✓ કોલરિજ નાં કલ્પના અને કથન ( તરંગ ) અંગેના વિચારની સવિસ્તાર ચર્ચા કરો.
✓ કોલરિજ નાં કવિતા વિષયક વિચારો વિગતે જણાવો .
✓ કોલરિજ કવિતામાં કલ્પના અને કથન અંગે કરેલી ચર્ચા સવિસ્તાર કહો .
કોલરિજ : ( ઈ.સ. 1772 – 1837 ) સેમ્યુલર ટેલર કોલરિજ અને વિલિયમ વર્ડઝવર્થ સમકાલીન અને કેટલોક સમય સાથે રહેતા હતા . આ બંન્ને નાં કાવ્ય સંબંધી વિચારમાં આસમાન - જમિન નું અંતર હતું તેમ છતા કાવ્ય નિર્માણ માં આ બંનને નો હિસ્સો ઉલ્લેખનીય છે . વર્ડઝવર્થે પોતાનાં કાવ્યો ને કેન્દ્ર માં રાખી ને કાવ્ય – સિદ્ધાંતોનું વિવેચન કર્યું છે . જયારે કોલરિજે કવિ વર્ડઝવર્થ નાં સિદ્ધાંતો ની જ વિવેચનાત્મક સમીક્ષા કરી છે .
કોલરિજ રોમેન્ટિક યુગ નો મહાન કવિ અને આલોચક ઉપરાંત તત્વજ્ઞ પણ હતો . દર્શનશાસ્ત્ર અને કાવ્ય ને તે અભિન્ન માનતો અને તેથી તેણે કાવ્ય સિદ્ધાંતો ની સ્થાપના તત્વજ્ઞાન પાયા પર કરવા પ્રયત્ન કર્યો . કવિતા ની રચના માં નિયમ પાલન ની આવશ્યકતા ન સ્વીકારનાર કોરજિ મૌલિકતા અને પ્રતિભા નો તો આવશ્યક ગણે છે .
કાવ્ય સંબંધી કોલરીજ નાં વિચારો - પ્રતિભા અને કાવ્યત્વ ને અભિન્ન માનનાર કોલરિજ કવિતા ની પરિભાષા આ શબ્દો માં આપે છે . : " it is the excitement of emotion for the purpose of immediate pleasure , through the medium of beauty " . sladt સૌદર્ય નાં માધ્યમ દ્વારા તાત્કાલિક આનંદોઢેક માટે ભાવો ને ઉત્તેજીત કરે છે . પ્રથમ માર્ય : તલ્મ ફિધભચા ફી ભહયતમંદને તજમ્ કથ , બતેજથ ફા તેજભે ચ “ બમ ખૂથ બિયતજાગી બમજભચભદહભ તફ તજભ તચગતજ ફા દબતગચભઈ પ્રકૃતિ સત્યો ની નિષ્ઠા દ્વારા કવિતા ની શકિત , સામાજીકો ની સહાનુભૂતિ ને ઉત્તેજીત કરે છે . અને બીજું કાર્ય છે ? " Power of giving the interest of novelty by the modifying colour of imagination . The sudden charm , which accident of light and shade , which moon light of sunset duffused over a known and familiar landscape , appeared to represent the practicability of combining both . These are the poetry of nature . "
કલ્પના નાં રંગ વિશિષ્ટ થી નવીનતા - પ્રતિ અભિરૂચિ ઉત્પન્ન કરવાની કવિતા માં શકિત રહેલી છે . પ્રકાશ – છાયા નાં સંયોગ થી ચાંદની , કે ડૂબતા સૂર્ય નાં રંગ , પરિચિત વસ્તુઓ ને એવી રીતે અભિવ્યકત કરે છે કે તે વ્યવહારિક યર્થાથ રૂપ ના રંગ માં ભાસે છે . અને એનાંથી આકસ્મિક આકર્ષણ ઉત્પન્ન થાય છે .
આનો અર્થ એટલો જ છે કે કવિતા સામાજીકો ની સહાનુભૂતિ ને ઉત્તેજીત કરે છે . અને કવિ ની કલ્પનાશકિત નવાં કલ્પનો નું સર્જન કરી , આકર્ષણ ઉત્પન્ન કરે છે . વર્ડઝવર્થ કવિતા માં વાસ્તવિકતા ને આવકાર્ય ગણે છે . જયારે કોલરિજ વાસ્તવિકતા કરતાં કલ્પના ને વિશેષ મહત્વ આપે છે . કોલરિજ તો માને છે કે કવિ દ્વારા પ્રસ્તુત નથી કલ્પના ક્ષણ માટે અવિશ્વાસ પેદા કરે છે , પરંતુ કવિ પોતાની પ્રતિભા , નિષ્ઠા દ્વારા વિશ્વાસ જન્માવે છે .
