ગુજરાતનું સ્થાન અને ભૂપૃષ્ઠ

ગુજરાતનું સ્થાન છે એ આપણા એશિયા ખંડની અંદર ભારત દેશમાં પશ્ચિમ બાજુએ આપણું ગુજરાત
આવેલું છે.  સૌથી પહેલા નકશો સમજતા પહેલા દિશાનું જ્ઞાન હોવું જોઈએ. ઉપરની દિશા કઈ થશે ઉત્તર નીચેની દિશા કઈ થશે દક્ષિણ જમણા હાથ બાજુ છે એ કઈ દિશા આવશે પૂર્વ અને ડાબા હાથ બાજુ પશ્ચિમ દિશા. સમગ્ર ગુજરાતની અંદર મિત્રો 34 જિલ્લાઓ છે.

આ  34 જિલ્લાઓનું વિભાજન છે આપણે ત્રણ કટકે ભણવાનું છે. પહેલો કટકો એટલે સૌરાષ્ટ્ર બીજો કટકો એટલે કચ્છ અને ત્રીજો ભાગ એટલે તળ ગુજરાત.

૧. સૌરાષ્ટ્ર - ૧૧ જિલ્લા- ભાવનગર,બોટાદ,રાજકોટ,અમરેલી,ગીર સોમનાથ,જુનાગઢ,પોરબંદર,દેવભૂમિ દ્વારકા,જામનગર,મોરબી,સુરેન્દ્રનગર 

૨. કચ્છ - ૧ જિલ્લો કચ્છ પોતે 

૩. ઉત્તર ગુજરાત - ૭ જિલ્લા - પાટણ,વાવ-થરાદ,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી,મહીસાગર

૪. મધ્ય ગુજરાત - ૮ જિલ્લા - અમદાવાદ,ગાંધીનગર,આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટા ઉદેપુર

૫. દક્ષિણ ગુજરાત - ૭ જિલ્લા -ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,ડાંગ,વલસાડ


➡  ભારતમાં સૌથી છેલ્લે સુર્યાસ્ત કચ્છના સિરક્રીકમાં થાય છે.

➡  ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં થાય છે.

➡  ગુજરાતનું છેલ્લું રેલ્વે સ્ટેશન ઉમરગામ વલસાડ જિલ્લામાં આવેલ છે.

➡     ગુજરાત સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભીલડ ( વલસાડ ) ગણાય છે.

➡  કોઈપણ દેશની દરિયાઈ સીમા તે દેશના દરિયાકિનારાથી ૧૨ નોટીકલ માઈલ સુધી હોય છે.

➡  ૧ નોટીકલ માઈલ = ૧.૬૨૧૪ KM

➡  ૧ માઈલ = ૧.૮૫૨ KM

➡  ૧ KM = ૦.૬૨૧૪ માઈલ

➡  ગુજરાત રાજ્ય ઉતર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે.

➡  ગુજરાતના વાવ-થરાદ અને બનાસકાંઠા બંને જિલ્લાઓ સમશીતોષ્ણ કટિબંધમા આવેલા છે.

➡  સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાનું સલાલ ગામમાં આવેલું મ્યુજીયમ ભારતનું કર્કવૃત્ત પર આવેલ એકમાત્ર મ્યુજીયમ છે.

➡  ૧૬ જુન ૧૮૧૯ના રોજ કચ્છનું સિંદરી બંદર દરિયામાં ડૂબી ગયું હતું જે કર્કવૃત્ત પર આવેલ હતું.

➡  ગુજરાત અને ભારતનો સૌથી મોટો જીલ્લો કચ્છ ૪૫૬૫૨ ચો.કિમી ક્ષેત્રફળ ધરાવે છે.

➡  વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ ૧૭૦૦ ચો.કિમી ક્ષેત્ર ફળ ધરાવે છે.

➡  મધ્ય પ્રદેશ સાથે સાથે સરહદ ધરાવતા બે જિલ્લા દાહોદ અને છોટા ઉદેપુર છે.

➡  દાહોદ જીલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને અડે છે.

➡  છોટા ઉદેપુર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે.

➡  ગુજરાતના ૧૯ જિલ્લાઓ કે જેને દરિયા કિનારો અડતો નથી.

