મેથ્યુ આર્નોલ્ડ : - સાહિત્ય જીવનની સમીક્ષા કરો .
'' સાહિત્ય એ જીવન ની સમીક્ષા છે . " – એ વિધાનમાં " સમીક્ષાઓ " શબ્દ દ્વારા આર્નોલ્ડ ને શું અભિપ્રેત છે ? જણાવો .
મેથ્યુ આર્નોલ્ડ ( ઈ.સ. 1822 – 1889 ) - ઓગણીસમી સદીનો આ અંગ્રેજ કવિ અને વિવેચક સાહિત્યનાં ઇતિહાસમાં મહત્વ નું સ્થાન પામ્યો છે . થોડા સમય પૂરતું તો એનું સ્થાન એરિસ્ટોટલની સાથે નું લાગેલું , પરંતુ બંનેનાં વિચારો માં સારી એવી ભિન્નતા જોવા મળે છે .
એરિસ્ટોટલે કલા અને વિવેચન ને સાહિત્ય નાં સંદર્ભ માં જોયા હતા ત્યારે આર્નોલ્ડ કલા અને વિવેચન ને સમાજની મધ્ય માં મૂકી ને જુએ છે , સમાજ નાં સંદર્ભ માં તેનું મૂલ્ય આંકે છે . આર્નોલ્ડ માને છે કે , સાહિત્ય સમાજ નાં સંસ્કાર નો વિકાસ સાધી પરિપુષ્ટ કરે છે . કાવ્ય નું મુખ્ય પ્રયોજન આનંદ નહિ , પણ માનવ જીવન ની પૂર્ણતા નું જ્ઞાન , માનવ આત્મા નો વિકાસ અને સમાજ નો ઉત્કર્ષ કરવાનું છે . અને વિવેચક , કવિ ની સાથો સાથ , એ પવિત્ર કાર્ય માં મદદરૂપ બને છે . આમ , આર્નોલ્ડ નું પ્રદાન સાહિત્ય નાં સમગ્ર વ્યાપાર ને સર્જન અને વિવેચન બંને ને સમાજ નાં સીમાડા સુધી લઈ જવાનું રહ્યું છે . અને તેથી જ , તે કેટલાંક સમગ્ર વ્યાપાર ને સર્જન અને વિવેચન બંને ને સમાજ નાં સીમાડા સુધી લઈ જવાનું રહ્યું છે અને તેથી જ , તે કેટલાંક ચર્ચાસ્પદ મુદ્દાઓ મૂકી ગયો છે . ડ્રાયડન યુગ માં જે રીતે એરિસ્ટોટલ ને પ્રમાણભૂત ગણવામાં આવતો હતો. તેમ ૬ ઠ્ઠી સદી નાં અંત સુધી આર્નોલ્ડ નાં સિદ્ધાંતો પ્રમાણભૂણ ગણાતા હતા .
આર્નોલ્ડ ઈ.સ. 1853 નાં કાવ્ય સંગ્રહ ની પ્રસ્તાવના માં તથા “ ON TRANSLATING HOMER " પર નાં વ્યાખ્યાનો માં પોતાનાં વિચારો રજૂ કર્યા છે . આર્નોલ્ટે કહ્યું છે કે નવા શિખાઉ કવિઓ એ પ્રાચિન ગ્રીક કાવ્યો નું અનુકરણ કરવું જોઈએ . પ્રાચિન કાવ્ય નાં મહાન કાર્ય વિષયરૂપે આવે છે . ઉપયુકત શૈલી માં પ્રગટ થાય છે અને તેથી આપણને આનંદ મળે છે .
આર્નોલ્ડ ઉત્તમ કવિતા અંગે જણાવે છે કે , ઉત્તમ કાવ્ય માં કાર્યની પસંદગી જોઈએ . અને તેનું આનંદદાયી નિરૂપણ થવું આવશ્યક છે . અને તો જ એ અખંડ આનંદ નો અનુભવ કરાવી શકે . એરિસ્ટોટલે કાર્ય ( ACTION ) અને કથાનક ( PLOT ) ને મહત્તમ આપે છે . પણ આર્નોલ્ડ ને એ સ્વિકાર્ય નથી . એરિસ્ટોટલ , ગટે અને કોલરિજ માફક આર્નોલ્ડ પર ઉત્તમ કવિતા નું આવું પ્રયોજન સ્વીકારે છે .
