✓ પ્લેટો એ આપેલ '' અનુકૃતિ " ( MIMESIS ) સંજ્ઞા- સિદ્ધાંત સવિસ્તાર સમજાવો .
✓ એરિસ્ટોટલ નો અનુકરણ નો સિદ્ધાંત સવિસ્તાર સમજાવો .
✓ પ્લેટો એ યોજેલી " અનુકૃતિ " ( MIMESIS ) સંજ્ઞા એરિસ્ટોટો નાં કાવ્ય વિચાર માં કઈ રીતે સૌદર્યલક્ષી સંજ્ઞા બને છે તેની સમીક્ષા કરો .
ગ્રીક ભાષા નાં " મિમેસિસ " ( MIMESIS ) નો પર્યાયવાચી શબ્દ અંગ્રેજી માં " ઇમિટેશન " ( IMITATION ) છે . અને ગુજરાતી માં તેનો અનુવાદ છે . – " અનુકરણ " અથવા " અનુકૃતિ " સાહિત્ય વિવેચન નાં ક્ષેત્રે અનુકરણ નો આ સિદ્ધાંત વિવાદાસ્પદ હોવા ઉપરાંત અત્યંત મહતવ નો છે . કારણ આ સિદ્ધાંત જ પ્રથમવાર કાવ્ય માં પ્રકૃતિ અને કળા નાં તત્વો નાં પરસ્પર સંબંધો ને સ્પષ્ટ કર્યા .
પ્રાચિન ગ્રીક યુગ માં મનાતું હતું કે કલા સાચા સ્વરૂપે અનુકરણાત્મક છે . સોક્રેટિસ અને તેના અનુગામી વિચારકો એ આ વાત ની પુષ્ટિ કરી અને કહ્યું કે કવિતા નાં ધ્વનિઓ એ જીવન નાં ધ્વનિઓ ની નકલ છે . અને કવિતા ની ગતિ એ જીવન ની ગતિ ની નકલ છે . પ્લેટો ની પૂર્વ મનાતું હતું કે કલાકાર વાસ્તવિક પદાર્થો નું નિર્માણ કે સર્જન કરતો નથી . પરંતુ તે તો તેમનો આભાસ ( APPEARANCE ) જ સર્જે છે . આ રીતે તેઓ કેળા ને અનુકૃતિ ગણતા હતા . અને તેને સ્વતંત્ર રચના તરીકે સ્વીકારતા નહોતા . આ વિચારધારા ની અસર પ્લેટો પર પડી , આથી તેણે પણ કલા ને અનુકૃતિ જ માની છે .
પ્લેટો એ જુદા જુદા સંદર્ભો માં અનુકરણ શબ્દ નો ભિન્ન ભિન્ન અર્થો માં પ્રયોગ કર્યો છે . જે ડબલ્યુ એચ . એટકીન્સ જણાવે છે તે પ્રમાણે પ્લેટો એ આ શબ્દ નો પ્રયોગ '' સસ્તી નકલ " નો અર્થ માં કર્યો છે , તો ક્યારેય કલ્પનાની સર્જનાત્મક શકિત નાં અર્થ માં :
" The varied meanings at this word , rang from a cheap copying to the creative activity of imagination . .
પ્લેટો અનુકરણ દ્વારા વાસ્તવીક વસ્તુ ( Something That Is ) અને જે વસ્તુ તેની પ્રકૃતિ છે ( Something Made Like It ) ની વચ્ચે રહેલ સ્થાયી સંબંધ તરફ સંકેત કરે છે .
