✓ એરિસ્ટોટલનાં અનુકરણનો સિદ્ધાંત ( અનુકરણવિભાગ ) વિગતે સમજાવો.

✓ એરિસ્ટોટલનો અનુકરણવિભાગ વિગતે સમજાવો . 

✓ " અનુકરણ એટલે કલ્પનાપૂર્ણ પુનર્જન્મ " આ સમીકરણ ને આધારે એરિસ્ટોટલની " અનુકરણ " સંજ્ઞાને સમજાવો . 

    એરિસ્ટોટલ : - ( ઈ.સ. 384 - 322 ) : - એરિસ્ટોટલ પ્લેટોનો શિષ્ય હતો . એણે એકાદમી માં વીસ વર્ષ ગાળ્યા હતા . પરંતુ એનું ચિત્ત જેમ જેમ પુખ્ત થતું તેમ તેમ એને લાગ્યું કે પ્લેટો ન માન્યતા અને પોતાની માન્યતા વચ્ચે અંતર છે . એ વિચારણા પ્રત્યે વિરોધ ઉઠાવવો જોઈએ એમ એને લાગ્યા કરે છે . અથવા તો કાવ્ય - કળા નાં વિષય માં પોતાનાં ગુરૂ એ જન્માવેલ બુદ્ધિભેદ ને દૂર કરીને જ સાચું તર્પણ થઈ શકે . આવી કોઈ વિચારણા થી પ્રેરિત એરિસ્ટોટલ પોતાનાં વિચારો પ્રગટ કરે છે . અલબતું એરિસ્ટોટલ નાં અનેક પુસ્તકો નાશ પામ્યાં છે , જે કંઇ બચ્યા છે તેને આધારે પણ સાહિત્ય નાં કલાકાર તરીકે મૂલ્યાંકન કરીએ તો એ પ્લેટો ની સરસાઈ કરી શકે તેમ નથી . પરંતુ કવિતા – કળા નાં સંદર્ભ માં પ્લેટો એ કરેલ વિચારણાનું મૂલ્યાંકન – સાચું મૂલ્યાંકન કરી , કવિતા ની સાચી દિશા નો પરિચય કરાવવાનું શ્રેય એરિસ્ટોટલ ને ફાળે જ જાય છે . પ્લેટો અને એરિસ્ટોટલની વિચારણાં માં ભેદ હોવાનાં પણ કેટલાંક કારણો છે . સ્થૂળ અર્થ માં એ ભેદ જોવો હોફ તો એમ હોવાંમાં પણ પ્લેટોની વિચારણા ને ગણિત નો પાસ લાગેલો છે . તો એરિસ્ટોટલની વિચારણા ને જીવ વિદ્યા નાં રસ નો પાસ લાગ્યો છે . પ્લેટો ની વિચારણા કલ્પો યમભબક માંથી વસ્તુ તરફ અને એરિસ્ટોટલની વિચારણા વસ્તુ માંથી વિચાર તરફ ગતિ કરે છે . ટૂંકમાં , પ્લેટો નું ચિત્ત આધ્યાત્મચિંતક નું છે , એરિસ્ટોટલનું ચિત્ત વૈજ્ઞાનિકનું . 

    એરિસ્ટોટલ ની આ વિચારણા ઉપાયોટિકસ ' માં વ્યકત થયેલી છે . સાહિત્ય ની સંપૂર્ણ અને શાસ્ત્રીય ચર્ચા અહીં સૌપ્રથમ છે , એટલું જ નહિ , ત્યાર પછી એ અંગે થયેલ ચર્ચાનો પણ એ પાયો છે . એરિસ્ટોટલ પછી સાહિત્ય નો અનેકવિધ દિશા માં વિકાસ થાય છે . પરંતુ વિવેચનક્ષેત્રે . થોડા જ પ્રકારો ને શૈલીઓ પૂરતું એ મર્યાદિત બની રહે છે . અને જયારે આવી ય પરિસ્થિતિ હોય ત્યારે અનાવશ્યક ને માની લે , ખોટા માર્ગ પણ ચડી જાય . એરિસ્ટોટલ જીવશાસ્ત્રી ની સાથે તે એક ફિલસૂફ નો અંતરાત્મા ધરાવનાર વ્યકિત હતો . ગ્રીસ માં થયેલ ચર્ચા નાં પ્રારંભ માં બે પુરૂષો પ્લેટો અને એરિસ્ટોટલ નાં કાર્યો માં દેખીતી રીતે તફાવત જણાય છે . છતાં બંન્ને નાં વિવેચન માં એક પ્રકાર નો નિકટ નો સંબંધ છે . એરિસ્ટોટલનું ધ્યેય અને કાર્ય પોતાનાં ગુરૂ નાં સિદ્ધાંત લાવતો નથી , છતા તેનું સ મંચ કાર્ય પ્લેટો ની ટીકારૂપે જ છે . પ્લેટો ની વિચારણા થી એનું મન ગૂંચવણ અનુભવે છે . અને જવાબ આપવા પ્રવૃત થાય છે . કવિતાનો બચાવ કરવાની એની પ્રવૃત્તિ સાહિત્ય નાં ઇતિહાસ માં એક અભૂતપૂર્વ ધટના છે . એનાં એ ગ્રંથ ને વાંચતા એટલો તો ખ્યાલ આવે છે કે એરિસ્ટોટલ પ્લેટો નાં સિદ્ધાંતો ને ફેરતપાસે છે . કયારેક વખોડે છે અને સુધારી નવેસર થી મૂકે છે . 

    પ્લેટો ની વિચારણા નો જવાબ આપવાનું કાર્ય એરિસ્ટોટલે કર્યું એ વાત સ્વીકારીએ તો ય , કહીશું કે એરિસ્ટોટલનું કાર્ય ઘણું જ મર્યાદિત છે . અર્થાત્ એણે માત્ર ગ્રીક સાહિત્ય સાથે સંબંધ રાખેલો , સમગ્ર સાહિત્ય સાથે નહિં , પોતાની સમક્ષ જે કંઇ હતું તેમાંથી હકીકતો ખોળી , પણ ભવિષ્ય નાં સાહિત્ય વિશે એણે કશું કહ્યું નહિ .