✓ સાહિત્યિક વાદોનો સામાન્ય પરિચય : -

 ✓ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિવિધ વિચારધારાઓ , જેવી કે પ્રશિષ્ટ સાહિત્ય , કૌતુકરાગી સાહિત્ય , વાસ્તવદર્શી સાહિત્ય , નાં પરિચય કરાવો .


    પ્રસ્તાવના : - સાહિત્યમાં મુખ્યત્વે પ્રશિષ્ટ , કૌતુકરાગી , વાસ્વવિક અને આધુનિક એવાં સાહિત્યક વલણી જોવા મળે છે . 

    સૌષ્ઠવવાદી કે પ્રશિષ્ટ સાહિત્યમાં સૌષ્ઠવ , વૈશિપ્રય , શિષ્ટતા , સ્વસ્થતા , શાસ્ત્રીયતા , બૌદ્ધિકતા , સંયમ , સંસ્કારિતા , સપ્રમાણતા , સંપૂર્ણતા , પરંપરા , કલાત્મકતા , વ્યવસ્થા , જીવનલક્ષિતા , મૂલ્ય બોધ , નીતિનિયમનો આગ્રહ , સમૂચિતતા , પ્રમાણભૂતતા , ચિરંજીવિતા જેવા લક્ષણો જોવા મળે છે મહાભારત , રામાયણ , ભાગવત , શાકુંતલ , ' સરસ્વતીચંદ્ર ' , ' જયાજયંત ' પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓ ગણાય છે . ટી.એસ. એલિયટ પ્રમાણે પ્રશિષ્ટ કૃતિમાં ( 1 ) મસ્તિષ્ક ( 2 ) સભ્યતા અને ( 3 ) ભાષાશૈલી ની એમ ત્રિવિધ પરિપકવતા તથા ( 4 ) વિશ્વવ્યાપકતા કે સાર્વત્રિકતા આવશ્યક છે . 

    પ્રશિષ્ટ સાહિત્યમાં નીચેના લક્ષણો જોવા મળે છે . -

 ( 1 ) બુદ્ધિતત્વનું પ્રાધાન્ય 

 ( 2 ) કર્મિ અને કલ્પનાનું ગૌણત્વ ,

 ( 3 ) સામાજિક માનવ , રાજદરબાર અને નગરનું નિરૂપણ ,

 ( 4 ) બિનંગત – પરલક્ષી વિષય નિરૂપણ , 

 ( 5 ) શિલ્પતા - સૌષ્ઠવ પર ભાર ,

 ( 6 ) સંસ્કાર - ઉદ્ધોધન સાથે આનંદનો ઉદ્દેશ . 


    એરિસ્ટોટલથી ટી.એસ. એલિયટ સુધીના વિવેચકો પ્રશિષ્ટવાદી છે .

     કૌતુકરાગી પ્રશિષ્ટ સાહિત્યના પ્રત્યાધાત રૂપે જન્મયું છે . તે પરંપરા ને નિયમને ફગાવી દે છે . બુદ્ધિ સામે ભાવાવેગના બળવારૂપ છે . સ્વતંત્રય , સ્વચ્છંદતા , રંગદર્શિતા , ભાવાવર્ગ , નિયમભંગ , જીવનના ઉલ્લાસને પુરસ્કારે છે . તેનાં લક્ષણો આ છે :

મધ્યયુગીન માનસ , ( 2 ) વિદ્રોહ બળવાખોરી , ( 3 ) પ્રકૃતિપ્રેમ , ( 4 ) કલ્પના , ( 5 ) વિસ્મયકૌતુકરાગ , ( 6 ) વ્યકિતવાદ - આત્મલક્ષિતા , ( 7 ) . સૌંદર્યરાગ , 8 ) ઈન્દ્રિયગ્રાહ્યતા , ( 9 ) પ્રાકૃતિકતા – નિસર્ગવાદ . શેકસ્પીઅર , વર્ડઝવર્થ , કીટસ વગેરે કૌતુકરાગી છે . ગુજરાતીમાં નર્મદ , નરસિંહરાવ , બાલાશંકર , કલાપી , રાજેન્દ્ર શાહ , રાવજી પટેલ કૌતુકરાગી કવિઓ છે . 