શિલર ( SCHILLER ) ની જેમ આર્નોલ્ડ પણ કલા નું લક્ષ્ય આનંદ માને છે . " માનવી ને કઈ રીતે સેખી બનાવી શકાય – આથી જ કોઈ મોટી અને ગંભીર સમસ્યા નથી . સાચી કલા તો એ છે કે જે પરમાનંદ આપે " . આર્નોલ્ડ વસ્તુ ને વિશેષ મહત્વ આપે છે એટલું જ નહિ તે સ્પષ્ટ જણાવે છે કે , " અધમ પ્રકાર નું કાર્ય તેનાં નિરૂપણ ને લીધે ઉત્તમ પ્રકાર નાં કાર્ય જેટલો જ આનંદ આપે એમ કહેવું ખોટું છે . " ઉત્તમ કાર્ય જ ઉત્તમ પ્રકાર નો આનંદ આપી શકે . તો કયાં કાર્યો ને ઉત્કૃષ્ટ કહેવા ? અને એ જવાબ આપે છે : " those which most powerfully appeal to the great primary human action , to the those elementary feelings which subsist permanently in the race , and which are independent in time . "
અર્થાત્ સમગ્ર પ્રજાનાં માનસ માં રહેલી , સમય થી સ્વતંત્ર એવી મૂળભૂત માનવીય લાગણીઓ ને પ્રબળ રીતે અસર કરે .
આર્નોલ્ડ કાવ્ય માં સ્થાયી અને શાશ્ચત વિષયો ને જ મહત્વનાં ગણે છે . અને એટલે જ પ્રાચીન કાવ્ય વિષયો ને વારંવાર ઉપયોગમાં લેવા જણાવે છે . પ્રવર્તમાન જીવન પ્રસંગો સ્થાયી નથી , ક્ષણિક હોય છે . અને એવી ધટનાઓ ને સદંતર બહિષ્કાર કરવો જોઈએ . છતા એણે એક ઠેકાણે કહ્યું છે : “ Mosderness or antiqutity of action ... has nothing to do with its fitness for poetical representation "
તેમ છતા , પ્રાચિન વિષયો પ્રત્યે નું એનું આકર્ષણ છે તે આ શબ્દો માં વ્યકત થાય છે . “ A great human action of a thousand years ago is more interesting to it than a smaller human action of today .
ઉત્તમ કવિતા માટે આર્નોલ્ડ ઉત્તમ કાર્યની સાથે ઉત્કૃષ્ટ શૈલી ને પણ અનિવાર્ય ગણે છે . કાવ્યાત્મક મનોવૃત્તિ વાળા ઉચ્ચ આદર્શ વ્યકિત નાં નિરૂપણ માં એ સહજ રીતે આવી જાય છે .
પ્રવર્તમાન યુગ નો વિકાસ , સંકુલ જીવન ની ધટનાઓ નો ત્યાગ વગેરે બનાવવા પાછળ આર્નોલ્ડ કોઈ કારણો આપ્યા નથી . તેનું કારણ સ્કોટ – જેમ્સ કહે છે તે પ્રમાણે , પ્રાચિન કાવ્ય નો આદર્શ એનાં મન પર એવો છવાઈ ગયો છે કે જેથી નવીન વિષયો ની શકિત અને ક્ષમતા ને એ ઓળખી શકયો નહિં . અને એ છે આર્નોલ્ડ ની મર્યાદા .
કવિતા જીવન નું વિવેચન છે : કાવ્ય માં રસિત થતાં વિચારો ની કવિતા સમગ્ર ની એક વિશિષ્ટ પ્રકાર ની શકિત નું લક્ષણ બાંધતા આર્નોલ્ડ કહે છે : " Poetry is at bottom a criticism of life " કવિતા એ જીવન નું વિવેચન છે . અહી જીવન નું વિવેચન – એટલે કે માનવ જીવન હતું અને તેની આસપાસ નિરંતર ગતિમાન એવા સર્વ ધટનાચક્રો વિશેની સમજદારી પામીએ છીએ . કલા , જીવન નો એક અર્થ આપે છે .
