પ્રસ્તાવના
સરળ શબ્દોમાં, કૌશલ્ય એટલે કોઈ કાર્યને સારી રીતે કરવાની ક્ષમતા. આ એક એવુ કૌશલ્ય છે જેમાં વ્યક્તિને પોતાનાં જ્ઞાનનો અસરકારક ઉપયોગ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ મક્કમ નિર્ણય સાથે કામ કરવાની ક્ષમતા છે. બીજા શબ્દોમાં, કુશળતા એટલે કોઈ કાર્યને ક્ષમતાપૂર્વક કરવાની તાકાત. કુશળતા કે કૌશલ્યો ઘણી પ્રકારનાં છે: અંગત કૌશલ્યો, વર્તન કુશળતા. ભાષા કુશળતા, સ્વ વ્યવસ્થાપન કુશળતા, ભાવનાત્મક બુદ્ધિ કુશળતા, વ્યવસાયિક કુશળતા વગેરે.
અંગત કુશળતા શું છે?
અંગત કૌશલ્યો એટલે માહિતીસંચાર અને ટીમવર્કની ક્ષમતા. અંગત કુશળતા ને સોફટ સ્કિલ કે વ્યવાર કુશળતા પણ કહેવામાં આવે છે. લોકો આ કોશલ્યો કુદરતી રીતે કે મહાવરાથી શિખે છે. તેને આંતર કોશલ્યો પણ કહેવામાં આવે છે. આ કૌશલ્યો એટલે પોતાનાં જ્ઞાનનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ક્ષમતા. આ એવી કુશળતા કે ક્ષમતા છે જે લોકોને એક બીજા સાથે આદાન પ્રદાન કરવામાં મદદ કરે છે. અંગત કોશલ્યો વ્યકિત બીજા સાથે કેવી રીતે આદાન પ્રદાન કરે છે તેની સાથે સબંધ ધરાવે છે.
અંગત કૌશલ્યોનું મત્ત્વ
અંગત કૌશલ્યો લોકોને પોતાનાં વિચારો સ્પષ્ટ રીતે વ્યકત કરવામાં મદદ કરે છે. તે કૌશલ્યો લોકોને બીજા લોકો સાથે સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તે વ્યકિતને પોતાનું કાર્ય સારી રીતે પાર પાડવામાં અને અન્ય લોકો સાથે સબંધ બાંધવામાં મદદ કરે છે. તે કર્મચારીઓને ગ્રાહકો, સહકર્મચારીઓ, સપ્લાયર વગેરે સાથે આદાન પ્રદાન કરવામાં મદદ કરે છે. ત વ્યક્તિને રોજગારી મેળવવામાં મદદ કરે છે. તે શાળા જીવન, અંગત જીવન, કૌટુંબિક જીવન, વ્યવસાયિક જીવન વગેરેમાં ખુબ જ મુલ્યવાન છે.
અંગત કુશળતાનાં પ્રકારો
અંગત કુશળતાં ઘણા પ્રકારો છે: સમસ્યા ઉકેલવી, માહિતીસંચાર, સયોગ, રાજનીતિ કે મુત્સદગીરી, તાર્કિક તર્ક, નેતૃત્વ, સમય વ્યવસ્થાપન,આંતર સુઝ કે પહેલ.આયોજન,વાટાઘાટો,અનુકૂલનતા વગેરે. એક વ્યકિત આ બધી કુશતા ધરાવતો હોય છે અથવા આમાંથી અમુક કૌશલ્યો ધરાવે છે. એમાંથી અમુક અંગત કૌશલ્યો નીચે મુજબ છેઃ
[1] પહેલ કે આંતરસૂઝ
પહેલ એ વસ્તુઓનું મુલ્યાંકન કરવાની અને પહેલ કરવાની ક્ષમતા છે. આ બીજા કોઈ કાર્ય શરૂ કરે કે હવાલો લે તે પહેલા કાર્ય શરૂ કરવાની શકિત કે તાકાત છે. આ અંગત કૌશલ્ય છે જે કાર્યો કરવાની કે જવાબદારી લેવાની અંગત ગુણવતા છે. આ કોઇ કાર્યની શરૂઆત છે જે ચાલુ રહેશે તેવી આશા સાથે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં, કોઈ કરે તે પહેલા કાર્ય શિખવાની કે કાર્ય કરવાની ક્ષમતા છે. આંતરસુઝ કે પહેલ માટે મકકમ નિર્ણય અને આંતરિક તાકાતની જરૂર પડે છે.
