✓ લક્ષણા શબ્દ શકિતનું સ્વરૂપ સમજાવો .
લક્ષણા શબ્દશકિતનું સ્વરૂપ , વ્યાપાર અને પ્રકારઃ- કેટલીક વાર એવું બને છે કે અભિધા વડે પ્રગટ થતો શબ્દોનો મુખ્યાર્થ વાકયમાં બંધબેસતો બનતો નથી . આવે વખતે એ શબ્દને એના મુખ્યાર્થ સાથે સંબંધિત બીજા કોઈ અર્થમાં સમજવાની જરૂર ઊભી થાય છે .
દા.ત. ( ૧ ) હું નદીએ ફરવા જાઉ છું .
( ૨ ) મારું ઘર રસ્તા ઉપર છે .
ઉપરનાં વાકયોમાં ' નદી ' શબ્દનો અભિધા દ્વારા સૂચવતો અર્થ ' જલપ્રવાહ ' એવો થાય છે અને ' રસ્તા ' નો અભિધા દ્વારા સૂચવાતો અર્થ ' અવરજવર માટેની ખુલ્લી જગ્યા ' એવો છે . હવે આ વાકયમાં જો અભિધા દ્વારા સૂચવાતા આ અર્થોને સ્વીકારીએ તો આખા વાકયનો અર્થ આપણા પ્રત્યક્ષ જ્ઞાનની વિરુદ્ધ અને તેથી અસંગત બની જાય . ફરવાની ક્રિયા માટે નક્કર સપાટીની જરૂર છે એ આપણે આપણા વ્યવહારના જ્ઞાનથી સમજીએ છીએ . જલપ્રવાહ નક્કર સપાટી નથી તો એના પર ફરી કેવી રીતે શકાય ? જે ખુલ્લી જગ્યા છે ત્યાં બંધાયેલું ઘર શી રીતે હોઈ શકે ? અને જો બંધાયેલું હોય તો એને ખુલ્લી જગ્યા શી રીતે કહી શકાય ? અભિધા દ્વારા સૂચવાતા અર્થોને સ્વીકારીએ તો મનમાં આવા પ્રશ્રો જાગે છે અને આખા વાકયના અર્થને કઢંગો ( absurd ) બનાવી દે છે . એટલે અભિધાના અર્થો અહીં બંધબેસતા થતા નથી . અભિધાના અર્થોને કારણે કભી થતી અસંગતિને દૂર કરવા આપણે આ ઉદાહરણોમાં આપેલાં વાકયોમાં નદી શબ્દનો અર્થ ' નદીનો કિનારો ' એવો કરીએ છીએ અને રસ્તા શબ્દનો અર્થ ' રસ્તાની નજીક ' એવો કરીએ છીએ .
વળી આમ બોલવાની અને આવો અર્થ કરવાની પરંપરા કે રૂઢિ છે . અને તેનું ખાસ પ્રયોજન પણ છે . હું નદીએ ફરવા જાઉ છું ' દ્વારા ફરવાના સ્થળની રમ્યતા દર્શાવવાનું પ્રયોજન છે . તો , ' મારું ઘર રસ્તા પર છે ' કહેવા પાછળ ' એ સુલભ છે ' તો તમે જરૂર આવજો ' એવું કહેવાનું પ્રયોજન છે . આમ ( ૧ ) મુખ્યાર્થબાધ , ( ૨ ) તદ્યોગ અને ( ૩ ) પરંપરા - રૂઢિ કે પ્રયોજનથી લક્ષણા સિદ્ધ થાય છે .
અભિધા દ્વારા સૂચવાતા મુખાર્થોથી જુદા એવા બે નવા અર્થો આપણે આ બે ઉદાહરણોમાં લીધા તેને કાવ્યશાસ્ત્રમાં " લક્ષ્યાર્થ " કહે છે . આવા લક્ષ્યાર્થ બતાવનાર શબ્દની શકિતને લક્ષણો કહેવામાં આવે છે અને જે શબ્દ લક્ષ્યાર્થ બતાવતો હોય તેને ' લક્ષક ' અથવા ' લાક્ષણિક ' શબ્દ કહેવામાં આવે છે . ઉપરનાં ઉદાહરણોમાં નદી અને રસ્તો એ બે ' લક્ષક ' શબ્દો છે . ' કાવ્યપ્રકાશનો ' લેખકે મમ્મટ આ લક્ષણા શબ્દશકિતની આ પ્રમાણે વ્યાખ્યા બાંધે છે : " મુખ્યાર્થ બાધે તદ્યોગે રુઢિતોડથ પયોજનાત્ અન્યોકર્થો લક્ષ્યતે યત્ સા લક્ષણા આરોપતિ ક્રિયા "
મુખ્યર્થનો બાધ થતાં , રૂઢિને કારણે અથવા કોઈ ખાસ પ્રયોજનને કારણે મુખ્યાર્થ સાથે સંબંધિત એવા અન્ય અર્થનું જ્ઞાન જે શકિત દ્વારા સાંભળનારને થાય છે તે શબ્દ શકિતને લક્ષણા કહેવામાં આવે છે . લક્ષણાની આ શબ્દશકિત અભિધાની જેમ શબ્દની સ્વાભાવિક શકિત નથી , પણ શબ્દ પર બહારથી આરોપિત કરવામાં આવેલી શકિત છે . આમ લક્ષણા શબ્દશકિતના પવર્તન અંગે મમ્મટ ત્રણ નિયમો દર્શાવે છે .