➡  ભારતમાં કેન્દ્ર શાશીત પ્રદેશ અને રાજ્યોમાં સૌથી વધારે દરિયા કિનારો અંદમાન અને નિકોબારને સ્પર્શે છે.

વિભાગ - B

પ્રશ્ન : 1 ગુજરાતની સ્થાપનાનો સામાન્ય પરિચય આપો.
જવાબ :
>> 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના બૃહદ મુંબઈ (મહારાષ્ટ્ર)માંથી કરવામાં આવી હતી.
>> સાબરમતી આશ્રમ (અમદાવાદ) ખાતે ગુજરાત રાજ્યનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
>> ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.
>> ઈ.સ. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજધાની અમદાવાદ હતી. ત્યારબાદ 1970માં રાજધાની ગાંધીનગર ખાતે ખસેડવામાં આવી.
>> ગુજરાતની ન્યાયીક રાજધાની (હાઈકોર્ટ) અમદાવાદ ગણાય છે.
>> ગુજરાત રાજ્યની સ્થાપના વખતે 17 જિલ્લા તથા 185 તાલુકા હતા.
>> હાલ ગુજરાતમાં 34 જિલ્લા અને 252 તાલુકા આવેલાં છે.

પ્રશ્ન : 2 ગુજરાતના સ્થાન અને વિસ્તાર વિશે ટૂંકમા માહિતી આપો.
જવાબ:
>> ભૌગોલિક દષ્ટિએ ગુજરાત રાજય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયાકિનારે આવેલું છે.
>> ગુજરાતને મુખ્યભૂમિભાગ 20.6° થી 24.42° ઉત્તર અક્ષાંશવૃત તથા 68.10° થી 74.28° પૂર્વ રેખાંશવૃત વચ્ચે આવેલો છે.
>> ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિ.મી. છે.
>> વિસ્તારની દષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારના 5.97% (6%) ભાગ રોકે છે તથા પાંચમાં ક્રમે આવે છે.
>> ગુજરાતનાં ઉત્તરી બિંદુ ધાનેરા (બનાસકાંઠા)થી દક્ષિણી બિંદુ ઉમરગામ (વલસાડ) સુધીનું અંતર 590(540) કિ.મી. છે.
>> પશ્ચિમી બિંદુ સિરક્રિક, બાણગંગા (કચ્છ)થી પૂર્વે ગરબાડા (દાહોદ) સુધીનું અંતર 500 કિ.મી. છે.


પ્રશ્ન : 3 ગુજરાતની સીમા વિશે ટૂંકમા માહિતી આપો.
જવાબ :

>>  ગુજરાત બે પ્રકારની સીમા ધરાવે છે.
(1) જમીન સીમા (2) દરિયાઇ સીમા
>> ગુજરાતની જમીન સીમાને બે પ્રકારે વહેંચી શકાય.
(1) આંતરરાષ્ટ્રીય સીમા (2) આંતર રાજ્ય સીમા
>> ગુજરાતની ઉત્તર-પશ્ચિમ સરહદે (વાયવ્યે) પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની 512 કિ.મી. લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે.
>> ગુજરાતની ઉત્તરે તથા ઉત્તર-પૂર્વ સરહદે (ઈશાને) રાજસ્થાન રાજ્ય, પૂર્વ સરહદે મધ્યપ્રદેશ, દક્ષિણ-પૂર્વ સરહદે (અગ્નિએ) તથા દક્ષિણે મહારાષ્ટ્ર, દક્ષિણ-પૂર્વ સરહદે (નૈઋત્યે) તથા પશ્ચિમે અરબસાગર આવેલ છે.
>> ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. જેની લંબાઈ 2340.62 કિ.મી. છે.
>> ગુજરાતનાં કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જ્યારે 19 જિલ્લાઓ દરિયાકિનારો ધરાવતા નથી.