પહેલ કે આંતરસુઝ એક મહત્વની અંગત કુશળતા છે. આ કુશળતા વ્યકિત વ્યકિત એ અલગ અલગ હોય છે. તે વ્યકિતને ઘણી રીતે મદદ કરે છે. આંતરસુઝ ધરાવતી વ્યકિત બીજા લોકોનું માર્ગદર્શન લીધા વગર વિચારને પકડી કાર્ય કરે છે. તે કાર્ય કે નોકરીને વધારે કાર્યક્ષમતા પૂર્વક હાથ ઉપરે લે છે. પહેલ વ્યકિતને નવી વસ્તુઓ શિખવામાં મદદ કરે છે. તે અંગત વિકાસમાં મદદ કરે છે. તે બીજા લોકો જે તક ચુકી જાય છે તે તકનો લાભ લેવામાં મદદ કરે છે. આંતરસુઝ વ્યકિતનો કોઈ કાર્ય કરવાનો આત્મ વિશ્વાસ, ઉચ્ચ આદર અને કોઈ કામ કરવાની તૈયારી બતાવે છે. તે વ્યક્તિને લક્ષ્યો નકકી કરવામાં અને લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
પહેલ કરવા માટે વ્યકિતએ બીજા લોકો તેની પાસેથી અપેક્ષા રાખે તે પહેલા વિચારવુ પડે છે. તેણે તેને કહેવામાં આવે તેનાં કરતા વધારે કામ કરવું પડે છે. તેણે આગળ પડીને કામ કરવુ પડે છે. બીજા કોઈ સમસ્યાનો ઉકેલ કાઢે તે પહેલા તેણે સમસ્યાનો ઉકેલ કાઢી લેતા શિખવુ પડે છે. તેણે ભવિષ્ય પર નજર કરવી પડે છે. તેણે કાર્યોની અગ્રિમતા નક્કી કરવાનુ શિખવુ પડે છે.
આ રીતે, આંતરસુઝ કે પહેલ એક અગત્યની અંગત કુશળતા છે. આ એક વ્યવહારુ આવડત છે. છતા તેને માવરાથી વધારે સારી રીતે શિખી શકાય છે અને તેને સુધારી શકાય છે.
[2] આયોજન
આયોજન એટલે શું કરવું અને કયારે કરવું તેની અગાઉથી નિર્ણય લેવો. તેમાં કોઈ કાર્ય કેવી રીતે કરવુ અને કોણે કરવું જોઈએ તેનો સમાવેશ થાય છે. આયોજન એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જરૂરી પ્રવૃતિઓ વિશે વિચારવાની પ્રક્રિયા છે. આયોજન એ વિચારીને શક્ય અને કરી શકાય તેવા કામમાં ગોઠવવાની પ્રક્રિયા છે. આયોજન નો મતલબ આગળ જોવુ અને ભવિષ્ય માટે તૈયારી કરવી. તેનો મતલબ ભવિષ્યમાં ડોકિયુ કરવુ. તેનું વિશ્લેષણ કરવું અને નિર્ણય લેવો.
