જયેશ ભોગાયતા
‘ અર્વાચીન કવિતા ’નો પરિચય
સુન્દરમ્ ( ૧૯૦૮-૧૯૯૧ ) ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જક છે , કવિ , વાર્તાકાર , વિવેચક , સંપાદક અને અનુવાદક તરીકે શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદાન કર્યું છે , એમનો ‘ અર્વાચીન કવિતા ' ( પ્ર.આ. ૧૯૪૬ ) વિવેચનગ્રંથ અર્વાચીન ગુજરાતી કવિતાની વિકાસરેખા આલેખે છે .
ગુજરાત વર્નાક્યુલ૨ સોસાયટીએ સુન્દરમને અર્વાચીન ગુજરાતી કવિતાનો ઇતિહાસ લખવા માટે પસંદ કર્યા હતા . સુન્દરમે આઠેક વર્ષનો સ્વાધ્યાય કર્યા પછી ઈ.સ. ૧૯૪૬ માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકટ કરી હતી .
‘ અર્વાચીન કવિતા ’ વિવેચનગ્રંથનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવા માટે અભ્યાસીએ બે ભૂમિકા પસંદ કરવી જરૂરી છે . ‘ અર્વાચીન કવિતા ’ જેમ અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનનો ગ્રંથ છે તેમ તેમાં અર્વાચીન ગુજરાતી કવિતાનો ઐતિહાસિક આલેખ પણ છે , એટલે કે ઇતિહાસ પણ છે . અર્વાચીન ગુજરાતી કવિ અને કવિતાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરવા માટે સુન્દરમે ઇતિહાસલેખનની પદ્ધતિ પસંદ કરી છે .
કોઈ ઇતિહાસકાર દેશ , પ્રદેશ , ભાષા , શાસક , સાહિત્ય કે ક્રાંતિકારી ઘટનાનો ઇતિહાસ લખવાનું પસંદ કરે ત્યારે ઇતિહાસલેખનની સામગ્રી મેળવવી એમને માટે જરૂરી છે . ઇતિહાસકાર સંદર્ભસામગ્રી અને દસ્તાવેજો એકઠા કરે છે અને પછી ઇતિહાસલેખનની પરંપરામાન્ય તબક્કા પાડીને વિષયનો આલેખ કે વિકાસરેખા ૨જૂ કરે છે . પરંતુ ‘ અર્વાચીન કવિતા ’નો ગ્રંથ તો કાવ્યવિવેચનનો ઇતિહાસ છે . ત્યારે પ્રશ્ન થાય કે સુન્દરમે અર્વાચીન ગુજરાતી કવિતાની વિકાસરેખા આલેખવા માટે કઈ લેખનપદ્ધતિ પસંદ કરી છે .‘ અર્વાચીન કવિતા ’ ગ્રંથનો અનુક્રમ જોતાં એમની લેખનપદ્ધતિનો પરિચય થાય છે . આ લેખનપદ્ધતિ એમની મૌલિક છે , કાવ્યતત્ત્વની તાત્ત્વિક સમજ ધરાવનાર અને કાવ્યના ઉત્તમ ભાવકે સર્જેલી લેખનપતિ ‘ ઇતિહાસ ’ સંજ્ઞાનો અર્થવિસ્તાર છે.
કુલ ૫૭૦ પાનાંના ગ્રંથને વિવેચકે વિષયની ૨જૂઆત માટે જુદી જુદી સંજ્ઞાઓ વડે વિભાજિત કર્યો છે . ‘ નવો પ્રવાહ ’ પાના નંબર ૧ થી ૪૫૩ ના પ્રથમ પ્રકરણનું ‘ સ્તબક ’ ‘ પ્રાવેશિક ’ , ‘ ખંડક ’ જેવી સંજ્ઞાઓ વડે લેખન કર્યું છે . આ બધી સંજ્ઞાઓ અર્વાચીન ગુજરાતી કવિતાનો આલેખ ૨જૂ કરવા માટે ખૂબ જ ઉપયોગી બની છે . પાના નંબર ૪૫૫-૪૯૧ને ‘ જૂનો પ્રવાહ ’ સંશા વડે ‘ નવો પ્રવાહ ’ સંજ્ઞાથી જુદો પાડ્યો છે . જે ઇતિહાસકાર સુન્દરમની ત્રણ જુદા જુદા સ્તબકની કવિતાનું જ્ઞાન દર્શાવે છે . ‘ જૂનો પ્રવાહ ’ પ્રકરણનું પણ પ્રાદેશિક ’ , ‘ ખંડક ’ વડે લેખન કર્યું છે . પાના નંબર ૪૧૨-૫૩૦ પરિશિષ્ટ છે . જેમાં સંસ્કૃત અને બંગાળી મહાકાવ્યો અને નાટકોના ગુજરાતી સર્જકોએ કરેલા અનુવાદનો પરિચય થાય છે અને ‘ સંગ્રહો ’ પ્રકરણમાં ગુજરાતી લોકકવિતા અને અન્ય સ્વરૂપની કૃતિઓનો પરિચય છે . આ ગ્રંથનું ચુસ્ત માળખું જોતાં વિવેચકની નિષ્ઠાપૂર્ણ અને સંશોધનપરક ઇતિહાસદૃષ્ટિનો પરિચય મળે છે . સુન્દરમે અર્વાચીન કવિતાનો સ્તબક પ્રમાણેનો ઇતિહાસ લખવા માટે નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી કૃતિઓનું સઘન વાચન કર્યું હતું . ‘ અર્વાચીન કવિતા ’ એ કાવ્યપરંપરાનો ઇતિહાસ લખવા માટે આજે પ્રતિમાન કોટિનો ગ્રંથ છે .