સર્વજ્ઞાન માં શિરમોર કવિતા : - કવિતા નું સત્ય અને વિજ્ઞાન નું સત્ય : - આર્નોલ્ડ કાવ્ય નાં સત્ય ને વિજ્ઞાન નાં સત્ય થી અલગ પાડે છે . સૌ જ્ઞાન માં શિરમોર તરીકે કવિતા ને સ્થાયી , વર્ડઝવર્થ શબ્દાગુચ્છ " બધા જ્ઞાનો નો શ્વાસોચ્છવાસ અને આત્મા " તે કવિતા એમ કહે છે . આનું મૂળભૂત કારણ એ છે કે એ બધાં શાસ્ત્રો ની જેમ તે માણસ ની ચિત્તભૂમિ માં કોઈ એક જ અંશ ને નથી સ્પર્શતી , પરંતુ સમગ્ર સંવિને , " આખા માણસ " ને સ્પર્શે છે . તેનું આખુંય ભાવજગત – ઊર્મિતંત્ર ને અને બુદ્ધિતંત્ર ને કવિતા અજવાળી જાય છે . આમ , કવિતા ની અપીલ માનવ સમગ્ર ને છે , તેના કોઈ એક જ અંશ ને નથી .
જીવન નાં અર્થઅંતર માં ઊતરતી કવિતા : કલા અને નીતિ : - આર્નોલ્ડ કહે છે કે , કવિતા ની આ વિવેચન ની શકિત નો વ્યય ગમે તેમ ન થવો જોઈએ . તે કહે છે કે કવિતા તત્વતઃ નીતિમય હોવી જોઈએ . એટલે કે , નીતિ નાં સિદ્ધાંતો ના રૂપ માં મૂર્ત થયેલી , માનવ જાતિ ની સામાન્ય વિભાવના ને સંતોયે એવી હોવી જોઈએ . અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે આર્નોલ્ડ પંડિતો ની શુષ્ક નીતિભાવના ની વાત નથી કરતો , પરંતુ યુગ ની એક સદ્ - અસદ્ વિવેક ની એક સામાન્ય સિદ્ધિ ની હિમાયત કરે છે . કવિ અને કવિતા ની મહત્તા સ્થાપતા કહે છે : " કોઈપણ કવિત ની મહત્તા જીવન ને કેમ જીવવું એ પ્રશ્ન ને પ્રથમ અને સુંદર રીતે વિચારો લાગુ પાડવાની શકિત માં રહેલી છે . " આર્નોલ્ડ નો નીતિ નો અર્થ ધર્મોપદેશ નથી , પણ જીવન ને માટે ઉદાત્ત અને વ્યાપક વિચારો રજૂ કરે તે નીતિ . કાવ્ય દ્વારા પ્રાપ્ત થતી ઇન્દ્રિયગત – તુષ્ટિ અને કલાત્મક શોભા ની સરખામણી માર્ગ પર આવેલ ધર્મશાળા સાથે અને કવિતા નાં લક્ષ્ય ની તુલના ઘર સાથે કરતા તે કહે છે : " આપણી મંજિલ છે ઘર , આપણે ત્યાં પહોંચી ને આપણે પરિવાર , મિત્રો તથા દેશવાસી પ્રત્યે નું કર્તવ્ય બજાવવાનું છે . આપણે ઘેર પહોંચી ને આંતરિક સ્વતંત્રતા , વિશ્રાંતિ , આનંદ , અને સંતોષ પ્રાપ્ત કરવાનો છે . " ધર્મશાળા થોડો વખત આનંદ આપી શકે , પણ આપણું લક્ષ્ય તો છે ઘર . આ રીતે કાવ્ય નાં કલાત્મક તત્વો આપણાં સાધ્ય નથી , પણ સાધન છે .
અને આર્નોલ્ડ પોતાનાં આ વિચાર ને કારણે કવિતા નાં સ્વરૂપ ને બદલે વસ્તુ નું વધારે મહત્વ કરે છે . ગમે તેવું મુંદ્ર વસ્તુ તેને માન્ય નથી . કવિતા નો ઘાટ ગમે તેટલો વિચાર પૂર્વક નિયોજીત અને સુંદર હોય તો પણ , આર્નોલ્ડ કહે છે તેમ , તે તો એક પ્રકાર ની વંચના છે . આપણે તો જીવન નાં અર્થ નાં અંતર માં ઊતરવું જોઈએ . આર્નોલ્ડ તો સામાન્ય ભાવના ને સ્પર્શવાનું કહી ને પણ નીતિ પર જ ભાર મૂકે છે . તે કહે છે : " નૈતિક ભાવનાઓ સામે બળવાની કવિતાએ જીવન સામે બળવાની કવિતા છે . નૈતિક ભાવનાઓ પ્રત્યે ઉદાસીનતાની કવિતા એ જીવન પ્રત્યે ઉદાસીન કવિતા છે .