આયોજન એક અતિ મહત્ત્વની અંગત કુશળતા છે. આ એક પાયાનું કૌશલ્ય છે. અંગત જીવન, સામાજીક કે વ્યવસાયિક જીવનમાં આયોજન ખુબ જ જરૂરી છે. આ એક એવી ક્ષમતા છે જે કાર્યભારને પ્રોંચી વળવામાં કાર્યને સમયસર પુર કરવાને સરળ બનાવવાની ક્ષમતા છે. આયોજન ધ્યેય પ્રાપ્ત કરવાની રોડ મેપ કે નકશો તૈયાર કરવામાં મદદ કરે છે. આયોજન દરેકને લક્ષ્ય તરફ દોરી જાય છે. તે બિનજરૂરી પ્રવુતિઓમાં ઘટાડી કરે છે. તે વિચારી અને કાર્યોની સ્પષ્ટતા વિશે ખાત્રી આપે છે. આયોજન કાર્યો માટે માર્ગદર્શન આપે છે. સે પરણા કે પ્રોત્સાહન આપે છે. તે શકા અને અનિશ્ચિતતા દૂર કરે છે. તે સુસંગઠીત વાતાવરણ પેદા કરવામાં મદદ કરે છે. તે નિર્ણય લેવામાં મદદ કરે છે.
યોગ્ય આયોજન કરવા માટે, વ્યક્તિમાં બુદ્ધિપૂર્વક વિચારવાની ક્ષમતા, માહિતીસંચાર અને વિગતો પત્યે ધ્યાન હોવુ જોઈએ. તેનામાં કાર્ય પ્રત્યેની સમજણ હોવી જોઈએ. તેનામાં દિર્ઘ દૃષ્ટિ હોવી જોઈએ. તેનામાં માહિતીસંચારનું સારું કૌશલ્ય હોવું જોઈએ. તેનામાં તાર્કિક વિચારશકિત પોવી જોઇએ. તેનામાં કાર્ય પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ. તેનામા વ્યુહરચના કરવાની ક્ષમતા હોવી જોઈએ.
આ રીતે, આયોજન એક અતિ મહ્ત્વની અંગત કુશળતા છે. તે વ્યક્તિને પોતાનુ લક્ષ્ય નકકી કરવામાં અને તેને પુરુ કરવામાં મદદ કરે છે.
[3] નિર્ણય લેવો
નિર્ણય લેવો તે અગત્યના નિર્ણયો લેવાની એક પ્રક્રિયા છે. આ પરિસ્થિતનું મુલ્યાંકન કરી ને કાર્યનો નિર્ણય લેવાનું મહ્ત્વનું કાર્ય છે. આ એવી પ્રક્રિયા છે જેમાં લોકો કે સંસ્થાઓએ ભવિષ્યમાં જે કાર્યો કરવાનાં છે તેના વિશે અંતિમ નિર્ણય લે છે. નિર્ણય લેવો તે મહિતી એકઠી કરવાની, વિકલ્પોનું મુલ્યાંકન કરવાનુ અને નિર્ણય લેવાની પ્રક્રિયા છે. સરળ શબ્દોમાં સમસ્યા ઓળખી, સંભવિત સમસ્યાઓ વિશે માહિતી એકઠી કરવાની અને અંતિમ વિકલ્પ વિશે નિર્ણય લેવાની પ્રક્રિયા છે.
નિર્ણય લેવાના ઘણા તબકકાઓ છે : → ધ્યેયને સમજવો.→ વિચાર પ્રક્રિયાને વેગવંતી બનાવવી, → સ્વોટ એનાલિસિસનો ઉપયોગ કરવો. → સંભવિત વિપલ્પો વિશે વિચારવુ. → ઉત્તમ વિકલ્પ પસંદ કરવો.