 સાહિત્યકારના મિજાજ અને જીવનદૃષ્ટિ મુજબ પશ્ચિમના વિવેચનકારોએ સાહિત્યના બે પ્રકાર પાડયા છેઃ ( 1 ) classical , ( 2 ) Romantic . Classical ને આપણે ગુજરાતીમાં પ્રશિષ્ટ , સૌષ્ઠવપ્રિય , રૂપદર્શી કે સ્વસ્થ એવા નામે ઓળખીએ છીએ , જયારે Romantic ને કૌતુકરાગી , રંગદર્શી કે મસ્ત એવા નામે ઓળખીએ છીએ . 

    જીવનમાં બે પ્રકારના માનવીઓ જોવા મળે છે . એક પ્રકાર તે પરંપરાને માન્ય રાખી જીવનારા માનવીઓનો છે . આવા માનવીઓ પહેલેથી ચાલી આવેલી પરંપરાઓને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે . પોતાની પહેલાં થઈ ગયેલા ચાલ્યા આવતા માર્ગને વળગી રહેવું અને એ માર્ગે જ આગળ વધવું એ આવા માનવીઓનો સ્વભાવ હોય છે . આવા માનવીઓના સ્વાભાવને આપણે પ્રશિષ્ટ , સ્વસ્થ કે સૌષ્ઠવપ્રિય સ્વભાવે કહી શકીએ . 

    મનુષ્યોનો બીજો પણ એક પ્રકાર હોય છે . એ પ્રકારના મનુષ્યો પરંપરામાં માનતા નથી . પોતાની આગવી અને નવી રીત , નવ માર્ગે જીવવાનું એ પસંદ કરે છે . આવા માનવીઓ નવું નવું કરવાના અને એ રીતે નવાં પગરણ માંડવાના મિજાજના હોય છે . જૂનું કશું એમને ખપતું નથી . આવા માનવીઓના મિજાજને આપણે રંગદર્શી , કૌતુકપ્રિય કે મસ્ત મિજાજ કહી શકીએ .

     સાહિત્યકારો પણ આ બંને પ્રકારના સ્વભાવના જોવા મળે છે . પરંપરામાં માનવા વાળો સાહિત્યકાર જે સાહિત્ય સર્જે છે તેને સૌષ્ઠવપ્રિય કે પ્રશિષ્ટ સાહિત્ય કહેવાય છે . નવીનતાની અને મૌલિકતાની ઝંખનાવાળો સાહિત્યકાર જે સાહિત્ય સર્જે છે તેને કૌતુકરાગી કે રંગદર્શી પ્રશિષ્ટ સાહિત્ય કહેવાય છે . બંને પ્રકારના સાહિત્યોમાં પ્રગટ થતાં લક્ષણો નીચે મુજબ છે :

( 1 ) પ્રશિષ્ટ સાહિત્ય ચાલી આવેલી પરંપરાને અનુસરે છે તેથી જુદા જુદા સાહિત્યપ્રકારો માટે સાહિત્યશાસ્ત્રને નક્કી કરેલા નિયમો એ બરાબર પાળે છે અને તેથી પ્રશિષ્ટવાદી સાહિત્યમાં કૃતિનો એક ચોક્કસ આકાર બંધાય છે . આવું સાહિત્ય કૃતિને પરિચિત આકાર આપી શકે છે , જયારે કૌતુકરાગી સાહિત્યકાર પરંપરામાં કે પરંપરાએ ધડી આપેલા નિયમોમાં અને વ્યાખ્યાઓ માં માનતો નથી તેથી એની સાહિત્યકૃતિને કોઈ ચોક્કસ આકાર હોતો નથી . વિવેચનશાસ્ત્ર નક્કી કરી આપેલી વ્યાખ્યાઓ કે કસોટીઓ વડે કૌતુકરાગી સાહિત્ય નું મૂલ્યાંકન થઈ શકતું નથી .

( 2 )  પ્રશિષ્ટ સાહિત્યકાર પરંપરામાં માને છે તેથી ચાલી આવેલાં જીવનમૂલ્યોને એ સ્વીકારે છે . એની સાહિત્યકૃતિમાં સમાજ જે નીતિનિયમોમાં માને છે તે નીતિનિયમો બરાબર સચવાતા હોય છે . સામાજિક નીતિનું અને સ્વીકૃત જીવનમૂલ્યોનું પ્રતિબિંબ આમ પ્રશિષ્ટ સાહિત્યમાં ઝિલાતું હોય છે . જયારે કૌતુકરાગી સાહિત્યકાર પરંપરા સામે બળવો કરતો હોવાથી એના સાહિત્યમાં એ જૂનાં જીવનમૂલ્યો સામે અને પ્રચલિત સામાજિક નીતિ સામે બળવો હોય છે . એ ચાલ્યાં આવેલાં જીવન મૂલ્યોને પડકારે છે અને પોતાનું જીવનમૂલ્ય નિપજાવવા માંગે છે . નીતિ - અનીતિ , પાપ - પૂણ્ય આદિ વિશેના એના વિચારો એના પોતાના આગવા અને અંગત હોય છે . એટલે કૌતુકરાગી સાહિત્ય ધણી વાર વાચકોની પરંપરાગત માન્યતાઓને આધાત કે આંચકો આપે તેવું હોય છે . 

