ટુંકનોંઘ લખો : – વિવેચનનું કાર્યક્ષેત્ર : 



( 1 ) વિવેચન ધણી રીતે ઉપયોગી અને આવશ્યક પ્રક્રિયા છે . ઉત્તમ સાહિત્યકૃતિઓ અને સામાન્ય જનતાને એકબીજાની નિકટ લાવી આપવાનું મહત્વનું કામ વિવેચક કરે છે . સાહિત્યનો આનંદ સૂક્ષ્મ અને સંકુલ છે . અધિકાર ન હોય એવાં અલોકિક આનંદને લૌકિક જગતનાં પ્રાકૃત માણસો સુધી પહોંચાડવાનું મુખ્ય કાર્ય કરે છે . વિવેચક સાહિત્ય કૃતિઓનું વિવરણ – વિવેચન - રસદર્શન અર્થધટન કરી કૃતિ ભાગકગમ્ય બનાવે છે . 

    ( 2 ) આપણા સમૃદ્ધ સાહિત્યવારસાને તથા સંસિદ્ધ કૃતિઓને સુરક્ષિત જાળવી રાખવાનું કામ વિવેચન વડે થાય છે . વિવેચકો સાહિત્યના સમૃદ્ધ વારસા વિશે સામાન્ય પ્રજાને હંમેશા સભાન અને સજાગ રાખે છે . લેખન અને મનન દ્વારા વિવેચકો એ વારસાનું જતન કરે છે . અને આપણી ભાવિ પેઢીઓ માટે એ અમૂલ્ય વારસો જેમનો તેમ સચવાઈ રહે તેની તકેદારી રાખે છે . 

    ( 3 ) ભુલાઈ ગયેલી , અપ્રાપ્ય બની ગયેલી કે લોપ પામવાની અણી ઉપર આવેલી પ્રાચીન સાહિત્યકૃતિઓને કે હસ્તપ્રતોને વિવેચકો ઝીણી શોધખોળ દ્વારા નાશ પામવાની અણી ઉપર આવેલી સાહિત્યકૃતિઓને આમ વિવેચકો નવું જીવન આપે છે . 

   ( 4 ) વિવેચક સાહિત્યજતગનો સજાગ સૈનિક છે , જાગૃત ચોકીદાર છે . સાહિત્યના જગતમાં કવિઓના નામે કુકવિઓ કે અકવિઓ પેસી ન જાય , સાહિત્યમાં ચોરી , છેતરપીંડી કે તફડંચી ન થાય , સાહિત્યકૃતિને નામે કોઈ ભળતી બનાવટ કે પ્રપંચ ન સર્જાય એ બધી બાબતોનું ચોકસાઈભરેલું ધ્યાન વિવેચકો રાખે છે . આમ આપણા સાહિત્ય જગતની શુદ્ધિ અને માનમર્યાદા સાચવવાનું એક રક્ષકકાર્ય વિવેચક કરે છે . તેથી જ શ્રી ઝવેરચંદ મેધાણી વિવેચકને ' સાહિત્ય સીમાડાના જાગ્રત પ્રહરી ' તરીકે ઓળખાવે છે .

    ( 5 ) વિવેચક વર્તમાન સાહિતયકારની કૃતિઓને ધ્યાનપૂર્વક તપાસે છે . એ કૃતિના ગુણદોષ ની ચર્ચા કરે છે . સાહિત્યક્ષેત્રે થતા નવા પ્રયોગોની ક્ષમતા અને ઉપયોગીતા ચકાસે છે . અને આમ સર્જાતા જતા સાહિત્ય ઉપર ચાંપતી નજર રાખીને વિવેચક ભવિષ્યના સાહિત્યનો ધાટ પડી આપવામાં મહત્વનો ભાગ ભજવે છે . 

   ( 6 ) વિવેચક નવા ઊગતા સર્જકોને જરૂરી પ્રોત્સાહન અને પ્રસિદ્ધિ આપે છે અને એમ સાહિત્યમાં નવી સર્ગશકિતને પ્રવેશવાનો માર્ગ મોકળો કરી આપે છે . એ સાથે જ સાહિત્યક્ષેત્રે જામી ચૂકેલા , સ્થાપિત તથા સ્વીકૃત થઈ ગયેલા સર્જકોનાં પ્રતિભાની ઓટ ન આવે તે માટે એવા નામી સર્જકોનાં સર્જનોને ખૂબ ચકાસતા રહેવાનું કામ પણ વિવેચક કરે છે . આમ નવાને પ્રોત્સાહન અને સંસિદ્ધિ પર કડી નજર દ્વારા વિવેચક સાહિત્યજગતમાં જરૂરી પ્રવાહિતા અને સત્વશીલતા જાળવી રાખે છે .