સુન્દરમે અર્વાચીન ગુજરાતી કવિતાનો આલેખ રજૂ કરવા માટે જે પદ્ધતિ પસંદ કરી એનો પરિચય આપ્યા પછી મહત્ત્વની વાત એ આવે છે કે સુન્દરએ ગુજરાતી કવિ અને કવિતાની સર્જકતા પ્રગટ કરવા માટે કઈ દ્રષ્ટિ પસંદ કરી છે . કવિતા અને એમની દૃષ્ટિ વચ્ચેના તાદાત્મ્યભાવથી જેનો ગ્રંથ રૂપે આવિર્ભાવ થયો છે તેની પાછળ વિવેચકની કઈ કાવ્યભાવના સક્રિય રહી છે . કાવ્યવિવેચન કરવા માટે એમણે જે દૃષ્ટિ પસંદ કરી છે તેમાં એમની કાવ્યતત્ત્વની સૂઝ અને કાવ્યસર્જનના મુખ્ય કાર્ય વિશેની સમજ નિર્ણાયક બને છે . સુન્દરમ્ સ્પષ્ટપણે માને છે કે કાવ્યનું મૂલ્યાંકન કરવા માટે કાવ્યની પોતાની જ દૃષ્ટિ સૌથી વધારે ન્યાયપૂર્ણ નીવડે છે . કવિતા આનંદની અને સૌંદર્યની સૃષ્ટિનું સર્જન કરે છે . સુન્દરમની કવિતાના સ્વરૂપની આ પાયારૂપ સમજને કા૨ણે એમણે કાવ્યવિવેચન કરતી વખતે કવિનું જીવન કે કવિને ઘડનારા સામાજિક , આર્થિક , સાંસ્કૃતિક પરિબળોની ચર્ચા કરી નથી . એ દિષ્ટએ ગુજરાતી કવિતાનું વિવેચન કરવા માટે એમણે ઐતિહાસિક , સામાજિક કે સાંસ્કૃતિક અભિગમ પસંદ કર્યો નથી પરંતુ કાવ્યમાં રસસિદ્ધિ પૂર્ણ કરનારાં કાવ્યનાં વિવિધ ઘટકો કે અંગોનું કાર્ય સૂક્ષ્મ નજરે તપાસ્યું છે . કાવ્યને આકાર આપનારાં વિવિધ ઘટકો જેવાં કે છંદ , લય , બાની , અલંકાર , વગેરેનો વિનિયોગ કવિ કેટલી સારી રીતે કરી શક્યો છે તેની તપાસ કેન્દ્રમાં રાખે છે . કવિની મૌલિક સર્જકતા , કવિની પ્રભાવવાદી સર્જકતા કે અનુકરણવશ સર્જાતી કવિતા એમ જુદી જુદી કક્ષાની સર્જકતાને આધારે કાવ્યવિવેચન કર્યુ છે .
કાવ્યવિવેચન કરતી વખતે કવિનાં કાવ્યોને વિષય પ્રમાણે જુદાં પાડે છે પરંતુ એ કાવ્યોનું મૂલ્યાંકન કરતી વખતે . એમની વિવેચનદૃષ્ટિ કાવ્યના વિષયની વિચારણામાં થંભી જતી નથી . પરંતુ કવિએ કાવ્યના વિષયનું કાવ્યત્વ કેવી રીતે સર્જ્યું છે એના ૫૨ જ દિષ્ટ રહી છે . ઉદાહરણ તરીકે નર્મદનાં પ્રકૃતિવર્ણનનાં કાવ્યોનું રસલક્ષી મૂલ્યાંકન કરવા માટે નર્મદની કલ્પનાશક્તિ , અલંકા૨૨ીતિ , વર્ણનરીતિ , દૃશ્યનિર્માણશક્તિ અને અક્ષરમેળ કે માત્રામેળ છંદની શક્તિ – આ બધાં કાવ્યત્વ સિદ્ધ કરનારાં ઘટકોની સિદ્ધિ અને સીમા બંને રજૂ કરે છે .