નિર્ણય લેવો તે અતિ મહત્વનું અંગત કોશલ્ય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તે અંગત જીવન તેમજ વ્યવસાયિક જીવનમાં સફળતાની ચાવી છે. યોગ્ય સમયે લેવાયેલો યોગ્ય નિર્ણય સારી સફળતાની ખાત્રી આપે છે. આપણા નિર્ણયો ઘણા લોકોને અસર કરે છે. આપણી નિર્ણય શક્તિ આપણા મુલ્યો પ્રદર્શિત કરે છે. આપણા નિર્ણયો બીજાને અનુસરવાનું મન થાય તેવું ઉદાહરણ ઉભુ કરે છે. તે નેતૃત્વ લેવાની આપણી ઈચ્છા અને કાર્યમાં રુચિ છે તેવુ દર્શાવ B. આ એક નેતૃત્વની એક મહ્ત્વનો ગુણ છે.
નિર્ણય લેવા તે એક મહ્ત્વની અંગત કુશળતા છે. નિર્ણય લેતી વખતે પણા મુદાઓ ધ્યાનમાં રાખવાના હોય છે. વ્યક્તિએ વધારે પડતુ ન વિચારવું જોઈએ. તે વ્યક્તિને તણાવમાં નિર્ણય કોવા મજબુર કરે છે. નિષ્પક્ષ નિર્ણય લેવા માટે, વ્યકિતએ પોતાની જાતને પરિસ્થિતિથી દૂર કરવા જોઈએ. વ્યક્તિએ ભૂલોનો સામની કરવી જોઈએ અને તેમાંથી સિખવું જોઈએ. તેણે શક્ય સામ તી. બીજાની પ્રતિભાવ લેવી જોઈએ. તેણે પોતાની લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવુ જોઈએ. વ્યક્તિ એ પરિવર્તનક્ષમ રહેવું જોઈએ.
આ રીતે નિર્ણય લેવી તે અતિ મહત્વનું અંગત કીસલ્ય છે. જીવન અને વ્યવસાયમાં સફળ થવા માટે વ્યક્તિને આ કૌશલ્ય સિખવું જોઈએ.
[4] સમસ્યા ઉકેલવી
સમસ્યા ઉકેલવી એ અડચણોને પાર કરીને ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. આ સમસ્યાને ઓળખવાની ઉકેલ માટેનાં વિકલ્પો પસંદ કરવાની અને યોગ્ય વિકલ્પની અમલ કરવાનું કાર્ય છે. સમસ્યા ઉકેલવી તે સમસ્યાને ઓળખવાની. મગજ ચલાવવાની અને જવાબોનું વિશ્લેષણ કરવાની અને ઉત્તમ ઉકેલનો અમલ કરવાની કુશળતા છે. આ જટીલ સમસ્યા ઉકેલવાની ધ ક્રિયા છે. આ અડચણી અને પડકારીને પહોચી વળવાનું કાર્ય છે. સમસ્યા ઉકેલાવી તે સમસ્યાનો મુળને નકકી કરવાની અને ઉકેલ શોધવાની કળા છે. આ પર્યાવરણને સમજવાની અને આપણે જે વસ્તુઓ બદલવાની જરૂર હોય તે વસ્તુઓ ઓળખવાની પઢિત છે.
સમસ્યા ઉકેલવાના ઘણા તબકકાઓ છે: → સમસ્યાને ઓળખો → સમસ્યાનું વિશ્લેષણ કરો - ધ્યેય નક્કી કરો ઉકેલો પેદા કરી ઉકેલોનું મુલ્યાંકન કરી → ઉત્તમ ઉકેલનો અમલ કરો અને તેને અનુસરો. વ્યકિતમાં આ મુજબનાં કૌશલ્યો હોવા જોઈએ વિગતો પ્રત્યે ધ્યાન આપવું સયોગ, માહિતીસંચાર, ધૈર્ય, જોખમનું મુલ્યાંકન, ટીમવર્ક, મુશ્કેલી નિવારણ. સંશોધન વગેરે.