કોલરિજ કહે છે : કોઈપણ યુગની કવિતા નો વિચાર કરતી વેળા કવિતા , કવિ અને કવિ ની પ્રતિભા એ ત્રણે પર ધ્યાન રાખવું જોઈએ . પ્રતિભા અંતર્ગત કલ્પ ( IMAGE ) , વિચાર , ભાવના તથા એનું માનસિક જગત આવી જાય છે . કવિ આદર્શાત્મક પૂર્ણતા નો પ્રવકતા છે અને એથી એ વ્યકિત નાં આત્મા ને સક્રિય બનાવે છે . આ પ્રક્રિયા માં આંતરિક શકિત ઓ એકબીજા ની સહયોગિનીઓ બની જાય છે .
કોલરિજ નાં આ વકતવ્ય નો સ્પષ્ટ અર્થ એ છે કે કલ્પના માં જાદુઇ શકિત છે , કે જે સર્વ પ્રકાર નું વૈષમ્ય દૂર કરી એક અનુપમ અને અનોખા સત્ય ને પ્રગટ કરે છે . કોલરિજ નાં મતાનુસાર કલ્પના કાવ્ય મું મહત્વપૂર્ણ તત્વ છે . આ રીતે વર્ડઝવર્થ નાં વાસ્તવ ને એ પૂર્ણ રીતે નકારે છે .
અંત માં સુંદર વિચાર જ કાવ્યાત્મક પ્રતિભા નું શરીર છે . તરંગ ( લલલિત – કલ્પના ) નકસી કામ , મનોવેગ જીવન અને કલ્પના આત્મા છે . જે સર્વત્ર અને સર્વ ભાગો માં વ્યાપ્ત છે . તેથી એ સર્વ નું સંમિલન લાવણ્યપૂર્ણ અને સુગમ્ય પૂર્ણતા નું નિર્માણ કહે છે .
કલ્પના : - કલ્પના અંગે નાં સિદ્ધાંત ની પ્રેરણા વસ્તુતઃ કોલરિજ ને વર્ડઝવર્થે નાં સહયોગ થી પ્રાપ્ત થઈ છે . વર્ડઝવર્થ કોલરિજ ને પોતાની કવિતા સંભળાવી ત્યારે કોલરિજ નાં બુદ્ધિ અને હૃય ( HEAD AND HEART ) ને અસર થઈ . આથી સૌંદર્ય નું જ નહીં , સત્ય નો પણ પરિચય થયો . અગાઉ નાં કવિઓ થી ખોખલા ( EMPTY ) સંસ્કારો , કલ્પનો , સ્વરાંકન ( NOTION ) સિવાય કશું જ ન હતું . લલિત કલ્પના ( FAMCY ) વાળા કવિઓ માં સજીવ કલ્પના નો અભાવ હતો . પરંતુ વર્ડઝવર્થ ની કવિતા માં કોઈક નવું તત્વ દેખાયું . દયસ્પર્શીતા , તર્ક ને સંતર્પવાની શકિત હતી . આ જે શકિત દ્વારા બન્યું તે હતી કલ્પના શકિત .
કોલરિજે કલ્પના ( IMAGINATION ) અને તરંગ ( FANCY ) માટે નવેસર થી બાંધણી શરૂ કરી . અહીં કલ્પના વિશે બે વાત કરે છે . :
( 1 ) IT IS AN INTELLUCTUAL LENSE : - વાસ્તવિક પદાર્થો ને પ્રતિક વિના ઓળખવાનો પ્રયત્ન થાય છે ત્યારે એનું ચિત્ર સ્પષ્ટ ઉપસતું નથી . આ LENSE ને કારણે વસ્તુ ને નવા નવા દ્રષ્ટિકોણ થી જોઈ શકાય છે . અને તે માટેનું સાધન શકય છે . આપણો દ્રષ્ટિકોણ બદલનારી શકિત બુદ્ધિનિષ્ઠ હોય છે .