વિવેચકે ‘ નવો પ્રવાહ ’ શીર્ષકની ગુજરાતી કવિતાના અર્વાચીન પ્રવાહનું સ્વરૂપ વર્ણવ્યું છે . એ નવા પ્રવાહનું કાવ્યત્વના ધોરણે વિવેચન કરવા માટે વિવેચકે યોજનાપૂર્વક ‘ સ્તબક ’ અને ‘ ખંડક ’માં પ્રવાહને વિશેષ પારદર્શી બનાવ્યો છે . તેના પ્રત્યેક વળાંકો , આરોહ - અવરોહ , સમૃદ્ધિ અને સામાન્યતા ગુજરાતી કવિતાની ઓળખ આપે છે . અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ કવિ નર્મદથી નહીં પણ દલપતરામ કવિની નવી શૈલીની કૃતિ બાપાની પીંપ૨ ’ ( ૧૮૪૫ ) થી થયો .
મધ્યકાલીન ગુજરાતી કવિતાથી અર્વાચીન કવિતાનું નોખાપણું નવી શૈલી છે . સુન્દરમે અર્વાચીન કવિતાના તબક્કા પાડનારાં તત્ત્વોમાં સામાજિક - સાંસ્કૃતિક - આર્થિક પરિબળોને મુખ્ય નથી ગણાવ્યાં પરંતુ કવિની નૂતન શૈલીનો આરંભ , એની સિદ્ધિઓ , એનું અનુકરણ અને અંતે એની સ્થગિતતા કે નિર્જીવતા એ ભૂમિકાએ કવિતાના સ્તબક પાડે છે અને પછી જ્યારે કોઈ નવો કવિ નૂતન શૈલી વડે કાવ્યસર્જનનો પ્રારંભ કરે છે ત્યારે એ નવા સ્તબકની કવિતા બને છે . આ ભૂમિકાએ જ વિવેચકે પહેલો સ્તબક ઈ.સ. ૧૮૪૫ થી ૧૮૮૪ સુધીનો ગણાવ્યો છે અને બીજો સ્તબક ઈ.સ. ૧૮૮૫ થી ૧૯૩૦ નો ગણાવ્યો છે . બીજા સ્તબકના પ્રારંભે બાલાશંકર કંથારિયાનું ‘ કલાન્ત કવિ ’ ( ૧૮૮૫ ) કાવ્ય તેની શૈલી અને સંસ્કૃત કાવ્યપરંપરા સાથેના ગાઢ અનુસંધાનના બળથી દલપતરામની કાવ્યશૈલીથી જુદું પડે છે અને તેથી તે કાવ્ય સ્વયં બીજા સ્તબકનું નિર્માણ કરે છે . એક વાત અહીં ધ્યાન પર લેવાની જરૂર છે તે વિવેચકે બીજા સ્તબકનો સમયગાળો પિસ્તાળીસ વર્ષનો ગણાવ્યો છે , એનો અર્થ એ થઈ શકે કે પિસ્તાળીસ વર્ષના સમયગાળામાં એક કરતાં વધુ પરસ્પરથી જુદી કાવ્યશૈલીઓનો આવિષ્કાર ઓછા પ્રમાણમાં થયો હશે . ત્રીજા સ્તબકનો આરંભ ૧૯૩૧ થી અને ગ્રંથલેખન પૂરું થયાના વર્ષ સુધીનો દર્શાવ્યો છે . આ સ્તબકને નવીન કવિતાના આરંભનો ગણાવે છે .