✓ લક્ષણા – પવર્તનની શરતો :
( A ) મુખ્યાર્થબાધ : શબ્દનો અભિધાગત અર્થ વાક્યને બંધબેસતો ન થતો હોય એવી સ્થિતિને ' મુખ્યાર્થબાધ ' કહેવાય .
( B ) તદ્યોગ : આવું બને ત્યારે શબ્દનો બીજો નવો અર્થ લઈ શકાય , પણ એ નવો અર્થ અભિધા દ્વારા સૂચવાયેલો મુખ્યાર્થ સાથે કોઈ ને કોઈ સંબંધથી જોડાયેલો હોવો જોઈએ . મુખાર્થ અને નવા લક્ષ્યાર્થ વચ્ચેના આ અપેક્ષિત સંબંધને તદ્યોગ એ નામે ઓળખવા માં આવે છે .
( C ) રૂઢિ કે પ્રયોજનઃ લક્ષણા વડે આવો અર્થ લેવા માટે આપણી પાસે કાં તો પરાપૂર્વથી ચાલતી આવતી રૂઢિનું બળ હોવું જોઈએ અથવા તો એમ કરવા માટે આપણા મનમાં કોઈ ચોક્કસ હેતુ – પ્રયોજન હોવું જોઈએ .
આમ , પારિભાષિક રીતે કહીએ તો મમ્મટ લક્ષણાની ત્રણ શરતો ગણાવે છે : મુખ્યાર્થબાધ , તધોગ અને રૂઢિ અથવા પ્રયોજન .
( 2 ) વ્યંજનાશકિતઃ- શબ્દની ત્રીજી શકિત છે વ્યંજના . મમ્મટ તો લાક્ષણિક ( લક્ષણામૂલ ) શબ્દના વ્યાપારને પણ વ્યંજનાત્મક કહે છે . વ્યંજના એટલે વિશિષ્ટ અંજના . તે સૌથી ચડિયાતી કાવ્યાત્મક શકિત છે .
મમ્મટ વ્યંજનાની વ્યાખ્યા આપે છે કે અનેક અર્થવાળા શબ્દના જયારે સંયોગાદિ દ્વારા વાચક– નિયત થઈ જાય છે ત્યારે પણ તે શબ્દના કોઈ અન્ય અર્થનું જ્ઞાન ઉત્પન્ન થાય છે . આવા અન્ય વિશિષ્ટ જ્ઞાનની જનક એવો વ્યાપાર તે અંજના - વ્યંજના . વિશ્વનાથ કહે છે કે પોતાનો અર્થભોગ કરાવતી અભિધા આદિ શકિતઓ શાન્ત થઈ ગયા પછી જે અન્ય અર્થનો બોધ કરાવનાર શકિત તે વ્યંજના .
વ્યંજનામાં અભિધા , લક્ષણા ને તાત્પર્ય શકિતથી નહિ લધાતો વિશિષ્ટ ને વિશેષ ૨ મણીય અર્થ આપે છે .
વ્યંજનામાં એકી સાથે બે અર્થ હોય છે : ( 1 ) અભિધાથી પ્રાપ્ત થતો સામાન્ય કે વાચ્ય અર્થ અને ( 2 ) વ્યંજનોથી પ્રાપ્ત થતો વિશેષ અર્થ વ્યંગ્યાર્થ - ધ્વન્યાર્થ – પ્રતીયમાન અર્થ . આ વ્યંગ્યાર્થની જનની છે અંજના શકિત . તેનાથી પ્રાપ્ત વ્યંગ્યાર્થ મૂળ કે સામાન્ય – વા અર્થથી ભિન્ન , વિરુદ્ધ કે કલટો હોય છે . આ માટે સંદર્ભ પ્રકરણ , પ્રસંગ કે પ્રબંધ આવશ્યક છે .
વ્યંજના વક્રતા , શ્રોતા , વાકય - રચના , અન્ય સંનિધિ , દેશ , કાળ પ્રસંગ , વકતાની ચેષ્ટા આદિ પ્રમાણે વિવિધ અર્થ આપે છે . વ્યંજનાનો વ્યંગ્યાર્થ કે ધ્વનિ કાવ્યનો આત્મા ગણાય છે . ઉત્તમ કાવ્ય વ્યંજનાયુકત હોય છે .
આમ તો લક્ષણા પણ અમુક અંશે વ્યંજનાત્મક છે . દા.ત. , ' ગંગામાં ઘોષ ' , ' ગંગામાં ઘોષ ' માં મુખ્યાર્થબાધ આવતાં તદ્યોગથી ' ગંગાતટે ઘોષ ' કરવામાં આવે છે . પણ એમાં કહેવાનું તાત્પર્ય છે . ' ગંગાનું શૈલ્ય - પાવનત્વ ' એ વ્યંજનાત્મક છે .