સમસ્યા ઉકેલવી તે જીવન અને વ્યવસાયમાં ઉપયોગી અતિ મહત્વનું કૌશલ્ય છે. તેના ઘણા ફાયદા છે. જે લોકો સમસ્યાઓને અસરકારક રીતે ઉકેલી શકે તેવા લોકોનું નોકરી રાખનાર ખુબ જ મુલ્ય કરે છે. આવા લોકો પરિવર્તન સાથે સહજતાથી અનુકુલન સાધી લે છે. તેઓ જ્ઞાત રહે છે. તે સમસ્યા ઉકેલવામાં મદદ કરે છે. તે તમામ નવા સંશોધનોનુ, સામાજીક અને સાસકૃતિક ઉત્ક્રાંતિનો મુળ સ્ત્રોત છે. તે સતત સુધારા અને શિખવાનો પાયો છે. તે જીવનમાં અને વ્યવસાયમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.
આ રીતે, સમસ્યા ઉકેલવી તે ખુબ જ મહ્ત્વની અંગત કુશળતા છે. તે ઘણી રીતે ઉપયોગી છે.
[5] વાટાઘાટ
વાટાઘાટ એ ચર્ચા છે જેનો ઉદ્દેશ સંમતિ સુધી પંકોચવાનો છે. આ એક પદ્ધતિ છે જેના માધ્યમથી લોકો મતભેદોનું સમાધાન કરે છે. બીજા શબ્દોમાં, વાટાઘાટ એ મતભેદો દૂર કરવા માટે બે કે બે કરતા વધારે વ્યકિતઓ વચ્ચે થતો સંવાદ છે. કેમ્બ્રિીજ શબ્દકોશ મુજબ, "વાટાપાટ એ કોઈની સાથે કોઇવિષય અંત્રે ચર્ચા કરવાની પ્રક્રિયા છે જેનો હેતુ તેની સાથે સંમતિ સાંધવાની હોય છે." આ અસમતિ અને અલગ અલગ વિચારીને પહોચી વળવાની રીત છે. જીવન અને વ્યાપાર ક્ષેત્રે અણબનાવી અને અસંમતિ જોવા મળે છે. તેની અસર સબંધો ઉપર અને વ્યાપાર ધંધાની સફળતામાં થાય છે. તેને દૂર કરવા જરૂરી છે. અંહીયા, વાટાઘાટની આપણને જરૂર પડે છે.
વાટયઘાટનો ઉદેશ ઇચ્છિત પરિણામ સુધી પહોંચવાનો હોય છે. વાટાઘાટનાં ઘણા તબકકાસી છે. જે આ મુજબ છે. → તૈયારી → ચર્ચા→ પ્રયોની સ્પષ્ટતા → વિન-વિન પરિણામ વિશ વાટાઘાટ કરવી → સંમતિ કાર્ય પ્રક્રિયાની અમલ વગેરે. વાટાઘાટ કરવા માટે પણા કૌશલ્યોની જરૂર પડે છે. જે આ મુજબ છે. સારો માહિતીસચાર, નાતો બનાવવો, ધ્યાનથી સાંભળવુ વાટાઘાટ પ્રક્રિયાની શરૂઆત કરવી. સારા પ્રશ્નો પુછવા, બહુવિધ ઑફરી રજૂ કરવી, પ્રયુક્તિ બનાવવી. સંમતિ સુધી પહોચવુ વગેરે.
વાટાઘાટ એ અતિ નિર્ણાયક અંગત કુશળતા છે. તે જીવનના દરેક ક્ષેત્રે ઉપયોગી છે. વાટાઘાટ બીજા લોકો સાથે સારા સબંધો બાંધવામાં મદદ કરે છે. તે મતભેદીનું સમાધાન કરવામાં અને ભાઈચારો બનાવવામાં મદદ કરે છે. તે વિવાદો ટાળવામાં મદદ કરે છે. તે યોગ્ય વર્તાવ કરવામાં મદદ કરે છે. તે આપણને શિખવે છે કે ક્યારે પાછા ઘટી જવું. તે આપણને સફળતા તરફ લઈ જાય છે. તે સમસ્યાને સારી રીતે ઉકેલવામાં મદદ કરે છે. તે બીજા સાથે નાતો. બાંધવામાં મદદ કરે છે. તે વધારેમાં વધારે પરિણામ લાવવામાં મદદ કરે છે. તે તણાવ ઓછો કરે છે.