વિવેચકે કાવ્યવિવેચન માટે કાવ્યનાં ઘડનારાં કાવ્યની બહારનાં પરિબળોને નિર્ણાયક નથી ગણાવ્યાં પરંતુ કાવ્યકળાનું નિર્માણ કરનારાં કાવ્યની સીમામાં જ રહેતાં પરિબળોને સાર્થક ગણાવ્યાં છે . ઉદાહરણ તરીકે , બીજા સ્તબકની ગુજરાતી કવિતા પહેલા સ્તબકની કવિતાથી જુદી કઈ રીતે પડી ? બીજા સ્તબકની કવિતાનું આંતરિક રૂપ ઘડવામાં કયાં કયાં કાવ્યવિશ્વનાં પોતાનાં તત્ત્વોનો ફાળો છે ? બીજા સ્તબકની કવિતાને ઘડનારાં પરિબળોમાં સંસ્કૃત , અંગ્રેજી અને ફારસી કવિતાનો પ્રભાવ છે . એ ભાષાની કવિતાનાં ઘટકોએ ગુજરાતી કવિતાનાં અંગોનું સ્વરૂપ બદલી નાખ્યું . છંદ , ભાષા , કાવ્યપ્રકાર , કળાષ્ટિ જેવાં નવાં પરિબળોએ ગુજરાતી કવિતાના પ્રવાહને નવી દિશા આપી . વિશ્વકવિતાના ગાઢ સંપર્કથી બીજા સ્તબકના કવિઓની જીવનદૃષ્ટિ અને કળાદિષ્ટમાં ધરમૂળથી ફેરફારો થયા . સુન્દરમે કાવ્યવિવેચનમાં નવી કાવ્યશૈલીનું નિર્માણ કરનારાં તત્ત્વોમાં કાવ્યનાં અંગભૂત ઘટકોની સક્રિય ઉપસ્થિતિને જ મહત્ત્વ આપ્યું છે . કવિતાકળામાં તબક્કાવાર આવતાં ઉન્મેષોના મૂળમાં કવિતા જ મુખ્ય શક્તિ છે . તેથી કાવ્યવિવેચકે કાવ્યનો અભ્યાસ કરતી વખતે પ્રાદેશિક - દેશ - પરદેશની કાવ્યશૈલીઓનો પરિચય કેળવવો જરૂરી છે .
સુન્દરમે અર્વાચીન કવિતાનું મૂલ્યાંકન કરવા માટે મૌલિક અને સંતુલિત કાવ્યસમજને આધારે કેટલીક સર્વમાન્ય ઐતિહાસિક હકીકતોનો પુનર્વિચાર કર્યો છે . ઉદાહરણ તરીકે , બીજા સ્તબકની ગુજરાતી કવિતાનો આરંભ ‘ કુસુમમાળા ’ ( પ્ર.આ . ૧૮૮૭ ) થી થયો છે એવી સર્વમાન્ય હકીક્તનો એ સ્વીકાર કરતા નથી . બાલાશંકર કંથારિયાનું ‘ કલાન્ત કવિ ’ કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતાને બીજા સ્તબકમાં સંક્રાન્ત કરે છે . આ ફેરવિચારણાનો આધાર એમની શુદ્ધ કાવ્યભાવના છે . નરસિંહરાવ દિવેટિયા કે અંગ્રેજી કવિતા ત ૨ ફનો એમનો પૂર્વગ્રહ નથી . ‘ કલાન્ત કવિ ’ કાવ્યમાં સંસ્કૃત કાવ્યપરંપરાનું કળાત્મક અનુસાન છે . સુન્દરમનું માનવું છે કે નૂતન કવિતા પણ પોતાની કાવ્યપરંપરા સાથે ગાઢ અનુબંધ કેળવીને નવી શૈલીનો આવિષ્કાર કરી શકે છે . ‘ કુસુમમાળા’નાં કાવ્યો પર અંગ્રેજી કવિતાની અસર છે પરંતુ આપણી કાવ્યપરંપરાનું અનુસંધાન નથી . કાવ્યભાષા , કાવ્યશૈલી અને ભાવવિશ્વની દૃષ્ટિએ તેમાં પાશ્ચાત્ય કવિતાનો પ્રભાવ છે . સુન્દરમ્ની પરંપરા અનુસંધાનને મહત્ત્વ આપવાની કાવ્યસમજને કારણે ‘ અર્વાચીન કવિતા ’ ગ્રંથમાં કાવ્યતત્ત્વની પ્રતિષ્ઠા કાવ્યગુણ અને કાવ્યપરંપરાને આધારે કરી છે . આ ભૂમિકાએ જ દલપતરામના ‘ બાપાની પીંપર ' કાવ્યને અર્વાચીન કવિતાના પ્રથમ નમૂના તરીકે ગણે છે . એમની ઇતિહાસદૃષ્ટિ કાવ્યશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોની પીઠિકા ધરાવે છે .
