ માં સંસ્કૃતિ અને સભ્યતા નાં સર્જક અને સર્જન પર સદાય ચોકી રહ્યા હોય છે . કૃતિ દ્વારા જીવન મૂલ્યો નો બોધ વ્યકત કરવાનો આશય સહજ હોય છે . શિષ્ટતાવાદી વલણ કાવ્યશાસ્ત્રોકત આદર્શ કલાઘાટ અને જીવન વિધાયક ચિંતકબોળું જીવન ૨ સાયણ શૈલી ની નિયમશિલ સંસ્કારિતા દ્વારા સમન્વિત કરે છે . સૌષ્ઠવવાદ માત્ર બાહ્ય સૌષ્ઠવ ને જે આદરપૂર્વક અનુસરે છે એમ નથી . કૃતિ નાં આંતર – સૌષ્ઠવ નો આગ્રહ પણ અને શાસ્ત્ર નિયમો ને નમૂનાઓ થી એની સર્જકતા સંસ્કારાયેલી હોય છે . ડહોળાયેલાં પાણી નહિ , નીતર્યા નીર સર્જક નાં સર્જન માં ઊતરે છે . શિષ્ટ સર્જક વ્યકિતવાદી નહિ પણ સમષ્ટિવાદી હોય છે .

     પ્રશિષ્ટકૃતિઓ ની શૈલી તે કલાસિકલ વલણ ગ્રીક અને સંસ્કૃતિ પ્રાચિન મહાકાવ્યો અને મહાન નાટકો એવા પ્રશિષ્ટ નાં નમૂના છે . કલા નાં વિદ્યમાન્ય નમૂનાઓ કે પ્રશિષ્ટ કૃતિઓ ને લક્ષ માં રાખી સૌષ્ઠવ પ્રિયતા નાં સુષ્ઠતા , સંયમ , સંસ્કારિતા , સપ્રમાણતા , સંપૂર્ણતા , વ્યવસ્થા , જીવન લક્ષિતા , નિયમશીલતા , સમુચિતતા , શાસ્ત્રીયતા , પ્રમાણભૂતતા , શિષ્ટ ને પ્રચલિત કણઘાટ , ચિરંજીવતા , મૂલ્યવાદિતા જેવા લક્ષણો તારવવામાં આવ્યા છે .