( 3 ) પ્રશિષ્ટ સાહિત્ય જીવનના આનંદ કરતાં જીવનના કર્તવ્ય ઉપર વધુ ભાર મૂકે છે . એમાં પ્રેમ કરતાં શ્રેય ઉપર વધુ ભાર હોય છે તેથી પ્રશિષ્ટ સાહિત્યમાં સમસ્ત મનુષ્ય જાતિને સદાસર્વદા સ્પર્શ એવા સનાતન વિષયો બનાવે છે ; જયારે કૌતુકરાગી સાહિત્યકારને ભૂત કે ભવિષ્ય કરતાં વર્તમાનકાળમાં વધુ રસ હોય છે . વર્તમાનકારની સમસ્યાનો એને મન સૌથી વધુ મહત્વની હોય છે . તેથી કૌતુકરાગી સાહિત્યમાં એના પોતાના જમાનાનું પ્રતિબિંબ બહું સારી રીતે ઝિલાતું હોય છે . આમ પ્રશિષ્ટ સાહિત્યમાં સાહિત્ય એના પોતાના જમાનામાં ખૂબ લોકપ્રિય બનતું હોય છે . આમ પ્રશિષ્ટ સાહિત્યમાં સનાતનતાના અંશો વધુ હોય છે , જયારે કૌતુકરાગી સાહિત્યમાં સાંપ્રતતાના અંશો વધુ હોય છે .

 ( 4 ) પ્રશિષ્ટ સાહિત્યમાં લાગણી અને ભાવનું કંડાણ હોય છે , જયારે કૌતુકરાગી સાહિત્યમાં આનંદ , ઉલ્લાસ અને મસ્તીનો પ્રચંડ ઉભરો હોય છે . પ્રશિષ્ટ સાહિત્ય ગાંભીર્ય પર આધારિત હોય છે . કૌતુકરાગી સાહિત્ય આનંદ અને ઉલ્લાસ પર આધારીત હોય છે . જીવનનું ગાંભીર્ય સૌષ્ઠવપ્રિય કે પ્રશિષ્ટ સાહિત્યમાં અને જીવનનો ઉલ્લાસ કૌતુકપ્રિય સાહિત્યમાં પ્રગટ થાય છે . 

( 5 ) પ્રશિષ્ટ સાહિત્યમાં બધા જમાનાઓમાં ટકી રહ્યું છે , જયારે કૌતુકરાગી સાહિત્ય સરખામણીમાં ઓછું ચિરંજીવ હોય છે . 

( 6 ) પ્રશિષ્ટ સાહિત્ય પરંપરાઓને સાચવી રાખવાનું અને આગળ વધારવાનું મહત્વનું કાર્ય કરે છે , જયારે કૌતુકરાગી સાહિત્ય નવાં ક્ષેત્રો સર કરવાનું , નવા પ્રયોગો દ્વારા સાહિત્યને વહેતું રાખવાનું મહત્વનું કાર્ય કરે છે . બંને પ્રકારના સાહિત્ય પોતપોતાની રીતે સાહિત્યકલાને ઉપકારક છે .

 ( 7 ) કેટલીક વાર એક જ સાહિત્યકારમાં સૌષ્ઠવવાદી અને કૌતુકપ્રિય બંને વલણોનો સમન્વય જોવા મળે છે . એવે વખતે પરંપરા અને પ્રયોગ બંને એકબીજાની સાથે ચાલતાં આપણને જોવા મળે છે . વળી આજે જ સાહિત્યકાર કે જે સાહિત્યકૃતિ કૌતુકપ્રિય ગણાતી હોય તે થાડાં વર્ષો પછી પ્રશિષ્ટ ગણાતી થાય એવું પણ કોઈક વાર બને છે . 

મહાકવિ નાનાલાલ પ્રશિષ્ટ છતાં રંગદર્શી , કૌતુકરાગી કવિ છે .