સુન્દરમે નવો પ્રવાહ અને જૂનો પ્રવાહની કવિતાનો યોજનાબદ્ધ ઇતિહાસ લખવા માટે જે મૌલિક પદ્ધતિ શોધી છે તેનું સાતત્ય આખા ગ્રંથમાં જોવા મળે છે . કોઈ પણ કવિની સર્જકપ્રતિભાના વિવિધ ઉન્મેષો કેવી રીતે આખા ગ્રંથમા 1211 જાવા જ કથ્થ જોવા મળે છે , કોઈ પણ કવિની સર્જકપ્રતિભાના વિવિધ ઉન્મેષો કેવી રીતે પ્રસ્તુત કરી શકાય એના માટે એક ઇતિહાસલેખક અને કાવ્યજ્ઞ એમ બંને પ્રતિભાના સમન્વયથી અભ્યાસ કર્યો છે . ઉદાહરણ તરીકે , નવો પ્રવાહ પ્રકરણના પહેલા સ્તબકના ખંડક એકના મુખ્ય કવિઓની એક સૂચિ આપે છે . તે સૂચિના પ્રથમ કવિ દલપતરામ છે , અને દલપતરામના કાવ્યસંગ્રહોની એક સૂચિ આપે છે . એ પછી કવિની સર્જકતાનું મૂલ્યાંકન કરવા માટે એમની વિવેચકષ્ટિ વિમાનસ અને કાવ્યસ્વયં ૫૨ જ સ્થિર રહી છે . કવિમાનસનું ઘડતર કવિના કવિતા સાથેના ગાઢ અનુબંધથી થાય છે . એ કઈ કવિતા અને કઈ કાવ્યપરંપરાનું સેવન કરે છે તેનાથી વિમાનસનું ઘડતર થાય છે . વિમાનસના ઘડતરમાં કવિના જીવનના અનુભવો કરતાં પણ કવિએ કાવ્યદી ક્યાંથી મેળવી છે એનું મહત્ત્વ વધારે છે . સુન્દરમનો વિમાનસના ઘડતર વિશેનો આ વિભાવ આ ગ્રંથમાં સમાવેલ દરેક કવિને એકસરખી રીતે લાગુ પડે છે . આ વિભાવની ભૂમિકાએ કવિ દલપતરામ અને કવિ નર્મદના કવિમાનસ વચ્ચેના ભેદને પામી શકીએ છીએ .
સુન્દરમ્ , કવિપ્રતિભાના વિભિન્ન ઉન્મેષોને પ્રસ્તુત કરવા માટે કવિતાના વિષયોની મૌલિકતાની સાથે સાથે કવિની છંદશક્તિ , નૂતન કાવ્યસ્વરૂપની શોધ , છંદપ્રયોગો , પ્રયોગવૃત્તિ જેવાં અંગભૂત તત્ત્વોને આધારે કવિપ્રતિભાના વિશેષો દર્શાવે છે . આને કારણે કવિની બાહ્ય ઓળખ સાવ ગૌણ જ રાખી છે . કવિનું જીવન , અભ્યાસ , વ્યવસાય , વ્યક્તિ વિશેષતા અને મર્યાદાઓને આધારે કવિપ્રતિભાની ઓળખ આપતા નથી . ગ્રંથના વાચકો કવિસર્જકની ઓળખ પામે છે કવિવ્યક્તિની નહીં . કવિની કવિતાના ચહેરાનું સૌંદર્ય પામે છે અને એ રીતે સમગ્ર ગ્રંથ અર્વાચીન ગુજરાતી કવિતાનું સૌંદર્યદર્શન કરાવે છે .
મધ્યકાલીન ગુજરાતી કવિતાથી અર્વાચીન કવિતાનું નોખાપણું નવી શૈલી છે . સુન્દરમે અર્વાચીન કવિતાના તબક્કા ઘડનારાં તત્ત્વોમાં સામાજિક સાંસ્કૃતિક - આર્થિક પરિબળોને મુખ્ય નથી ગણાવ્યાં પરંતુ વિની નૂતન શૈલીનો આરંભ , એની સિદ્ધિઓ , એનું અનુકરણ અને અંતે એની સ્થગિતતા કે નિર્જીવતા એ ભૂમિકાએ કવિતાના સભ્ય પાડે છે અને પછી જ્યારે કોઈ નવો કિવ નૂતન શૈલી વડે કાવ્યસર્જનનો પ્રારંભ કરે છે ત્યારે એ ના સ્તબકની કવિતા બને છે . સુન્દરમ્ કયાં ક્યાં તત્ત્વોને નવું પ્રસ્થાનો તરીકે ગણાવે છે એમાં એમની કાવ્યસમજ મુખ્ય છે . નવા પ્રસ્થાનો સિદ્ધ કરનાર તત્ત્વોમાં મુખ્ય છે છંદ , કાવ્યના વિષયો , કાવ્યનો આકાર , કવિની રસદૃષ્ટી , કાવ્યબાની , કાવ્યસ્વરૂપની આંતરિક રચનામાં બદલાવ , નવાં કાવ્યસ્વરૂપોનો આવિષ્કાર , નિજી કાવ્યપરંપરાનું સંવર્ધન , નૂતન શૈલી , નૂતન કાવ્યબાનીની પ્રયોગશીલતા , કવ્યાવિશ્વ સાથેનો ગાઢ અનુબંધ અને સાતત્યપૂર્વકનું પરિશીલન – આ બધાં તત્ત્વો ‘ નવા પ્રસ્થાન ’ ને સર્જે છે .