પ્રશ્ન : 4 ગુજરાતની આંતર રાજ્ય સીમા વિશે ટૂંકમા માહિતી આપો.
જવાબ :

>> ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યો સાથે આંતર રાજય સીમા ધરાવે છે.
>> ગુજરાતના કુલ 13 જિલ્લા આંતર રાજય સીમા ધરાવે છે.
>> જે પૈકી રાજસ્થાનને 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે.
(1) કચ્છ(2) વાવ-થરાદ(3) બનાસકાંઠા(4) સાબરકાંઠા(5) અરવલ્લી(6) મહીસાગર(7) દાહોદ
>> જ્યારે મધ્યપ્રદેશને 2 જિલ્લાની સરહદ સ્પર્શે છે.
(1) દાહોદ
(2) છોટા ઉદેપુર
>> મહારાષ્ટ્રને 6 જિલ્લાની સરહદ સ્પર્શે છે.
(1) છોટા ઉદેપુર(2) નર્મદા(3) તાપી(4) ડાંગ(5) નવસારી(6) વલસાડ

પ્રશ્ન : 5 ગુજરાતની દરિયાઇ સીમા વિશે ટૂંકમા માહિતી આપો.
જવાબ :

>> ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. જેની લંબાઈ 2340.62 કિ.મી. છે.
>> ગુજરાતનાં કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જ્યારે 19 જિલ્લાઓ દરિયાકિનારો ધરાવતા નથી.
>> ગુજરાતમાં કચ્છ જિલ્લો સૌથી વધુ દરિયાકિનારો ધરાવે છે.
>> ગુજરાતના દરિયા કિનારે બે અખાત આવેલા છે.
(1) કચ્છનો અખાત(2) ખંભાતનો અખાત.
અને
દિવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશને 54.38 કિમી દરિયાકિનારો સ્પર્શ કરે છે.

પ્રશ્ન : 6 ગુજરાતના કેટલા જિલ્લા દરિયાકિનારો ધરાવે છે? કયા કયા?
જવાબ :

>> સૌરાષ્ટ્રના 8. તળ ગુજરાતના 6 અને કચ્છ જિલ્લો મળીને ગુજરાતનાં કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારા સાથે જોડાયેલા છે.
(1) કચ્છ(2) મોરબી (3) જામનગર (4) દેવભૂમિ દ્વારકા
(5) પોરબંદર (6) જૂનાગઢ(7) ગીર સોમનાથ(8) અમરેલી(9) ભાવનગર(10) અમદાવાદ (11) આણંદ(12) ભરૂચ (13) સુરત (14) નવસારી(15) વલસાડ

પ્રશ્ન : 7 ગુજરાતના બંદરો વિશે ટૂંકમાં માહિતી આપો.
જવાબ :

ગુજરાતના દરિયા કિનારે બે અખાત આવેલા છે.
(1) કચ્છનો અખાત (2) ખંભાતનો અખાત.
આ અખાતના કિનારે ગુજરાતમાં કુલ 42 બંદરો આવેલાં છે.
>> આ 42 બંદરો પૈકી 41 બંદરનો વહીવટ ‘ગુજરાત મેરીટાઇમ બોર્ડ'ને હસ્તક છે.
>>‘ગુજરાત મેરીટાઇમ બોર્ડ'ની સ્થાપના ઈ.સ. 1982માં કરવામાં આવી હતી.42 બંદરો પૈકી 1 મોટું બંદર, 12 મધ્યમ કક્ષાના બંદરો અને 29 નાના બંદરો છે.


વિભાગ - C

પ્રશ્ન: 1 ગુજરાતના સંદર્ભે કર્કવૃતનો પરિચય આપો.
જવાબ:

>> કકંવૃત (23.5° ઉત્તર અક્ષાંક્ષવૃત) ગુજરાતના ઉત્તરભાગમાંથી પસાર થાય છે.
>> કર્કવૃત ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે, જે જિલ્લાઓ નીચે મુજબ છે.(1) કચ્છ (2) પાટણ (3) સાબરકાંઠા(4) મહેસાણા(5) અરવલ્લી(6) ગાંધીનગર

>> કર્કવૃત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.
ધોળાવીરા નગર પરથી પણ કર્કવૃત પસાર થાય છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી કર્કવૃત પસાર છે.
મોઢેરાના સૂર્યમંદિર પરથી કર્કવૃત પસાર થાય છે.
મહેસાણા કર્કવ્રતની ઉત્તરે આવેલ છે.
મહી નદી કર્કવૃત રેખાને બે વાર ઓળંગતી એશિયાની એકમાત્ર નદી છે.
કર્કવૃત (23.5 ઉત્તર અક્ષાંશવૃત) અને મકરવૃત (23.5 દક્ષિણ અક્ષાંશવૃત) વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે. તેથી ગુજરાત રાજ્યનો કર્કવૃતથી ઉપરનો થોડો ભાગ સમશિતોષ્ણ કટિબંધમાં અને ગુજરાત રાજ્યનો કર્કવૃતથી નીચેનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.