પ્લેટો માનતો હતો કે ઈશ્વરદત્ત મુલાદર્ષ ( IDEA ) એ જ વાસ્તવિક સત્ય છે . અને મૂલાદર્શી નું પણ એક સૂક્ષ્મ જગત છે . આ સ્થળ જગત તો સૂક્ષ્મ જગત નું અપૂર્ણ અનુકરણ છે , " જો ઇશ્વર છે તો બ્રહ્માંડ તેની અનુકૃતિ છે , જો પદાર્થ છે તો તેનાં પડછાયા તેની અનુકૃતિ છે , જો માનવ સર્જીત શિલ્પકૃતિઓ છે તો તેમનાં ચિત્રો અનુકૃતિઓ છે . "
પ્લેટો એ દૈવી કલાઓ ને ( DIVINE ARTS ) બે વિભાગ માં વહેંચી નાંખી છે : પ્રાકૃતિક પદાર્થ જે ઇશ્ચર દ્વારા નિર્મિત છે . અને તેમની પ્રતિકૃતિ જે આપણને સ્વપ્ન માં અથવા પાણી વગેરે માં પડેલા પ્રતિબિંબો માં જોવા મળે છે . આ જ રીતે માનવ નિર્મિત કલાઓ નાં પણ તેણે બે પ્રકાર બતાવ્યા છે . : ( 1 ) Copy Making અથવા Photographic Art અને ( 2 ) Fantastic Art . પ્રથમ માં ચિત્રકાર તેની નજર સમક્ષ પડેલ ટેબલ ની જેટલી ઊંચાઇ હશે તેટલી જ ઊંચાઇ નું ચિત્ર દોરે છે . બીજા માં તે ટેબલ જેટલું સુંદર લાગે તેવી રીત નું ચિત્રાંકન કરે છે . પ્રથમ ચિત્ર ને હફ.થ અને બીજા ચિત્ર ને APPEARANCE અથવા PHANTASM કહે છે . આ રીતે તેનાં મત મુજબ પ્રત્યેક વસ્તુ નાં ત્રણ પ્રકાર પડે છે : આદર્શ , વાસ્તવિક અને અનુકરણાત્મક , પ્લેટો એ આપેલ પ્રસંગ નું જ ઉદાહરણ લઈએ તો એ પ્રસંગ નાં ત્રણ રૂપ હશે . આદર્શ રૂપ , લંબાઇ થી નિરૂપિત રૂપ અને ચિત્રકાર અને ચિત્રકાર આપેલું ચિત્રિત રૂપ , આંમાં પ્લેટો પ્રથમ રૂપ ને સર્વોત્તમ ગણે છે . કારણ કે , અન્ય બે સ્વરૂપો ને સમજવા માટે પ્રથમ સ્થાયી સત્ય સમજવું આવશ્યક છે . જયાં સુધી આપણે ચંદ્ર ને જોયો નથી , ત્યાં સુધી પાણી માં પડેલા તેનાં પ્રતિબિંક ને જોઈએ જન્મ નો આનંદ આપણે કઈ રીતે માણી શકીશું ? ટૂંકમાં , પ્લેટો નાં મતે મૂળ આદર્શ જ મહત્વ નો છે . જયારે કલાકાર નું સર્જન નો મૂળ આદર્શ કરતા તે બેગણું દૂર હોય છે .
“ TWICE REMOVED FROM THE TRUTH " આથી પ્લેટો નાં મતે તે ત્યાજય છે . અનેક પ્રયત્નો કરવા છતા પણ સુથાર પોતે જેવા પલંગ સર્જવા ઇચ્છે છે તેવો જ બનાવી શકતો નથી . એટલે કે મૂળ આદર્શ ને અનુરૂપ અને જયારે કવિ કે ચિત્રકાર તે સુથારે રચેલા પ્રસંગ નું વર્ણન કે ચિત્રણ કરે છે ત્યારે તો તે પહેલી નકલ ની માત્ર નકલ હોય છે . આથી અનુકરણાત્મક કલા તો સત્ય થી બમણી દૂર હોય છે .
જે વસ્તુઓ પ્રત્યેક પળે પલટાતી રહે છે . કયારેક નાની તો કયારેક મોટી , કયારેક ઠંડી તો કયારેક ગરમ , કયારેક મધુર તો કયારેક હોય છે એવી પલટાતી વસ્તુઓ સાથે કલાકાર નો સંબંધ હોય છે . પરંતુ તેનો મૂળ આદર્શ એકમેવ , અદ્વિતિય , અને અપરિવર્તનશીલ હોય છે . મૂળ આદર્શ ની સરખામણ માં કવિ ની કલ્પકતા ( PHANTASM ) તુચ્છ છે . કલાકૃતિ માં સારરૂપ શુદ્ધ સત્ય તો માત્ર અંશ છે હોય છે , તેની બાહ્ય છાયા માત્ર હોય છે . અને તેનાથી વાચક કે પ્રેક્ષક ભ્રમ માં પડી જાય છે . આથી પ્લેટો ની દ્રષ્ટિ એ તે વિશેષ મહત્વપૂર્ણ નથી .