સુન્દરમે ‘ નવો પ્રવાહ ’ પ્રકરણના ત્રણેય સબકના કવિઓની કવિપ્રતિભાનું સ્વરૂપ વર્ણવવા માટે ‘ નવાં પ્રાનો’ના વિભાગને સૂઝપૂર્વક યોજ્યો છે . આને કારણે પ્રત્યેક સ્તબકના વિકોષ પ્રતિભાશાળી કવિએ અર્વાચીન કવિતાને નવી દિશા આપવા માટે જે જે ક્લાપૂર્ણ પુરુષાર્થો કર્યા છે એ બધાનો વાચકને સીધો પરિચય થાય છે . આને આધારે જ કવિ નર્મદ , કાન્ત , બ.ક. ઠકોર અને નાનાલાલે કરેલાં નવા પ્રસ્થાનોની ઓળખ મળી છે . કવિતાની સમૃદ્ધિનો આધાર કવિ દ્વારા પ્રત્યેક તબક્કે થતાં નવાં પ્રસ્થાનો જ છે . એ નવાં પ્રસ્થાનો જ કવિતાના વિકાસના આધારસ્તંભો છે . જ્યાં નવાં પ્રસ્થાનો થતાં નથી ત્યાં કવિતા સ્થગિત થઈ જાય છે , યાંત્રિક બની જાય છે , પ્રભાવહીન અને નિર્જીવ બની જાય છે . કવિની શ્રેષ્ઠતાનો આધાર એમણે કરેલાં નવાં પ્રસ્થાનો છે . સુન્દરમે કાવ્યગુણની સિદ્ધિ માટે વિમાસ જેટલું જ મહત્ત્વ આપ્યું છે કવિની નવાં પ્રસ્થાનો કરવાની સર્જકકૃતિને કાવ્યવિવેચનના ઓજારો સુન્દરમે કાવ્યમાંથી જ ઘડ્યાં છે . એ ઉછીનાં કે આગંતુક નથી . કવિતાના ઇતિહાસનો લેખક અનિવાર્યપણે કાયમીમાંસાની ભૂમિકા જ ઇતિહાસલેખન કરે .
વિવેચકે ‘ નવો પ્રવાહ ’ના પ્રથમ સ્તબકના મુખ્ય અને ગૌણ કવિઓને જે પદ્ધતિએ જુદા પાડ્યા છે એ જ પદ્ધતિનું યાંત્રિક પુનરાવર્તન કરીને બીજા અને ત્રીજા સ્તબકના મુખ્ય અને ગૌણ કવિઓને જુદા પાડ્યા નથી . ઉદાહરણ તરીકે , સ્તબક –૧ ના ખંડક -૧ નું શીર્ષક છેઃ મુખ્ય કવિઓ ; ખંડ - રનું શીર્ષક છેઃ અન્ય કવિઓ અને એ અન્ય કવિઓને ચાર ભાગમાં જુદા પાત્ર છે દલપતરચિત કવિતાલેખકો , નર્મદરીતિના કવિતાલેખકો , પ્રાસંગિક કૃતિઓ અને પારસી બોલીના કવિઓ . હવે સ્તબક –૨ ના ખંડક -૧ નું શીર્ષક જુઓઃ ‘ મસ્તરંગના કવિઓ ’ અને એમાં પાંચ કવિઓનો સમાવેશ કર્યો છે . વિવેકે સ્તબક બીજાનો સમયગાળો ૧૮૮૫-૧૯૩૦નો દર્શાવ્યો છે ત્યારે પિસ્તાલીસ જેટલા લાંબા સમય ૫૨ વહેતા કવિતાપ્રવાહના માત્ર મુખ્ય કે ગૌણ કવિઓ એવું સીધું સપાટ વિભાજન પૂર્ણ ઓળખ ન આપી શકે . એટલા માટે સબ્ક બીજાના ચાર ખંડક પાડ્યા છે અને પ્રત્યેક ખંડને વિશિષ્ટ નામ આપ્યું છેઃ ખંડક –૧ મસ્તરંગના કવિઓ ; ખંડક -૨ સંસ્કૃત જાગૃતિના કવિઓ ; ખંડ૬-૩ અન્ય કવિઓ , જેની સંખ્યા ૯૨ ની છે ! અને આ ખંડકની વિશેષતા એ છે કે બહુ ઓછું લખનારા કવિઓ પ્રત્યે પૂરતો આદર બતાવીને કાવ્યપંક્તિઓનાં ઉદાહરણો વડે એમની સર્જકતાનું દર્શન કરાવ્યું છે . એ ભલે મુખ્ય કવિની કવિતાના ઘડતરમાં અનન્ય ફાળો આપ્યો છે .