( 2 ) IT IS AN INVENTIVE DRESSER : - સંસ્કૃત માં ક્ષણે ક્ષણે નવા નવાં રૂપ ધારણ કરતી શકિતની વાત કરવામાં આવી છે . આમાં કોઈક નવી શોઘ છે જે નવું આપ્યું તે મહત્વ નું છે . વસ્તુ તો હતી જ પણ કવિ એ એની પોતાની આગવી રીતે આપી , એમાં નવીનતા આપી , કલા માં આવા પરિવર્તનો આવશ્યક છે . કવિ ની આવી શકિત ને , આપણે પ્રતિભા તરીકે ઓળખીએ છીએ . અને તે વાસ્તવ કે કવિતા માં આવે છે ત્યારે નવા રૂપે , બદલાઈ ને આવે છે . આ બદલનાર વિશિષ્ટ શકિત છે કલ્પના . આ રીતે કલ્પના રૂપ વિધાયક શક્તિ છે . આપણાં અનુભવો તો FORMLESS છે , તેને નવાં નવાં રૂપે પ્રગટ કરે છે કલ્પના .
કોલરિજ કલ્પના નાં બે પ્રકારો ગણાવે છે : ( 1 ) પ્રાથમિક કલ્પના : - ( PRIMARTY IMAGINATION ) : - ( 2 ) વિશિષ્ટ અથવા હૈતીયિક કલ્પના ( SECONDARY IMAGINATION ) : - પ્રાથમિક કલ્પના એક જીવંત શકિત છે . જે સંપૂર્ણ પણે માનવીય જ્ઞાન નો મૂળ હેતું છે . અને “ a repetition in the finite mind of the eternal act of creation in the infinite I AM " . વસ્તુતઃ પ્રાથમિક કલ્પના અવ્યવસ્થા ને સ્થાને વ્યવસ્થા નું સ્થાપન કરે છે અને એટલે મૂળ માં તો એ સર્જનાત્મક શકિત છે . માનવી નાં મન નાં સર્વ પ્રત્યક્ષ જ્ઞાન ની પાછળ આ પ્રાથમિક કલ્પના પ્રેરકબળ હોવાનું તે માને છે . જગત નાં સર્વ પદાર્થો ને આપણે જોઈએ છીએ તેનાં આકારો આપણું મન ગ્રહણ કરે છે . આ આકારો કે કલ્પો ને એકત્ર કરી તે જ્ઞાન નો બોધ કરે છે . કલ્પના , પ્રાથમિક સ્વરૂપ માં પણ સર્જનશીલ રહે છે , વિશિષ્ટ અથવા ઢેતીયિક કલ્પના પ્રાથમિક કલ્પના ની જ પ્રતિધ્વનિ છે . એ સભાન રીતે પ્રયોજાય છે . વિશિષ્ટ કલ્પના જેવી જ છે , પ્રત્યક્ષ જ્ઞાન ની પ્રક્રિયા માં પ્રાથમિક કલ્પના નાં ઉપયોગ માં આપણે સભાનપણે એનો પ્રયોગ કરતા નથી . પરંતુ આપણે આપણી તથા જગત ની ચેતના ની મૌલિક શકિત નો સહજરૂપે જ પ્રયોગ કરીએ છીએ , જયારે વિશિષ્ટ કલ્પના , પ્રાથમિક કલ્પના નો જ પ્રકાર હોવા છતાં , તેનો ઉપયોગ વધારે સભાનપણે કરવામાં આવે છે . આની સહાયતા વડે કલાકાર આ વારતવ જગતને પૂર્ણરૂપે , અખંડ સ્વરૂપે પ્રસ્તુત કરે છે , ચિત્રકાર , તત્વવેતા , અને કવિઓ આ કલ્પનાશક્તિ નો ઉપયોગ કરે છે , બીજા શબ્દો માં કહીએ તો પ્રાથમિક કલ્પનાશકિત પ્રત્યેક વ્યકિત માં રહેલી એક સર્જનાત્મક શકિત છે , જે આપણી ઇચ્છા વિના જ સહજ રૂપે કાર્યાન્વીત બને છે . જયારે વિશિષ્ટ કલ્પના સભાનરૂપે , આપણી ઇચ્છાનુસાર , કાર્ય કરે છે , અને એટલે જ એને પ્રાથમક કલ્પનાશકિત નો સભાન માનવીય પ્રયોગ કહે છે . આ વિશિષ્ટ પદાર્થો નાં આકાર મૃત , જડ , અને નિષ્ક્રિય રહે છે , એટલે કોલેરિજ ની દ્રષ્ટિ એ આ કલ્પનાશકિત મૂળ વસ્તુ માં પ્રાણસંચાર કરે છે . અને પૂનનિર્માણ કરે છે .
0 ટિપ્પણીઓ