જેનો આધાર અનુકરણ છે એવી કલા ને પ્લેટો મનોરંજન નો એક પ્રકાર માને છે . એક ગંભીર કાર્ય માનતો નથી . આથી તે અનુકરણાત્મક કલા ને મહત્વ આપતો નથી . તેના મતે કવિ પોતાનાં સર્જન દ્વારા વીર પુરૂષ ની ઝાંખી તો કરાવી શકે છે , પરંતુ વીર પુરૂષો નું સર્જન કરી શકતો નથી .
પ્લેટો ની કાવ્ય તથા કલાવિષયક વિચારણાઓ ને એની સમગ્ર ભૂમિકા ગંભીર પર્યુષણવૃત્તિ ધરાવતી હોવા છતા આજે તેનાં વિચારો આપણને દૂરાદષ્ટ જણાય છે . એનું મુખ્ય કારણ એ છે કે કલા અને કવિતા નું અધ્યયન પ્લેટો એ સૌંદર્ય શાસ્ત્ર ની દ્રષ્ટિ એ કર્યું નથી . પરંતુ નીતિ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ કર્યું છે , પરિણામે ઉત્કૃષ્ટતા , તેનાં મતે બે પ્રકાર ની છે .
( 1 ) સત્ય ની અનુકૂળતા એટલે મૂળ વસ્તુ નું અનુકરણ કયાં સુધી કરવામાં આવ્યું છે તે .
( 2 ) જે વસ્તુ નું અનુકરણ કરવામાં આવ્યું છે તે પોતે કેવી છે – શુભ છે કે અશુભ ? જો અનુકરણ સત્ય ની નિકટ હોય અને તેનો હેતુ જનમંગલકારી હોય તો તેનાં અનુકરણ ને પ્લેટો ખરાબ ગણતો નથી . એટલે કે , પ્લેટો ને અનુકરણ નો સંપૂર્ણ વિરોધ ગણી શકાય તેમ નથી . તેનાં મતે કવિતા અનુકરણ છે એટલે ત્યાજય નથી , પરંતુ તે અનુકરણ અપૂર્ણ હોય છે તેથી ત્યાજય છે . તેમાં સત્ય ની ઊણપ હોય છે , તેનો વિષય જૂઠો હોય છે ને કવિનાં સાધનો ખોટાં હોય છે . કવિતા ઉપદેશ આપવાને બદલે વાચક ના આવેગો ને ઉદીત્ય કરી ને આત્મા નાં નિકૃષ્ટતમ અંશ ને ઉત્તેજીત કરે છે , પોષે છે , ને સબળ બનાવે છે . જો કાવ્ય માં સત્ય તથા જ્ઞાન ની પૂર્ણ સ્થાપના કરવામાં આવે તો તે એવા કાવ્યો ને આવકારશે ...
ટૂંકમાં , પ્લેટો કલા અને અનુકરણ નો ગાઢ સંબંધ સ્વીકાર છે , મૂળ આદર્શ ની અનુકૃતિ હોવાથી કલા ને આવકારે છે , અનુકરણે ને ગંભીર કાર્ય ગણતો નથી . અને તેમાંનાં ભયસ્થાનો ( અજ્ઞાન , ભાન્તિ , શરતચૂક ) ને કારણે તેને ત્યાજય ગણે છે . જે વસ્તુ નું અનુકરણ , કરવામાં આવ્યું હોય તે શુદ્ધ હોય અને તે અનુકરણ સત્ય ની નજીક હોય ત્યાં સુધી પ્લેટો અનુકરણ નું સમર્થન કરે છે . પ્લેટો નાં કલા અને કવિતા સામે નાં જે વાંધા હતા એ એનાં મિથ્યાપણું , ભાંતિજન્યતા , અનૈતિકતા અને બેફામ ઉન્મત્તતા સામે નાં હતા . આથી તેણે કવિ નાં અનુકરણ ને સત્ય થી ત્રણ ડગલા દૂર નું ગણાવ્યું . આવા અનુકરણ થી જનસમાજ ની બુદ્ધિ નો તિરોભાવ થાય તો સંયમહિનતા અસંસ્કારરિકતા જ જન્મે . પોતાનાં આદર્શ નગરરાજ ની કલ્પના માંથી પ્લેટો એ આવા અભિગમ ને કારણે જ કવિતા નાં અનુકરણ ને અનિષ્ટ માન્યું હતું .
0 ટિપ્પણીઓ