ખંડક -૪ નું શીર્ષક છેઃ રાસ અને બાળકાવ્યો . સ્તબક બીજાના ચાર ખંડકનાં શીર્ષકો અર્વાચીન ગુજરાતી કવિતાનાં વ્યાપ અને ઊંડાણને સૂચવે છે . બીજા સ્તબકની ગુજરાતી કવિતાના ઘડતરમાં સંસ્કૃત , અંગ્રેજી અને ફારસી ભાષાની કવિતાનો મોટો ફાળો છે . ગુજરાતી કવિઓની સર્જનઝંખના અને ક્ષિતિજો વિસ્તા ૨ વાની ઝંખનામાંથી જ મહાકાવ્ય , મહાકાવ્ય લખવાની ઝંખના ) ખંડકાવ્ય , સૉનેટ અને ગઝલ જેવાં નવાં કાવ્યસ્વરૂપોનો જન્મ થયો . વિવેચકે ગુજરાતી કવિતાના આ વિશાળ પટનો પોતાના પ્રકલ્પમાં સમાવેશ કરવા માટે ચાર ખંડની યોજના કરી છે , એ યોજના વિના પિસ્તાળીસ વર્ષના કાવ્યસર્જનના ઇતિહાસની ચર્ચા કરવી અશક્ય છે . એ ચાર ખંડકની યોજનાનું સઘન વાચન કરીએ ત્યારે અર્વાચીન કવિતાની સમૃદ્ધિનો પરિચય થાય છે . અર્વાચીન ગુજરાતી કવિતા વિષય , કાવ્યભાષા છંદ , લય , બાની , અલંકાર , છંદપ્રયોગો અને સ્વરૂપસિદ્ધિની દૃષ્ટિએ અભૂતપૂર્વ સમૃદ્ધિ ધરાવે છે આ વાતની પ્રતીતિ વિવેચકની ચાર ખંડકની સજીવ યોજનાથી થાય છે . સૌ પ્રથમ સુન્દરમ્ની કવિચેતના અને ભાવકચેતનાએ એ કવિતાની સમૃદ્ધિ અનુભવી અને તેનું વિભાજન વિશિષ્ટ યોજના વડે મૂર્ત કર્યું છે . એ જ રીતે સ્તબક ત્રીજાને ખંડકો વડે વિભાજિત નથી કર્યો પરંતુ પ્રાવેશિક ' એવી સંજ્ઞાથી ઈ.સ. ૧૯૩૧ થી આરંભાયેલી નવીન કવિતાઓનો પ્રવેશક જ લખ્યો છે . ત્રીજા સ્તબકના કવિતાપ્રવાહમાં ચાર મુખ્ય કવિઓના પ્રદાનને વર્ણવ્યું છે , એ સિવાય નવીન કવિતાની સિદ્ધિઓ અને મર્યાદાઓનું વિગતે વર્ણન કર્યું છે .
વિવેચકે ‘ જૂનો પ્રવાહ ’ની કવિતાનું એટલી જ નિષ્ઠા અને ગંભીરતાથી અવલોકન કર્યું છે . ગાંધીયુગની જીવનભાવનાના કેન્દ્રથી સાવ સામાન્ય કક્ષાના કવિઓની કવિતાનું ભાવવાહી અવલોકન કર્યું છે . મુખ્ય - ગૌણ કે મહાન સામાન્યની સામાજિક ભેદષ્ટિનો સુન્દરમે ત્યાગ કર્યો છે . કવિ નહીં કવિતાઓનો જ મહિમા કરે છે . સાવ અજાણ્યા અને પ્રમાણમાં ઓછી સંખ્યામાં કાવ્યોનું સર્જન ક૨ના૨ કવિની સર્જકતા ઉદાહરણો વડે રજૂ કરી છે . સુન્દરમ્ ની મનુષ્યમાત્રને ચાહવાની જીવનફિલસૂફીએ એમની કાવ્યપ્રીતિને સમુદાર , ન્યાયી અને સંતુલિત કરી છે .
ગ્રંથના અંતે બેતાળીસ પાનાંનું પરિશિષ્ટ અને ચાળીસ પાનાંની સૂચિ એ માત્ર ઉમેરણ નથી પરંતુ કવિતાની અનુવાદપ્રવૃત્તિ અને સંગ્રહોની અનિવાર્યતા દર્શાવી છે . અનુવાદપ્રવૃત્તિ દ્વારા ગુજરાતી કવિતાનો વિસ્તાર થયો છે . સૂચિમાં કર્તા , કૃતિ અને સંજ્ઞાને એકસાથે સમાવી લીધાં છે .