આ રીતે, વાટાઘાટ અતિ મહત્ત્વની અંગત કૃશળતા છે. તેમાં કાળજી. સમજણ અને સનુભૂતિની જરૂર પડે છે. તેનાં ઘણા ફાયદાઓ છે.
[6] અનુકૂલન ક્ષમતા
અનુકૂલન ક્ષમતા એટલે પરિવર્તનમાં બંધબેસતા થવા માટે પોતાની જાતને અથવા કશાકને બદલવાની ક્ષમતા. અનુકુલન ક્ષમતા એટલે નવિ પદ્ધતિઓ, પ્રક્રિયાઓ અને તકનિકો શિખવાની ઇચ્છા. અનુકુલન ક્ષમતા એટલે જુદી જુદી સ્થિતિ કે જુદા જુદા સંજોગો સાથે અનુકુલન સાંધવાની ક્ષમતા. પરિવર્તન સાથે અનુકૂળ થવાનું આ એક સહજ કૌશલ્ય છે. અનુકૂલન ક્ષમતા એટલે નવી સ્થિતિને અનુકુળ થવાનો ગુણ. આ એવી ક્ષમતા છે જે નવા હેતુ કે ઉપયોગ સાથે આપણી જાતને સુધારવાની આવડત છે. આ જુદી જુદી સ્થિતિ સાથે બદલાવાની ક્ષમતા છે. આ જુદા જુદા પરિવર્તનો અને પડકારો સાથે અનુકૂલન સાંધવાની, ઉત્ક્રાંતિ કરવાની અને ધબકતા રહેવાની ક્ષમતા છે.
અનુકૂલન ક્ષમતા વિકસાવવા માટેનાં ઘણા તબકકાઓ છેઃ - સમસ્યા ઉકેલવાની ક્ષમતા સુધારો → વસ્તુઓને ગળે લગાવવાનુ શિખો→ મન ખુલ્લુ રાખો અહંમને દરવાજા પર મુકીને આવો → પોતાની જાતને સલામતી કે સગવડમાંથી બહાર કાઢો → વિચારવાની પ્ર ક્રિયા બદલો. અનુકૂલન ક્ષમતા કેળવવા માટે વ્યકિતમાં ઘણા ગુણો હોવા જોઇએ. જે આ મુજબ છે. ખુલ્લુ મન, સંગઠન, સ્થિતિ સ્થાપકતા, જીજ્ઞાસા, સક્રિય સાંભળવુ, સમય સંચાલન અને ઘણુ બધુ બીજુ.
અનુકુલન ક્ષમતા એક એવુ કૌશલ્ય છે જે જીવનનાં તેમજ વેપાર ધંધાનાં દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. તે આપણને દુનિયાનાં કોઈપણ વિસ્તારમાં ટકી રહેવા સક્ષમ બનાવે છે. તે પડકારોનો સામનો કરવાની શકિત આપે છે. તે અડચણીને તકમાં ફેરવી આપે છે. તે કોઈપણ કારર્કિદીની સફળતા માટે જરૂરી છે. તે વિપરીત પરિસ્થિતિમાં સ્થિતિ સ્થાપકતા આપે છે. તે નવા ઉકેલો શોધવા માટે પ્રેરણા આપે છે. તે આપણને પરિવર્તનક્ષમ બનતા શિખવે છે. તે આપણને નવું જ્ઞાન અને નવા અનુભવો મેળવવામાં મદદ કરે છે.
આ રીતે, અનુકૂલન ક્ષમતા એક એવુ કૌશલ્ય છે જે દરેક મનુષ્યમાં જરૂરી છે. તે જીવનને સરળ બનાવે છે. તે વધારે સારી સફળતાની ખાત્રી આપે છે.