• વ્યંજનાના બે પ્રકારો છેઃ ( 1 ) શાબ્દી અને ( 2 ) આર્થી શાબ્દીના બે ભેદ છે .
( 1 ) અભિધામૂલ વ્યંજનાઃ એમાં વાચ્યાર્થ પરથી ભંગ્યાર્થ સ્કુરે છે . દા.ત. ' ભવના નાશ અર્થે સ્થાણુને ભજ ' . અહીં ' સ્થાણુ ' નો વાચ્યાર્થ નિયંત્રણ થતાં વ્યંજનાથી અન્ય વિશિષ્ટ અર્થ ' શિવ ' , વ્યંગ્યાર્થ ફુટ થાય છે .
( 2 ) લક્ષણામૂલ વ્યંજનાઃ – એમાં લક્ષ્યાર્થ પરથી વ્યંગ્યાર્થ સ્ફરે છે , જેમ કે ' ગંગામાં ઘોષ'ના લક્ષ્યાર્થ ' ગંગા તટે ઘોષ'માંથી ' ઘોષનું શૈલ્ય –પાવનત્વ ' વ્યંગ્યાર્થરૂપે ફુરે છે .
આથી વ્યંજના એ સંયોગ આદિને કારણે થતાં વ્યંગ્યાર્થનો વ્યાપાર છે . વકતા , શ્રોતા , કાકુ – સ્વરભાર , વાકય , વાચ્યાર્થ , અન્ય સંનિધિ , પ્રસ્તાવ - પ્રકરણ , પ્રસંગ , સ્થળ , કાળ , પાત્રના સંદર્ભમાં વ્યંગ્યાર્થ આપે છે . એના નવ ભેદ છે .
દા.ત. , ઘરબહાર પ્રેમી પાસે જવા બારણા પાસે કભેલી નાયિકાને તેની સખી કહે છે , ' સાંભળ્યું છે . કે તારો પતિ એક પ્રહરમાં તો આવી પહોંચશે . એમ ને એમ કેમ કભી છે ? સખી , ઘરમાં જા , ને કંઈક કામ કર . ' આમાં વ્યંજના એવી છે કે – ' તારો પતિ હમણાં આવશે . તું અન્ય પાસે ન જા . ' આ વ્યંગ્યાર્થ સંદર્ભથી પ્રકટે છે . બીજું દૃષ્ટાંત ' તમે બહુ ઉપકાર કર્યા . તમારા સૌજન્યને શું વખાણું ? આવાં સુકર્મ કરતાં સો વર્ષ જીવો . ' આ શબ્દો શત્રુને ઉદ્દેશીને બોલાય તો તેનો વ્યંગ્યાર્થ થાય , ' તમે બહુ અપકાર કર્યા છે . તમારા દૌજન્યની શી ટીકા કરું ? આવા કુકર્મ કરનાર તમે જેટલા વહેલા મરો એટલું સારું . '
આમ વ્યંજનાથી વિશિષ્ટ - વ્યંગ્ય અર્થ મળે છે , તે ચમત્કૃતિજનક ધ્વનિ છે . શબ્દની ત્રણે શકિતઓમાં વ્યંજના શ્રેષ્ઠ છે . અભિધાઓ સ્ત્રોત છે પરંપરા . લક્ષણા પણ રૂઢિ - આધારિત છે . જયારે વ્યંજનાનો સ્ત્રોત છે મૌલિકતા . બુદ્ધિ એ વ્યંજનાની જનની છે . અભિધા સામાન્ય કે વાચ્ય અર્થ આપે છે , જે પ્રચલિત ને નિશ્ચિત છે . લક્ષણામાં લક્ષ્યાર્થ કંઈ નવીન્ય કે વૈશિષ્ટય છે . વ્યંજનાનો વ્યંજનાનો વ્યંગ્યાર્થ તો સાવ નવીન , મૌલિક , વિશિષ્ટ , રમણીય હોય છે .
અભિધામાં એક જ અર્થ છે , ને તે સામાન્ય અર્થ . લક્ષણામાં વાચ્યાર્થને લક્ષ્યાર્થ અર્ધા મળી છે કે દોઢ અર્થ છે . જયારે વ્યંજનામાં એકી સાથે બે પૂરા કે અનેક અર્થ હોય છે . વ્યંજનાનું ક્ષેત્ર વ્યાપક છે . વિશિષ્ટ પ્રસંગથી તે સમગ્ર પ્રબંધ સુધીનું છે . ' મહાભારત ' મહાકાવ્યને અંતે વ્યંજનાથી વ્યંગ્યાર્થ સ્લરે કે ' પરોપકાર માટે પુણ્ય છે . પાપ માટે પરપીડન ' . આ વ્યંજનાનો પ્રભાવ , તેની બુદ્ધિ - પ્રતિભાને કારણે , ભાવાત્મક , ગાઢ ને વ્યાપક હોય છે .
0 ટિપ્પણીઓ