સુન્દરમનો ‘ અર્વાચીન કવિતા ’ ગ્રંથ મુખ્ય બે દૃષ્ટિએ માર્ગદર્શક અને પ્રેરક છે . એક , કવિતાનો સળંગ ઇતિહાસ લખવા માટે સુન્દરમે તૈયાર કરેલું વ્યવસ્થાતંત્ર આજે પણ પ્રસ્તુત છે . કવિતાના ઇતિહાસને તથ્યો , હકીકતો કે દસ્તાવેજોના ભારથી લખવાનો નથી . એ બધી તથ્યપ૨ક સામગ્રીની ભીતર વહેતા કવિતાપ્રવાહનો ધ્વનિ એકચિત્તે સાંભળતાં સાંભળતાં કવિચેતનાનો વાગ્વૈભવ ૨જૂ કરવાનો છે . કવિતાના કાલખંડના આંતરપ્રવાહોની ગતિને પામવાની છે . જયંત પાઠકે ‘ આધુનિક કવિતાપ્રવાહ ’ ( પ્ર.આ. ૧૯૬૫ ) ગ્રંથમાં ‘ અર્વાચીન કવિતા ’ ગ્રંથની યોજનાને મૌલિક રીતે અપનાવી છે . તેમ છતાં ‘ અર્વાચીન કવિતા ’ ગ્રંથની તોલે આવે એવા ગ્રંથનું સર્જન થઈ શક્યું નથી . પ્રતીક્ષા છે ! એક આસને બેસીને વિદ્યાની સાધના કરવાની શક્તિ ધરાવનાર પ્રતિભાની બે , ‘ અર્વાચીન કવિતા ’ એ ગુજરાતી કવિતાનો ઇતિહાસ તેની વિકાસરેખા , તેના નાના - મોટા પ્રવાહોનું સૂક્ષ્મ અવલોકન છે . આ ગ્રંથમાં કોઈ એક સ્વતંત્ર કાવ્યનું વિવેચન નથી , તેમ છતાં વિવેચકની કાવ્યના ગુણો પારખવાની અદ્ભુત શક્તિનો અનુભવ કરીશું તો સ્વતંત્ર કાવ્યનું વિવેચન કરવાની દૃષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે . કવિ નહીં કવિતાને જ. કેન્દ્રમાં રાખીને તેનું વિવેચન કરીએ તો કવિતાનો વિષય , કાવ્યભાષા , છંદ , લય , અલંકાર , શૈલી , બાની અને સ્વરૂપની સિદ્ધિ વર્ણવી શકીએ . કવિતાને કવિતા બનાવનારાં સક્રિય ઘટકોની કાર્યશીલતાને વર્ણવી શકીએ . એ આગળ જતાં કવિની સમગ્ર કવિતાનો અભ્યાસ થઈ શકે . સુન્દરમે પ્રત્યેક સ્તબકના નવા પ્રવાહ અને જૂના પ્રવાહની કવિતાનું મૂલ્યાંકન કવિતાનું સૌંદર્ય નિષ્પન્ન કરનારાં ઘટકોની કાર્યશીલતા દર્શાવીને કર્યું છે .
કવિની સર્જનપ્રતિભા કવિતાનાં ઘટકોને કુશળતાથી સંયોજિત નથી કરી શકતી ત્યારે કાવ્ય રસાનંદ આપી શકતું નથી . આ પ્રકારનાં નબળાં કાવ્યોનાં એમણે ઉદાહરણ આપ્યાં છે . કાવ્યભાષાની મેદસ્વિતા , અલંકારોનો ખડકલો અને ઊર્મિલ કવિમાનસની ટીકા કરી છે ; પછી ભલે ને મોટો કવિ હોય તો પણ ! આ દૃષ્ટિએ સ્વતંત્ર કાવ્યના અર્થબોધ માટે સુન્દરમે આપેલી કાવ્યભાવનાનું ઓજાર જરૂ ૨ કામ લાગી શકે છે .
સુન્દરમનો ‘ અર્વાચીન કવિતા ’ ગ્રંથ વિવેચકો અને વાચકોનો આદર પામતો રહ્યો છે . તેના પ્રકાશનવર્ષથી ( ૧૯૪૬ ) શરૂ કરીને આજ પર્યંત તેનું ગૌરવ થયું છે , મૂલ્યાંકનો થયાં છે , પુનઃમૂલ્યાંકનો થયાં છે , કવિતાના ઇતિહાસલેખનના ગ્રંથ તરીકે પણ તેનો સઘન અભ્યાસ થયો છે . તેનું પ્રકાશન જે વર્ષમાં થયું -૧૯૪૬- એ જ વર્ષમાં તેને મહિડા પારિતોષિક મળ્યું હતું . પ્રકાશન પછીના બે દાયકા દરમ્યાન તેની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી અને ઑક્ટોબર ૨૦૦૪ માં પુનર્મુદ્રણ થયું હતું .
0 ટિપ્પણીઓ