વિભાગ - D

પ્રશ્ન: 1 પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના નામકરણ વિશે વિસ્તૃત નોંધ લખો.
જવાબ :

> પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિકકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને 'આનર્ત' તરીકે ઓળખવામાં આવતો.
> ક્ષત્રપકાળમાં 'આનર્ત' શબ્દ માત્ર ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે જ પ્રયોજાતો હતો.
> સ્ટુાબો નામના ભૂગોળવેતાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે ‘સેરોસ્ટસ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.
> જ્યારે ટોલેમી અને પેરિપ્લસ નામના ભૂગોળવેતાઓએ સૌરાષ્ટ્ર માટે 'સુરાષ્ટ્રીન' શબ્દનો પ્રયોગ કર્યો છે.
> ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ, જે મૈત્રકયુગના ધ્રુવસેન બીજાના સમયમાં ઈ.સ. 640માં આવ્યો હતો. તેણે સોરઠનો ઉલ્લેખ 'સુલકા' શબ્દ દ્વારા કર્યો છે.

> વર્તમાન દક્ષિણ ગુજરાત માટે નવમી અને દસમી સદી દરમિયાન 'લાટ' શબ્દ પ્રયોજાતો હતો.

> ટોલેમીના ગ્રંથમાં 'લાટિકા' અર્થાત્ લાટનો ઉલ્લેખ જોવા મળે, ટોલેમીએ ગુજરાતની મહી નદીનો ઉલ્લેખ ‘મોફીસ' તરીકે કર્યો.
> અલબરૂનીએ મહી નદીનો ઉલ્લેખ ‘મહિન્દ્રી' તરીકે કર્યો છે. જ્યારે પાર્ટીઝરે મહી નદીનો 'મહતી' તરીકે ઉલ્લેખ કર્યો છે.
> ઈ.સ. 750 થી ઈ.સ. 972 દરમિયાન 'લાટ' પ્રદેશ રાષ્ટ્રકૂટ પ્રજાતિનું રાજ્ય હતું.
> જ્યારે આ જ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત એવા આનર્ત પ્રદેશમાં ગુર્જર-પ્રતિહાર વંશનું રાજ્ય હતું. જેમની રાજધાની ભિન્નમાલ હતી. જે હાલમાં રાજસ્થાનમાં આબુની વાયવ્યમાં આવેલ છે.
> મૈત્રકકાળમાં આ ‘ગુર્જર' શબ્દ રાજસ્થાનમાં આવેલા એક પ્રદેશ પરથી પ્રચલિત બન્યો અને ત્યાં વસતી પ્રજાતિ પણ 'ગુર્જર' કહેવાઈ.
> અનુમૈત્રકકાળમાં ગુજરોની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થપાઈ. જેથી ઉત્તર ગુજરાતની ધરા ‘ગર્જરભૂમિ’, ‘ગુર્જરદેશ', 'ગુર્જરરાષ્ટ્ર' જેવા નામોથી ઓળખાતી થઈ.
> સોલંકીકાળમાં ગુર્જરરાજયનો વિસ્તાર થયો તથા સોલંકીઓ ‘ગુર્જરનરેશ’ કહેવાયા.આ દરમિયાન ગર્જરભૂમિ ગુર્જરત્રા કહેવાતી. આ સમયગાળામાં આરબોના સંપર્કથી મૂળ શબ્દ 'ગુર્જર'ને બહુવચન પ્રત્યય લાગતા ગુજરાત શબ્દ અસ્તિત્વમાં આવ્યો.
> આરબ યાત્રાળુ અલબરનીએ ‘ગુર્જર' શબ્દની સાથે અરબી ભાષાનો અંત્ પ્રત્યય જોડીને તેને ‘ગુજરાત' એવું નામ આપ્યું.
> ‘ગુજરાત' નામનો સૌ પ્રથમ ઉલ્લેખ ઈ.સ. 1233માં લખાવેલા 'આબરાસ'માં મળે છે.

આમ, ગુજરાત નામનો શબ્દ પ્રયોગ આશરે 1000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો.
15મી સદીમાં પદ્મનાભ રચિત 'કાન્હડદે પ્રબંધ'માં પણ 'ગુજરાત' નામનો ઉલ્લેખ મળે છે.