કવિતા ની પરમ સફળતા : - આવી નીતિયુકત કલા નાં સર્જકે કેટલીક શિસ્ત પાળવાની હોય છે . આ શિસ્ત તે " અંતર ની પૂરેપૂરી સચ્ચાઇ માંથી આવતું પ્રગલ્મ ગાંભીર્ય " . કવિતા નું તાત્વિક સત્ય અને તેનાં સૌદર્ય ની નિષ્પતિ માટે જ નિયમો , કવિ નાં આ પ્રગલ્ય ગાંભીર્ય ને પણ એટલું જ આવશ્યક ગણે છે . અને આ શિસ્ત માં " કવિતા ની પરમ સફળતા " નિહિત થયેલી છે .
આર્નોલ્ડ ચૂસ્તપણે માને છે કે , કવિતા નું વસ્તુ અશુદ્ર ( અર્થાત્ ઉત્તમ વસ્તું , જેમાં નીતિ ની વિભાવના સંતોષવાની ક્ષમતા છે . ) તથા કવિની ગંભીરતા ઉત્તમ કવિતા નાં જનક તત્વો છે . અને આવી કવિતા જ ઉત્તમ આનંદ આપી શકે છે .
વિવેચક અને વિવેચના : - આર્નોલ્ડ પ્રથમ વિવેચક છે . અને પછી કવિ , કવિતા નું સર્જન છોડી ને આર્નોલ્ડ શિક્ષક નો ઢ તભબહજભચ નો પાઠ પણ ભજવે છે . એણે વિવેચક અને સમાજ તથા વિવેચક અને કલાકૃતિ વચ્ચે ના સંબંધો વિશે મૂલ્યવાન વિચારો રજૂ કર્યા છે . તે વિવેચન શકિત ને સર્જનાત્મક માને છે કે અને માને છે કે વિવેચન વિના ઉત્તમ સર્જન શકય નથી . કારણ યુગ ની ઓળખ માટે વિવેચક નું વિવેચન કાર્ય અનિવાર્ય છે . સાહિત્ય એ જીવન નું વિવેચન છે એમ માનતો આર્નોલ્ડ કહે છે કે , જગત નું સર્વોચ્ચ જ્ઞાન તથા વિચારો નું જ્ઞાન મેળવવું અને એનો પ્રસાર કરવાનો , આનાસકત પ્રયત્ન કરી તાજા અને સાચા વિચારો નો પ્રવાહ વહેતો મૂકવો એ વિવેચક નું મુખ્ય કાર્ય છે .
આર્નોલ્ડ નાં મતે વિવેચક માં ત્રણ ગુણ હોવા જોઈએ :
વિવેચક નું પ્રથમ કાર્ય છે શીખવું અને સમજવું — એણે વસ્તુઓ નું યર્થાથ રૂપ જોવું , ( There is critic's duty to learn and understand - he sees things as they really are " )
આ રીતે સજ્જ ( Thus equipped ... is to hand on his ideas to others ... " make the best ideas preas prevail " ... in this respect is that of a missionary . )
ભવિષ્ય નાં પ્રતિભાશાળી સર્જક ને માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવું . ( He is also preparing an stomosphere fovourable for the creative of the future ) .
અને એ રીતે આર્નોલ્ડ ની વિવેચન પદ્ધતિ સુધારક બનતી હોય એમ લાગે છે . અને એથી એક વિવેચક આર્નોલ્ડ વિશે કહે છે કે , " He is a propagandist for criticism rather than a critic " અર્થાત , આર્નોલ્ડ વિવેચના નો પ્રચારક વિશેષ છે , વિવેચક ઓછો .
આમ , છતા પાશ્ચાત્ય સાહિત્ય મિમાંસા માં આર્નોલ્ડ નું મહત્વ ઓછું નથી . એનાં સમય ની રાજકીય અને સામાજીક પરિસ્થિતિ તથા તત્કાલીન કવિઓ ની કવિતાથી એને સંતોષ ન હતો , આ પરિસ્થિતિ માં એણે સસ્કૃતિ અને નિષ્પક્ષતા નો સંબંધ સ્થાપી , વિવેચન સાથે સાંકળી દીધો . આર્નોલ્ડ નાં વિચારો , અલબત , ચર્ચાસ્પદ છે . છતા ડ્રાયડન ના સમય માં એરિસ્ટોટલ નાં સિદ્ધાંતો નું જે મહત્વ હતું , તેટલું જ 19 મી સદી નાં અંત માં આર્નોલ્ડ નું રહ્યું છે . ઇંગ્લેન્ડ અને અમેરિકા નાં વિદ્ધવાનો પર આજે પણ એનો પ્રભાવ વર્તાય છે .
0 ટિપ્પણીઓ