[7] ડિજિટલ સાક્ષરતા
ડિજિટલ સાક્ષરતા એ ડિજિટલ ટેકનોલોજીને સમજવાની અને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા છે. તે કમ્પ્યુટર, મોબાઇલ, ઇન્ટરનેટ વગેરેનો આપણી રોજીંદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવાની ક્ષમતા છે. ડિજિટલ સાક્ષરતા એ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી કોઈ માહિતી શોધવાની તેનું મુલ્યાંકન કરવાની અને તેનુ યોગ્ય આદાન પ્રદાન કરવાની ક્ષમતા છે. તે માહિતીનો ઉપયોગ કરવાની ટેક્નીકલ અને જ્ઞાનાત્મક બંને પદ્ધતિઓનું સંયોજન છે. ડિજિટલ સાક્ષરતા એ જુદા જુદા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેના માધ્યમથી માહિતીનું આદાન પ્રદાન કરવાની ક્ષમતા છે. તે ડિજિલ ટેક્નોલોજીના માધ્યમથી માહિતી પ્રાપ્ત કરવાની તેનું સંચાલન કરવાની, સમજવાની આદાન પદાન કરવાની અને માહિતીનું સર્જન કરવાની ક્ષમતા છે.
ડિજિટલ સાક્ષરતા મેળવવાના ઘણા તબકકાઓ છે. અમુક તબકકાઓ આ મુજબ છે -જરૂરીયાત સમસ્યા કે પ્રશ્ન સ્પષ્ટ કરો → માહિતી અને તેનો સ્ત્રોત શોધો→ માહિતીનું મુલ્યાકન કરી અને તેની યોગ્યતા ચકાસો માહિતીને યોગ્ય રીતે ગોઠવો ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી માહિતીની આપલે કરી વ્યક્તિમાં ત્રણ મુખ્ય કૌશલ્યોની જરૂર પડે છે. ડિજિટલ સામ શ્રી ગોપવી ડિજિટલ સામગી તૈયાર કરવી અને તેની અસરકારક રીતે આદાન પ્રદાન કરવાની
ડિજિટલ સાક્ષરતા એક એવુ કૌશલ્ય છે જેની એકવીસમી સદીમાં ખુબ જ જરૂર પી છે. તે માલિની સુધી પંકોચવાનો સરળ રસ્તો બતાવે છે. તે માહિતીસંચાર અને સયકારને સળ બનાવે છે. તે આજીવન શિખવાનું પ્લેટફોર્મ છે. તે અંગત અને વ્યવસાયિક સબંધો સાચવવામ ખુબ જ ઉપયોગી છે. તે શિખવાનું અને માહિતીની આપલે કરવાનું કરતુ ફરતુ પ્લેટફોર્મ છે. તે ઓનલાઇન દુનિયામાં જવાબદાર અને નૈતિક વર્તનને વેગ આપે છે.
આ રીતે, ડિજિટલ સાક્ષરતા એકવીસમી સદીમાં ખુબ જ નિર્ણાયક છે. આ એક અદ કૌશલ્ય છે જેની જરૂર દરેક વિધાર્થીને, નાગરીક અને વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિને પડે 8.
સાર
આ રીતે, અંગત કૌશલ્યો ઘણા બધા છે, તે વ્યવલરગત આવડતો કે કૌશલ્યો છે. તેથો વ્યકિતને પોતાનું કાર્ય સરળ રીતે કરવામાં અને અન્ય લોકો સાથે સબંધો બાંધવામાં મદદ કરી છે. તે કૌશલ્યો અંગત જીવન. કારર્કિદી અને વ્યવસાય ક્ષેત્રે ઉપયોગી છે. તે ઘણી વાર ભગવાન તરફથી ભેટમાં મળે છે. તેના ઉપર મહાવરાથી પ્રભુત્વ મેળવી શકાય છે.
0 ટિપ્પણીઓ